SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧૧-૮૮ અને ૧૬-૧૧-૮૮ નવલકથા છે. કજોડાં પય તે કેવાં ઉપહાસપાત્ર ખને છે તેનુ હળવું ચિત્ર આ કૃતિમાં અપાયું છે. પરિણીત પ્રેસર પ્રીતમ તેની માંદી વહેમી પત્ની ધનકાર સાથે કેવું જીવન વીતાવે છે અને પ્રોફેસર પ્રીતમને પામવા વિધવા જસાર, કુમારી મેાહિતી તેમજ પરકીયા વસુમતી કવા પ્રયત્નો કરે છે તેનુ હાસ્યોત્પાદક વણુન અહી થયું છે. પ્રબુદ્ધ જીવન ‘સ્વપ્નદ્રષ્ટા’ અને ‘તપસ્વિની' એ કંઇક જુદી રંગમાં લખાયેલી કૃતિઓ છે. અગાઉની કૃતિએમાં સ્ત્રીની અવદશા, સ્ત્રી-પુરુષનું પરસ્પરનું દુ′′મ આકષ ણુ, ' યુવક-યુવતીની ન્યૂછાવરી ને તેની સામે નિષ્ઠુર સમાજ તેમજ વિધિ–સ'દ'રૂપે હતાં. અહી પશ્ચાદ્ભૂ રૂપે ભારતને અગ્રેજ હકૂમતમાંથી મુક્ત કરવાના કૃતિના નાયકના પ્રયત્ન રહ્યા છે. પેલી કૃતિઓમાં મુનશીના વ્યક્તિત્વનું એક અવર પાડ્યુ હતુ. તે અહીં મુનશી ખુદ ઊભા છે. ઓગણીસ વર્ષાંતે સ્વપ્નસેવી યુવક વડોદરામાં ભણતાં ભણુતાં મહર્ષિ અરવિન્દના સપક માં આવે છે. આ યુવક તે થાનામક સુદશ ન. દેશભકિતના પૂરમાં ખેંચાઇ તે એક મિત્ર-મંડળ ઊભુ` કરે છે. ઘણું બધુ દેશ માટે કરવાનું આ યુવકમંડળ નક્કી કરે છે. પણ વર્ષના અંતે આ યુવાની ભાવના સૂરસૂરિયુ બની જાય છે. સુદર્શનને એક મિત્ર ગિરજા ગાંડે થઇ જાય છે. અન્ય મિત્રાની ભાવના એસરી જાય છે. સૌ પોતપોતાની રીતે જીવનની ધરેડમાં ગેડવાઈ જાય છે અને નાયક સુદ་ન હતાશ થઇ બેરિસ્ટર થવા પણુ વિદેશ જતે રહે છે. ગાંધીજીના આગમન પછી સ્વપ્નશીલતાનુ તે ભાવનામમતાનુ' જે વાતાવરણ યુવકામાં જોવાતું હતું તેની ઉપર અહી ઉપહાસ કર્યાં છે. સંકુલનાની દૃષ્ટિએ નવલકથા ધ્યાન ખેંચે તેવી બની છે. નાયકના મનનેપથ્યમાં ભારતની જે પ્રકલ્પના હતી તે પણ સરસ રીતે બતાવાઈ છે. સામાજિક નવલકથાના સર્જક પાસે હાસ્ય-વ્યાની જે શકિત જોઇએ, તે પણ અહીં પૂરી માત્રામાં પ્રકટી છે. છતાં કહેવુ જોયએ કે અહીં સમાજ કરતાં, ભાવનાશાળી યુવાન, વિદ્વતાને, વહેપારીઓને ઉપહાસ જ આગળ તરી રહે છે. આ બધામાં ‘તપસ્વિની’ કંઇક અંશે સામાજિક નવલકથાની વધુ નજીક જતી કૃતિ છે. ત્રણ ભાગમાં વિસ્તરેલી આ કથાને ઉદ્દેશ મુનશી લખે છે તેમ, ‘ગુજરાતી જીવનના ૧૯૨૦થી ૧૯૩૭ સુધીના સામાજિક તેમજ રાજકીય પ્રવાહાને પ્રતિબિંબિત’ કરવાના હુતા. થાનાયક રવિશંકર પેાતાના પ્રભાવ સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે. દાદાગણપતિશ ંકર વડે તે સંન્યાલ નામના સામ્યવાદીના સ ંપર્કમાં આવે છે. રાજ નામની દીપ્તિવત નારી તેને સહાય કરે છે અને એ અને છેવટે લગ્નગ્રંથિથી જોડાય છે. કથાનું આ મુખ્ય સૂત્ર છે. પણ એ સાથે ખારસો છત્રીશ પાનની આ નવલકથામાં અનેક કથા-ઉપકથાઓ આવે છે. ઉદયનાં પરાક્રમે, તેની સિદ્ધાંતનિષ્ઠા, જેલમાંનું ગાંધીભકતાનુ જીવન ઉપરાંત કેટલાંક ગ ગુભીમનુ જોડુ, ઉદય–શીમાં જેવાં પાત્રો કે સત્યાગ્રહ અથવા તે ૧૯ સત્યાગ્રહી વિશેનાં વણ'ને—આ નવલકથાને Readable બનાવે છે. ભલે વિશૃંખલતા વિશ'ખલરૂપે પણુ અહીં તત્કાલીન રાજકીય-સામાજિક સ્થિતિ ઠીક ઠીક રીતે આકારિત થઇ છે. અલબત્ત. અહીં Structure Total design · સામાજિક નવલકથાનાં નથી છતાં અગાઉની નવલકથાઓની સરખામણીમાં સમાજચિત્રણની રેખાઓ અહી કંઈક વધુ ઘુ ટાઢને આવી છે. મુનશીને જાણે કે જરા વધુ ચેાભીને સમાજ તરફ જોવાની ફુરસદ મળી છે. બાકી, અહીં પણ વિશેષે તે. પેલાં પાત્રો તેમના જીવનની સમસ્યાઓ સામે લડે છે, અને સમાજના અન્ય માનવીઓની જેમ એવા અનુભવામાંથી પ્રસગેાપાત્ત આનંદ કે દુ:ખને પામે છે. સમાજનુ' સમગ્ર ચિત્ર, અલબત્ત, નથી જ મળતું. મુનશીની સામાજિક નવલકથાઓ આ રીતે રૂઢ અર્થમાં સામાજિક નવલકથાએ બનતી નથી. એમનું ધ્યાન સમાજ-ચિત્રણ કરતાં પાત્રનિરૂપણુ અને પાત્રકથા ઉપર્ જ વિશેષ રહ્યુ છે. સામાજિક નવલકથાકારને એ પ્રકારની કૃતિએમાં ચિંતન – મનન માટે જે અવકાશ છે એને લાભ પણું મુનશી લઇ શયા નથી. મુનશીનું ધ્યેય જ બ્રેક, ઉપર જોયું તેમ, જુદું રહ્યું છે. Romantie Speeulation. જ જાણે એમનું વ્રત રહ્યું છે ! સામાજિક નવલકથાના લેખક પાસે કટાક્ષ – વ્યંગ્યની જે શકિત બેઇએ, એની માત્રા મુનશીમાં મેટા પ્રમાણમાં જોવા મળે છે. ‘સ્વપ્નદ્રષ્ટ’માં સુન સમેત તેના મિત્રોનાં વણુના કે 'તપસ્વિની’માં કૉંગ્રેસ હાસ્પિટલે, વગેરે એનાં સારાં દૃષ્ટાંત છે. પણ મુનશી એને ઉપયેગ સમાજના સમગ્ર વ્યક્તિત્વને ચિત્રિત કરવામાં કરી શકયા નથી. સામાજિક નવલકથાઓમાં પણ તેમને આદર્શ ઐતિહાસિક નવલકથામાં રહયા છે તેવાં જ રહ્યો છે. પાત્ર આગળ, વાર્તા મુખ્ય, બાકી બીજું બધું જે આવે તે ગૌણુ રૂપે. મુનશીની આ નવલકથાએ વસ્તુ×થન કે સંકલનાની દૃષ્ટિએ શિથિલ રહી છે. ઘણું બધું તાલમેલિયું કે ઉભડક તેમાં પ્રવેશી ગયું છે. મુનશીના દૃષ્ટિદાર વલ વાર્તાપ્રવાહ ઉપર જ સ્થિર થાય છે. પાત્રોને સજીવ બનાવવાની જ.તેમનામાં ધૂન છે. સામાજિક નવલકથાકાર પાસે જે ધીરજ ને ધીરતા જોઇએ તે પણ તેમનામાં નથી. પરિણામે તેમની આ બધી કૃતિએ સુવાચ્ય હોવા છતાં તત્ત્વતઃ સામાજિક નવલકથા બનતી નથી. કાં તે એને આપણે મર્યાદિત અથ'માં સામાજિક નવલકથાએ કહી શકીએ, કાં તો એને સમાજના થાડાએક શે લઈને લખાયેલી પાત્રપ્રધાન કથારસભરપૂર કથા તરીકે એળખી શકીએ. આ કૃતિઓએ અલબત્ત, એટલુ' દર્શાવી આપ્યું કે થારસની સાથે સામાજિક રચનાઓનુ ગદ્ય Common to all people હોય તે જુદા જુદા ગાળાના વાચક તે એ રચનાએને એની રીતે માણતે જ રહેવાના, ભલે પછી પેલુ" વિવેચન બદ્લાતુ જોવાય !
SR No.525973
Book TitlePrabuddha Jivan 1988 Year 49 Ank 17 to 23 - Ank 24 is not available and Year 50 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1988
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy