________________
તા. ૧૬-૧-૮૮ ૧-૨-૮૮
એમના હાથમાં યથાશકિત રકમ મૂકતા જાય. તે ખાજુમાં રાખેલા ખાદીના એક વર્ષમાં એ રકમ મૂકતા જાય. અમે પણ ક્રમે ક્રમે ગાંધીજી સુધી પહોંચ્યા. જોતાં ધરા એ નહિ એવું અત્યંત તેજસ્વી, શાંત, પ્રસન્ન, પવિત્ર વ્યક્તિત્વ હતું. ગાંધીજી પાસે હું પહોંચ્યા. મારા ખીરસામાં હતા તે સિક્કા ગાંધીજીના હાથમાં મેં મૂકયા. મૂતી વખતે ગાંધીજીની હથેળાના પશ કર્યાં. જાણે કાઈ પુષ્પની પાંદડી જેવા અત્યંત કામળ એ સ્પર્શ હતા. રામાંચ ખડાં કરે તેવા હર્ષાલ્લાસજનક એ સ્પર્શ હતા. એવા ક અદ્દભુત પવિત્ર સ્પર્શી જીવનમાં ખીજા કાર્યમાં ક્યારેય અનુભવ્યો નથી. મારે માટે એ પ્રસગ અવિસ્મરણીય બની ગયા.
એક વખત ગાંધીજીની પ્રાથનાસભામાં જવાની સૂઝ પડી એટલે પછી તે જ્યારે પણ ગાંધીજી મુંબઈમાં આવે ત્યારે તેમની પ્રાથનાસભામાં નિયમિત જવાનુ અચૂક ખની ગયુ હતું. બીજે વર્ષે ગાંધીજી મુંબમાં આવ્યા અને બિરલા હાઉસમાં ઊતર્યા હતા, પરંતુ પ્રાથના રૂંગટા હાઉસની બહાર દરિયાકિનારે રાખવામાં આવેલી. લેકા પ્રાથના-સભામાં જગ્યા મેળવવા અર્ધા કલાક કે કલાક વહેલા પહેોંચી જતા. અમે પણ એક બે દિવસ એ પ્રમાણે કર્યુ. પરંતુ ઘણે દૂરથી ગાંધીજીને જોવાથી સતેષ થતા નહોતા.
પ્રબુદ્ધ જીવન
એક દિવસ પ્રાથનાસભામાં વહેલા પહોંચવાનું બની શકયું નહિ. પાંચેક મિનિટની વાર હતી અને અમે જતા હતા ત્યાં ગાંધીજીને બિરલાં હાઉસમાંથી નીકળી રસ્તા એળ ગી રૂ ંગટા હાઉસમાં જતા જોયા. અમે એમની સાથે જોડાઈ ગયા. એ ખાનગી રસ્તો હતા. એક ભાએ અમને અટકાવવા પ્રયત્ન કર્યાં પણ અમે જાણે જાણતા નથી એમ ઝડપથી આગળ નીકળી ગયા. એવી રીતે ગાંધીજી સાથે જવામાં પ્રાથનાસભામાં મંચની પાસે બેસવાનું મળ્યું. આ એક સારી યુક્તિ જણાઇ. પછીથી તા અમે એ ત્રણ મિન્ના જ સાંજના એ જ સમયે એ જ સ્થળે ઊભા રહેતા. ગાંધીજી સાથે જે પાંચ-સાત માણુસા હોય એની સાથે અમે પણ જોડાઇ જતા. ગાંધીજીની સાથે સાથે ચાલવાના આ એક અપૂર્વ લહાવો અમારા માટે હતે. ક્યારેક ગાંધીજી અમારી લુચ્ચાઇ સમજી જઈ અમારી સામે જોઈ હસતા.
ખીજી એકવાર ગાંધીજી મુંબઈ આવ્યા હતા અને જુહુના કિનારે એક ખુંગલામાં ઊતર્યાં હતા. ચેમાસાના એ દિવસે હતા. તાપણુ પ્રાથના સભામાં ઘા માણુસા એકત્ર થતા. પ્રાથના માટે બહુ મેટા મ’ડપની વ્યવસ્થા નહોતી એટલે લેકામાંથી જેને ખેસવાનું મળે તે ખેસતા અને ખાકીના ઊભા રહેતા. અચાનક વરસાદ પડે તે પોતાની છત્રી ખેાલતા. ગ્રાંટ રાડથી ટ્રેન પકડી જુહુ પહોંચી પ્રાથનાસભામાં કેટલીયે વાર વરસાદમાં છત્રી ખેાલીને ઊભા ઊભા અમે હાજરી આપી હતી.
ગાંધીજી ઘેાડા વખત પછી પૂનામાં આવવાના હતા. મારા એક મિત્રની સાથે `હું તથા મારા ભાઈ નવીનભાઈ પૂના ગયા હતા. એ વખતે ગાંધીજીની પ્રાથનાસભામાં જવાના એક જુદો જ અનુભવ હતા. પૂનામાં સાઇકલે ઘણી. અમારી પાસે પણ સાઇકલ હતી. પ્રાથનાસભામાં આગળના ભાગમાં અનેક લોકા ખેસતા. તેમાંના ઘણા પેાતાની સાઇકલ આસપાસ કાઇક ઠેકાણે રાખી લેતા. જેમની પાસે પોતાની સાઈકલને મારવાનું તાળુ ન હેાય અને ઊપડી જવાની કે
29
ૐ
૧૯૫
હોય અથવા ઉતાવળે પાછા જવાનુ હોય એવા બીજા અનેક લેકા પ્રાથનાસભામાં છેવાડે પોતપોતાની સાઈકલ સાથે ઊભા રહેતા. અમે પણ સભાના છેવાડે અમારી સાઇકલ સાથે ઊભા રહેતા. એક દિવસ પ્રાથના સભામાં ગાંધીજી પધાર્યા એટલે વાતાવરણ એકદમ શાંત થઇ ગયું. પ્રાના ચાલુ થઇ. અત્યંત પવિત્ર, શાંત વાતાવરણ પ્રસરી રહ્યું.પ્રાથનાને અંતે ગાંધીજીએ મરાઠી ભાષામાં ટૂંકું ઉદ્દેાધન કર્યું રાષ્ટ્રભાષાના પ્રચાર માટેનું એ ઉત્ખાધન હતુ. ગાંધીજી ખેલે એટલે જાણે કે અમૃતની સરવાણી ! શબ્દેશબ્દ હૃદયમાંથી નીકળે. વાટા કે આડંબર નહિ. લાંબાં ભાષણેાની ગાંધીજીતે આદત નહાતી. · દેશમાં જ્યાં જાય ત્યાંની પ્રજાની ભાષામાં ખેાલવાની ભાવના તેઓ રાખતા. ગુજરાતીમાં હોય, હિન્દીમાં હોય, મરાઠીમાં હોય કે તમિળ કે તેલગુમાં ભાષણ હોય એ બધી ભાષાએ ઉપર એમનુ પ્રભુત્વ ઘણું સારું' હતું. ભારતમાં ગાંધીજીએ જાહેર— સભાઓમાં ભારતીય લેાકા સમક્ષ અ ંગ્રેજીમાં ભાષણ કર્યુ હોય એવા કાઈ પ્રસંગ યાદ નથી. (પાકિસ્તાનના સજ કે મહમદઅલી ઝીણાના પ્રસંગ યાદ છે કે મુંબઇમાં ભીડી બજારના અભણુ મુસ્લિમા સમક્ષ પોતાને બરાબર આવડતી એવી એકમાત્ર ભાષા તે અંગ્રેજીમાં ભાષણ કર્યુ હતું અને સૂચનાનુસાર લેાકા તાળીઓ પાડતા હતા. તે ઘટના ધરની નજીકના વિસ્તારમાં અનેલી એટલે તે ત્યાં જાતે જઈને કુતૂહલવશ જોયાનું યાદ છે. ગાંધીજી અને ઝીણા અને ગુજરાતી, અને સ્વતંત્રતાના હિમાયતી, છતાં જેના અગ્રેજી ભાષા, અંગ્રેજી પોષાક અને અંગ્રેજી ઢબની ટાઢમાઢવાળી રહેણીકરણીના ચાહક હતા એ એમના જીવનની વિસંવાદિતા હતી.)
દેશને આઝાદી મળ્યાને ચાર દાયકા વીતી ગયા. ગાંધીજીની અસર પ્રજામાંથી આટલી ઝડપથી ચાલી જશે એવી ત્યારે કલ્પના નહેતી. સમગ્ર દેશ માટે એક રાષ્ટ્રભાષા હિંદુસ્તાની, માતૃભાષા દ્વારા શિક્ષણ, ખાદી, ગ્રામસફાઇ, દારૂબંધી, ગામડાના લાકાની રાજગારી, જાહેર જીવનમાં સાદાઇ અને પ્રામાણિકતા, ત્યાગ અને સ્વાપણુની ભાવના--ગાંધીજીએ ચીંધેલા એવા બધા રચનાત્મક કાયક્રમેામાં આઝાદી પછી ભરતી આવવાને બલે ધણી માટી એટ આવી ગઇ, હવે એવી ભરતી કરી કયારે આવશે? ગાંધીજી જેવી રાષ્ટ્રવ્યાપી નેતાગીરી દેશને કરી ક્યારે સાંપડશે ? એવા એવા પ્રશ્નો ઉત્તર વગરના હજુ પડી રહ્યા છે.
સ્વ. માહનલાલ મહેતા-સાપાન પારિતાષિક
શ્રીમતી લાભુબહેન મહેતા તરફથી સધને મળેલી રકમમાંથી પ્રતિવર્ષ સ્વ. મોહનલાલ મહેતા-સેપાન પારિતષિક આપવાનુ નકકી કરવામાં આવ્યું છે. આ પારિતાર્ષિક મુબઇનાં દૈનિકામાં પ્રગટ થતી નિયમિત કાલમેામાંથી મૌલિક ચિંતનાત્મક વિષયની કાલમના લેખકને શ. ૧૦૦૦નુ અપાશે. ૧૯૮૭ના વર્ષના પારિતોષિક માટે, સથે નિય કર્યા પ્રમાણે નિર્ણાયા તરીકે (૧) ડૉ. રમણલાલ ચી. શાહ (૨) ડે. ઉષાબહેન મહેતા (૩) શ્રી ધનશ્યામ દેસાઇ (૪) શ્રી. ગણપતલાલ ઝવેરી અને (૫) શ્રી પન્નાલાલ ર. શાહ સેવા આપશે.