________________
(૦૨
પ્રબુદ્ધ જીવન
વ્યક્તિત્વની અનુભૂતિ
ઈ પન્નાલાલ ૨. શાહે
‘દુક’ના
કાને પણ ઉત્તમ જીવનપાથેય નીવડે એવુ સમૃદ્ધ પત્રસાહિય આપણી ભાષામાં છે. એવા પત્ર-સાહિત્યમાં ગાંધીજી, જવાહરલાલ નહેરુ, કાકાસાહેબ કાલેલકર, સરદાર વલ્લભભાઈ પટેલ, કનૈયાલાલ મુનશી અને બટુકભાઈ ઉમરવાડિયા વગેરેનુ પત્રસાહિત્ય ઉપલબ્ધ છે. તેમાં શ્રી ‘દશ ક’ના શ્રી મૃદુલાબહેન મહેતા પરના સાહિત્ય, ચિંતન અને ઇતિહાસના પ્રયાગ સમા પત્રાથી આપણું પત્ર–સાહિત્ય વિશેષ સમૃદ્ધ થયું છે. ભાવનગર જિલ્લાના મણારની લાકશાળાનાં ગૃહમાતા અને ઇતિહાસ તથા અંગ્રેજીના અધ્યાપક શ્રીમતી મૃદુલાબહેન પરના પત્રા નિમિત્તે શ્રી ‘દર્શીક’ મનેમન ચાલતા આંતિરક સંવાદને ઠાલવી, આપણી સમક્ષ પૂરી મેકળાશથી પ્રગટ થયા છે.
કાપણું સર્જક પેાતાના સર્જન વિષે શું કહે છે તે જાણવું રસપ્રદ નીવડે. શ્રી ‘દશક’ પૂરી નમ્રતા, સ્વસ્થતા અને આત્મશ્રદ્ધાથી કહે છે : 'સેક્રેટિસ મારી ઉત્તમ નવલકથા જ ગણાશે. દહાડે દહાડે તેનું મૂલ્ય વધતું જશે તે વિષે મને શંકા નથી. એ પુસ્તક દ્વારા હું મુનશી પછીને ઉત્તમ નવલકથાકાર હ્યુ, એ નિઃશંકપણે પ્રતિપાદિત થશે. આમાં કશી વડાઈ નથી. એક વાંચનાર કે ભાવક તરીકે મારી જાતને મૂકીને આ કહુ બ્રુ.’ ( પૃષ્ઠ ૭૧ ) ‘પરિત્રાણ'ની જેમ વિચારના વાવાઝોડામાં ઊલટપાલટ થતાં સમાજને નૈતિક કરાડરજજુ આપવામાં આ પુસ્તકના મૂલ્ય વિષે પણ તેએ સભાન છે. તે 'દીપનિર્વાણુ’ની માંધ કાઇ વિવેચક્ર પાંચ વર્ષ સુધી લીધી નહાતી એ એ અંગે બહુ સૂચક રીતે કહે છે : રુદ્રાક્ષ અહુ પવિત્ર ગણાય છે. કહે છે કે ૩૦ વર્ષ' ઊગે, પણ તેનાં ફ્ળા કદી સડે નહીં. રુદ્રાક્ષની માળાને આ કારણે મહિમા છે.' (પૃષ્ઠ-૫૪) શ્રી મૃદુલાબહેન મહેતાએ દીપનિર્વાણુ વિષે જે ક ંઈ કહ્યુ તે સ્વીકારીને ‘દર્શી' કહે છે : ‘બંધન અને મુકિત' બહુ રોમાંચક અને રમ્ય નવલકથા છે. મહાદેવભાઈ દેસાઇ કહેતા કે “મારા બાબલા (નારાયણુ) એ વાંચીને તમારા ભકત બની ગયા છે.' શ્રી ‘દ ક’ તટસ્થતાથી કહે છે: ‘એમાં (‘બંધન અને મુકિત’માં ) ‘દીપનિર્વાણ' જેટલી પ્રતિહાસની વફાદારી નથી.' ( પૃષ્ઠ−૧૦ ) ધ્રુતિહાસની કે યુગચેતનાની વદારી અંગે તેઓ સજાગ છે. એક પત્રમાં શ્રી રમણલાલ વ. દેસાની નવલકથા ભારેલા અગ્નિ'ના રુદ્રદત્તના પાત્રને તે અનૈતિહાસિક કહે છે. કારણ કૅ, એમાં શસ્ત્રસ’ન્યાસ, વિશ્વશાંતિ અને અહિંસાના વિસ્તાર અને દારૂગોળાના ભંડાર ઉડાડી મૂકવાની વાત આવે છે તે તે યુગમાં સંભવિત નહતું. (પૃષ્ઠ –૭)
પ્રાચીન, અર્વાચીન અને સમકાલીન સજા વિષે એમને સત અને તુલના એ એમના વિશેષ છે. શ્રી ગેવ'નરામ ત્રિપાઠી વિષે એમણે કહ્યું છે કે એવું થવાનું પણ આજે કાઇનું ગજુ' નથી. એનું પાત્રાલેખન, વાર્તાપ્રવાહ, સકેંતે, કથાવસ્તુની માવજતને તે પછી કાઈ લગી શકયું નથી. શ્રી ગાવધનરામ અને કનૈયાલાલ મુનશીની તુલના કરતાં તે લખે છે : ‘મુનશીનું ઉત્તમ અને ગાવધનરામનુ ઉત્તમ સરખાવીએ તે ગાવધ નામ અવશ્ય ચડે. જથ્થામાં મુનશીનુ જરૂર ચડે. મુનશી ચડે તેનું એક કારણ તેની ક્લામાં મેદ નથી – અવાંતર નથી, વાર્તાકલા જ
તા. ૧૬-૨-૮૮
તેની અધિષ્ઠાત્રી છે.' (પૃષ્ઠ-૧૦૩) ભાવનગર જિલ્લાની જેલના કેદીઓ સમક્ષ એમણે મહાભારતકથા ફરી એ વિષે એમણે તા. ૧૬–૮–૧૯૭૫ ના પત્રમાં લખ્યુ છેઃ સંવાદશૈલીની દ્રષ્ટિએ નાનાભાઇ શ્રેષ્ઠ છે, તેમાં શકા નથી. રાજાજી એમાં ન પહેોંચે એવું બને. એનું કારણ, નાનાભાઈએ કુમારવયના વિદ્યાથી ઓ સાથે જીવન ગાળ્યું તે પણ હશે.' (પૃષ્ઠ, ૧૪૩) એ જ પત્રમાં આગળ જતાં લખે છે: “મૂળ પરથી જેમણે કાવ્યો, નાટકા રચ્યાં તેમની મૌલિકતા કે મર્યાદાને ખ્યાલ આવે છે. દા ત, મૂળનુ ‘શકુંતલા ઉપાખ્યાન’ અને ‘શાકુંતલ.’ કાલિદાસની સૂક્ષ્મ સંવેદનશીલ સજ કપ્રતિભા માટે આપણું માથુ નમી જાય. મૂળમાં મહત્ત્વની બાબતોનાં ખીજ છે; પણુ મૂળ ‘શકુંતલા આખ્યાન’ ‘શાકુંતલ’ પાસે ગ્રામ્ય લાગે.' કાલિદાસ અને પ્રેમાનંદ ખન્નેએ મહાભારતથાના ખીજમાંથી સર્જન કર્યુ. એની તુલના કરતાં તેઓ કહે છેઃ ‘નળાખ્યાનમાં પણ પ્રેમાનંદની પ્રતિભા છે, પણ એ લેકર જક કથાકાર, માણભટ્ટ છે. એથી મૂળ મસાલામાંથી જેવી કાલિદાસે કૃતિ સર્જી તેવુ તેનાથી પૂરું નથી બન્યુ, તેવું ન બને. કાલિાસ તે એક જ હોય ને ? પણ તે છતાં પ્રેમાન દે જે રસજમાવટ કરી, દા. ત. દમયંતીવિલાપ કે હારના પ્રસંગ વખતે તેણે કરેલી પ્રાથના કે ઋતુપણ ના વરઘેડામાંના મુકતમને હસાવે તેવા હાસ્યરસ, આ તેની મહાન સિદ્ધિ છે.' (પૃષ્ઠ–૧૪૩)
સાહિત્ય પદાથ વિશે શ્રી ‘'ક'ની કેટલીક પ્રતીતિ, પ્રસ્તાવનામાં શ્રી કૃષ્ણવીર દીક્ષિતે નોંધ્યુ છે તેમ, આ પત્રામાં ધ્યાનમાં આવતા મહત્ત્વનો અંશ છે. તેઓ લખે છે : ‘બધી નવલકથાઓના હેતુ વાચકને વિસ્મયલાકમાં લઈ જવા છે એ સ્થૂળ ઉપકરણા એટલે બનાવાથી લઇ જાય એટલું' ઊતરતું.' (પૃષ્ઠ-૮૮) તે ખીજા એક પત્રમાં કવિતાની ચેટ શા કારણે છે એ વિષે લખ્યું' છે: ‘સાચી કવિતા તે એક સ્વાયત્ત વિશ્વ હાય છે. વિશ્વ એટલે ગતિ સાથે જ વ્યવસ્થિતિ અને અદૃશ્યમાંથી દૃશ્ય સ્વરૂપ, કાળાંતરે દૃશ્યમાંથી પાછું અદ્રશ્યમાં રૂપાંતર. વિશ્વ કાસમેાસના આધારે આ ચારે ગુણેના ચિત સવાદ આપણને આનદ આપે છે.' (પૃષ્ઠ અનુભવે કયાંક, કાંકિ સંક્રાન્ત થાય છે તે કેવી રીતે સંક્રાન્તિ પામે છે તેની નવાજી છે. એ વિષે એમણે આ રીતે સમજાવ્યુ છે ‘શરખાપુએ જે મહિમાપૂર્ણ નારીપાત્રો નખશીખ કંડાર્યા' તે તે તેમની કલ્પના અને સ્ત્રીને પૂણુરૂપે જોવાની ઝંખનાને પરિણામે, આ અતૃપ્ત ઝંખનાને કંડારવાનું કામ તે જ સાહિત્યસર્જન. સાહિત્ય, જગત જેવું છે અને નથી. છે એ અથ માં કે તે માટી રૂપે છે, પણ તે માટીમાંથી શિવ કે પાવ તીની મૂર્તિ ધડાય છે તે પેલા સર્જકનું કવિકમ છે.' (પૃ:–૩૯).
૪૯-૫૦ !.
શ્રી ‘દશક’નું નિરીક્ષણ અને આત્મસવેદન આ પાત્રામાં આબાદ ઝિલાયુ` છે. એમની નવલકથા સેક્રેટિસ' પુરસ્કૃત થઈ ત્યારે નમ્રતાપૂર્વક લખ્યું: મનુષ્યકૃત કાઈ પણ કાય` રેતીના પાયા પર જ ઊભું છે. જ્યાં સુધી ઇશ્વરની આંગળી એ કામને અડેલી છે ત્યાં સુધી ઠીક છે. ઇશ્વરની આંગળી એટલે આધ્યાત્મિક વૃત્તિ, આધિભૌતિક વૃત્તિને સંયમ.’ (પૃ.–૪૯) તે
♦