SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન ગ્ અભ્યાસ કરનાર અને પાશ્વાત્ય સંસ્કારના રંગથી રંગાયેલી ઔરતને સર્વોચ્ચ સત્તાસ્થાને મેસાડે નહિ પરંતુ લશ્કરી શાસનથી થાકેલી–ત્રાસેલી પ્રજાએ રાહતના દમ તરીકે, દરિદ્ર લેકાના ઉદ્ધારની આશા તરીકે નામ ભુત્તોની દીકરી અને એમના જ હાથ નીચે રાજકીય તાલીમ પામેલી, વિપરીત સકટભરી પરિસ્થિમાં પણ અસાધારણ નૈતિક હિંમત અને પીય ધરાવનારી, ડેટર એક્ ધ ઇસ્ટ'ની લેખિકા, તેજરવી અને ખમીરવંતી નારી મેનઝીરને સત્તાસ્થાને મૂકી છે. એમાં યુવાન સુશિક્ષિતાને ટેકા સવિશેષ રહેલે છે. બધું જ બરાબર ચાલે તે પ્રજાના વિકાસ માટે અને મુસ્લિમ નારીઓના ઉત્કર્ષ માટે ઘણી આશાભરી તક છે. પરંતુ ખેનઝીર સત્તાસ્થાને આવ્યાં તેથી પાકિસ્તાનમાં બધું તરત સારું થઇ જશે એવુ માનવાની ભૂલ ન કરી શકાય. રાજકારણમાં અનેક દાવપેચ રમાય છે અને તેમાં પ્રજામાં ગમે તેટલી લેકપ્રિયતા મેળવી હેાય છતાં પોતાનુ સત્તાસ્થાન ટકાવી રાખવુ એ સહેલી વાત નથી. પહેલું તે એ કે પારિતાન પીપલ્સ પાટી'ને પાર્લામેન્ટમાં સંપૂર્ણ બહુમતી મળી નથી. એટલે બહુમતી માટે ટકા આપનારાઓને રાજી રાખ્યા વગર ચાલશે નહિ. તેમાંના કેટલાક કયારે ખસી જશે એ આવા રાજકારણમાં કહેવાય નહિ. પાકિસ્તાને એક મહિલાને સત્તાના સર્વોચ્ચ સ્થાને ખેસાડી છે પરંતુ તેને રૂઢિચુસ્ત વગ` જૂની આંખે આ નવા તમાશાને કેટલે વખત નભાવી લેશે એ કહેવાય નહિ. ધર્માન્ય, ઝનૂની, રૂઢિગ્રરત, જુનવાણી પરિબળા કયારે આ ઔરતની વિરુદ્ધ મજબૂત અને સક્રિય થાય એ કહી શકાય નહિ. ઇન્દિરા ગાંધી, સિરિમાવેા, ગાડા માયર, થેચર કે કારી એકિવને કરતાં ખેનઝીરની પરિસ્થિતિ જુદી છે, તેએ વડા પ્રધાન બન્યાં એ મસ્જિદના મુલ્લાએ અને અન્ય ધાર્મિક નેતાઓને કેટલી ગમતી વાત છે તે ખબર નથી. સ્ત્રીઓને પડદામાં રાખવી જોઈએ એમ માનનારાં અન્ય ઇસ્લામી ધર્માંધ અને ઝનૂની રાષ્ટ્રી પણ આ મહિલા નેતાગીરી કેટલા વખત સહન કરી લેશે તે પણ પ્રશ્ન છે. પાકિરતાને ઘણાબધાં વર્ષોં સુધી લશ્કરી શાસન અનુભવ્યું છે. લશ્કરના સત્તાવાળાઓ નાગરિક પ્રજા ઉપર રાજય કરવાને ટેવાઈ ગયેલા છે. તેઓને પોતાના હુકમે હવે નાગરિક સરકાર પાસેથી લેવાનુ` કેટલે અંશે ગમશે તે પ્રશ્ન છે. લશ્કરી શાસન દરમિયાન અયુબખાન, યાત્લાખાન અને ઝિયાએ પેાતાની સત્તા સામે બીજા લશ્કરી અધિકારીએ બળવા ન પેાકારે એ માટે લશ્કરને રાજી રાખવાના પૂરતા પ્રયાસ કરેલા છે. સારાં સત્તાસ્થાને, સારા પગારે, સારી સગવડે, સારાં આધુનિક સાધનો, ઝડપી બઢતી, સારું પેન્શન સમાજજીવનમાં સારી તક વગેરે પ્રકારની સુવિધાઓને લીધે પાકિસ્તાનના બજેટમાં લશ્કરી ખર્ચ ઘણા મેટા ભાગ શકે છે. પ્રજા-કાણની યાજનાઓ માટે હવે લશ્કરી બજેટમાં કાપ મૂકવો એ લશ્કરને નારાજ કરવા બરાબર છે અને નારાજ થયેલું અને સત્તાનું લેહી ચાખી ગયેલુ લશ્કર ફરી પાછી સત્તા કયારે આંચકી લે તે કહી શકાય નહિ. મેનઝીરે લશ્કરી અમલદારાને ભલે વચન આપ્યું કે તે પેાતાના પિતાના મૃત્યુનું કાર્યના ઉપર વેર '‚ ''', 2 તા. ૧૬-૧૨-૮૯ નહિ લે, પરંતુ તેથી લશ્કરી ખાખતેમાં ખેનઝીરને કેટલી સુંદ સુધી હરતક્ષેપ કરવા દેવામાં આવશે તે મેટા પ્રશ્ન છે. પાકિસ્તાને અણુખામ્બ બનાવવા કે નહિ તે નકકી કરવાનું મેનઝીરના હાથમાં આવશે ! પ ંજાબના આતકવાદીઓને તાલીમ અને શસ્ત્રસહાય ચાલુ રહેશે ? પાકિસ્તાને અફધાનિસ્તાનના બળવાખાને કેટલી હૈદ સુધી મદદ કરવી અને ત્રીસ લાખ અદ્યાન નિરાશ્રિતા કર્યાં સુધી પેાખવા તેમાં મેનઝીરના અભિપ્રાય કેટલું કામ કરશે ? કેટલાક એવા મહત્ત્વના નિણુ છે કે જેમાં લેાકશાહી સરકાર અને લશ્કરી તંત્ર વચ્ચે મતભેદો થયા વગર રહેશે નહિ અને મત ભેદ્ય થશે ત્યારે તેનુ પરિણામ શું આવશે તે કહી શકાય નહિ. શ્રીમતી મેનઝીર લશ્કરી ખાખતામાં જો પેાતાના મતને આગ્રહ નહિ રાખે તે તેટલે અ ંશે તેમની લેાકશાહી સરકાર સાચી લેાકશાહીની બાબતમાં મર્યાદિત રહેવાની. પાકિસ્તાનની સ્થાપનાના આર્ભકાળથી જ અમેરિકાએ પેાતાનાં લશ્કરી થાણાં પાકિસ્તાનમાં સ્થાપ્યાં છે. પાકિસ્તાનમાં એ રીતે અમેરિકાનું પેતાનુ ઘણુ મેટું અને મહત્ત્વનું સ્થાપિત હિત રહેલુ છે. સેવિયેત રશિયાના પ્રતિકાર માટે પાકિતાન અમેરિકાને માટે એક મહત્ત્વનું કેન્દ્ર છે. અમેરિકા પાકિરતાનને પ્રગટ રીતે શસ્ત્ર-સર ંજામની સહાય કરતુ રહ્યુ છે. અમેરિકાએ આટલાં બધાં વર્ષો દરમિયાન પાકિસ્તાનને કેટલું દેવાદાર બનાવી દીધું છે તથા અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે કેટકેટલી ખાખામાં કયારે કેવા કેવા કરારા થયા છે. તે બધાની પૂરેપૂરી જાણકારી મેનઝીરને નહિ હાય. એટલે અમેરિકા વિરુદ્ધ શબ્દો ઉચ્ચારવા તે ખેનઝીર માટે કેટલું મુશ્કેલ કાર્ય છે એ તે તેમને હવે જાશે. પાકિસ્તાનની મુકત લેકશાહી જેમ લશ્કર દ્વારા મર્યાદિત છે તેમ તેના ઉપર પકડ ધરાવનાર અમેરિકા દ્વારા પણ મર્યાદિત કરાયેલી છે. રાજરમતમાં અમેરિકા ધણું પાવરધુ છે. સત્તા પરની વ્યકિત પેાતાને અનુકૂળ હોય એવી સરખી રીતે ન ચાલે તે તેને સત્તા ઉપરથી ઉથલાવી પાડવામાં કે મરાવી નાખવામાં તે વાર લગાડે એમ નથી. અમેરિકા ભલે એક સમૃદ્ધ, સુશિક્ષિત લેાકશાહી રાખ્યું છે; પરંતુ પોતાનાં જ્યાં સ્થપિત હિતે છે તે તે દેશામાં તેને લશ્કરી સરમુખત્યારી જ વિશેષ પ્રિય છે, કારણ કે લશ્કરી સરમુખત્યારીમાં નિયા લેનાર એક જ મુખ્ય વ્યક્તિ હોય છે. એટલે એ એક જ વ્યકિત સાથે પેાતાને વ્યવહાર રાખવાના હોય છે. તેની પાસે મરજી મુજબ ધાયુ" કરાવવા માટે ખાણ લાવી શકાય છે, લાલચ આપી શકાય છે અને ન માને તે સત્તા પરથી ઉથલાવી શકાય છે. જો લેાકશાહી સરકાર હેાય તે સરકાર્ના નિય માટે ઘણા બધા ઉપર આધાર રાખવાના રહે અને એટલા બધાને ધનલાલચ કે બીજી લાલચેાથી જીતવાનું અઘરું છે. વળી એમાં વિલંબ પણ થાય છે. આથી અમેરિકા અન્ય નાનાં રાષ્ટ્રામાં લેકહી ત ંત્ર કરતાં સરમુખત્યારે તે પસંદ કરવાનું વિશેષ વલણ ધરાવે છે. એટલે મેનઝીરને પેાતાના આસનની સ્થિરતા માટે અમેરિકા ઉપર પણ ઘણા આધાર રાખવા પડશે. લાંખા સમય સુધી લશ્કરી શાસનને કારણે પાકિસ્તાનમાં આર્થિક વિકાસ જેટલા થવા જોઇએ તેટલા થયા નથી. એક દરે પ્રજા ધણી ગરીબ રહી રહી છે. ખેકારીનું પ્રમાણુ (અનુસ ંધાન પૃષ્ઠ ૭ ઉપર)
SR No.525973
Book TitlePrabuddha Jivan 1988 Year 49 Ank 17 to 23 - Ank 24 is not available and Year 50 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1988
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy