SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ત, ૧-૧૦-૮૮ પ્રબુદ્ધ જીવન શેધવાની કોશિશ કરી રહ્યા છે. નાટકમાં પ્રત્યક્ષ યથાર્થના આલેખન વિના ન ચાલે તેમ કવિતામાં સૂક્ષ્મ અને અમૂર્તના આલેખનની જરૂર પડે છે. કુસુમાગ્રજમાં કાર અને કમળ બન્નેનું સંતુલન જોવા મળે છે. વિ. સ. ખાંડેકરને જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રદાન કરતી વખતે પૂછવામાં આવ્યું હતું કે, તમારા પછી આ પુરસ્કાર મેળવવાને પાત્ર મરાઠી સજક કોણ છે? એમણે કુસુમાગ્રજનું નામ આપ્યું હતું. ચૌદ વર્ષ બાદ એ વાત સાચી રાખે છે. નાસિક મહાનગરપાલિકાએ જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા કુસુમાગ્રજની ઈચ્છાની પૂર્તિ કરવા નાસિક શહેરમાં એકવીસ લાખ રૂપિયાના ખર્ચે એક આર્ટ ગેલેરીનું નિર્માણ કરવાનું નકકી કર્યું છે, પિતાના નગરવાસી કવિનું આ રીતે સન્માન કરવું એ કઈ પણ નગરપાલિકાને શેભા આપે એવી રસમ કહી શકાય. “રસિક મરાઠી- માનવીના મનના ગભારામાં કુસુમાગ્રજ આજે એક સાંસ્કૃતિક કુળદેવતા જેવું આસન પામ્યા છે. તેઓ જ્ઞાનેશ્વરીમાં આવતા અલાંછન ચન્દ્ર અને તાપહીને માત ! જેવા છે. રાષ્ટ્રીય કક્ષાને આ પુરસ્કાર એ આપણું પ્રિય ઈષ્ટદેવને ચડાવેલા મૂલ્યવાન અંલકાર જેવો છે.” આ રીતે - પિતાને આનંદ વ્યકત કરતાં પુ. લ. દેશપાંડેએ જણાવ્યું છે. ‘નટસમ્રાટ’માં મુખ્ય ભૂમિકા ભજવનાર ડો. શ્રીરામ લાગૂએ કહ્યું હતું કે, “વિચાર અને સંસ્કારથી આટલું સંપન્ન સાહિત્ય મરાઠી ભાષામાં આજે મળવું મુશ્કેલ છે? ૧૯૬૭થી ૧૯૮૨ સુધીનું શિરવાડકરના સર્જન માટે જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવી રહ્યો છે. કાવ્ય અને નાટક ઉપરાંત છ વાર્તાસંગ્રહ, ત્રણ નવલકથા, એકાંકી અને વિવેચન એમનાં પાંચ દાબકાના સુદીર્ઘ સજનમાં આવે છે. કુસુમાગ્રજ ૧૯૬૪માં પણજીમાં ભરાયેલ અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનના અધ્યક્ષપદે રહી ચૂક્યા છે. કુસુમાગ્રજના સાહિત્યનો આ રીતે થયેલે વિશેષ સતકાર એ મરાઠી સાહિત્ય સમગ્રનું સન્માન છે. પર્યુષણ વ્યાખ્યાનમાળા અહેવાલ : ચીમનલાલ એમ. શાહ, કલાધર શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા આયોજિત પર્યુષણ વ્યાખ્યાનમાળાએ આ વર્ષે ચેપનમા વર્ષમાં શુભ પ્રવેશ કર્યો છે. સાથે આનંદની વાત એ છે કે સંધની સ્થાપનાને પણ આ વર્ષે સાઠ વર્ષ પૂર્ણ થતાં હોઈ તેના હરક જયંતી મહોત્સવનું આ વર્ષ છે. સંધની અનેકવિધ પ્રવૃત્તિને વધુ ગતિશીલ બનાવવા માટે અને તેને કાયમી સ્વરૂપ આપવા માટે આ વર્ષ દરમિયાન રૂપિયા પચીસ લાખને નિધિ એકત્ર કરવાની જાહેર અપીલ કરવામાં આવી છે. અને આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યાં સુધીમાં તે રૂપિયા અગિયાર લાખ જેવી માતબર રકમનાં વચને સંધને મળી ચૂક્યાં છે. જ્ઞાન અને સાધનાની જાત સમાન આપણી આ પjપણ વ્યાખ્યાનમાળાને છેલ્લાં સાતેક વર્ષથી શ્રી સેવંતીલાલ કાંતિલાલ ટ્રસ્ટને આર્થિક સહયોગ મળતો રહ્યો છે. આ વર્ષની વ્યાખ્યાનમાળા ડે. રમણલાલ ચી. શાહના પ્રમુખસ્થાને ગુરુવાર તા. ૮મી સપ્ટેમ્બર, ૧૯૮૮થી શુક્રવાર, તા. ૧૬મી સપટેમ્બર, ૧૯૮૮ સુધી એમ નવ દિવસ માટે પાટી ખાતે બિરલા કીડા કેન્દ્રમાં જવામાં આવી હતી. આ વ્યાખ્યાનમાળાને - ટૂંકે અહેવાલ નીચે પ્રમાણે છે: * * જૈન ધમમાં પુનજાગરણ યુગ : પ્રથમ દિવસના પ્રથમ વ્યાખ્યાતા શ્રી શશિકાન્ત મહેતાએ આ વિષય પર ખેલતાં જણાવ્યું હતું કે આજે જૈનધર્મમાં પુનજાગરણની જરૂર છે. સૌથી પહેલુ જાગરણ જીવનસાધક બનવાનું છે. બીજુ જાગરણ યાનમાર્ગનું ઉદ્દઘાટન કરવાનું છે. ત્રીજુ જાગરણ જૈનધર્મમાં એક આધ્યાત્મિક અભિયાન શરૂ કરવાનું છે. એથું જાગરણ વિજ્ઞાન અને અધ્યાત્મના મિલનનું છે. પાંચમું જાગરણ ખંડન અને મંડનથી દુર રહેવાનું છે. છતું જાગરણ આપણું વિપુલ પ્રમાણમાં સાહિત્ય વિવિધ ભાષામાં વિશ્વ સમક્ષ મૂકવાનું . છે. અને સાતમું જાગરણુ નમસ્કાર મહામંત્રને શરણે જવાનું છે. આજે આપણે યુવાનને ધર્મક્ષેત્રે આકર્ષવા માટે રચનાત્મક અભિગમ કેળવવાની જરૂર છે. જે સમાજ કે ધર્મ યુવાનોને આકર્ષી શકતો નથી તેને ઉતકર્ષ થઈ શકતા નથી. જ * વીતરાગ માગધનું રહસ્ય : આ વિષય ઉપર બેલતાં પ્રથમ દિવસે બીજા વ્યાખ્યાનમાં શ્રી સુનંદાબહેન હેરાએ જણાવ્યું હતું કે પર્યુષણ પણ આત્માના ગુણને પ્રગટાવવા માટેનું પર્વ છે. વૈરાગ્ય એ આત્માને ગુણ છે. રાગદ્વેષ રહિત કે ભય ચિંતા રહિત આપણું મનની સ્થિતિ એ વૈરાગ્ય છે. આત્મા મેહથી ઘેરાયેલું છે. તેથી વૈરાગ્ય કઠણ લાગે છે. પરંતુ જીવને માટે વૈરાગ્ય નહિ, મોહ કઠણ છે. સર્વ જીવો પ્રત્યે મૈત્રી, પ્રદ, કરુણા અને માધ્યસ્થ ભાવથી જીવીએ એનું નામ વૈરાગ્ય છે. વૈરાગ્ય જીવને સ્વભાવ છે. જૈનદર્શનને કર્મ સિદ્ધાંત સમજાય તે વૈરાગ્ય પ્રગટ થયા વિના રહે નહિ. આ દેહમાં વીતરાગ થવાનો અંશ પ્રગટ થાય તો જ દેહનું મૂલ્ય છે. “પ્રશમરતિ’માં શ્રી ઉમાસ્વાતિજીએ મધ્યસ્થતા, વીતરાગતા, શાંતિ, પ્રશમ, દેષક્ષય, કષાયક્ષયને વૈરાગ્યના પર્યાય તરીકે ઓળખાવ્યા છે “અધ્યાત્મસાર”માં ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ દુઃખૂગર્ભિત, મેહગર્ભિત અને જ્ઞાનગર્ભિત એમ ત્રણ પ્રકારના વૈરાગ્યનાં સ્વરૂપ બતાવીને જ્ઞાનગર્ભિત વૈરાગ્યનું મહત્વ સમજાવ્યું છે. * ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના : બીજા દિવસે પ્રથમ ' વ્યાખ્યાનમાં આ વિષય પર બોલતાં ડો. રમેશભાઈ ભટ્ટ જણાવ્યું હતું કે આપણી પાસે તપ, જપ, કાન વૈરાગ્ય, - સંન્યાસ, સ્થિતિપ્રજ્ઞ વગેરે શબ્દ છે, જે વ્યવહારમાં પ્રસરેલાં છે, પરંતુ આપણે અજાણતા તેના મૂળ અર્થને બાજુમાં મૂકીને પિતાના અર્થધટનથી તેને મૂલવવાને જ્યારે પ્રયત્ન કરીએ છીએ • ત્યારે જબરદરત ગોટાળા થાય છે. સત્યાગ્રહ, આમરણાંત ઉપવાસ વગેરે કેટલા સરસ શબ્દો છે, પરંતુ હેતુ વિના આ શબ્દોના વારંવારના ઉપયોગથી તેની શકિત શિથિલ બની ગઇ છે. આપણને
SR No.525973
Book TitlePrabuddha Jivan 1988 Year 49 Ank 17 to 23 - Ank 24 is not available and Year 50 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1988
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy