SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧–૧૧–૮૮ અને ૧૬-૧૧૮૮ વિષયના આશ્રય લઈ આપણે જ્ઞાનાવરણીય કમ'ને ક્ષયેાપશમ કરી ક્ષાયિકભાવના સ્વરૂપને મેળવવું–સમજવું તે જ્ઞાનાચાર છે. પછી જ્ઞાનાવરણીય ક્રમના ક્ષયે પશમ બળથી જ્ઞાનાચારની પાલનાથી મેાહનીયકમના ક્ષયેાપશમ કરવાના છે. જ્ઞાનાચાર આ પ્રમાણે 'મેાહનીયક્રમના ક્ષયાપશમ અર્થાત્ સમકિત પ્રાપ્તિનું સાધન અને છે. એટલે કે બાહ્ય-અભ્યુતર ઉભય દર્શનાચારની પ્રાપ્તિ થાય છે. બાકી અન્ય દુન્યવી-ભૌતિક જ્ઞાન-વિજ્ઞાનના વિષયે લઇને જ્ઞાનાવરણીયકમના ક્ષયાપશમ કરવા છતાંય તેનાથી મેહનીયમના ક્ષયપશમ થય શકતે નથી. માહનીયકમ'ના ક્ષયાપશમ ! ક્ષયનું સાધન ભૌતિક જ્ઞાનં-વિજ્ઞાન ખની શકતું નથી. અહીં શ્રુતકેવદ્ધિ એટલે શું તે સમજી લઇએ. શ્રુતકેવલિ ભગવંત ભણી ભણીને વલિભગવત જાણે. એટલું બધુંય જાણે. પરંતુ તેઓના આત્મપ્રદેશ નિરાવરણ ન થવાના કારણે તેઓ જાણે ખરાં પરંતુ દૈવલિભગવ'તની જેમ સાક્ષાત જુએ નહિ. બધું જુએ અને જાણે તે કૅવલદશ નકૈવલજ્ઞાન અને તેવી શકિતના સ્વામી તે વલિભગવંત ગણુધર ભગવંત પશુ શ્રુતર્કવલિ હોય પર ંતુ ત્રિપદીની પ્રાપ્તિ સહિત કૅવલિતીથ' કર ભગવતના પ્રભાવથી એમણે બધુય દ્વાદશાંગી પ્રમાણુ શ્રુતજ્ઞાન સહજમાં સહજમાં પ્રાપ્ત થઇ જાય. એમણે સામાન્ય શ્રુતકેવલિ ભગવંતની જેમ ભણવાના શ્રમ ન કરવા પડે. સાધુ ભગવ'તાએ એમની ચારિત્રાચાર-તપાચારની દૈનિક ક્રિયા પૂરી કર્યાં બાદ તથા ગૃહસ્થી શ્રાવકે એની અથ અને કામની પ્રવૃત્તિથી પરવાર્યાં બાદ આાકીના અધા સમય સ્વાધ્યાય– જ્ઞાન – અધ્યયન – ધ્યાનના સેવનમાં અર્થાત્ જ્ઞાનાચારની પાલનામાં વીતાવવાના હોય છે. અને તેમ કરતાં ધ્યેય શ્રુતદૈવલિ થવાનું અને લક્ષ્ય કેવલજ્ઞાની થવાનું રાખવાનુ હાય છે. ઉપયેાગમાં મતિજ્ઞાનના સવ" પર્યાયો ભેદ્દાથી એટલે કે બુદ્ધિ—વિચારશ્રદ્ધા–ભાવના – લાગણી-સ્મરણ-ધ્યાન-લક્ષ્ય આદિથી પરમાત્મા સાથે જોડાવું જોઇએ. ઉપયેગ (અંતઃકરણ) જ ચેગ (મન–વચન—કાયા)ના સંચાલક હોવાથી વિવેકથી યાગનુ સંચાલન કરવું, જે પંચાચાર પાલનાથી જ શકય છે. યેગમાં (મન વચન-કાયામાં) કૈવલજ્ઞાન નથી. પરંતુ હા ! એ યાગ વડે જ ઉપયેગ (અંત:કરણ) કૈવલજ્ઞાન બની શકે છે. અર્થાત્ પરમાત્મા થઈ શકે છે. માટે જ ઉપયોગને વેગ વડે કેવલજ્ઞાન સ્વરૂપ બનાવવાની છે જે માટે પચાચાર પાલના છે. આ ચારે આચારની પ્રતિજ્ઞા છે, સંકલ્પ છે તેમજ તેની શરૂઆત અને પૂર્ણાહુતિ છે. પ્રથમ જ્ઞાનાચારની પ્રતિજ્ઞા છે કે 'હું બ્રહ્મ સ્વરૂપ સિદ્ધ સ્વરૂપ છું !” અફ્ત્રજ્ઞામિ !' આ જ્ઞાનાચારની શરૂઆત નમસ્કાર મહામંત્ર (નવકાર)ના અયનથી થાય છે અને પૂર્ણાહુતિ દ્વાદશાંગી પ્રમાણુ શ્રુતજ્ઞાન-શ્રુતકેવલિપણાની પ્રાપ્તિથી છે. અને તેનુ શીખર-પરાકાષ્ટ્રા કેવલજ્ઞાનની પ્રાપ્તિ છે. માટે જ્ઞાનાચારમાં જીવે સંકલ્પ શ્રુતકેવલિ થવાને રાખવા અને લક્ષ્ય કેવલજ્ઞાનની પ્રાપ્તિનું રાખવુ જોઇએ. “પાતાના આત્માને પરમાત્મારવરૂપ માનવેા-જાણવા અને પોતાના આત્માને પરમાત્મા બનાવવાનો નિણય કરવું તે નાનાચાર છે. એની પરાકાષ્ઠામાં કળવણે શીખરે કેવલજ્ઞાન પ્રબુદ્ધ જીવન પ્રાપ્તિ થવી તે છે. · મનુષ્યષ્યાનિમાં ખારાખડી ભણવાથી જ્ઞાનાચારની શરૂઆત થાય છે. એ પ્રાપ્ત કરેલું અક્ષરજ્ઞાન અથ અને કામ પ્રવૃત્તિ માટેનું જ હોય તે તે અજ્ઞાનાચાર છે. પરંતુ જો તે ધમ અને મેક્ષ પ્રાપ્તિ માટે હાય તે તે જ્ઞાનાચાર છે. લ અધ્યાત્મમાગ માટે શરૂ કરેલું જ્ઞાન તેમજ સર્વજ્ઞ તીથ કર ભગવંત પ્રરૂપિત સર્વ જ્ઞાન દ્વાદશાંગી પ્રમાણુ વિતર–વિકસે અને શ્રુતંકવલિ ખનીએ ત્યારે તે પરાકાષ્ઠાને પામે છે, સવ જ્ઞાનાચારના સાર. આત્માના ત્રિકાલિક શુદ્ધ સ્વરૂપના નિય થવા તે છે.' સમ્યગજ્ઞાનના વિષયમાં શ્રુતકેવલિ થવાનુ ધ્યેય હોવું જોઇએ ખાકી ભવિતવ્યતા અનુસાર આછુ ભણ્યાં હૈાએ અને કેવલજ્ઞાન થઇ જાય તે વાત જુદી છે. દ્વાદશાંગી પ્રમાણુ શ્રુતજ્ઞાન ભગવાને નિયં કરવાથી ચારિત્ર અંગીકાર કરવું પડે. નિશ્ચયથી સમકિત આવે તે દ્વાદશાંગી પ્રમાણ શ્રુતજ્ઞાની થવાની શકયતા રહે છે. મૂળમાં (બીજમાં જ્ઞાન છે અને ફળમાં જ્ઞાન છે. એક ક્ષણ પણ જીવ જ્ઞાનવિહાણે હાતા નથી ચારિત્રને સમજા વનાર પણ દાન છે. મૂળમાં રહેલું જ્ઞાન આંશિક, અપૂર્ણ', વિકારી સાવરણ હોય છે. એ વિકારી જ્ઞાનમે નિવિ કારી બનાવી નિરાવરણ અને પૂર્ણ બનાવવાની જ્ઞાત પ્રાપ્તિની પ્રક્રિયા તે જ્ઞાનાચાર છે. જેના ફળ સ્વરૂપ નિવિ કારી, નિરાવરણુ, પૂર્ણ એવી સવ`જ્ઞતાની કૈવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે જે જ્ઞાનની ચરમસીમા છે. એ પરમજ્ઞાન છે. ચારિત્ર અંગીકાર કરવાનું અને તપ તપવાનું પ્રયાજન પણ કૈવલજ્ઞાનની પ્રાપ્તિ માટે છે, જ્ઞાન વિના સંયમ–ચારિત્ર-તપની ભૂલે સુધરશે નહિ. શ્રુતજ્ઞાન એ સાધન છે. મેહનીયકમ'ને ક્ષય કરવા તે સાધ્ય છે. અને મેહનીયકમના ક્ષય (વીતરાગતા)ના લક્ષ્ય મેહનીયકમ'ના ક્ષયાપશ્ચમની ક્રિયાની સાધના છે. અલ્પ એવાં પશુ જ્ઞાનના વિકારની અપ એવા પણ મેહનીયભાવમાં એવી તાકાત છે. આપણને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થવા ન દે. એટલેજ દ્વાદશાંગી પ્રમાણુ શ્રુતજ્ઞાન ભણી ભણીને જ્ઞાનમાં રહેલાં મેહનીયના વિકાર નાશ કરવા પ્રવૃત્ત થવાનું છે અંતે તેમાં સતત સાવધ-જાગરૂક-અપ્રમત્ત રહેવાનું છે. અહીં આ ક્ષેત્રે તે પૂરેપૂરું ચૂકવે તે પૂરેપૂરુ પામે એવે ન્યાય છે. હ્રાંદશાંગી પ્રમાણુ શ્રુતજ્ઞાનને મેહનીયકતા ક્ષય કરવા માટેનું સાધન ન માનનારા અને ન બનાવનારા શ્રુતજ્ઞાનને અહંકાર કરનારા અને છે, અને પછી જ્ઞાનના મદથી અધઃપતનને પામનારા થાય છે. જ્ઞાન, અજ્ઞાન કેમ? જ્ઞાન અને તે વળી પાછું અજ્ઞાન ? જ્યાં સુધી જ્ઞાનમાંથી મેહના વિકાર જાય નહિ ત્યાં સુધી જ્ઞાન અજ્ઞાન છે. કારણકે ત્યાં મેહનાં પડળ છે—આવરણ છે. મોહનાં પડળા–આવરણ હરે નહિ ત્યાં સુધી કૈવલજ્ઞાન પ્રગટે નહિ પછી તે સ્વયં શ્રુતકેવલિ પણ કેમ ન હોય | શ્રુતર્કવલિ થવાના લક્ષ્યથી જ્ઞાનાભ્યાસ-અધ્યયન કરવામાં આવે તે જ્ઞાનાવરણીય કમ'ના ક્ષયાશમ સારા અને ઝડપી થાય છે. અને શ્રુતકેવિલ બનવાની દ્રઢ ભાવનાને કારણે તેવા સરકાર આત્મામાં દ્રઢ થતાં આત્માને કેલિ અંતી શકે તેવાં
SR No.525973
Book TitlePrabuddha Jivan 1988 Year 49 Ank 17 to 23 - Ank 24 is not available and Year 50 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1988
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy