SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ (1) પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૮-૮૮ અને તા. ૧-૯-૮૮ રહેવાથી મુનિ કે શિરમુંડનથી શ્રમણ કહેવાય નહી. જૈનધમેં કહ્યું કે બ્રહ્મચર્યથી બ્રાહ્મણ, જ્ઞાનથી મુનિ અને સમતાથી શ્રમણ થવાય. એના નમસ્કારમંત્રમાં કોઈ વ્યકિતને પ્રણામ નથી પરંતુ તીર્થંકર, સિદ્ધ, આચાર્ય જેવા ગુણોના ધારકને પ્રણામ છે. ખુદ ભગવાન મહાવીરે એમ કહ્યું, ' “મારે શરણે નહીં પણ ધર્મના શરણે આવવાથી મુકિત મળશે.” આજે દુનિયા પ્રદૂષણથી ઘેરાઈ છે. વૃક્ષનાં નાશે માનવીને દુષ્કાળને શાપ આપે છે. પ્રાણીઓની અમુક જાતે નષ્ટ થઈ ગઈ છે ત્યારે જૈનધર્મની જયણાને સંભારવા જેવી છે. જૈન શ્રાવ તિથિએ લીલેરી ખાતા નથી. જેનસાધુના આચારમાં પર્યાવરણની કેટલી બધી ખેવના જોવા મળે છે ! - જૈનદર્શનમાં સની અનોખી પ્રતિષ્ઠા છે. એના બીજા મહાવ્રતરૂપે સત્યનું સ્થાન છે. પ્રશ્ન વ્યાકરણ'માં “સત્ય એ જ ભગવાન છે એમ કહેવામાં આવ્યું છે, જયારે ‘આચારાંગ સૂત્રમાં કહ્યું છેઃ સત્યની આજ્ઞા પર ઊભેલે બુદ્ધિશાળી મૃત્યુને તરી જાય છે. આ સત્યને અનુભવ માનવીના અંતરમાં થતો હોય છે. મહાવીરનું જીવન જ સ્વયં સાધનાથી પ્રાપ્ત થયેલા અનુભવ પર આધારિત છે આથી જ તેઓ કહે છે કે હું પૂર્ણજ્ઞાની છું અને તે તમે સ્વીકારે. તેમ નહિ પણ દરેક જીવ સાચી સાધના કરે તે એ પદને પ્રાપ્ત કરી શકે છે એ એમને ઉપદેશ છે. ખુદ ભગવાન મહાવીરે પણ ૨૭ ભવની સાધના અને એ પછી સાડાબાર વર્ષની તપશ્ચર્યા બાદ તીર્થંકર પદની પ્રાપ્તિ કરી હતી. આવી સત્યપાલનની જાગૃતિ જેના મનમાં હોય તેની શું વાત કરવી ? સત્ય બોલનારને અગ્નિ સળગાવી શકો નથી કે પાણી ડૂબાડી શકતું નથી. જૈનદર્શને સત્યની વ્યાપક વિચારણા કરી છે. હું કહું છું તે જ સત્ય' એવા આગ્રહ, દુરાગ્રહ કે પૂર્વગ્રહમાં વિચારની હિંસા સમાયેલી છે. . જયારે બીજાને કથનમાં પણ સત્યને અંશ હોઇ શકે તેવી ઉદાર દ્રષ્ટિ તે અનેકાંત, કારણ કે સત્ય સાપેક્ષ છે. તમારી નજરનું સત્ય અને તેના પરની તમારી શ્રદ્ધા તેમજ બીજાની નજરનું સત્ય અને તેના તરફની તેની વિચારણા. આમ જીવનની સર્વ દ્રષ્ટિ ને અનેકાંતમાં સમતા છે, સહિષ્ણુતા છે, સમન્વય છે અને સહ-અસ્તિત્વની ભાવના છે. સત્યશોધ માટેના અવિરત પ્રયાસની આ એક સાચી પદ્ધતિ છે. બધી વસ્તુને સાપેક્ષભાવે વિચારવી અને દરેક સ્થિતિમાં રહેલા સત્યના અંશને જોવો એનું નામ અનેકાંત છે. “મારું જ સાચું” એમ નહિ પરંતુ સાચું તે મારું” એવી ભાવના પ્રગટ થઈ. ભગવાન મહાવીરના જીવનમાં સાચુ તે મારું” બતાવતા અનેક પ્રસંગે મળે છે. એમણે એમના પટધર જ્ઞાની ગૌતમને આનંદ શ્રાવકની ક્ષમા માગવા કહ્યું હતું. ભગવાન મહાવીરના સમયે અનેક વિવાદો ચાલતા હતા. દરેક પિતાની વાત સાચી ઠેરવવા માટે બીજાના "વિચારનું ખંડન કરે, બીજાના વિચારના ખંડનને બદલે મંડનની ભાવના ભગવાને બતાવી, એમણે કહ્યું, ‘તમારી એકાની બનેલી દષ્ટિને અનેકાન્તી બનાવો. એમ ' કરશે તે જ તમારી દષ્ટિને ઢાંકી દેતે ‘સર્વથા’ શબ્દને બનેલે કદાગ્રહરૂપી પડદો હટી જશે અને પછી તરત જ તમને શુદ્ધ સત્યનું સ્પષ્ટ અને સુરેખ દર્શન થશે.” આમ ભગવાન મહાવીરે મત, વાદ વિચારસરણી અને માન્યતાઓના માનવીના હૃદયમાં ચાલતા વિવાદયુદ્ધને ખાળવાને પ્રયાસ કર્યો. આને માટે એમણે સાત આંધળા હાથીને જે રીતે જુએ છે તેનું દષ્ટાંત આપ્યું. આ અનેકાન્તવાદથી માનવી બીજાની દષ્ટિએ વિચારતા થઈ જશે અને આમ થાય તે જગતનાં અર્ધા દુઃખ ઓછી થઈ જાય. અનેકાન્ત સમન્વય અને વિરોધ પરિહારને માર્ગ બતાવે છે. વિનોબાજી કહે છે કે અનેકાન્ત દષ્ટિ એ મહાવીરની જગતને વિશિષ્ટ દેન છે. આઈન્સ અને ભૌતિક જગતમાં સાપેક્ષવાદ છે. ભગવાન મહાવીરે ૨૫૦૦ વર્ષ પહેલાં વ્યવહાર જગતને સાપેક્ષવાદ બતાવ્યો. અનેકાંતવાદની ઓળખ આપતાં આચાર્ય જિનભદ્ર કહે છે, પરસ્પર વિરોધી મંતવ્યોમાં વિરોધ ત્યાં સુધી જ રહે છે, જ્યાં સુધી એ બધાંને સંગત કરીને એક સમગ્ર-પૂર્ણ દર્શનરૂપે સમન્વય પામે નહીં. વિરોધને આધાર પરસ્પરમાં રહેલા દે કેન્યૂનતાઓ છે.' અધ્યત્માગી આનંદઘનજી શ્રી નેમિજિન સીવનનો આરંભ Bટ દરશન જિન અંગ ભણી જે' કહીને દર્શાવે છે કે સાંખ્ય અને યોગ એ જિનભગવાનનાં ચરણ છે. બૌદ્ધ અને મીમાંસક એમના હાથ છે. લેકાથતિક (નારિતક અથવા બૃહસ્પતિને માનનારા) એમની કૂખ જેવા છે. આ રીતે સવવિચારણાઓના સમન્વયની એક ભૂમિકા અહીં મળે છે, જગત જેમ સાંકડું થતું જાય છે તેમ તેમ ધર્મોનું સહઅસ્તિત્વ સજાતું જાય છે ત્યારે જૈનધર્મની ધર્મો અને દર્શનના સહઅસ્તિત્વની ભાવના વિચારવા જેવી છે. એક બાજુ વિચારેને સમન્વથ છે તે બીજી બાજુ અન્ય ધર્મો પૂતિ આદર છે. સમ્રાટ કુમારપાળ કે વિષ્ણુવર્ધન જેના રાજાઓએ જૈનમંદિરની સાથેસાથ વિષ્ણુ અને શિવનાં મંદિર બંધાવ્યાં. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે સોમનાથના મંદિરમાં શિવ-પ્રાર્થના કરી એટલું જ નહિ, પણ શિવસ્તુતિને એક શ્લોક પણ ર. ભવિષ્યમાં ધર્મના ઉદાત્ત તત્ત્વને સમન્વય કરવા માટે અનેકાંત દ્રષ્ટિ આધારશિલા બની રહે એમ છે. જૈનધર્મો માનવગૌરવની વાત કરી છે. ભગવાન મહાવીરે કહ્યું. 'તું જ તારે ભાગ્યવિધાતા છે.' પિતાના સમયની અંધશ્રદ્ધાઓ અને માન્યતાઓ સામે એમણે જેહાદ ચલાવી. જડ પરંપરાને ત્યાગ અને અંધવિશ્વાસને અનાદર હેય તેજ નિગ્રંથ થવાય. વધમાન એટલે પ્રગતિશીલ એ પ્રગતિશીલનું પૂર્વગ્રહથી મુકત એવું ખુલ્લી કિતાબ જેવું જીવન એ જ નિગ્રંથને સાચે અનુયાયી અને આથી જ જીવનને ધર્મભાવનાની પ્રગભૂમિ બનાવવાનું કહ્યું. મહાવીરની પાસે હતે. માત્ર પ્રકાશ. આજે ધર્મની આસપાસ લાગેલાં માન્યતા, અંધશ્રદ્ધા અને ચમત્કારેનાં આવરણ દૂર થવા લાગ્યાં છે અને માત્ર પ્રકાશની શોધ અને પ્રાપ્તિના ભાગ તરીકે ધમ રહ્યો છે. કેટલાક ધર્મો વિજ્ઞાનના પડકાર સામે ટકી શક્યા નથી. મહાવીર એક મહાન વૈજ્ઞાનિક હતા. ડે જગદીશચંદ્ર બે પ્રયોગ કરીને સાબિત કર્યું કે વનસ્પતિમાં જીવન છે. પાણી પાનાર મળી આવતાં વૃક્ષ હસે છે, અને કઠિયારે આવતાં ધ્રુજે પણ છે! ભગવાન મહાવીર અને એથીય
SR No.525973
Book TitlePrabuddha Jivan 1988 Year 49 Ank 17 to 23 - Ank 24 is not available and Year 50 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1988
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy