SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ પ્રબુદ્ધ જીવન - તા ૧૬ ૮-૮૮ અને તા. ૧-૯-૮૮ માહિતી આપશે. મગજમાં કોઈ વિગત કે માહિતી રાખવાની જરૂર નહીં હોય, કારણ કે કેપ્યુટર જ માહિતીને સંગ્રહ અને માહિતીની પુનઃપ્રાપ્તિનું બધું જ કામ કરતું હશે. એ કેયુટર જ કવિતાનું સર્જન કરતું હશે. ભલભલા કાબેલ ખેલાડીને ચેસમાં હરાવતું હશે. વપરાશનાં જુદાં જુદાં સાધનાનું સંજન સાધતું હશે. કેપ્યુટર ટર્મિનલ શિક્ષણકાર્ય કરતું હશે. આજના યુગને કેપ્યુટર કાંતિના યુગ તરીકે ઓળખવામાં આવે છે અને એ કેપ્યુટર એકવીસમી સદીમાં માનવજીવનના મેટા ભાગનું કાય બજાવતું હશે. સંદેશ મોકલવાનું અન્ય ભાષામાં તરજુ કરવાનું, નેકરી કે જીવનસાથીની પસંદગી કરવાનું કામ કોમ્યુટર વ્યવસ્થિત રીતે બજાવતું હશે. સુપર કેપ્યુટર આંખના પલકારામાં અનેક પ્રશ્નોના જવાબ હાજર કરી દેશે. આજથી એકાદ દાયકામાં જ કેપ્યુટરની કામગીરી કેવી હશે એ વિશે ન્યુ પેકની પિલિટેકનિક ઇન્સ્ટિટયુટના છે. જે બુગ્લીઅરેએ ‘પેકટ્રમ’ સામયિકમાં કાલ્પનિક ચિત્ર -લેખતાં લખ્યું: ‘મેરી નામની સ્ત્રી સવારે થેડી મેડી ઊઠે છે, તબિયત અસ્વસ્થ લાગતાં એ પસનલ / કેપ્યુટર પાસે જાય છે. કાપ્યુટર દ્વારા તે તેના ડોકટરને કન્સલ્ટ કરે છે. તુરત ડોકટર તેને કેપ્યુટરના સ્ક્રીન ઉપર જ જવાબ આપે છે, એટલે મેરી તેના ઘરે રાખેલા ટેલિમેટ્રિક સેન્સસેના તારની સાથે પોતાના શરીરને જોડે છે. તેના દ્વારા ડોકટરને તેની ઓફિસમાં બેઠાં બેઠાં મેરીનું બ્લડપ્રેસર, નાડીના ધબકારા, ટેમ્પરેચર અને બીજી બાબતેની માહિતી મળી જાય છે. કેપ્યુટર આ માહિતીને મેડેમ’ નામના એક ઇલેકટ્રોનિક સાધન દ્વારા ડોકટરને પહોંચાડે છે. માઇલ દૂર બેઠેલે ડોકટર આ બધા ડેટા” વાંચે છે એ પછી ડેકટર પિતાના કોમ્યુટરમાં મેરીને હેલ્થ કાર્ડ જોઈ લે છે. એ પછી એક એકસપર્ટ સિસ્ટમનાં પ્રેગ્રામિંગ પ્રમાણે કાપ્યુટરમાં તે મેરીની તકલીફમાં સંભવિત નિદાન કરે છે. એમાંથી એક નિદાન કરીને મેરીને માટે દવા લખી આપે છે અને કોમ્યુટર દ્વારા મેરીને કહે છે. એ પછી મેરી તેના મેડિકલ સ્ટોરનું બટન દબાવીને ઘેર બેઠાં જ તેને જોઇતી દવાને ઓર્ડર આપી દે છે. સ્ટેરવાળે મેરીના બેંકના ખાતાને કેપ્યુટર દ્વારા ચકાસીને મેરીને દવા મેકલી આપે છે. મેરી તેના કાપ્યુટર સાથે ડિસ્પેન્સરીને પ્લગ જોડી દે છે એટલે ડોકટરને કમ્યુટર લખ્યા પ્રમાણે દવાને ડેઝ આવી જાય છે’ આમ મેરીએ સવારે સાત વાગ્યે ડોકટરને સંપર્ક સાથે અને ત્રણેક કલાકમાં તે દવાને પ્રથમ ડેઝ લેવાઈ ગયો. આપણા દેશમાં આટલી પ્રક્રિયા માટે કેટલાય દિવસ જાય. ખુદ અમેરિકામાં આ દિવસ લાગે અને આવવાજવાને તેમજ ચિકિત્સાને ઘણે સમય વેડફય, એ કામ કેપ્યુટર ભારે ઝડપથી કરી આપશે. ડાયાબિટિસ, બ્લડપ્રેસર, થાયરોઇડ જેવા રોગમાં દદીને આજે રોજ દવાની અમુક ગેળાઓ લેવી પડે છે. પણ આવતી સદીમાં એવી એક કેપસ્યુલ શેધવામાં આવશે કે જે શરીરમાં નિયમિતપણે જરૂરી ડોઝ આપતી રહેશે. બહારની દુનિયાની સઘળી માહિતી ટેલિ-ટેકસથી મળી રહેશે. બસ, ટ્રેન કે વિમાનને સમય, સિનેમાના શેની વિગત કે હવામાનની માહિતી આસાનીથી સાંપડતી રહેશે. આમ સમૂહમાધ્યમ માનવજીવનું અવિભાજય અંગ બની ગયાં હશે. ટેલિવિઝન અખબાર અને ટેલિફોનની સેવા આપશે. ઇલેકટ્રોનિકસનો એટલે બધે વિકાસ થયું હશે કે મેટા ભાગની ટપાલે ઇલેકટ્રોનિકસ દ્વારા મળતી હશે. આજે ફોરેન રિટનને માહિમા છે, એ સમયે “મુન રિટન' રસ્તે હાલતાં ચાલતાં મળશે. આર્થર કલાકે ટૂ થાઉઝન્ડ ટૂ' નામનું પુસ્તક લખ્યું છે. એમાં એણે લખ્યું છે કે ઈ. સ. ૨૦૦૨માં એવાં યંત્ર શધામાં હશે કે ચંદ્રયાત્રા માટે બળતણને કુલ ખર્ચ માત્ર ૮ ડોલર થશે. . આજે મેડિકલ સાયન્સ ખૂબ ઝડપથી પ્રગતિ સાધી રહ્યું છે. માનવીનાં અંગે બદલવાની બાબતમાં એણે ઘણી મેટી સિદ્ધિ મેળવી છે. પોતાના જીણુ અગેને બદલે નવાં અંગે નાખીને માનવી વધુ લાંબું જીવી શકશે. એમ પણ કહેવામાં આવે છે કે થોડા સમયમાં અંગેનાં ‘કાળાજાર' થશે ! માનવીની પંગુતા આવતી સદીમાં નિવારી શકાશે. કૃત્રિમ હાથ અને પગની મદદથી એ સશકત માનવી જેટલું જ કામ કરી શકશે. બીજી બાજુ “કૃત્રિમ બુદ્ધિને એટલે બધે વિકાસ થયે હશે કે માણસને બહુ મહેનત કરવાની જરૂર નહીં રહે. આખી શેરી એના ઘરના નાનકડા એારડામાં સમાઈ જશે. માનવી એની પંચેન્દ્રિયને પૂરેપૂરે ઉપયોગ કરે છે, પણ એનામાં એક છઠ્ઠી શક્તિ છે જેને E, S. P. કહે છે, આ શકિતને બળે યુરીગેલર માત્ર પિતાની આંખોની દષ્ટિ નોંધીને સળિયો વાળી શકે છે. અવકાશયાત્રી એડગરમિલે અવકાશમાં રહીને ટેલિપથીને પ્રયોગ કર્યો. બીજાના રેગેને માત્ર સ્પર્શથી મટાડવાની હીલિંગની પ્રક્રિયા આજે જાણીતી છે. અત્યારે માનવીની આ છૂપી છઠ્ઠી ઈદ્રિય'ની શકિત વિશે સંશોધન ચાલી રહ્યાં છે. આવતી કાલે માણસ નહીં, પણ યંત્રેય આ છઠ્ઠી ઈદ્રિય શક્તિને ઉોગ કરતાં હશે. માનવીના જીવનમાં જન્મ, લગ્ન અને મૃત્યુ એ ત્રણ સૌથી મહત્વની ઘટના મનાય છે. પરંતુ એ ત્રણેમાં આવતી સદીમાં ઊથલપાથલ કરનારું પરિવર્તન આવશે. કૃત્રિમ વિર્યદાનને કારણે નરમાદાના સંયેગની અનિવાર્યતાને છેદ ઊડી જશે. ઇચ્છિત પ્રકારની સંતતિની પ્રાપ્તિ માટે વાયબેંકમાં તેજસ્વી કે પ્રતિભાવંત પુરુષોના વીર્યની મોટી માંગ રહેશે. માતાના ઉદરમાં નહીં. પણ પ્રયોગશાળાની કસનળીમાં ટેસ્ટ ટયૂબ બાળક ઉછરતું હશે અથવા તે કઈ અન્ય સ્ત્રીના ઉદરમાં એને વિકાસ થતો હશે. ટેસ્ટ ટયૂબ બાળક આવતાં જ માતૃત્વ અને વંધ્યત્વના ખ્યાલમાં આજે જ કેટલું બધું પરિવર્તન આવી ગયું છે! એવી જ રીતે કાપ્યુટર લગ્નને ગેર બનશે. જયારે કૃત્રિમ અંગેને કારણે કોઈ માનવી પાંગળે કે અશકત નહિ થાય. એ પિતાનાં અંગેને આસાનીથી બદલી શકશે. આ રીતે માનવજીવનમાં સમૂળગું પરિવર્તન આવ્યું હશે. વ્યકિતની જ્ઞાને પાજનની પદ્ધતિમાં સમૂળી ક્રાંતિ થઇ ગઈ હશે. નાની કેટલેગ ટ્રેમાં હજારે ગ્રંથની વિગતે સમાયેલી હશે પ્રકાશક પુસ્તક પ્રગટ કરવાને બદલે કોમ્યુટરને સેપીને માઇક્રોપ્રકાશનના માથમથી તરત જ ઘેર બેઠાં પુસ્તકે પહોંચાડશે વિશાળ પુસ્તકાલયે કે બ્લડબેન્ક નકામાં બની જશે, કારણ કે એક નાનકડા ખંડમાં આખું પુસ્તકાલય આવી જશે
SR No.525973
Book TitlePrabuddha Jivan 1988 Year 49 Ank 17 to 23 - Ank 24 is not available and Year 50 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1988
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy