________________
તા. ૧૬-૨-૮
પ્રબુદ્ધ જીવન
२०१
ખાનામાં કાન્સના નવલકથાકાર રુમાના ફકરાઓ મૂકયા છે અને બીજા ખાનામાં ક. મા. મુનશીની “પાટણની પ્રભુતામાંથી ફકરાઓ મૂક્યા છે. અહીં માત્ર થોડી પંકિતઓ નહિ પણ સંખ્યાબંધ ફકરાનું અપહરણ થયું છે. તે જ રીતે અરદેશર ફ. ખબરદારના દીર્ઘકાવ્ય “કલિકા માંથી કડીઓ મૂકીને તેની પડખેપડખુ એક અંગ્રેજી કાવ્યની કડીઓ મૂકી દર્શાવાયું છે કે અપહરણ મોટા પાયા પર થયું છે. બંને લેખકે સાક્ષર છે, શિષ્ટ સાહિત્યના સર્જક છે, અનેક રચનાઓ તેમને નામે. ચડેલી છે. મુનશી તે આદરસહિત વંચાય છે, એટલે આ અપહરણ કલંક હોવા છતાં તે ચંદ્રમાનું કલંક છે એમ તેમની બચાવમાં તેમને પક્ષે કહી શકાય. ખબરદાર અન્ય કવિઓની છાયા મેટા પ્રમાણમાં ઝીલે છે છતાં ગાંધીજીની હત્યા વેળાએ તેમણે બહાર પાડેલે કાવ્યસંગ્રહ ઊંચા પ્રકારની સર્જકતા દર્શાવે છે.
જે કવિએ એક-બે પંકિતઓ પૂરત જ અન્ય કવિને વિચાર કે કલ્પના અપનાવ્યાં હોય તે તે ક્ષમ્ય છે. તેને અપહરણ કહેવું તે દૂધમાંથી પિરા વીણવા જેવું કે કીડી પર કટક લાવવા જેવું જ ગણાય. અન્યની અમુક પંકિત ગમી જાય અને તેનું માતૃભાષામાં કે સ્વકીય શૈલીમાં ભાષાન્તર થઈ જાય ત્યાં સુધી આ ભોકતાને ખ્યાલ પણ ન આવે કે આ અપહરણ થયું તેમ સંભવે ખરું. કવિ ગંગ કહે છે :ચંચલ નારકેનન છિપે નહિ. સુંદરમ” “યાત્રા'માં કહે છે :“બઉં છુપે, છુપે નહિ નયન ક્યારે પ્રણયનાં.” સંસ્કૃત સુભાષિત કહે છે :बन्धनानि किल सन्ति बहूनि, प्रेभरज्मुक्त बन्धनमन्यत् । સુંદરમ કહે છે :- ' . જગની સૌ કડીઓમાં, પ્રેમની સવથી બડી, ‘કાન્ત’ ચક્રવાકમિથુનમાં લખે છે:
ચાલે એવા સ્થલ મહીં વસે સૂર્ય જેમાં સદેવ આનાથી જ્યાં અધિક હદયે આ જ્યાં હેય દેવ.” ‘કાન્ત’ના સંપાદક પાછળની ધમાં આવા ભાવને એક સંસ્કૃત શ્લેક અને એક ગુજરાતી કડી સરખામણી માટે મૂકે છે, દત્તાત્રેય કાલેલકર “એતરાતી દીવાલમાં કહે છે:જેના હાથમાં મેં મારું માન સેગું નથી તે મને અપમાનશે શું કરીને કૃષ્ણલાલ શ્રીધરાણી કેડિયાં'માં લખે છે :માન તમારે હાથ ન લેંગ્યું કેમ કરી અપમાનશે??
અગ્રેજ કવિ શેલીના કાવ્યગ્રંથમાં એક સ્થળે એવી કલ્પના
' મળે છે કે એક ડુંગરને કિનારે ભેખડ પર એકલું અટુલું એક
વૃક્ષ ઊભું છે. આ કલ્પને “શેષ'ના કાવ્યમાં એક સ્થળે તે જ સ્વરૂપે આવી છે.
તનસુખ ભદનું ‘નિશીથિની’ નામે એક કાવ્ય “એલ્ફિરટાનિયન’ મેગેઝિનના ૧૯૩૫ના ઓકટોબર માસના અંકમાં છપાયેલું. ગુજરાતના મૂર્ધન્ય કવિ ઉમાશંકર જોષીએ 'નિશીથ' કાવ્ય આ પછી લખ્યું છે. તેમણે મૂળના કાવ્યમાં સારો ઉમેરો કરી તેને ઠીક બહેલાવ્યું છે તેથી તે અનુસજન ગણાય. તે જ રીતે બંગાળી ભાષામાં ભારત કથા નામે લેકવાર્તાઓના દસ ભાગે છે. તેમાંની એક વાર્તામાં એક અજાણી વ્યકિતને બીજી અજાણી વ્યકિતનું નામ શોધી કાઢવાનું કહેવાય છે. ઉમાશંકર જેવીની આશંકાકાવ્યરચનાનું વતુ આ બંગાળી વાર્તાને સારી પેઠે મળતું આવે છે.
બંગાળીમાં “લાટસાહેબેર સ્પેશિયલ’ નામે એક નાટક છે. ચંદ્રવદન મહેતાએ “આગગાડી નાટક લખ્યું ત્યારે બંગાળી નાટકનું અનુકરણ કરવાને તેમની પર આરોપ મુકાયો હતે. ચંદ્રવદન મહેતા એ છે
કે મુકાયા હતા. ચંદ્રવદન મહેતાએ પિતાને બહુ જોશીલી ભાષામાં બચાવ કર્યો હતું અને જાતઅનુભવનું પરિણામ તે “આગગાડી' છે તેમ દર્શાવ્યું હતું.
ગુજરાતી'ના તંત્રી ઇચ્છારામ સૂર્યરામ દેસાઇએ ‘ચંદ્રકાન્ત’ નામે વેદાન્ત ગ્રંથ લખ્યો છે. તેની મુદ્રણનલ કરવા માટે એક બ્રાહ્મણને તે ગ્રંથ આપે. પેલે બ્રાહ્મણ કામ પતી ગયા પછી કહે કે “ચંદ્રકાન્ત” મારી રચના છે. આ અંગેનો પત્રવ્યવહાર કૌમુદી સૈમાસિકમાં પ્રગટ થયેલે.
તનસુખ ભટ્ટ “કહિયાન” નામના ચીની પ્રવાસી પર સત્યાગ્રહાશ્રમ સાબરમતીના ‘મધપૂડા’માં લેખ લખ્યું. “ધૂમકેતુ'એ તેમાં એક ફકરે છેવટે ઉમેરીને તે લેખ પિતાના નામે ઈ. સ. ૧૯૨૬-૨૭ માં “કુમાર”માં છપાવ્યો તે અપહરણનું જ ઉદાહરણ છે. - જે વૃત્તિથી, દાનતથી પ્રેરણા ઉછીનું કે અનુકરણમય
અનુલેખન થયું છે તે વૃત્તિ અને દાનત જ સાચાં સાક્ષી ગણાય.
સ્વ. શ્રી ધીરજલાલ ધનજીભાઈ શાહ પારિતોષિક
પ્રબુદ્ધ જીવનમાં વર્ષ દરમિયાન જે લેખકના લેખોનું સમગ્રપણે શ્રેષ્ઠ પ્રદાન હોય તેને રૂપિયા એક હજારનું વ. શ્રી ધીરજલાલ ધનજીભાઈ શાહ પારિતોષિક આપવામાં આવે છે. આ પારિતોષિક ૧૯૮૭ના વર્ષ માટે પં, પનાલાલ જગજીવનદાસ ગાંધીને એમના લેખ માટે આપવાનો નિર્ણય લેવામાં આવ્યું છે. આ માટે અમે લેખકને ધન્યવાદ આપીએ છીએ, અને નિર્ણાયક સમિતિના સભ્યો (૧) ડે. રમણલાલ ચી. શાહ (૨) ડે. દિનેશ ભટ્ટ (૩) શ્રી જયેન્દ્ર એમ. શાહ અને (૪) શ્રી પન્નાલાલ ર. શાહને અમે આભાર માનીએ છીએ.
-મંત્રીઓ
મહાવીર જમ કલ્યાણુક અંક પ્રબુદ્ધ જીવન’ને તા. ૧૬-૩-૧૯૮૮ તથા તા. ૧-૪-૧૯૮૮ને અંક ભગવાન મહાવીર જન્મ કલ્યાણક નિમિતે સંયુકત અંક તરીકે તા. ૧-૪-૧૯૮૮ના રોજ પ્રગટ થશે.