________________
, તા. ૧૬-૧૨-૮૮
પ્રબુદ્ધ જીવન
કહ્યું હતું. ત્યાર બાદ પ્રમુખશ્રી નગીનભાઈ જે. શાહે વકતવય' રજૂ કર્યું હતું, જેના મહત્વના મુદ્દાઓ આ પ્રમાણે છે : જૈન સાહિત્ય એટલે જૈનધર્મદશન વિષયક અને જૈને દ્વારા રચાયેલું સાહિત્ય
સમારેહના પ્રમુખ છે. નગીનદાસ જે. શાહે જણાવ્યું કે જૈન સાહિત્ય એટલે જૈનધર્મદર્શન વિષયક સાહિત્ય તેમજ જૈને દ્વારા રચાયેલું કાવ્ય તથા કાવ્યતર શાસ્ત્રીય સાહિત્ય જૈન સાહિત્યને મહિમા કરતાં એમણે જૈન સાહિત્યને ઇયત્તા, ગુણવત્તા અને વિવિધતાની દષ્ટિએ અજોડ ગણાવ્યું હતું. આ માટે એમણે સ્વ. મોહનલાલ દલીચંદ દેશાઈ કૃત જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ, પાનાથ વિદ્યાશ્રમ પ્રકાશિત 'જૈન સાહિત્યકા બૃહદ્ ઇતિહાસ” ભાગ-૧ થી ૬, શ્રી હીરાલાલ રસિકલાલ કાપડિયા કૃત 'જૈન સંસ્કૃત સાહિત્યને ઇતિહાસ ભાગ ૧-૭, જગદીશચંદ્ર જૈન કૃત “પ્રાકૃત સાહિત્યકા ઇતિહાસ, મે. દ. દેશાઈ કૃત જૈન ગુજ૨ કવિએ” ભાગ ૧ થી ૫, એ. ચકવતી કૃત “જૈન લીટરેચર ઈન તામિલ' વગેરેને આધારભૂત સાધન તરીકે ઓળખાવ્યાં હતાં, ઉપરાંત વિવિધ જૈન ભંડારાનાં સુચિપત્ર જેવાની ભલામણ કરી હતી. સૌ પ્રથમ એમણે જેને દ્વારા રચાયેલ કાવ્યસાહિત્ય અને કાવ્યતર શાસ્ત્રીય સાહિત્યને અતિ સંક્ષિપ્ત પરિચય કરાવ્યું હતું. ' વિવિધ ભાષામાં રચાયેલ જૈન સાહિત્યની ઝાંખી
સંસ્કૃત, પ્રાકૃત અપભ્રંશ, વ્રજ, ગુજરાત, રાજસ્થાની, કન્નડ, તામિલ વગેરે ભાષામાં રચાયેલ અને કાવ્યસાહિત્યનાં અનેક રૂપે ખેડાણુની એમણે ચર્ચા કરી હતી. સંસ્કૃત કાવ્ય સાહિત્યમાં રવિણનું પાચરિત, જિનસેન અને સકલકતિનું હરિવંશપુરાણુ ગુણભદ્રનું મહાપુરાણ અને હેમચંદ્રાચાર્યના ત્રિવિદશલાકાપુરુષચરિતને શકવતી 2 થે ગણાવ્યા હતા. આ રચનાઓને માટે ભાગ કથાત્મક અને પુરાણોની સ્વાભાવિક, સરળ શૈલી છતાં અનેક રથાને રસ, ભાવ અને અલંકારથી મંડિત છે. મેરૂતુંગ કૃત મહાપુરાણ, પદ્મસુંદર કૃત યદુસુંદર મહાકાવ્ય, પાશ્વનાથ ચરિત મહાકાવ્ય અને રાયમલ્લાન્યુદય, અમરચંદ્ર કૃત પદ્માનંદ મહાકથિ, હરિચંદ્ર કૃત ધર્મશમબ્યુદયમ મહાકાવ્ય, વાગભટ્ટ કૃત તેમનિર્વાણ કાવ્ય, જિનસેન કૃત પામ્યુદય, દેવવિમલગણિ કૃત હીર સૌભાગ્ય-આ બધાં સંસ્કૃત મહાકાવ્યનાં સરસ ઉદાહરણે પૂરાં પાડે છે. એ જ રીતે પ્રાકૃત, અપભ્રંશ, ગુજરાતી કન્નડ, તમિળ વગેરે ભાષાઓમાં રચાયેલી મહત્વની કૃતિઓને પણ એમણે પરિચય આપ્યો હતો. નધમશન વિષયક સાહિત્ય
જૈન ધર્મદર્શન વિષયક સાહિત્યની ઝાંખી કરાવતાં એમણે આવા સાહિત્યની ક્ષિણિકતા પ્રગટ કરતા બેએક ગ્રંથને, પરિચય કરાવ્યું હતું. જેન આગમ સા હત્યનાં બાર અંગ ગ્રંથની ગધરેએ કરેલી રચના બાર અંગેના વિષયને લેકે સમજી શકે એ આશયથી તત્પશ્વાત. આચાર્યોએ કરેલી ઉપાંગોની રચનાઓને આગમ સાહિત્યમાં સમાવેશ થાય છે. અર્ધમાગધીમાં રચાયેલ આ બધા ગ્રંથને સમજાવતા અનેક ગ્રં થે રચાયા છે. તેવી રચનાઓ ચાર પ્રકારની-નિયુકિત, ભાષ્ય, ચૂણુિં - અને ટીકા હોવાનું એમણે જણાવ્યું હતું.
", (ક્રમશઃ).
પાકિસ્તાનમાં લોકશાહી
(પૃષ્ઠ ૨ થી ચાલુ ) પણુ ઘણુ મેટું છે. લગભગ સિત્તેર-પતેર ટકા લોકે અશિક્ષિત છે, એટલે કે શિક્ષણને વિકાસ જેટલો થવે જોઇએ તેટલે થયેલ નથી. લાલચ આપીને વિદેશની સરકારોએ અને કંપનીઓએ પિતાને સાચે - ખોટો માલ પાકિસ્તાનમાં ઠાલવ્યા કર્યો છે. અને પાકિસ્તાનનું આર્થિક શોષણ કર્યા કર્યું છે. આંખ મીંચીને પાકિસ્તાન શસ્ત્રસર જામ ખરીદતું રહ્યું છે અથવા ખરીદવાની તેને ફરજ પાડવામાં આવેલી છે. એથી વિદેશી હૂંડિયામણની દ્રષ્ટિએ પાકિસ્તાન દુનિયાનું એક મેટુ દેવાદાર રાષ્ટ્ર છે. એમાંથી ઊગરવા માટે પાકિસ્તાનને હજુ કેટલાં વર્ષો લાગશે એ કહેવાયું નહિ. કોઇપણ રાષ્ટ્રની
અત્યંત નબળી આર્થિક સ્થિતિ લેકશાહીને બહુ ફાવવા દે નહિ. ' પાકિસ્તાનમાં લશ્કરી શાસનને કારણે પ્રજામાં ભય ઘણે હતા, પર તુ તેનો અર્થ એ નથી કે પ્રજામાં લાંચરુશવત અને ભ્રષ્ટાચાર નહતાં. વસ્તુતઃ કોઈ પણ રાષ્ટ્રમાં લશ્કરી શાસન દરમિયાન ભ્રષ્ટાચાર વધુ ફેલાય છે. પાકિસ્તાનમાં પણ તેનું પ્રમાણ ઓછું નથી.
શ્રીમતી બેનઝીર લોકપ્રિય બન્યાં છે, પરંતુ તેમની ઉંમર આટલા મેટા રાષ્ટ્રનું સુકાન સંભાળવા માટે કેટલાક રાજદ્વારી નિરીક્ષકોને મતે જેટલી જોઈએ તેટલી પુખતું નથી. ચૂંટણીપ્રચારમાં વિધાન કરવાં, વચને આપવાં, ઉલટસુલટી નિવેદન કરવાં, અતિશયેકિતભર્યા વચને બોલવાં એ બધું સહેલું છે. ચૂંટણી પ્રચાર માટે કદાચ તે ઇષ્ટ પણ ગણુય. પરંતુ રાષ્ટ્રના સર્વોચ્ચ સત્તાસ્થાને અવ્યા પછી એવી પ્રકૃતિને કે પ્રવૃત્તિને એના એ જ લોકે ચલાવી લે નહિ. ઉચ્ચ સત્તાસ્થાને બેઠેલી વ્યકિતને બે ખેલાયેલો એક શબ્દ પણ ઘણા અનર્થો ઊભા કરી શકે છે. શાસન ચલાવવા માટે ગંભીર અને પુખ્ત વિચારણા, પ્રામાણિકતા, ન્યાયપ્રિયતા, વિષમ પરિસ્થિતિમાં સમતોલપણું, ડહાપણુ, વાણીને સંયમ, સમરયાઓને શણુ કરવાની ક્ષમતા, વહીવટી કાર્યદક્ષતા બહુ જરૂરી બને છે. બેચાર પત્રકાર પરિષદમાં જ કાચી વ્યકિત તરત પકડાઈ જાય છે. બેનઝીરના ટેકેદાર સભ્યોમાં અને પ્રધાનોમાં પણ પુખ્ત વિચારણાવાળા પ્રમાણમાં ઓછા છે. એટલે ઉતાવળિયાં, કાચાં, આવેશભ નિ કે નિવેદન સત્તાધીશને ઘડીકમાં લેકની નજરમાં નીચે ઉતારી દે છે. ખૂબસૂરત મહિલા વઝીરે આઝમ બની એ કૌતુક કયારે શમી જશે અને લોકોને પરિસ્થિતિ કયારે વિપરીત ભાસવા લાગશે એ કહી શકાય નહિ. પાકિસ્તાનમાં ગરીબી. બેકારી, શિક્ષણનો અભાવ, પંજાબી, સિંધી, બલુચી અને પઠાણેના સંઘર્ષો, વિરોધ પક્ષના નેતાઓના દાવપેચ વગેરે સમસ્યાઓ એટલી મોટી છે તથા લશ્કર સાથે સુમેળ, અફઘાનિસ્તાનને પ્રશ્ન, અમેરિકા સાથેના સંબંધે, અપક્ષ સભ્યોને ટકે - આ બધી બાબતે એટલી ગંભીર છે કે તે વડા પ્રધાન તરીકે શ્રીમતી બેનઝીરને કેટલા લાંબા સમય સુધી ટકવા દેશે એ એક મેટે પ્રશ્ન છે. પાકિસ્તાનમાં લોકશાહીના કુમળા છોડને પ્રત્યેક વખતે ઊગતાં જ કચડી નાખવામાં આવ્યો છે. આ વખતે શુભેચ્છાસહું આશા રાખીએ કે વૃક્ષનું રૂપ ધારણ કરવા સુધી તે.
પહોંચી શકે અને આ તેજસ્વી મુસ્લિમ નારી વિશ્વની મુસ્લિમ ! નારીઓને પ્રગતિને પંથે લઈ જઈ શકે. : ' . -- ૨ .
: : * . - રમણલાલ ચી. શહ.
કે