________________
પ્રબુદ્ધ જીવન
: તા: ૧૬-૧૦-૮૮
- ૨. આઠ વરસની ઉમરે વિધુત્રભાએ . માતાને ગુમાવી. ' તે પછી બાર વરસ એણે દુઃખમાં ગાળ્યાં પછી એને જિતશ રાજાએ જોઈ. એટલે કે વીસ વરસની ઉંમરે આ ઘટના બની.
એ સમયમાં આ ઉંમર એક કન્યા માટે કદાચ મોટી ઉંમર કહેવાય. અપરમાનું દુઃખ વેઠતાં એ બાર વરસની થઈ એમ અભિપ્રેત હોય તે એ સ્વાભાવિક ગણાય.
૩. આરામશોભાના લગ્ન પછી અપરમાને દીકરી જન્મી. એ યુવાનવયે પહોંચી, પછી અપરમા આરામોભાને પહેલીવાર ભાતું મેકલવાનું વિચારે છે એટલે કે લગભગ બારેક વર્ષ પછી. આ દેખીતી રીતે અસ્વાભાવિક છે. આરામશોભા પહેલી વાર સગર્ભા પણ આ વેળા બને છે. એ પણ સામાન્ય રીતે ઘણું મોડું કહેવાય. * જ. અપરમાને દીકરી જન્મેલી, એ દીકરીને એણે ભોંયરામાં સંતાડી રાખી – આ બધું આરામશોભાથી છાનું રહી શકું એટલું જ નહીં પિતાએ પણ છાનું રાખ્યું એ ઘટના અસ્વાભાવિક છે. ગામલોકોને પણ કશે પ્રશ્ન થતો નથી.
આ નોંધવાનું કારણ એ છે કે પછીના કથાકારે કેટલીક વાર આવી બાબતેના ખુલાસા જતા હોય છે કે હકીકતમાં ફેરફાર પણ કરતા હોય છે. આરામશોભાની કથા પરંપરામાં આવું કઈ બને છે કે કેમ તે હવે પછી આપણે જોઇશું.
દેવચંદ્રસૂરિના આ કથાનકમાં કેટલીક બાબતે ઉચિત ખુલાસા સાથે મૂકવામાં આવી છે તેની પણ નોંધ લેવી જોઈએ
૧. જે નાગ ખરેખર દેવ” છે અને વિદ્યુતપ્રભા પર આવી કૃપા કરી શકે છે તે ગારુડિકેથી તે નાસે છે. આનું કારણ નાગદેવ પિતે એમ બતાવે છે કે પોતે નાગકુમારના દેહમાં રહેલા હેઇને મંત્રદેવતાની આણું લેપવા શક્તિમાન નથી. ગાડિક એને જુએ તે ગરુડમંત્રથી એને પકડી જ શકે.
૨. વિધુત્રભાની સાથે હરતું ફરતું ઉદ્યાન અને મંત્રીને પહેલાં વહેમ જાય છે કે એ દેવતા તે નહીં હોય! પણ પછી એ જુએ છે કે આ સ્ત્રીએ તે આંખે ચાળી હતી. દેવોને તે આંખના પલકારા જ ન હોય. આ પરથી આ સ્ત્રી દેવતા ન હોઈ શકે એની એને ખાતરી થાય છે. '
આરામશેભાની આ કથામાં સામાજિક ઈતિહાસની દષ્ટિએ કેટલાક રસપ્રદ અંશે છે તે પણ જોઇએ :
૧. અગ્નિશમ વેદપાઠી બ્રાહ્મણ છે, પણ એને ઘેર ગેધન છે-ગાયે એકથી વધુ છે–અને એની પુત્રી જ ગાય ચરાવવા વગડામાં જાય છે. જૂના સમયના બ્રાહ્મણકુટુંબનું
આ લાક્ષણિક ચિત્ર છે. - ૨. વિધુર અગ્નિશમાં ફરીને પરણે છે અને એની પ્રેરણ પુત્રી જ આપે છે. એટલે પુરુષને માટે ફરી પરણવું, એ એ સમાજમાં બિલકુલ અવાભાવિક ગણાતું નથી. - ૩. જિતશ૩ આરામશોભાથી આકર્ષાઈ એને પરણે છે ને એમાં સૌની સંમતિ હોય છે. રાજા બ્રાહ્મણુકન્યાને પરણે એમાં બાધ ગણુ નથી અને રાજાને પસંદ પડેલી કન્યા આપવામાં ગૌરવ ગણાય છે.
' ૪. પુત્રીના લગ્નને નિર્ણય પિતા જ લે છે.
'' ૫. રાજાને માટે મંત્રી એ ખરેખર સલાહ લેવા યોગ્ય સાથ લેવા યોગ્ય વ્યકિત છે. આરામભા સાથેના લગ્નમાં મંત્રી સહાયભૂત થાય છે તે ઉપરાંત અગ્નિશર્મા જ્યારે બ્રહ્મહત્યા આપવા તૈયાર થાય છે ત્યારે રાજા મંત્રીનું સમર્થન લઇને આરામશોભાને પિયર મોકલે છે.
૬. ધાયું કરાવવા ત્રાગાને આશ્રય લેવાય છે.
૭. બ્રહ્મહત્યાનું પાપ રાજાને રૂઢિભંગ કરવા પ્રેરે એટલું મેટું ગણાય છે.
૮. રાજરાણીને માટે એઝિલની પ્રથા છે. એ સૂર્યને ન જોઈ શકે. બ્રાહ્મણપિતાને ઘેર પણ ન જઈ શકે.
૯. પુત્રીને ખાવાપીવાનું મોકલવાની રૂઢિ છે.
૧૦. લાડુ, સૂતરફેણ, માંડા એ ત્રણ મીઠાઈઓ અહીં ઉલ્લેખાય છે... . '
૧૧. રાજકુલમાં રાજાનું આધિપત્ય છે. મીઠાઇનું માટલું રાજા દૃષ્ટિ કરે પછી ઉઘાડાય છે.
૧૨. રાજાના ખાદ્ય પદાર્થો પહેલાં પરીક્ષા માટે કેરપક્ષીને બતાવવામાં આવે છે. પછી રાજા ખાય છે. (ઝેરવાળું અન્ન હોય તે. ચારપક્ષીની આંખ રાતી થઈ જાય એમ કહેવાય છે.)
૧૩. પહેલી પ્રસુતિ પિયરમાં થાય એવો રિવાજ છે. -
૧૪. રાજકુલમાં સંતાનનાં સંભાળ અને ઉછેર ધાત્રીમાતાઓ પાસે છે. રાત્રે પણ એ. એમની પાસે રહે છે.. :
૧૫. દેશપાર કરવા, નાકકાન કાપવાં—એ પ્રકારની શિક્ષાઓ અસ્તિત્વમાં છે. '
૧૬. કુલધરકન્યાનું વૃત્તાંત બતાવે છે કે વધુ પુત્રીઓ હોવી એ ઈષ્ટ લેખાતું નથી. વધુ પુત્રીઓ થતાં છેલ્લી પુત્રીને માતપિતાને સ્નેહ ન મળે એવું પણ બને છે. આ
૧૭. સંદેશાવ્યવહાર અંગત માણસો મેકલીને કરવામાં આવે છે. • આરામશોભાનું કથાનક અહીં એક દ્રષ્ટાંતકથાનક છે
અનેક કથાનકે માંહેનું એક એમાં કવિને નિરૂપણની મોકળાશ ન સાંપડે. મનુષ્યના ભાવવિભાવનાં વિગતે વર્ણન કવિએ કર્યા નથી; પરંતુ મનુષ્યસ્વભાવના લાક્ષણિક નમૂનાઓ આપણી નજરે ચડ્યા વિના રહેતા નથી. અગ્નિશમ સ્ત્રીની બુદ્ધિથી ચાલતે ભેળિયે બ્રાહ્મણ છે. એની બીજી પત્ની મૂળ સ્વભાવે સુખવાદી છે પણ એને પુત્રી જમ્યા પછી પુત્રીના રવાથે એનામાં કપટ જાગે છે. આરામશોભા સરલ, મૃદુ, વિવેકી, સૌજન્યશીલ સ્ત્રી છે. પતિને અસાધારણ નેહાદર એ પ્રાપ્ત કરે છે. પૂર્વભવની કુલધરકન્યા પણ નરમ સ્વભાવની કામગરી, સૌનાં દિલ જીતી લેનારી અને ધર્મનિષ્ઠ છે. નંદન ગરીબ પણ અભિમાની ને ગરીબાઈને કારણે ક્ષુદ્ર મનને છે. '
આ કૃતિમાં ભાવવર્ણનની તક આપે એવાં સ્થાને છે જ. જિતશત્રુને વિઘૂભા તરફ પ્રણયભાવ, પછી માતાને કૃત્રિમ કરુણભાવ આરામશોભાને વાત્સલ્યભાવ-આ બધાને કવિએ લાઘવથી નિર્દેશ કર્યો છે. પણ એક સ્થાને ભાવસબલતાનું એક મર્મસ્પશી રસિક ચિત્ર મળે છે. પુત્રને રમાડવાં રાજમહાલયમાં પહેચેલી આરામશોભા પલંગ પર પિતાના પતિ અને પિતાની