SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૯-૮૮ પ્રબુદ્ધ જીવન " નાખે એ જ પ્રેમ વધારે જચે છે. બ્રહ્મચર્યનું ગૌરવ શા માટે થવું જોઈએ ? બ્રહ્મચર્ય એ કોઈ સિદ્ધિ નથી અને રવજીંદી મુક્તવિહાર એ જ મનુષ્યની સાચી પ્રકૃતિ છે એમ કોઇચિતકે તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા પિતાના એકાદ પુસ્તકમાં લખ્યું છે. તેને કેટલીક ગુજ' લેખિકાઓએ મૌલિક’ વિચારે માની લઇને એ પ્રમાણે મુકત જીવન જીવવાની ભલામણ કરવા માંડી છે. સ્ત્રીપુરુષ સંબધમાં ધમ" કે સંયમ ન પ્રવેશે તો. પછી સમાજજીવન કેવી રીતે ટકી શકશે ટકી શકશે તે એ સમાજ કેવો હશે તેની કલ્પના કરવાનું આ લેખકલેખિકાઓએ માંડી વાળ્યું છે. માણસના મનની શાંતિ કે માણસના માનસિક અને શારીરિક સ્વારથ સાથે સંચમી જીવનને કે બ્રહ્મચર્યને સીધે સંબંધ હોવાનું એ વિશેના નિષ્ણાતે પણ આજે કબૂલે છે છતાં બ્રહ્મચયને કે સંયમી જીવનને એક પ્રકારના રોગ તરીકે કે એક પ્રકારની વિકૃતિ તરીકે ઓળખાવવાને આ મહાન મનુષ્યને ધખારે છે. અને એટલે તેમના કાપનું પહેલું નિશાન કવિ ન્હાનાલાલ બને છે. કેમકે કવિ ન્હાનાલાલે સંધમપ્રધાન લગ્નજીવનનું અને બ્રહ્મચર્યનું હંમેશાં ગૌરવ કર્યું છે. કવિ ન્હાનાલાલને આ વિશે અપયશ દેવાનું પહેલેથી જ બહુ સરળ અને સહેલું ગણાયું છે. મહા મા ગાંધી અને કવિ ન્હાનાલાલ વચ્ચે ગમે તેટલો મતભેદ કે મનભેદ હતે. પણ આ વિષયમાં બન્ને વચ્ચે ખૂબ સામ્ય અને સુમેળ જોવા મળે છે. પરંતુ ગાંધીજીને ભાંડવાની પ્રત્તિ અમુક બંડખરે જ કરી શકે છે. મેટા ભાગના લેખક - લેખિકામાં તેમને આ વિશે લગભગ ઇરાદાપૂર્વક ભૂલી જઈને કવિ ન્હાનાલાલને જ કાન પકડવાનું મુનાસીબ અને ફાયદાજનક ગણે છે - સાહિત્યકાર તે બાદશાહ છે અને બાદશાહ જે કંઇ કરે એ બાદશાહી રસમ જ ગણાય એવી વિચારણા પણ આવી જ કે મનસિક અવસ્થાને નિર્દેશ કરે છે. સાહિત્યકાર ખૂબ સંવેદનશીલ હોય છે અને એટલે એ જે કંઇ જુએ છે, અનુભવે છે, વાંચે છે તે બધું તેને ખૂબ જ સમતાથી સ્પશે છે, તેનાથી પ્રેરાઈને એ જે કંઈ સર્જન કરે તેમાં ચેરી હોય તે પણ એ ચેરી ન ગણવ, બાદશાહી લૂંટ જ ગણાય એવા વિચારે બાદશાહતની સાથે લુપ્ત થવા જોઇતા હતા. કેમકે વાસ્તવમાં સાહિત્યકાર આવે કઈ બાદશાહ નથી, પણ સમાજને એક ખૂબ જ જાગ્રત, તીવ્ર સંવેદનશીલ અને ઉચ્ચ સંસ્કારી પ્રતિનિધિ છે. એ તુંડમિજાજી નથી હોતા, ખુશમિજાજી હોય છે, સ્વાભિમાન અને અભિમાનની પાતળી ભેદરેખા વચ્ચે તેણે પિતાનું સમગ્ર જીવન સમાવવાનું હોય છે. એ સંસ્કારોને સ્વામી હોય છે, એને શિરોમણિ નહિ. રૂઢિઓ, વહેમ, અજ્ઞાન અને જડતાને એ ચેકસ ભ જક હોય છે પણ તેની ભંજતા સર્જનાત્મક હોય છે, વિસર્જનાત્મક નહિ. તેડડ કરીને એ જે કંઇ નીપજાવે છે એથી સામાજિક જીવન તૂટતું નથી પણ વધારે સંધાય છે. સમાજને સામનો કરીને પણ એ સમાજના હિતાર્થે જ પિતાનાં લખાણોમાં પિતાની સંવેદનાને જોતા હોય છે. આ સંસ્કારસંપન્ન માણસ કદાપિ ચાંચિ હોઈ શકે નહિ.' એ પણ આક્ષેપ મૂકવામાં આવતા હોય છે કે જેમાંથી આ અપહરણકારે ચેરી કરે છે એ પતે પણ કેટલા મૌલિક હેવાને દાવો કરી શકે છે? મુનશીએ ડુંમામાંથી ખૂબ લીધું છે પણ મા પોતે કેટલે અંશે મૌલિક હતા ?. શેકસપિયરે માત્ર પાત્રો કે વાકયે નહિ પણ વાકયેનાં વાક્ય અન્યમાંથી તફાવ્યાં છે. પરંતુ તેણે છૂટા કે અન્ય લેખકેમાંથી જે કાંઈ લીધું હોય એ લોકો કેટલે અંશે મૌલિક કે નિર્દોષ હોય છે? - ડૂમા કે તૂટક તદ્દન મૌલિક ન હોય એમ માની લઈએ તે એથી કરીને પણ જે લેખકે તેમનામાંથી તફડાવે છે એ કાંઈ નિર્દોષ બની જતા નથી. નીતિ એ નીતિ જ રહે છે. કોડપતિ સર્જક પિતાની પ્રતિષ્ઠા નેવે મૂકીને પાંચ રૂપિયાની ચેરી કરી શકે ? એવો પ્રશ્ન ખૂબ ભલાભોળા લેખકે જ કરી શકે છે. સર્જકે જયારે ચેરી કરતા હોય છે ત્યારે તેઓ કરોડપતિ સજ કે નથી હતા. શ્રી મુનશીએ પિતાના લેખનકાળના આર ભમાં આ ચેરી કરેલી હતી, ત્યારે તેઓ કોડપતિ સક નહોતા, પણ ગુજરાતી' સાપ્તાહિકના ચૌદ આનાના ધારાવાહિક લેખક માત્ર હતા! માની લઈએ કે કરોડપતિની નજર કેઈ વાર અતિ તુચ્છ વસ્તુ પર ઠરે છે અને તેની દષ્ટિ મેલી થાય છે; પણ એથી એ અનીતિ મટી જતી નથી. જેને પિતાની પ્રતિષ્ઠા વહાલી હોય છે એ માણસ કદાપિ આવું નિંદનીય કૃત્ય કરે જ નહિ. તેનાથી હીન કૃત્ય થઈ જાય ત્યારે પણ તેનું મન જાગ્રત થતાં તેને ખૂબ પસ્તાવો થવો જોઈએ. તેને બદલે આપણે ત્યાં તે ચેરી ઉપર શિરજેરી જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે, એટલું જ નહિ આવા ઉઠાઉગીની પીઠ થાબડનારા અને તેને નિલ જજ બચાવ કરનારાં એ નફફટ વિધાનથી આપણી સાહિતલસૃષ્ટિ ખદબદી રહી છે. શ્રી મુનશીએ કે થી ખબરદારે સાહિત્યની ચેરી કરી હોય તેથી તેમની લોકપ્રિયતાને કઈ વાંધો આવ્યો નથી એમ કહેવાથી તેમની ચેરી ન્યાયી કે યથાર્થ ઠરી જતી નથી. જોકપ્રિયતા તે હમેશાં સાપેક્ષ વતુ હોય છે. એમ છતાં ખબરદારને પક્ષ રીતે ઠાકર જેવા વિદ્વાને ‘ઉપકવિ', “અ-કવિ', કવિ”જેવા ઉપાલંભથી નવાજ છે અને સ્વ. વિજયરાયે તે “ગુજરાતી સાહિત્યની રૂપરેખા’માં તેમને ‘સાહિત્યપ્રેરિત કવિ જ કહ્યા છે. આમ લોકપ્રિયતા તો એ પોતા ગુજર કવિથી હમેશાં દૂર જ રહી હતી કેમકે સામાન્ય જનતાને તેમની કવિતામાં બહુ રસ પડશે જ નહતાં. શ્રી મુનશી ખૂબ જોકપ્રિય છે એમ માનવું એ પણ એક પ્રકારની ભ્રમણું છે. વાસ્તવમાં શ્રી મુનશીને માનવામાં આવે છે એટલાં એ કપ્રિય નથી. શ્રી મુનશીએ પિતાની નવલકથાઓમાં મુખ્યત્વે બ્રાહ્મણનું ગૌરવ કર્યું છે અને બ્રાહ્મણોથી ગુજરાતી સાહિત્ય ભરેલું છે. સ્વાભાવિક રીતે જ તેમને મુનશી પ્રિય છે. શિથિલ નીતિભાવના પણ ઘણા લોકોને ગમી જાય એવી ચીજ હોય છે. આ વર્ગ યુનિવર્સિટીઓમાં પણ સ્વાભાવિક બાહુલ્ય ધરાવે છે એટલે તે વારંવાર તેમની નવલકથાઓ પાઠયપુસ્તકે' તરીકે મુકાવે છે. પરિણામે શ્રી મુનશીની અમુક નવલકથાઓની નવી નવી આવૃત્તિઓ થતી જ રહે છે. તેઓ કેટલા લોકપ્રિય છે એ તપાસવા માટે તેમની વેરની વસૂલાત, “રાજાધિરાજ' ‘કાને વાંક', “તપસ્વિની', “ભગ્નપાદુકા', “ભગવાન કૌટિલ્યા, ‘પામુદ્રા' કે મહર્ષિણી” જેવી નવલકથાઓ તપાસવી જોઇએ. , 'જ્યારે બીજાનું ઘર સળગે છે ત્યારે તેને કારવામાં માણસને કદાચ બહુ રસ નથી હોતો પણ જ્યારે પિતાનું ઘર જલે છે ત્યારે જ સાચી પરિસ્થિતિનું તેને ભાન થાય છે: સ્વ. શ્રી મુનશી વિશે જ અહીં એક ઘટના આ સંબંધમાં
SR No.525973
Book TitlePrabuddha Jivan 1988 Year 49 Ank 17 to 23 - Ank 24 is not available and Year 50 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1988
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy