________________
Regd. No. MH. By / South 54 Licence No. 1 37
"
+
_પ્રબદ્ધજીવી
વર્ષ:૫૪ અંક-૧ર
)
મુંબઈ, તા. ૧૬-૧૦-૧૯૮૮ વાર્ષિક લવાજમ રૂ. ૩૦/- છૂટક નકલ રૂા. ૧-૫૦
મુંબઇ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર - પરદેશમાં વાર્ષિક રૂ. ૩૦૦
મણલાલ ચી. શાહ
સ્વ. આચાર્ય શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજ
અચલગચ્છાધિપતિ પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજ ૭૭ વર્ષની વયે મુંબઇમાં સેમવાર તા. ૧૦મી ઓકટોબરે રાત્રે ૧૨.૩૯ કલાકે નવકાર મંત્રનું ટણ કરતાં કરતાં કાળધર્મ પામ્યા છે. એમના સ્વર્ગવાસથી જેનસમાજને એક મહાન તપસ્વી અને પ્રભાવક આચાર્યની ખેટ પડી છે.
છેલ્લા એક દાયકામાં પૂ. ગુણસાગરસૂરિજીનું નામ એમની અનેકવિધ શાસન પ્રવૃત્તિઓથી જૈન સમાજમાં સુપ્રસિદ્ધ બની -ગયું હતું.
પતે દીક્ષા ન લે ત્યાં સુધી રોજ એકાસણું કરવાની પ્રતિજ્ઞા લેનાર અને દીક્ષા લીધા પછી પણ જીવનના અંત સુધી, એમ પાંચ દાયકાથી વધુ સમય સળંગ એકાસણું કરનાર અને રેજ સવારના ઊઠીને ૧૦૮ વાર ખમાસમણાં દેનાર -એવા ઉગ્ર તપસ્વી અને વિહાર કરવાની બાબતમાં પણ ઉગ્ર વિહારી તરીકે સુપ્રસિદ્ધ એવા ગુણસાગરસૂરિજી મહારાજે અચલગચ્છનું નામ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતભરમાં ગૂંજતું કરી દીધું હતું.
ગુણસાગરજી મહારાજનો જન્મ વિ. સં. ૧૯૬ના મહા-સુદને શુક્રવારના રોજ કચ્છમાં ગામ દેઢિયામાં થયો હતે.
એમના પિતાશ્રીનું નામ લાલજી દેવશી અને માતુશ્રીનું નામ ધનબાઈ હતું. ગુણસાગરજી મહારાજનું સંસારી નામ ગાંગજી- ભાઈ હતું.
પિતાનાં માતુશ્રીને પ્રતિક્રમણ વગેરે વિધિ પુસ્તક વાંચીને કરાવતાં કરાવતાં અને માતુશ્રીની સાથે સાથે તપશ્ચર્યા કરતાં કરતાં કિશોર ગાંગજીભાઇને ધમને રંગ લાગ્યા હતા તે એટલે દઢ બન્યું કે એક વખત માતુશ્રી રઈ કરતાં હતાં ત્યારે ધગધગતું તેલ ગાંગજીભાઈના શરીર ઉપર પડ્યું તે પણ પિતાની તપશ્ચર્યા તેડી નહિ અને દવા લીધી નહિ.
યુવાન વયે તેમણે કચ્છનાં તીર્થોની યાત્રા કરી અને ત્યાર પછી સમેતશિખર અને તેની આસપાસનાં તીર્થોની યાત્રા કરી. તેઓ ધાર્મિક ઉત્સવમાં ભાગ લેવા લાગ્યા હતા અને મુંબઈમાં કચ્છી મહાજનવાડીમાં સામાયિક-પૌષધ વગેરે કરવા • લાગ્યા હતા,
યુવાન વયે તેઓ જામનગરમાં તે સમયના ગચ્છાધિપતિ પૂ. ગૌતમસાગરસૂરિ અને તેમના શિષ્ય નીતિસાગરજીના સંપર્કમાં આવ્યા. દીક્ષા લેવાની પિતાની ભાવના વ્યકત કરી અને એ પ્રમાણે વિ. સં. ૧૯૯૩માં તેમણે કચ્છમાં પિતાના ગામ દેઢિયામાં દીક્ષા લીધી. નીતિસાગરજીના તેઓ શિષ્ય બન્યા અને તેમનું નામ મુનિ ગુણસાગરજી રાખવામાં આવ્યું. કચ્છ માંડવીમાં, જામનગરમાં ભૂજમાં, ક૭ ગેધરામાં, મેટા આસંબિયામાં એમ એક પછી એક એમના ચાતુર્માસ થતા રહ્યા. એમની અસાધારણ તેજરિતા પારખીને ગુરુમહારાજે પંડિત રાખીને એમને સંસ્કૃત અને પ્રાકૃત ભાષાને અભ્યાસ કરાવ્યું. સમય જતાં એમને ઉપાધ્યાયની પદવી આપવામાં આપી અને સં. ૨૦૦૩માં ગૌતમસાગરસૂરિજીએ તેમને ગચ્છની જવાબદારી પણ સે પી. સં. ૨૦૧૨માં મુંબઈમાં તેમને આચાર્યની પદવી આપવામાં આવી અને તેઓ ગચ્છાધિપતિ આચાર્ય ગુણસાગરસૂરિ થયા. ગચ્છાધિપતિ આચાર્ય ભગવંતે ત્યાર પછી કચ્છ રાજસ્થાન અને મુંબઈમાં અનેક સ્થળે વિહાર કરી અનેક શ્રેષ્ઠીઓને પ્રતિબંધ આપીને અનેક મહત્વનાં કાર્યો કરાવ્યાં. તેમણે શ્રી આયંરક્ષિત જૈન તત્વજ્ઞાન વિદ્યાપીઠની કચ્છમાં મેરાઉમાં સ્થાપના કરાવી; ભુજપુરથી ભદ્રેશ્વર તીથને સંધ કાઢયે શ્રાવિકા વિદ્યાપીઠની મેરાઉમાં સ્થાપના કરવી; કચ્છથી શäજયની તીર્થયાત્રાને સંઘ, કાઢો. એ ઉપરાંત જિન મંદિર, ઉપાશ્રય, જ્ઞાનમંદિર, ધમશાળા, પાલ, પ્રતિષ્ઠા દ્વાર દીક્ષા, પદવી વગેરે વિવિધ પ્રકાર
પિતાશ્રી લાલજીભાઈએ મુંબઈમાં આવીને શીવરીમાં દુકાન કરી હતી. ૧૨ વર્ષના ગાંગજીભાઈ પિતાશ્રી સાથે - દુકાનમાં જોડાયા હતા એથી તેઓ શાળામાં વ્યાવહારિક શિક્ષણ ચાર ધોરણ સુધીનું જ લઈ શકયા હતા. તેર વર્ષની ઉંમરે ગાંગજીભાઈને શીતળાનો રોગ થયો હતો અને એવી ગંભીર સ્થિતિમાં હતા કે પિતાએ માનેલું કે તેઓ અવસાન પામ્યા છે, એટલે રમશાને લઈ જવાની તૈયારી કરવા વિચારેલું. પરંતુ શરીરમાં જરાક હલનચલન જણાતાં ..આશા જન્મી અને મહિનાની માંદગી પછી ગાંગજીભાઈ સ્વસ્થ
થયાં હતા. :