________________
પ્રબુદ્ધ જીવન .'
:
તા, ૧-૧૧૮૮ અને ૧૬-૧૨-૮૮
થવા દેતા નથી. પાંચ દસ મિનિટમાં મિટિંગ આટોપી લઈને સભ્યોને તેઓ ચા-પાણી અને ભરચક નાતાના કે ભારે જમણના જલસા તરફ આનંદથી વાળી દે છે. સભ્ય. પણ એવા મેટા શ્રીમંત માણસની ઓફિસે કે ઘરે જવામળવાની અમૂલ્ય તકથી રાજી રાજી થઈ જાય છે. અને પિતાને મિત્રો-સગાઓમાં એની બડાશપૂર્વક વાતો કરતા હોય છે.
કેટલીક સંસ્થાઓ આમ તે લેકશાહી ઢબે જ ચાલતી હોય છે, પરંતુ એકાદ જબરી વ્યક્તિ તેને પિતાની રીતે ચલાવતી હોય છે. આવી વ્યકિત સંસ્થા માટે સમયને ભેગ ધ આપે છે. સંસ્થા માટે પિતાના ઘરનાં નાણાંને ઘણો વ્યય કરે છે. સંસ્થાઓમાં પિતાને આર્થિક ફાળે મેટામાં મેટે નેધાવે છે. ગામ-પરગામ સંસ્થાના કાર્ય અંગે જવા માટે બરનાં ગાંઠના પૈસા ખર્ચતાં તે વ્યકિત જરા પણ અચકાતી નથી. પરંતુ સંસ્થા અંગેના બધા નિર્ણયે તે જ પિતાની મેળે લઇને કાર્ય કરતા હોય છે. અને પછીથી સમિતિની બેઠકમાં મૂકી તે મંજૂર કરાવે છે. જો કે વિરોધ કરે તે તેમની પાસે એક જ જોરદાર શસ્ત્ર હોય છે અને તે રાજીનામાનું. એ જ રાજીનામું આપે (જે ખરી રીતે આપવાની એમની ઈચ્છા નથી હોતી, પરંતુ માત્ર ધમકી જ હોય છે.) તે તેમના જેટલું કામ કરવાની અને બેગ આપવાની બીજા કાઇમાં ત્રેવડ હતી નથી. એટલે લેકશાહી ઢબે ચાલતી એ સંસ્થામાં બીજા સભ્ય જરા જેટલે વિરોધ કરીને, છેવટે તે લાચારીથી મૌન જ સેવતા હોય છે. - કેટલીક વાર કઇક તેજરવી વ્યકિત સંસ્થાને સાંપડ્યા. પછી સંસ્થાની પ્રતિભા તેજવી બને છે, સંસ્થા ઘણી પ્રગતિ કરવા લાગે છે. સૂત્રધાર તરીકે આવેલી એ વ્યકિતના બહોળા અનુભવ, બહોળી સંપક અને પરિપકવ દીર્ઘદ્રષ્ટિને સંસ્થાને લાભ મળે છે. તે વ્યકિત કે સંસ્થા માટે પર્યાયરૂપ બની જાય છે. જીવનના અંત સુધી તેઓ એ સંસ્થાને સાચવે છે, પાળે છે, પિષે છે. અને મોટી કરે છે. એમના અવસાન પછી સંસ્થા નાના કે બેટા માણસેના હાથમાં ફસાય છે અને અલ્પકાળમાં નિષ્ક્રિય બની જાય છે. A Great Intstitution in Small Hands's' પરિણામ આવે તેવું તેનું પરિણામ આવે છે.
કઈક સંસ્થાના પાયામાં કેઇ એક જ પવિત્ર વ્યકિતનું વુિં તપ રહેલું હોય છે કે વર્ષો સુધી એમનાં નામથી સંસ્થાના અવિરતપણે ઉત્તરોત્તર આગળ વધતી ચાલે છે. દુષ્ટ આશીવાળા માણસે કયારે ક આવી સંસ્થાને કબજો મેળવવા કેશિશ કરે છે. પરંતુ પેલી વ્યક્તિનું તપ એટલું મોટું હોય છે કે ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાંથી પણ તે સહીસલામત પાર ઉતરે છે. - જેમ કેટલીક વાર કોઈ એક જ વ્યક્તિ સંસ્થાના પ્રાણુ સમી બની જાય છે, તેમ કેટલીકવાર કેઈ એક જ વ્યકિત સંસ્થાને માટે યમ જેવી બની જાય છે. કયારેક પિતાને અહમ્ બનતાં, ક્યારેક પોતે આપેલા ભેગની કદર ન થતાં, કયારેક સંસ્થાના ઉચ્ચ સ્થાને પહોંચવાની પોતાની મહત્વાકાંક્ષા પાર ન પડતાં, ક્યારેક ઉચ્ચ સ્થાને બિરાજતી વ્યક્તિ પ્રત્યે તીવ્ર તેજોડેષ થવાને લીધે કે એવા બીજા કોઈ કારણને લીધે, બીજી રીતે બુદ્ધિશાળી, શકિતશાળી અને લાગવગવાળી એવી વ્યકિત સંસ્થાના ઉચ્ચસ્થાને રહેલા મહાનુભાવોના ચારિત્રનું ઇરાદાપૂર્વક ખંડન કરવા લાગે છે, સભાઓમાં કાનૂની મુદ્દાઓ ઉઠાવવા લાગે છે અને કાર્યકર્તાઓને જંપીને
બેસવા દેતી નથી. તેઓ સમગ્ર સંસ્થાનું વાતાવરણ ડહોળા : નાખે છે. હું મરું પણ તને રાંડ ક’ એવી લેક કહેવતની
જેમ તેઓ સંસ્થાને માટે જાતજાતની આડખીલીઓ, ઊભી કરી તથા સંસ્થા અને કાર્યકર્તાઓને વગોવી વગાવીને સંસ્થાને પાયમાલ કરી નાખે છે. ઘણી સારી પ્રગતિ કરતી વિકાસશીલ સંસ્થાના અસ્તિત્વને આવી ડંખીલી વ્યકિતએ હચમચાવી મૂકે છે. અને છેવટે સંસ્થાને નષ્ટ કરીને જપે છે. કેટલીકવાર તે આરંભમાં સંસ્થા માટે. પ્રાણરૂપ બની ગયેલી વ્યકિત પછીના સમયમાં પ્રતિસ્પધી કાર્યકર્તાઓ ઉપર વેરભાવથી વર્તવાને લીધે સંસ્થાને માટે યમરૂપ નીવડે છે. આવી વ્યકિત જેમ વધુ ઉચ્ચસ્થાને હોય તેમ સંસ્થાને નુક્સાન પહોંચાડવાની એની શકિત પણ વધુ હેય છે.
, કેટલીવાર ઉચ્ચ સ્થાને બેસી ગયેલી એવી વ્યકિતઓને આશય સંરથાને નિષ્ણાણું બનાવવાને નથી હોતા, પરંતુ સંસ્થાનું મુખ્ય અધિકારીપદ છેડવાની તેમની જરાય ઈચ્છા નથી હોતી. એને પરિણામે, સંસ્થાના હિતને બદલે પિતાના હોદ્દા કે સ્થાનના હિત માટે - તેઓ સતત ચિંતિત રહેતા હોય છે અને તે માટે દર વર્ષે ચૂંટણી અગાઉ તેઓ જાતજાતના પેતરા રચે છે અને પિતાનું સ્થાન યેનકેન પ્રકારે ટકાવી રાખે છે. એને લીધે અન્ય સારી વ્યક્તિએ ધીમે ધીમે ખસતી જાય છે, અને નવું લેહી તથા નવી દ્રષ્ટિ ન મળવાને કારણે એ જ સંસ્થા જૂનવાણી ઘરેડની અને બિનઉપયેગી બની જાય છે. અને છેવટે એવે વખત આપે છે કે એ વ્યકિતના અવસાનની સાથે સંસ્થાનું પણ અવસાન થાય છે, શ્રદ્ધાંજલિના ઠરાવ સિવાય તેઓ ખસે એવા નથી હોતા.
કેટલીક વાર સંસ્થામાં સ્થાન મળવાને લીધે વ્યક્તિને માન મળવા લાગે છે. પરંતુ કેટલીક વ્યકિતઓ એવી મહાન હોય છે કે એમના જોડાવાથી સંસ્થાને માન મળે છે. એમને માટે સંસ્થા ઘણુ નિયમમાં છૂટ મૂકવા તૈયાર થાય છે. સંસ્થામાંથી મુક્ત થયા પછી પણ સંસ્થાના પર્યાયરૂપ બની રહેવું એનું સર્વોત્તમ ઉદાહરણ તે મહાત્મા ગાંધીજીનું છે. એક વ્યકિત-એક સંસ્થાની સૂક્ષ્મ ભાવનાને આદર્શ ગાંધીજીમાં જોવા મળે છે. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાં પ્રવેશ કરીને ગાંધીજીએ એને સક્રિય, વેગવાળી અને વ્યાપક બનાવી દીધી. ભારત ભરના મહાન પુરુષોને તેમણે એમાં જોડાયા. સમય જતાં ગાંધી જી કાંગ્રેસના ચાર આનાના સભ્ય તરીકે પણ રહ્યા નહિ. અને છતાં કોંગ્રેસના સવ નિચે ગાંધીજીની દેરવણી અનુસાર થતા રહ્યા. પિતે સભ્ય ન હોવા છતાં . સમિતિઓમાં અને સભાઓમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને અથવા પરોક્ષ રીતે મુખ્ય સૂત્રધાર તરીકે તેમણે કામ કર્યું. લેકેના અને સવિશેષ તે બૌદ્ધિક તેજવી મહાનુભાવોનાં પ્રેમ, આદર અને વિશ્વાસનું સ્થાન પામી સંસ્થાની બહાર રહી સંસ્થાને સતત આવું માર્ગદર્શન આપતા રહેવું એવી ઘટના તે ઈતિહાસમાં પણ વિરલ ગણાશે.
અહી એક વ્યકિત-એક સંસ્થા એવા સમીકરણને જ સંક્ષેપમાં થોડાંક દ્રષ્ટિબિંદુથી આડોઅછડતે વિચાર કર્યો છે. એક વ્યકિત અને ઘણી સંસ્થા તથા એક સંસ્થા અને ઘણીબધી વ્યકિતઓને વિકલ્પ વિશે પણ તેવી રીતે વિચારી શકાય : ".
- રમણલાલ ચી. શાહ