________________
29
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૮-૮૮ અને તા. ૧-૯-૮૮
શુદ્ધ અંત:કરણવાળા અને તપમાં અનુરકત એવા સાધુઓ, પૂર્વના કરેલાં કમેન મેલ નષ્ટ થતાં વિશુદ્ધ થાય છે.
મૂલાચારમાં કહ્યું છેઃ सज्जायं कुम्वंतो, पंचेदियसंवुडो टिगुत्तो य । हवदि य एगग्गमणो, विणएण समाहिओ भिक्खू ॥
પંચેન્દ્રિોમાં સંયમવાળા, ત્રણ ગુપ્તિને ધારણ કરવાવાળા તથા વિનય સમાધિયુક્ત મુનિ સ્વાધ્યાય કરતાં એકાગ્રચિત્તવાળા બની જાય છે.
દિવસમાં બધે સમય સ્વાધ્યાય થઈ શકતું નથી. એટલે સ્વાધ્યાયની સાથે યાન અને જપને જોડવામાં આવ્યાં છે. એટલા માટે “શ્રાદ્ધવિધુિંમાં કહ્યું છેઃ
जयश्रान्तो विशेद ध्यानं, ध्यानश्रान्तो विशेज्जपम् । द्वाभ्यां श्रान्तः पठेत् स्तोत्र-मित्येवं गुरुभि स्मृतम् ॥
જપથી પ્રાન્ત થનારે – થાકી જનારે ધ્યાન ધરવું જોઈએ. ધ્યાનનો થાક લાગતાં ફરી જપ કરે જોઈએ જપ અને ધ્યાન બંનેને થાક લાગે ત્યારે તંત્ર વાચવું જોઈએ (અર્થાત્ સ્વાધ્યાય કરવો જોઈએ એવું ગુરુ મહારાજે કહ્યું છે.
એ જ પ્રમાણે તત્ત્વાનુશાસન'માં લખ્યું છે : स्वाध्यायान् ध्यानमध्यास्तां, ध्यानात् स्वाध्यायमामनेत् । ध्यान स्वाध्यायसंपत्या, परमात्मा प्रकाशते ॥ ८१ ॥ યથભ્યાસે શાસ્ત્રાળ, રિયાળિ સુમારે ! तथाध्यानपिधेर्य, लभतेऽभ्यासवर्तिनाम् ॥ ८२ ॥
સ્વાધ્યાય દ્વારા યાનને અભ્યાસ કરવો જોઈએ. અને યાન દ્વારા રાષાયને ચરિતાર્થ કરવો જોઈએ. દયાન અને સ્વાધ્યાય એ બંનેની સંપ્રાપ્તિથી–પિતાનામાં રહેલા પરમાત્મા પ્રકાશિત થાય છે. અર્થાત એથી ઉચ્ચ આત્માનુભૂતિ થાય છે.
અભ્યાસથી જેમ શાસ્ત્રો પિતાનામાં સ્થિર થાય છે તેવી રીતે અભ્યાસ કરનારનું યાન રિચર થઈ જાય છે
રવાધ્યાય એ તપને એક ઉત્તમ પ્રકાર છે. સ્વાધ્યાયમં તો નાહિત એમ કહેવાય છે. કર્મની નિજર કરવામાં તે બહુ ઉપયોગી છે. ચદ્રપ્રાપ્તિમાં કહ્યું છે :
बहुभवे संचियं खलुमज्जाएण खणे खवेई । અનેક ભવનાં સંચિત કમેને સ્વાધ્યાય દ્વારા ક્ષણભરમાં ક્ષય કરી શકાય છે. એમાં પણ વિશેષપણે જ્ઞાનાવરણીય ક્રમનો ક્ષય થાય છે.
ઉત્તરાયન સૂત્રમાં જણાવ્યા પ્રમાણે
ભગવાનને પૂછવામાં આવે છે : સજજ્ઞાણsi મંતે ની લિંક ઝાયડ્ડી (હે ભગવંત! સ્વાધ્યાયથી જીવ શું મેળવે છે ?) ભગવાન કહે છેઃ કાળ નાના નિર્જ જન્મે તલવેર્ ! (રવાથી જીવ જ્ઞાનાવરણીય કર્મ અપાવે છે.)
સર્વ આચરણનું મૂળ સ્વાધ્યાયમાં રહેલું છે. જેમ જેમ સ્વાધ્યાય વધતું જાય અને શ્રદ્ધાપૂર્વક પરિણમતા જાય તેમ તેમ સ્વાધ્યાય કરનારનું આચરણ શુદ્ધ થતું જાય. એટલા માટે સ્વાધ્યાય. તપને વિશિષ્ટ મહિમા દર્શાવતાં કહેવાયું છે કે તીર્થંકરએ કહેલા
એવા છ અત્યંતર અને છ બાહ્ય એવા બાર પ્રકારના તપને વિષે સજઝાય સમાન બીજ એક તપકર્મ હમણું નથી, અને ભવિષ્યમાં નહિ થાય. बारसविहम्मि वि ता सस्मितरवाहिरे कुसलदिछ । नवि अस्थि न वि य होही सज्झायसम तवोकम्म ॥
સ્વાધ્યાયનું ફળ દર્શાવતાં પાતંજલગદર્શનમાં કહ્યું છે: રવ થાયાટિદેવતા - સંઘયો: | (સ્વાધ્યાયથી ઈષ્ટદેવતાને. સાક્ષાત્કાર થાય છે.)
વળી, રવાયાયને મહિમા દર્શાવતાં કહેવામાં આવ્યું છેઃ स्वाध्याय गुणने यत्नः, सदा कार्यों मनीषिभिः । कोटिदानादपि श्रेष्ठ, स्वाध्यायस्य फलं यतः ॥ (બુદ્ધિમાનેએ હંમેશાં વાધ્યાય ગણવામાં યત્ન કરે. જોઈએ, કારણ કે કરોડોના દાન કરતાં પણ સ્વાધ્યાયનું ફળ શ્રેષ્ઠ છે.)
સર્વાર્થસિદ્ધમાં કહ્યું છેઃ પ્રજ્ઞાતિયઃ ઘરારા વ્યવસાય પરમારનોવૃદ્વિતિવાતિशुद्धिरित्येवमाद्यार्थः ।
પ્રજ્ઞામાં અતિશય લાવવા માટે, અયવસાયને પ્રશત. કરવાને માટે, પરમસંવેગને માટે, તપવૃદ્ધિ અને અતિચાર શુદ્ધિને માટે સ્વાધ્યાય તપ આવશ્યક છે.
આરાધક મુમુક્ષુ આત્માઓ માટે સ્વાધ્યાયની આવશ્યકતા દર્શાવતાં ભગવતી આરાધનામાં કહેવાયું છે ;
सज्झायं कुर्वतो पंचिंवियसुवडो तिगुत्तो य । हयदि य एयग्गमणो विणएण समाहिदो भिक्पू ॥ जह जह सुदमोमगाइदि अदिसयरसपसरसमुदपुप्व तु । तह तह पल्हादिज्जदि नवनवसंवेगसऽढाए । आयापायविदण्हू दंसणणातवसंजम ढिच्चा । विहरदि विसुज्झमाणो जावज्जीवं दुणिवकंपो॥
જે સાધુ સ્વાધ્યાય કરે છે તે પાંચ ઇન્દ્રિયને સંવર કરે. છે. મન વગેરે ગુપ્તિઓને પણ પાળવાવાળો હોય છે. અને એકાગ્રચિત્ત બનીને વિનયકર સંયુકત થાય છે. '
જેમાં અતિશય રસને પ્રસાર છે અને જે અશ્રુતપૂર્વ છે. એવા શ્રેનમાં તે જેમ જેમ અવગાહન કરે છે તેમ તેમ અતિશય નવીન ધર્મશ્રદ્ધાથી સંયુક્ત બનીને પરમ આનંદને. અનુભવ કરે છે.
સ્વાધ્યાયથી પ્રાપ્ત આત્મ વિશુદ્ધિ દ્વારા નિકમ્પ તથા હેપાદેયમાં વિચક્ષણ બુદ્ધિથી યાજજીવન રત્નત્રય માર્ગમાં પ્રર્વતે છે.
ભગવતીસૂત્રમાં સ્વાધ્યાયના પાંચ પ્રકાર બતાવવામાં. આવ્યા છે : " सज्जए पंचबिहे पणत्ते. तं जहा वायणा,
पडि पुच्छणा, परियट्टणा, अणुप्पेहा धम्मकहा । સ્વાધ્યાયના પાંચ પ્રકાર કહ્યા છે જેમ કે (૧) વાચના (૨) પૃચ્છના (૩) પરિવર્તન (અથવા પરાવર્તના) (૪) અનુપ્રેક્ષા અને (૫) ધર્મકથા.