________________
પ્રબુદ્ધ જીવન
રનાં ઘણાં કાર્યો વર્ષોવર્ષ એમણે મહેસવપૂર્વક કરાવ્યાં.
છેલ્લા દાયકામાં એમણે મુંબઈથી સમેતશિખરને સંધ કઢાવ્યો અને સમેતશિખરથી શત્રુંજયને સંધ કઢાવ્ય એ એમની જેવીતેવી સિદ્ધિ નથી. એમણે સમેતશિખરમાં ૨૦ જિનાલયનું નિર્માણ ધમશાળા સહિત કરાવ્યું અને કચ્છમાં ૭૨ જિનાલયના નિર્માણનું કાર્ય ઉપાશ્રયે, ધર્મશાળા વગેરે સહિત ચાલુ કરાવ્યું.
એમની પ્રેરણાથી વિવિધ પ્રકારનાં અધિવેશને અને સંમેલને જાયાં હતાં. એમને જુદે જુદે સમયે વિવિધ પદવીથી સંઘ અને સમાજે અલંકૃત કર્યા હતા. એમની પ્રેરણા અને સદુપદેશથી જુદે જુદે સ્થળે અને જુદે જુદે સમયે કેટલાક યુવકેએ અને યુવતીઓએ દીક્ષા લીધી. એ રીતે એમના હસ્તે -૧૧પથી વધુ સાધ્વીજીઓએ દીક્ષા લીધી અને પચાસેક
સાધુઓએ દીક્ષા લીધી જેમાં એમના શિષ્ય ગુણદયસાગર અને કલાપ્રભસાગરને આચાર્યની પદવી પણ. અપાઇ છે. આમ એમના પ્રભાવક ચરિત્રથી અચલગચ્છને સાધુસાધ્વીઓને વિશાળ સમુદાય સાંપડયો છે.
પૂ. ગુણસાગરસૂરિજીએ જૈન શાસનનાં જે વિવિધ કાર્યો કર્યા એમાં તેમના સાહિત્યક્ષેત્રે કરેલા સમૃદ્ધ પ્રદાનનું પણ વિસ્મરણ ન થવું જોઇએ. તેઓ કૃતસાહિત્યના અભ્યાસી હતા. સંસ્કૃત-પ્રાકૃત વગેરે ભાષાના પ્રખર પંડિત હતા. વળી કવિ પણ હતા. ગુજરાતી તેમજ સંસ્કૃત ભાષામાં તેમણે ઘણી રચના કરી છે. એમણે આયંરક્ષિતસૂરિ, કલ્યાણસાગરસૂરિ અને ગૌતમસાગરસૂરિનાં ચરિત્ર સંસ્કૃત ભાષામાં રચેલાં છે. આ ઉપરાંત પર્વકથાસંગ્રહ’, ‘શ્રીપાળચરિત્ર', પાર્શ્વનાથચરિત્ર” વગેરે ગ્રંથે લખેલા છે. એમણે અનેક સ્તવને, મેટી પૂજાએ, ઢાળિયાં, સ્તુતિએ, દુહાઓ, પ્રાર્થનાઓ વગેરેની રચના કરી છે. એક લાખથી પણું વધુ શ્લેકના પ્રમાણ જેટલું સાહિત્ય સંસ્કૃત અને ગુજરાતીમાં ગદ્યમાં અને પદ્યમાં એમના હાથે લખાયું છે; એ એમની જેવીતેવી સિદ્ધિ નથી. એમનાં કેટલાંય ! સ્તવને રાજની ધાર્મિકવિધિમાં અનેક લોકોના મુખે આજે પણ ગવાતાં રહ્યાં છે. * પૂ. ગુણસાગરજી મહારાજને પ્રથમ સંપક મારે સં. ૨૭રમાં રાજસ્થાનમાં બાડમેરમાં થયો હતો. એમના વિદ્વાન શિષ્યરત્ન કલાપ્રભસાગરને પત્રવ્યવહારથી પરિચય થયે હતા પરંતુ એમને રૂબરૂ મળવાનું થયું નહોતું. એ વર્ષે જેસલમેરની યાત્રાએ અમે ગયા હતા ત્યાં જાણવા મળ્યું કે પૂ. કલાપ્રભસાગરજી અને એમના ગુરુમહારાજ શ્રી ગુણસાગરસૂરિજી બાડમેરમાં છે. એટલે અમારે કાર્યક્રમ બદલી જેસલમેરથી અમે બાડમેર ગયા હતા. ત્યાં પૂજ્ય આચાર્ય ભગવત ગુણસાગરસૂરિજીનાં પહેલી વાર દર્શન કર્યા. બીજે દિવસે ત્યાં દીક્ષાને એક પ્રસંગ હતા, પરંતુ સંજોગવશાત અમારાથી ત્યાં રેકાવાય તેમ ન હતું. ત્યાર પછી તેઓની મુંબઇમાં પધરામણી થઈ અને એમને વારંવાર મળવા જવાનું થયું. સમેતશિખરમાં પૂ. ગુણસાગરસૂરિજી અને પૂ. કલાપ્રભસાગરજીની પ્રેરણા અને આશીર્વાદથી જાયેલા વિઠ૬ સંમેલનમાં ભાગ લેવા માટે જવાનું થયું. ત્યારે એમનાં સાધુ-સાધ્વીઓમાંથી ગ્રેજ્યુએટ થયેલા કેઈકને મારે પીએચ.ડી. અભ્યાસ કરાવવો એવી વાત થઈ. મારા મિત્ર શ્રી વસનજીભાઈ લખમશીને પણ તે માટે આગ્રહ હતા *અને બધી જ સુવિધા માટેની જવાબદારી તેમણે સ્વીકારી. એટલે સમેતશિખરેથી જ્યારે સંધ શa‘જયની યાત્રાએ
પ્રયાણ કરતા હતા તે દિવસે સવારે પૂ સાધીશ્રી પુણ્યદયાશ્રીજીનાં શિષ્યા પૂ. મેક્ષગુણાથીજીને પંદરમા શતકના
જયશેખરસૂરિના જીવનકવન’ વિષે પીએચ. ડી.ને અભ્યાસ મારે કરાવે એવું જાહેર કરવામાં આવ્યું અને એ માટે પૂ. આચાર્ય ભગવંતના વાસક્ષેપ સહિત આશીર્વાદ સાંપડ્યા
સમેતશિખરથી સંધ જ્યારે પાલિતાણા પહોંચ્યા ત્યારે પણ શ્રી વસનજીભાઈ સાથે મારે ત્યાં જવાનું થયું અને જૈન સાહિત્ય સંશોધનના ક્ષેત્રે શી શી જનાઓ કરવી તેની પણ આચાર્ય ભગવંત અને પૂ. કલાપ્રભાસાગરજી સાથે વિચારણા થઈ
આમ પૂ. ગચ્છાધિપતિ ઉપરાંત ૫ કલાપ્રભાસાગરસૂરિજી તથા પૂ. મેક્ષગુણીજીને નિમિત્ત અચલગચ્છનાં સાધુ – સાવીએના વિશાળ સમુદાયના સંપર્કમાં આવવાનું સદ્ભાગ્ય મને સાંપડ્યું છે અને તેઓના ઉત્તમ ચરિત્રપાલનથી હું ઘણે પ્રભાવિત થયો છું. પ. પૂ. ગુણસાગરેજી મહારાજ અત્યંત સરળ હૃદયના અને વત્સલ સ્વભાવના હતા. પિતાના શિષ્યને પિતાતુલ્ય કે અધિક વાત્સલ્યથી તેઓ સંભાળતા અને તે દરેકની પ્રગતિ થાય. તેની સતત દેખરેખ રાખતા હતા
વયેવૃદ્ધ અવસ્થાને કારણે તેઓ વિહાર કરી શકતા નહેતા, , પરંતુ તેમના શિષ્ય ઉત્સાહ અને ઉમંગથી તેમની ખુરશી કે : ડોળા પિતાના ખભે ઊંચકી લેતા અને ચાલતાં ચાલતાં જ્યનાદ કરતા કે'ગુરુજી અમારે અંતરનાદ; અમને આપે આશીર્વાદ.”
અર્ધશતાબ્દીથી વધુ જેટલા દીક્ષા પર્યાયનાં વર્ષોમાં જૈન શાસનની અનેકવિધ સેવા બજાવનાર આ મહાન ગચ્છાધિપતિ રવ. ગુણસાગરસૂરીશ્વરજીનું નામ અચલગચ્છના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાશે. એમના ભેમાત્માને કોટિ કોટિ પ્રામ !
-રમણલાલ ચી. શાહ ભકિત સંગીતના વગે . ' સંધના ઉપક્રમે બહેનને ભકિત સંગીત-સ્તવન વગેરે શીખવવા માટેનાં છ અઠવાડિયાંના વર્ગોને પ્રારંભ થાય છે.
પ્રારંભ: બુધવાર, તા. ૧૬મી નવેમ્બર, ૧૯૮૮ : સમય : સાંજના ૪-૦ થી ૫-૦૦ : " સત્ર ફી : ૫૦- પચાસ રૂપિયા : સ્થળ : પરમાનંદ કાપડિયા સભાગ્રહ ૩૮૫, સરદાર વલ્લભભાઈ પટેલ રોડ, રસધારા કે. એપ. સેસાયટી, બીજે માળે, વનિતા વિશ્રામ સામે, મુંબઈ-૪૦૦૦૦૪ ફેન : ૩૫૦૨૯૬,
ભકિત સંગીતના આ પગને સમય દર બુધવારે સાંજના ૪–૦૦ થી ૫-૪૦ રહેશે. શ્રી બંસીલાલ ખંભાતવાલા આ વર્ગના અધ્યાપક તરીકે સેવા આપશે. રસ ધરાવતાં બહેને સંઘના કાર્યાલયમાં સંપર્ક સાધવા વિંનતી છે. ઉષાબહેન મહેતા
' કે. પી. શાહ * સંજક - નિરુબહેન એસ. શાહ
મંત્રીઓ