SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) તા. ૧૬-૧-૮૮ ૧-૧-૮૮ પ્રયુદ્ધ જીવન સ્વાત ત્ર્યસંગ્રામનાં સંસ્મરણા ઉષા મહેતા ૧૯૨૮ની સાલ ! આઢ વર્ષની મારી ઉમર, પિતાજી ભરૂચમાં ન્યાયાધીશ હતા. હુ ત્યાંની મેતલીબાઈ શાળામાં ભણતી હતી. દેશ રાષ્ટ્રીય રંગે રંગાયેલા હતા. રાજ સવારે પ્રભાતફેરી નીકળે. ‘ચંદુમામા'-ભરૂચ અને ગુજરાતમાં છેટા સરદારને નામે ઓળખાતા અમારા વ્યારા નેતા . ચ ંદુલાલ "દેસાઈ ... શિબિરનું આયોજન કરે, કૉંગ્રેસને કાર્ય ક્રમ લેાકાને સમજાવે, યુવાનને ચાગ્ય તાલીમ આપે. એટલામાં ખબર આવી સાયમન કમિશન અને ખંધારણીય સુધારાઓ "અંગે એના દેશભરના પ્રવાસની. ફેર ઠેર એનુ સ્વાગત કાળા વાવટા અને ‘સાયમન પાછા જાવ'નાં સૂત્રોથી થતું; એના વિધમાં મોટાં સરધસ નીકળતાં, સભા ભરાતી. કરે ભરૂચમાં ચંદુમામાએ ‘વાનરસેના' તે તૈયાર કરી જ હતી પણ અમે છેકરીઓએ જઇને એમને છેકરીઓની અલગ સેના—માંજર સેના’ સ્થાપવાની વિનતિ કરી. એમણે તરત એ માટે સંમતિ આપી. પછી તે શજ સવારે પ્રભાતફેરી નીકળે, સરધસે। નીકળે. એમાં વાનરસેનાના સૈનિકા હાય, માંજરસેનાની સ્વયંસેવિકાએ હોય. એ લાકા દૂપ ગ્રૂપ કરે, મ્યાઉં મ્યાઉ કરે અને પેલીસને ઊભી પૂછડીએ ભગાડી દે. એક દિવસ એક સરધસ નીકળ્યું. એમાં ડા વાગ્યે, લડવૈયા શૂરા જાગજો રે' જેવાં રાષ્ટ્રગીત ગવાય અને સાયમન પાછા જાવ, ‘ઈન્કિલામ ઝિંદાબાદ, ‘ભારતમાતા પુકાર, ઇન્કલાબ ઝિ’દાબાદ,’ ‘મહાત્મા ગાંધીકી જય,’ ‘વ’દેમાતરમ’ વગેરે સૂત્રો પોકારાય. સરધસ આગળ ચાલતુ હતુ ત્યાં સામેથી લાઠીધારી પેાલીસા આવ્યા. લાઠીમાર થયા અને અનેક બાળસૈનિકા ઘવાયા, સૌના હાથમાં ઝંડા હતા. લાઠીના વાર પર વાર થયા પણ એ ઝંડા ઝુકયા નહિ. છેવટે નાની સરલા ખેહેશ બનીને જમીન પર ઢળી પડી અને એના હાથમાંથી ઝંડા પણ સરી પડયા. આવા અમે સૌ બહુ દુ:ખી થયા. થયું સવારે જ ગાયું હતું, ‘વિજયી વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે હમારા' અને છતાંયે અમે ઝંડાની રક્ષા ન કરી શકયા. અમે તરત જ ચદુમામા, દિનકરરવ "દેસાઈ વગેરે. અમારા નેતાએ પાસે પહોંચ્યા અને એમને કહ્યું કે ઝ ંડાની રક્ષા કરવાના કાઇ કીમિયા અમને સુઝાડે, એ લલકા કાર્ય વિરત ઉપાય ન સૂચવી શક્યા એટલે અમે કહ્યું, ચાલો ત્યારે તમે રસ્તે નથી તાવી શકતા તે અમે તમને કહીએ એમ કરેા' અને એ લોકો તરત જ કબૂલ થયા. અમે એમની પાસે ખાદીની દુકાને ખાલાવી અને એમાંથી તે વખતના ઝંડાના ત્રણ રંગ સફેદ, લીલા અને લાલના ખાદીના તાકાએ કાવ્યા; એમણે જરાયે આનાકાની કર્યા વિના જેટલા હતા એટલા બધા જ કાઢી આપ્યા. અમે બધી સ્વયંસેવિકાએ ત્યાંની ત્યાં જ રસ્તા પર જ ખેસી ગદ્ય એટલુ જ નહિ પણ અમારી માતાએ, ખેતી, દાદીએ જે કાઈ અમારી ભાળ કાઢવા આવ્યાં એ સૌને પણ ઘેરથી સેય-દોરા લઈને અમારી સાથે ખેસી ગણવેશ સીવવામાં અમને મદદ કરવાની વિનંતિ કરી. અમાશ ગણવેશ હતા તિરંગી ઝંડાના ત્રણ રંગ—સફેદ, લાલ અને લીલાનો, સફેદ ર’ગની ઓઢણી, 'લાલ" રગની ચાળી અને લીલા રંગના ચણિયાના સૌ આવ્યા, ખેઠા અને ખૂબ પ્રેમથી ગણવેશ સીવવામાં અમને મદદ ૧૮૯ કરી. બીજે દિવસે વહેલી સવારે અમે કરી સરધસ ાયુ' પણ આ વખતે અમારા હાથમાં ઝડા નહોતા; કારણ ઝંડાના રંગોને ગણવેશ ધારણ કરેલી એવી અમે સ્વયસેવિકાએ સજીવ ઝડાએ બનીને પોલીસ થાણા પર ગઇ અને પોલીસને પડકાર ફેંકતા ક્યુ' કે 'એ પોલીસવાળા ! આજે તા જો તારામાં તાકાત હોય તે આવી જા અમારી સામે' અને ગાયું: ‘ચલાવ લાઠી ચલાવ ઝુડા આજે તે એક ન સકેગા અપના ઝંડા પેાલીસવાળા સ્તબ્ધ ખતી અમને નિહાળી રહ્યા. અમારું ગીત સાંભળતા રહ્યા. જયારે ગાંધીજીને આ વાતની જાણ થઈ ત્યારે એમણે અમારા નેતાઓ મારફત અમારા ઉપર અભિનંદન અને આશીર્વાદની ઝડી વરસાવી. ૧૯૩૦-’૩૨માં પણ ‘સાગરને તીરે રૂડા સબરસ સંગ્રામ, મરચા મ`ડાયા ધર્મયુદ્ધના' ગાતાં ગાતાં અમે શહેરની શેરીઓમાં ઘૂમતા અને ગેરકાયદેસર પકાવેલાં મીઠાનાં પડીકાં ઊંચી કિંમતે વેચતાં. સત્યાગ્રહ ચાલતા હતા એ દરમ્યાન અમારે ગામ ‘સરસ’ જવાનું થયું.... અમે ઘેર જઈ આખા ઘરમાં દાદીમાને શેધી વળ્યાં પણુ એ તે કયાંયે ન દેખાયાં. છેવટે શોધતાં શેાધતાં ઘરની પાછળ વાડામાં ગયાં. ત્યાં દાદીમાને દીઠાં ચૂલા સળગાવતાં, અમે પૂછ્યું, શુ' કરે છે, મા ?' કહે મીઠું પકવું છું” ક્રમ ?” કહે 'ગાંધીબાપુએ કહ્યું છે તે !' ગમે તેમ કરી લે સળગાવ્યો એ ઉપર પાણીના હાંડા મૂક્યા અને એમાંથી મીઠુ અનેલુ જો હપ ઘેલા થઈ ગર્જી ઊઠયા ‘નમક કા કાયદા તાડ ઢ્યિા.' અમને નવાઈ લાગી કે દાદીમાનુ શરીર સારું રહેતુ નથી, એમને આંખે દેખાતુ નથી, કાને સ ભળાતું નથી તે એ દરિયે જ પાણી શી રીતે લાવ્યાં અને આજે આ બધું કરવાની શકિત ક્યાંથી મેળવી ! બધાને પૂછતાં ખબર પડી કે એ તે આગલે દિવસે પાસેવાળા પરાગને લઇને ચાલતાં સમુદ્ર સુધી ગયાં હતાં અને પાણીને હાંડા ભરીને લાવ્યાં હતાં, એમની અંતિમ પ્રુચ્છા પૂરી થઈ એ અંગે સ તાય વ્યકત કરતાં એમણે કહ્યુ’, ‘ભગવાને મારી છેલ્લી ઇચ્છા પૂરી કરી છે એટલે હવે મને મરવાની બીક નથી.' ૧૯૪૨ ના ૮ અને ૯ ઓગસ્ટના એ યાદગાર દિન જયારે બાપુએ અંગ્રેજ સરકારને ‘ભારત છેડા’ના આદેશ આપ્યા અને દેશને ‘કરા' યા મરો’તા અભય મંત્ર! ગાંધીજી, જવાહરલાલજી, સરદાર પટેલ, મૌલાના આઝાદ આદિ નેતાઓની સિંહગજના સાંભળી રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ દ્વારા સચાલિત હિંદીના વર્ગમાં ભણતા અમે ઘેાડા વિદ્યાથી ઓએ સંકલ્પ કર્યાં કે આઝાદીના આ આખરી સંગ્રામને સંદેશ ગમે તે ભોગે દેશના ઘર ઘર અને ગામ ગામમાં ગુંજતા કરવા જોઇએ. આ માટે સભા-સરધસ વગેરે ઉપાયો તે ન અજમાવી શકાય કારણ એની પર સરકારે પ્રતિબંધ મૂકયે હતા. ભૂગલ ખુલેટિનને વિચાર આવ્યા કારણ આગળના આંદોલનમાં એના સહારા લેવામાં આવ્યા હતા અને એ વખતના થાડા સાથીએ પણ
SR No.525973
Book TitlePrabuddha Jivan 1988 Year 49 Ank 17 to 23 - Ank 24 is not available and Year 50 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1988
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy