________________
તા.૧-૧૦-૮૮
પ્રબુદ્ધ જીવન
કહ્યું :
લા
જ મળે.’ રસોઇ રોજ
આપવાવાળા હોય, ઇન્દ્રિો ઉપર સંયમ રાખનાર હોય, ડાહ્યો અને સરળ હોય તે મનુષ્ય નિમાંથી આવેલ હોય છે અને ફરીથી પાછે મનુષ્યગતિમાં જાય છે.
જૈન પરંપરામાં મનુષ્યજન્મ દસ દષ્ટાતે દુલભ કહેવાય છે. ઉત્તરાયયનની નિયુકિતમાં લખ્યું છે :
चुल्नगपासगधन्ने जूए रयणे य सुमिणचकके य ।
चम्मजुगे परमाणू दस दिहंता मणुयलभे ॥ મનુષ્યજન્મની દુર્લભતા બતાવવા માટે (૧) ચૂલે (૨) પાશક (૩) ધાન્ય (૪) ધુત (૫) રત્ન (૬) સ્વM (૭) ચક (૮) ચમ (૯) યુગ (ધંસ) અને (૧૦) પરમાણુ એમ દસ દષ્ટાંત આપવામાં આવ્યાં છે. એ દરેક દષ્ટાંતમાં વાસ્તવિક રીતે લગભગ અશક્ય કે અસંભવિત વસ્તુની વાત બતાવવામાં આવી છે અને સમજાવ્યું છે કે એવી વસ્તુ પણ કયારેક શક્ય કે સંભવિત બને છે, પણ મનુષ્યગતિમાં જન્મ મેળવો એટલે સુલભ નથી.
આ દસ દષ્ટાંતે સંક્ષેપમાં નીચે પ્રમાણે છે : (૧) ચૂલે: બ્રહ્મદત્ત નામને ચવતી રાજા કે એક બ્રાહ્મણ પર ખુશ થયા અને એને કંઈક માગવાનું કહ્યું, બ્રાહ્મણે માગ્યું, “આખા રાજ્યમાં જેટલા ઘરે ચૂલા છે તે દરેક ઘરની રસોઈ જ એક એક દિવસ મને
ખાવા મળે.” રાજાએ એની એ માગણી મજુર રાખી , અને પિતાના ઘેરથી જ શરૂઆત કરી. રાજાના ઘરના ચૂલાની રાઈ ખાઈને બ્રાહ્મણને એટલે આનંદ અને એટલી તૃપ્તિ થઈ કે બીજીવાર રાજાને ઘેર ખાવાનું એને મન થઇ ગયું. પણ હવે તે આખા રાજ્યના બધે ઘેર એક એક દિવસ એ ખાઈ લે ત્યાર પછી રાજાને ઘેર ફરી એને વારે આવે, પણ ત્યાં સુધી એ જીવે એવો સંભવ જ નહોતું. તેમ છતાં કદાચ રાજાને ઘેર બીજીવાર જમવાની એને તક મળે એ શક્ય છે. પણ માનવજ-મ મેળવવું એટલી સહેલી વાત નથી.
(૨) પાસે : ચાણ્યકની પાસે દેવતાઈ સિદ્ધિના પ્રતાપે એવી વિદ્યા હતી કે જે વડે તમાં કેવા પાસા પડવાના છે એની એને ખબર પડી જતી અને એ હંમેશા જીતી જ. એટલે એને હરીફ કઈ દિવસ જીતી શકતે જ નહિ તેમ છતાં એ વિઘાને પ્રભાવ ઘટી જતાં કેક વખત ચાણ્યક હારી પણ જાય, પણ તે તે લગભગ અશકય જ. માનવજન્મ પણ એ જે દુર્લભ છે.
(૩) ધાન્ય : આખા ભારતવર્ષના બધા ચેખાને એક જબરદસ્ત મેરે ઢગલે કરવામાં આવે અને એમાં એક શેર સરસવને નાખીને, હલાવી નાખવામાં આવે. ત્યારપછી એક ડોશીમાને એમાંથી સરસવના બધા દાણા જુદા કાઢી એકઠા કરી આપવાનું કહે છે તે શકય નથી; પણ કદાચ કઈક વખત એ શકય બને. પણ માનવભવ એટલી સહેલાઈથી મળવો શક્ય નથી. આ . (૪) દૂત : એક રાજસભાના ૧૦૮ સ્તંભ છે અને . દરેક સ્તંભને ૧૦૮ ખૂણા છે. એ રીતે જેટલા ખૂણું થાય
એટલીવાર, એક પણ વખત હાર્યા વિના, કંઈ પણ ઠગાઇ કે -વિદ્યા વગર જગરમાં જીતવું શકય તે નથી જ. છતાં પણ
કયારેક એ શકય બને. પણ માનવજન્મ એટલે સહેલ નથી.
(૫) રત્ન : કોઈ એક ધનાઢય વેપારી બહારગામ ગયો. દરમ્યાન એના પુત્રે એનાં અનેક કીમતી રત્ન વેચી ખાધાં. એકની પાસેથી બીજા પાસે જતાં અને એમ કરતાં કરતાં જુદા જુદા માણસે મારફત ફરતાં ફરતાં એ રને આખા દેશમાં ફેલાઇ ગષાં. ઘણે વર્ષે પાછા ફરેલા એ વેપારીને એની ખબર પડી. પરંતુ હવે બધાં જ રત્ન પાછાં મેળવવા એને માટે અશકય છે. છતાં એ કદાચ જેટલી સહેલાઇથી શકય બને એટલી સહેલાઈથી માનવજન્મ મળ શક્ય ન બને.
) સ્વપ્ન : મૂળદેવ નામના એક જગારીને સ્વપ્ન અવ્યું કે પિતે ચંદ્રને ગળી ગયે. આર પછી સાતમે દિવસે એને છેડે સમય માટે રાજય મળ્યું. પણ એનું એ રવપ્ન એને ફરી આવે અને ફરી એને સાતમે દિવસે રાજ્ય મળે એ શકય નથી, છતાં પણ ક્યારેક એ શકય બને. પણ માનવજન્મ એટલે સહેલું નથી.
(૭ ચમ: એક લાખ ન પહોળા સરેવર પર ચામડા જેવી સેવાળ જામી છે. અંદર એક કાચબે સપરિવાર રહે છે એક દિવસ પવનથી સેવળમાં છિદ્ર પડ્યું. બરાબર એ વખતે કાચળે ત્યાં હતા. છિદ્રમાંથી જોતા કાચબાને શરદ્દ પૂર્ણિમાના ચંદ્રને ઉદય દેખાયા. પિતાના પરિવારને એ બતાવવાનું કાચબાને મન થયું. પણ એ પોતાના પરિવારને સરેવરમાંથી
ધી લાવીને આવે, બરાબર તે વખતે પવનથી સેવાળમાં ફરી %િ પડે અને બરાબર તે વખતે શરદ પૂર્ણિમાના ચંદ્રને ઉદય હોય એ શકય નથી, છતાં કાઈક્વાર એ શકય બને, પણ માનવજન્મ એટલો સહેલું નથી.
(૮) ચક્ર : આમાં રાધાવેધનું દૃષ્ટાંત આપવામાં આવ્યું છે. રાધા નામની એક પુતળીની આંખ નીચે આઠ ચક્રો ઊલટસૂલટી ફરતાં હોય છે. એ ચક્રો બરાબર અમુક રીતે આવે ત્યારે ક્ષણ માત્રને માટે રાધાની આંખ દેખાય. ધનુ. વિઘાના જાણકાર તેલની કઢાઈમાં જોઈ બાણુ એવી રીતે છોડે કે જે પેલાં આ ચક્રોમાંથી પસાર થઈ રાધાની આંખ વીંધે; એને રાધાવેધ કહે છે. એ રાધાવેધ બહુ જ ગણતરીબાજ, પૂરેપૂરી એકસાઈવાળા માણસથી પણુ કારેક જ સિદ્ધ થાય. પણ માનવભવ તે એથીય વધારે દુલભ છે.
(૯) યુગ : બે લાખ જજન જેટલા વિશાળ સમુદ્રમાં જુદે જુદે કિનારે ગાડાનું ધૂસરું અને એમાં ભરાવવાનું સમેલ (ઊભું લાકડું) નાખવામાં આવે. એ સમેલ આપમેળે ભરાઇ જાય એવું બને જ નહિ છતાં કયારેક એ તે બને પણ માનવભવ એટલી સહેલાઈથી મળે નહિ.
(૧, પરમાણુ : એક વિશાળ સ્તંભને ચૂર કરી પહાડ પરથી ઉડાડવામાં આવે. પછી એ બધે જ ચૂરે ભેગે કરી આપવાનું કહેવામાં આવે તો તે અશક્ય છે. પરંતુ કદાચ કેઈ કાળે એ શકય બને, પણ માનવભવ એટલી સહેલાઇથી મળે નહિ.
આમ, મનુષ્યજન્મની દુર્લભતા વિવિધ રીતે, વિવિધ - દ્રષ્ટાંતથી સમજાવવામાં આવી છે. તેમ છતાં ઘણાને તેની
પ્રતીતિ થતી નથી કે તે વાતમાં શ્રદ્ધા બેસતી નથી. સાવ નિધન માણસને ધન મેળવવા માટે જે પરિશ્રમ કર પંડે