SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ પ્રબુદ્ધ જીવન અવકાશ રહે છે. અને લેખક ધારે તે આવી કૃતિઓમાં વ્યંગ-કટાક્ષના સબળ હથિયાર વડે સમાજની અનેક રેખાઓને સ્પષ્ટ-સ્પષ્ટતર કરી આપી શકે છે. સ`કના વિચારાતુ ક્રમણ આ પ્રકારની કૃતિઓની સીમા છે. મુનશીની સામાજિક નવલકથાએ આ પ્રકારના ગુણધમ દાખવે છે ખરી ?-આ પ્રશ્નને તરત જ જે ઉત્તર મળે છે એ ‘ના' ના છે. ટાટા, ટાર્ગેાર કે ગેધનરામ જે કક્ષાએથી સામાજિક નવલકથાઓને ઊંચકે છે, વિસ્તારે છે તે એ એને જ્ઞાનકાળનું રૂપ આપે છે, એ પ્રકારની પ્રતિભા મુનશીમાં નથી. આખા સમાજને એની બહુવિધ ગતિવિધિને નિરાંતે વણુ વાને, અનેકવિધ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત એવા મુનશી પાસે સમય પણ નહોતા, એવી ધીરજ પશુ નહાતી. બાકી ૧૮૮૭ થી ૧૯૭૧ સુધીના એમના આયુષ્યકાળની પડછે રાષ્ટ્ર જે જે તબકકાઓમાંથી પસાર થયું છે- એ જોવા બેસીએ તે મુનશીને તેમની સામાજિક નવલકથા માટે વિપુલ સામગ્રી મળી રહે તેમ હતી વૈવિધ્યભરી ને વિશેષતાએ સભર-દક્ષિણ-આફ્રિકાથી ગાંધી નું સ્વદેશમાં આગમન, તેમની સવ તામુખી પ્રતિભાના વ્યાપકપ્રભાવ, કૉંગ્રેસની રાષ્ટ્રજાગરણ માટેની ટહેલ તે તેની કામગીરી, સ્વદેશ માટે ગમે તે કરવાની તત્કાલીન માનવની તમન્ના, ખે વિશ્વયુદ્ધો. એની બિસેન્ટની હામરૂલ ચળવળ, કાંગ્રેસની બે પાંખા વચ્ચેના સંઘર્ષ', વાત’ત્ર્ય લડતનાં જુદાં જુદાં રૂપે. આઝાદી, રાષ્ટ્રના ભાગલા, દેશી રાજ્યોનું વિલીનીકરણ, ભાષાવાદ-પ્રાંતવાદના ઝાડા, કામી હુલ્લડા, ચીન અને પાકિસ્તાન જેવાં પડેાશી રાજ્યેય સાથે ધણુ પંચવર્ષી'ન યાજનાએ, પંચશીલના સિદ્ધાંતો કહો કે સમાજ પવિતનના સૌથી વધુ મહત્ત્વના તબકકાએેમાંથી દેશ આ કાળે પસાર થઇ રહ્યો હતા. છતાં મુનશી એમની સામાજિક નવલકથાએમાં આવા બહુમુખી સમાજને લાવી શકતા નથી. એમ કેમ ? આના ઉત્તર મુનશીની પેાતાની કબૂલાતમાંથી જ મળી રહે છેઃ મારી કૃતિઓમાં મારી જે વિશેષતાએ છે તે આ પ્રમાણે : રસપ્રદ કથાવસ્તુ, નટકાત્મક પરિસ્થિતિઓનુ ચિત્રણ, સંવાદ અને સજીવ પાત્રા, હું પહેલે અને છેલ્લે વાર્તાકાર હતા અને છુ, હું નીતિખાધક નથી...સામાજિક નવલક્થા... જેવી મારી કૃનિએમાં તે વધારે વાસ્તવિક પાત્રચિત્રણ છે... મારી મેોટા ભાગની નવલકથાઓમાં પ્રેમ એ મુખ્ય વિષય છે; પણ એ પ્રેમ કાર્ય પ્રણાલિકાબદ્ધ કે કાવ્યોની પંક્તિઓમાં વેરાઇ જતા પોચટ કે માંલે પ્રેમ નથી, પરંતુ રૂઢિઓને મુકાબલે કરનારે, નીતિમાનેાના પ્રેમ વિષેના ખ્યાલને પડકારનાશ, લેાહી અને આંસુની મુદ્રા મૂકી જનારા વાસ્તવિક જીવનના ને જગતના પ્રેમ મે' આલેખ્યો છે.' મુનશીની સામાજિક નવલકથાએ આમ મુનશીની છે. એમાં સામાજિક નવલકથાની આપણી સ્વીકૃત વિભાવના કામ આપે તેમ નથી. મુનશીને રસ છે કયામાં, ધસમસતા વાર્તા–પ્રવાહમાં અને પ્રેમને વલાવી નાખે તેવી નાટયાત્મક ક્ષણેામાં. પછી એ ઐતિહાસિક કૃતિ હોય કે જામાજિક કૃતિએ હાય. સમાજને તેએ ખપ પૂરતા જ આધાર લે છે. મહદંશે તે તેએ પાત્ર ઉપર્ જ તેમનું ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે. એથી મુનશીની કહેવાતી સામાજિક નવલકથા તત્ત્વતઃ સામાજિક નવલકથાએ નથી જ નથી. મર્યાદિત અથ’માં આપણે એને સામાજિક નવલકયાએ કહી શકીએ..એવી તા. ૧-૧૧-૮૮ અને ૧૬-૧૧-૮૮ નવલકથાઓમાં પણ ચાલકબળ સમાજ નથી. પ્રેમતત્ત્વ પ્રેમતત્ત્વ જ છે ને તેય મુનશીએ પ્રેમને જે અથ કર્યાં છે એ પ્રેમતત્ત્વ. જુએ, એમની એવી માન્યતા : 18 ‘એ અડધિયાં મળે ત્યારે જ સાચુ જવનસાક્ષ્ય સિદ્ધ થાય તેને માટે લગ્નબંધન કે લગ્નવિધિ અનિવાય નથી'. * * * ‘પરણ્યા વગર ભાગિયા નથી થવાતુ ? સાથે રહી, ઘરસંસાર માંડયો તેથી માનસિક સહજીવન ન અની શકે ?... સિદ્ધનાથ જોડે વધારે વખત રહો. સ્ત્રી થઇ શું કામ છે? સહચરી બને, છ મહિનામાં દેવી થઈ જશે.' * * મુચકુ’દ–‘હુ” તા વિશ્વના મહાઆકષ ણુની વાત કરુ... . પ્રેમના ગૂઢ માહાત્મ્યને સ્પષ્ટ કરવા મથું છું.' મણિ—‘પરિણામ જુઓને! કાશાને દુઃખી કરીને આપણે મેાજ કરવી, એ જ કે ?? ‘મુચકુંદ-ના, ખે સંસારી જીવનનું સાક્ષ્ય સિદ્ધ કરી, ભવિષ્યનું કથન વિકસાવવું તે.' મુનશીની સામાજિક નવલકથાઓમાં લગભગ પ્રેમની તેમની આ પ્રકારની વિભાવના પડધાતી રહી છે. સામાજિક નવલકયામાં સનંદ્ધબળ સમાજ છે, એ આધારશિલા ખસી જાય તે એનું કાઠુ મૂલ્ય ન રહે. મુનશીની કહેવાતી સામાજિક નવલકથાએમાં સમાજ નહિ પણ પાત્ર જ આધાર્બળ બની રહે છે. એ પાત્રના પ્રેમઅંશ જ રચનામાં મહત્ત્વનું સ્થાન એકદરે ભાગવતા હાય છે. મુનશીને આદશ પ્રથમથી જ લેખેર કૅ ડૅન્ઝાલ નથી રહ્યો. તેમના પ્રિય સકા તો હ્યુગો અને હુમા છે. ‘વેરની વસૂલાત' જેવી તેમની પહેવી નવલકથામાં જ એ વસ્તુ સ્પષ્ટ થઈ રહે છે. અહીં' ‘સરસ્વતીચંદ્ર'ને છે તેવા બહુકેન્દ્રી થામેદ નથી, ચિંતનનું ભારઝલ્લાપણું' નથી, તત્સમપ્રચુર ગદ્યાવલિ નથી છતાં પ્રચ્છન્નપણે આ કથા ઉપર ‘સરસ્વતીચંદ્ર'ના એળેા વરતાયા કરે છે. જગત અને તનમનનાં પાત્રોને સ'ક સરસ રીતે ઉપસાવે છે. દેશી રજ વાડાના અમલદાર રધુભાષ ગુણવંતીનું શિયળ લૂંટવા જે પેતરા કરે છે તે તનમનને છેવટે વૃદ્ધ કરમદાસ સાથે પરણાવી દેવામાં આવે છે વગેરે ઘટનાઓમાં તત્કાલના સમાજનું ચિત્ર ઊભું થાય છે; પશુ કેન્દ્રમાં તનમન-જગતને પ્રેમ જ રહ્યો છે. અનંતાન થી ક્યાનું કેન્દ્ર બદલાય છે પણ કૃતિને તેથી ક્રાઇ મહત્ મૂલ્ય પ્રાપ્ત થતું હેાય તેવુ બનતુ નથી. ‘કાના વાંક' જેથી તે પછીના તરતના ગાળામાં એટલે કે ૧૯૧૫ માં લખાયેલી રચનામાં બાળવિધવાને પ્રશ્ન છેડાયા છે. આબરૂદાર ગણાતા ગંભીરલાલ, શેઠ ચંદુલાલ વગેરે બાળવિધવા મણુિના દેહને ચૂંથવા “એને પીડવા જે યુક્તિ-પ્રયુક્તિઓ કરે છે. એમાં મુનશીના કાળને સમાજ મુખર થાય છે. વળી મુચકુંદ સાથે કદરૂપી કાશીનુ જે રીતે લગ્ન કરી દેવાયું છે એમાં કજોડાંના પ્રશ્ન પણ વણાયે છે છતાં કથાને જે ક પરિમાણ પ્રાપ્ત થયું છે તે તે મુચકુંદ અને માણુના પ્રેમથી જ. સ્ત્રી-જાતિની અવદશાનું ચિત્ર આ રચનામાં સારી રીતે ઉઠાવ પામ્યું છે. ‘સ્નેહશ્રમ’ પણ આ પ્રકારની જ, સામાજિક
SR No.525973
Book TitlePrabuddha Jivan 1988 Year 49 Ank 17 to 23 - Ank 24 is not available and Year 50 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1988
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy