________________
પ્રબુદ્ધ જીવન :
તા. ૧૬-૮-૮૮ અને તા. ૧-૯-૮૮
' ' વ્રત અને તપસ્યાઓ :-પકુંપણુપર્વ એ કેવળ સ્થૂલ ધાર્મિક ક્રિયાકાંડનું પર્વ નથી. આ છે જ્ઞાન, દર્શન અને ચારિત્ર્યશુદ્ધિનું પર્વ. ધર્મની સમુચિત સાધના કરવા માટે મન અને શરીર સ્વચ્છ અને સ્વસ્થ હોવાં જરૂરી છે ઉપવાસ વ્રતાદિ દીધુ તપસ્યાઓના આચરણમાં મને બળ પ્રધાનરૂપે હોવા છતાં શારીરિક શકિત અને સજજતા ટકાવી રાખવાનું પણ અતિ આવશ્યક છે એટલા મટે, એવી કોર તપસ્યાઓ કે જેનાં દેવ અતિ ક્ષીણ અને અશકત બની જાય તેને જૈન શાસ્ત્રએ. વજર્ય ગણી છે તદનુસાર, એગ્ય જ કહેવાયું છે કે કયા દેખી કીજે પચ્ચખાણ ટુંકમાં વત તપ સાથે વિવેકદ્રષ્ટિ હોવી જરૂરી છે. દેખાદેખી રીતે કરાતી અથવા સ્પર્ધા, મક તપરયાઓને તિલાંજલિ આપવી જોઇએ.
આડંબર અને દુવ્ય : પર્યુષણ પર્વ નિમિત્તે યોજાતી રથયાત્રાઓ, શેભાાત્રાઓ લાખેલી આંગીઓ, શણગારસજાવટ અને જાતા જમણવાર ઈ. ઈ માં જ્યાં જ્યાં આડંબર, ધનવ્યયને અતિરેક અથવા પ્રસિદ્ધિને મેહ હોય તે સર્વેને વિવેકપુર:સર ત્યાગ કરવો જોઇએ. જેથી જૈન ધમના પાયાના સિદ્ધાંત જેવાં કે અપરિગ્રહ અને વિરકિતની અવહેલના ન થાય. આ ઘામિક વ્યાખ્યાનો અને પ્રવચન : અષાઢ સુદ ૧૪થી તે કાર્તિક સુદ ૧૫ સુધીના સમયગાળાને ‘આકાઢી ચાતુર્માસ” કહેવામાં આવે છે. આ ચાતુર્માસ દરમિયાન અને ખાસ કરીને પર્યુષણ પર્વના આઠ દિવસેને “અoઠાદિનકા પવ” કહેવામાં આવે છે. આ દિવસમાં જૈન અપાસરા સ્થાનકે, પિષધશાળાઓ, વ્યાખ્યાનખંડે ઈ.માં વિદ્વાન મુનિ મહારાજે
અને વિદુષી સતીસાવીજીએ કલ્પસૂત્ર, જૈનાગમ, જૈનદર્શન, તીથકર ભગવાનનાં જન્મચરિત્રે, ધર્મકથાનકે, ઉપદેશભક વાર્તાઓ-દ્રષ્ટાંત છે. છ નાં પ્રવચન અને વ્યાખ્યા આપતાં હેય છે અને હજારે ભાવિક જૈને અને કવચિત જૈનેતરે પણ ભાવપૂર્વક શ્રવણ કરતા હોય છે કે આવાં વ્યાખ્યાનેમાં દર વર્ષે અમુક વિષયે અને ધર્મકથાઓનું પુનરાવર્તન જ થતું હોય છે. - યુયુષણ વ્યાખ્યાનમાWઓ : ઉપર કથિત ચીલાચાલુ વ્યાખ્યાન પરંપરાથી ભિન્ન રીતે અને નવા જ દ્રષ્ટિકોણને આધારે લગભગ પાંચ દાયકાએ પૂવે “શ્રી મુંબઈ જૈન યુવક સંઘ' સંસ્થાએ પર્યુષણ વ્યાખ્યાનમાળા’ શ્રેણીને પ્રાર ભ કર્યો. ઉકત વ્યાખ્યાનમાળાઓમાં જૈન ધર્મના પ્રખર વિદ્વાને ઉપરાંત અનેક દ્રષ્ટિવંત જૈનેતર સારસ્વત, બૌદ્ધિક અને ચિંતાને ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક આદિ વિષ પર પ્રવચન આપવા આમ ત્રવામાં આવે છે. એક પ્રવેગ રીતે આર ભાએલી આવી વ્યાખ્યાનશ્રેણીઓએ ક્રમશઃ યુગનું સ્વરૂપ ધારણ કર્યું છે અને વષ, પ્રતિવર્ષ આ વ્યાખ્યાનમાળાઓને સુજ્ઞ શ્રોતાજનેને હાર્દિક અને સુ દર સહકાર મળી રહ્યો છે. ‘સર્વધર્મ સમભાવ'ના ઉદ્દેશ્ય અને ઉપદેશવાળી આ વ્યાખ્યાનશ્રેણીઓ એક જીવંતતાનની પરબ બની ગઈ છે, આને પગલે પગલે મુંબઇમાં અનેક ઠેકાણે, અમદાવાદ, સુરત, પૂના અને દક્ષિણ હિંદના પણ કેટલાંક શહેરમાં આવી વ્યાખ્યામાળાઓ હવે દર વર્ષે જાય છે. જેને ઉપરાંત જૈનેતર
ભાઈબહેને પણ હજારોની સંખ્યામાં ઉમંગભેર ભાગ લે છે. ઉપર વર્ણવેલાં વિવિધ ખ્યાને અને પ્રવચનના શ્રવણ દ્વારા આપણાં અંતરના પાથરણામાં જ્ઞાનરૂપી સાથિકા રચાય છે, આપણી વૈચારિક શકિતને વેગ મળે છે. પરિણામે, આપણી અંતત્ર આલ્હાદક અને સતપંક બને છે - સાંવત્સરિક પ્રતિક્રમણ : પર્યુષણ પર્વને અંતિમ દિવસ છે સંવત્સરિ અને આ દિવસની અંતિમ ધર્મક્રિયા છે સાંવત્સરિક પ્રતિક્રમણ. સંવત્સર (છમછરી) એટલે એક વર્ષ, પ્રતિક્રમણ એટલે દેહ અને મનમાં વ્યાપેલાં મોહઆસકિતનો ત્યાગ કરીને આત્મામાં લીન થવું. અશુભ માંથી શુભમાં પાછા ફરવું અને વૃત્તિઓને સ્થિર કરવી. પ્રતિક્રમણ એ જૈનપર પરાની સર્વશ્રેષ્ઠ વિધિ છે. વર્ષભરનું આત્મરક્નાન છે. એકાતે બેસીને શાંત અને એકાગ્ર ચિત્તથી કરવામાં આવતી આ સામૂહિક ધાર્મિક ક્રિયા છે. લગભગ અઢી કલાક સુધી ચાલતી આ ક્રિયા દરમિયાન પૂર્વકાળથી પ્રવર્તમાન એવા શાસ્ત્રોકત અને પ્રામાણિત વિધિવિધાને, ધાર્મિક કા, તીર્થ કર ભગવાનની સ્તુતિ-વંદના, સાધુધર્મ, શ્રાવકધર્મના અતિચારે ઈ. ઈનું પઠનપઠન વિસ્તૃત રીતે અને પ્રગટપણે કરવામાં આવે છે. આ ક્રિયાનું મહત્ત્વનું લક્ષણ છે “પ્રાયશ્ચિત”. વર્ષ દરમિયાન પેતાનાથી જાણતાં કે અજાણતાં હમ કે સ્થૂલ રીતે થયેલાં છે અને પાને એકરાર કરે અને એમનું પ્રાયશ્ચિત કરવું. આ ખરે જ એક ઉદાત્ત અને અજોડ ક્રિયા છે અને પવિત્ર ભાવનું દર્શન છે. અને કવિ કલાપીની પંકિતઓનું સ્મરણ થાય છે :
હા! પસ્તાવો વિપુલ ઝરણું સ્વગથી ઊતર્યું છે પાપી તેમાં ડુબકી દઈને પુણ્યશાળી બને છે.”
વળી, “શુદ્ધ હૃદયને પસ્તાવે એ પરમેશ્વરને પામવાનું પહેલું પગથિયું છે” કેવી સુંદર પંકિત છે? આવા જ ભાવને વ્યક્ત કરતું જૈન પારિભાષિક સૂત્ર છે મિચ્છામિ દુકકડમ્' (મારાં દુષ્કૃત્યો મિથ્યા થાઓ). આમ, પ્રતિક્રમણ એક સાધના છે
ગક્રિય છે. જેનાથી વક્રતા અને જડતા નિમ્ળ થાય છે અને મન નિર્મળ અને વિનમ્ર બને છે.
ક્ષમાપના: સાંવત્સરિક પ્રતિક્રમણ કર્યા પછી ‘ક્ષમાપનાનુ આદાનપ્રદાન શરૂ થાય છે ક્ષમાપના એટલે ક્ષમા માગવી અને ક્ષમા આપવી. આ એક ઉજજવળ અને માનવીય કોંધ છે. જૈનધર્મનું મનુષધમનુ ભૂષણ છે, જીવનનું રસાયણ છે. ક્ષમાભાવ એ છવનને વસંતકાળ છે મુક્તિને દરવાજો છે.
ગ્ય જ કહેવાયું છે “ક્ષમારૂ૫ તપસ્વીનામ' , . ક્ષમાપના એટલે નિખાલસ પ્રેમની અભિવ્યકિત; અંતરમાં રહેલી કરુણાનું પ્રતિબિંબ, પર્યુષણ પર્વના પ્રથમ દિવસથી આધેલી ધર્મસાધનો પરનો સુવર્ણકલશ એટલે ક્ષમાપના. પશ્ચાત્તાપની સહજ પરણુતિ એટલે ક્ષમાપના, રોજિંદા ઔપચારિક કે અનૌપચારિક વ્યવહારમાં પરિવારજનોથી માંડીને મિત્રવર્ગ અને સ્નેહીજનો સાથે દરેક વ્યકિતને કઈ ને કઈ કારણે સંપર્કમાં આવવાનું બને છે. પરિણામે, કવચિત મતભેદ અને મનભેદ થઈ શકે છે; અને કટુવચન આક્રોશ તથા દુધહારની આપ-લે થાય છે. આવા નાનામેટાં અપરાધે, ભૂલે કે અવિનયી વર્તન માટે પોતે ભાવપૂર્વક ક્ષમા માગવી અને બીજાઓને આપવી. કુટુંબને નાના બાળકથી માંડીને વડીલે સુધ્ધાંની ઘરના નેકચાકરથી માંડીને હાથ નીચેના કર્મચારી