________________
પ્રબુદ્ધ જીવન
પ્રથમ ગુજરાતી ગદ્યલેખિકા નંદકુંવરબા
મ: ચંદ્રવદ્દન ચી. મહેતા
તા. ૧-૧૧-૮૯ અને ૧૬-૧૧-૮૮
ઈ. સ. ૧૮૯૯માં નંદકુંવરબાને પૃથ્વીપરે ગેમ ડલ પ્રવાસના દળદાર સાતસો પાનાંના ગ્રંથ એક સિમાચિહન ગ્રંથ ગણાશ જોઇએ. પણ તે બહુ વંચાયા નથી. એ ઉપર વિવેચને પણ પૂરતા પ્રમાણમાં લખાયાં નથી. કદાચ પ્રવાસ-વણુતાના ગ્રંથમાં આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરનારા તે જમાનામાં આ પહેલે ગ્રંથ પણ હોય.
આપણે ત્યાં આ સદીની શરૂઆતમાં લેડી વિદ્યાબહેને અને શ્રી શારદાબહેનેએ બે બહેનાએ મહિલાઓમાં સૌ પ્રથમ બી. એ.ની ડિગ્રી લઇ સ્ત્રીશિક્ષણનાં પગરણ માંડમાં પણ તે પહેલાં વલસાડ પાસે ધરમપુર સસ્થાનમાં જન્મી, એમના પિતા પાસે કે પુણ્યા બાદ સર ભગવતસિદ્ધ પાસે ત્યાંની ગુરૂ મંડળી મારફત જે શિક્ષણ પ્રાપ્ત કર્યુ એ નંદકુંવરબાને આજે આપણી પાસે ઇતિહાસ નથી. Ù. સ. ૧૮૯૯માં તે ગ્રંથ પ્રગટ કર્યાં તે પહેલાં બે પાંચ દશ વર્ષો અગાઉ પોતાના ચિરંજીવીને ઈંગ્લેન્ડની પ્રખ્યાત શાળા ઈટનમાં ભણવા, મૂકવા જનાર આ નંદકુંવરબાની હિમ્મત અને જ્ઞાન કેટલાંક વિસ્તૃત હશે એના આજે ખ્યાલ કરી શકીએ એમ નથી.
એ પુસ્તકનું પાદુ' વિવેચન તે આન્દ્રે કયાંય વાંચવા ન મળે. ત્યારે આજના જેટલાં છાપાં-ચેપાનિયાં પણ ન હતાં. હાજી મહંમ્મદ અલારખિયાએ ઇ.સ. ૧૯૧૫ ની આસપાસ વીસમી સદી'નું માસિક પ્રગટ કરી ભારે મેલબાલા જગાવી દીધી હતી. ગુજરાતી વિવિધ ચેપાનિયાંની શરૂઆત એ પ્રગટ થયા પછી થઇ. એના પ્રગટ થયા બાદ અને ગુજરાતભરમાં એની પ્રવૃત્તિ વિકસી એમાંથી પ્રેરણા લઇ વિવિધ પ્રકારનાં ચેપાનિયાં નીકળ્યાં. ૪. સ. ૧૯૦૯ કે એ અરસામાં રાજકાટમાં સાહિત્ય પરિષદની સ્વા-ગતકારિણી સભાના પ્રમુખપદે નિકટના સંસ્થાનનાં મહારાણી નંદકુંવરબા પ્રમુખપદે ચૂંટાયાં તે સમયે જાણીતા સાક્ષર શ્રી બળવતરાય ક. ઠાકારે એમની ચૂંટણીને અનુમેદન આપતાં એમના પૃથ્વીપટે ગેમલને પ્રવાસ એમ આ પૃથ્વીની પ્રદક્ષિણાના પુસ્તકનું ભારાભાર વિવેચન કર્યું. એમાંની સરળ ઠાવકી લખાવટૌલીને બિરદાવી અને એમણે એ પુસ્તક બે વાર વાંચ્યું ત્યાં સુધી તારીફ કરી. ઈ. સ. ૧૮૯૯ માં છપાયેલા આ પુરતકની નોંધ તે સમયમાં ઈચ્છારામ સૂર્ય'રામ દેસાઇના ‘ગુજરાતી’સાપ્તાહિકમાં કદાચ હોય પણ એ ફાઇલે આજે મળે કયાં? શેાધવી રહી.
પ્રવાસલખાણમાં મારા મતે આ પુસ્તક અદ્ભુત શૈલી, વિચારપ્રદર્શન, વિવેચનાદર્શન કૅમેરામેનની આંખે દેશદેશને સમાજ નિહાળી એ ઉપર તટસ્થ અભિપ્રાયા પ્રગટ કરનાર
આ એક અનેરું પુસ્તક છે. વીર, હાસ્ય, કરુણ્, ચિત્રાત્મક ભાવરસથી ઉંભરાતું આ પુતક બહુ વ*ચાયું લાગતું નથી, તેમ એની ગુજરાતની લાયબ્રેરીઓમાં પણ કાપીરાઇટ સેકશનમાં પણ નકલ મળતી નથી. પાંચ-છ મહિનાથી ચારે દિશામાં તપાસ કરતાં એક નકલ ગોંડલ લા પ્રેરીમાં અને બીજી વડોદરા શહેરમાં માંડવી વિસ્તારની એક જમાનામાં સારી કહેવાતી લાયબ્રેરીમાં છે. એમ જાણવા મળતાં, અને લાઇબ્રેરી
.
એનાં સરક્ષકાએ એ બહાર નહિ આપવાની વાત કરી એ ગ્રંથને તાળાકૂચીમાં મૂકી દીધે!
ખતવાજોગ છે કે મહુરાણીએ સાતસે પાનાંના આ દળદાર ગ્રંથની બહુ જાહેરાત ન કરી હોય અને ભાવનગર, રાજકાટ, નવાનગર, પેટરબંદર વગેરે તે સમયનાં રાજ્યેની લાઇબ્રેીમાં ભેટ તરીકે વહેંચી હોય. પશુ અમને એક પણ એવી લાઇબ્રેરીમાંથી એ નકલ મળી નથી. કલાપીના લાડી સ્ટેટના રાજા અને પૌત્ર શ્રી પ્રભાવસિંહજીએ એ જીવ્યા ત્યાં સુધી કલાપીની અતિ સુંદર લાબ્રેરીની સારી માવજત કરી. એના ખડા એમના નાના ભાઇ સ્વ. મંગળસિ ંહજી પાસે ભી તચિત્રાથી શાભાયમાન કર્યાં હતાં. લાઠી સાહિત્ય પરિષદ બાદ દરસાલ હું લાડી જતા. ાિળીમાં એમની સાથે ગાઢ મંત્રી બંધાતાં લાડી રહેતા. ત્યારે આ પુસ્તક કદાચ ત્યાં હોય એમ માનુ છું. પણ મારી નજરે ત્યારે ચઢેલું નહીં. પ્રભાતસિહજીના અવસાન બાદ એ લાઇબ્રેરી આજે વિના દરકારઉંદરડા, ઉધઇ, ગાળી અને ચારાના ઉપદ્રવથી છિન્નભિન્ન થઇ ગઇ છે, એટલે ત્યાં પણ નહિ મળે. ભાવનગરના મહારાજા અને એકવાર મદ્રાસ પ્રાંતના ગવન ર નામદાર્ કૃષ્ણકુમારસિંહજી લાબ્રેરીના શેખીન, પુસ્તકાના વાંચનાર, જાણકાર, પશુપ’ખીએના રસિયા, વનજંગલના પાકા અનુભવી અને અભ્યાસી અને એમની મહેમાનગતી અમે ઠીક ઠીક મહાળેલી. એના પેલેસમાં અઢળક પુસ્તકા જોયેલાં. પણ ત્યાંયે ખબર કાઢતાં આજે એ પેલેસ હાટેલમાં ફેરવાયા છે ! એમાંનાં પુસ્તકા એમના ત્યાંના રખેવાળના કહેવા મુજ્બ રેકડામાં વેચાવા કરતાં રહ્યાં છે! ત્યાં, ભાવનગરમાં પણ એ પુસ્તક નથી. મહારાણી ન વરખાના પિતૃધર ધરમપુરમાં પણ એની નકલ નથી. કયાંક હશે પારે પીડાતી, ઉધાંને ભોગ બનેલી કાકને ત્યાં પણ એ જમાનામાં ૭૦૦ પાનાંના આ પુસ્તકની આજે કશી જાણકારી મળતી નથી !
મારા હાથમાં બહુ જ ચેડા દિવસ માટે એ નકલ અકસ્માત વાંચવામાં આવી. થેાડા ટૂકડા ઝેરેાક્ષ કરાવ્યાં, પાનાં જરિત પણ એમાની વાનગી જોતાં અને પ્રવાસ લખાવટ તરીકે એ પુસ્તક મને અદ્ભુત લાગ્યું છે. અલબત્ત હિમાલય વિષે આપણે કાલેલકર કે સ્વામી આનંદનાં પ્રવાસલખાણાને અદ્ભુત કહી શકીને એ અર્થમાં પણ આ સાતસો પાનાંના ગ્રંથમાંના કારિયા. ચીન, જાપાન સફળ યુરોપના નાના નાના દેશો, ઈંગ્લેન્ડની આસપાસના નાના નાના મેટા, ઈંગ્લેન્ડની દક્ષિણે ચેનલમાંના એક ખેટ પ્રજાન્ય છતાં રાજ્ય બ્રિટનનું એવા સ્થાતે આ બાઇનો પ્રવાસ એ બધા માટે પ્રતિહાસ, રમ્યકથા, કલ્પના-મય કથાનકા, ટૂચકાએ રીતરિવાજો, સ્વભાવવણુ‘ન વિશે વિલક્ષણ દૃષ્ટિથી ઘણી જાણંકારી વાચવા મળે એવાં લખાણેા છે. મહારાણીની રશિયાના ઝારના રાજ્યાભિષેક સમારંભમાં પણ માસ્કામાં હાજરી, મહારાણી વિકટેરિયાના ખુદ હાથે સી આઇ. ઇ. ખિતાબ મેળવનાર અને કઇ વિદ્યાપીઠની ડિગ્રી વિના જે કંઈ નંદકુવરખા ભણ્યાં હોય તે પિતા અને ગુરુમંડળી મારફત અથવા ગોંડલનરેશ સર ભગવતસિહે પોતાને ત્યાં ગુરુએ પાસે ભણાવ્યુ` હાય તેજ હાઈ શકે. એમાં પ્રેમાનદ, શામળ,