SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૮-૦૮ અને તા. ૧-૯-૮૮ તાકાર અર્થાત્ તદ્દરૂપ થવાનું છે જે ભાવપૂજા છે. ', પિતાની શકિત હોવાથી શકિત અનુસાર અને ગૃહસ્થ : ધર્માનુસાર જે પરિગ્રહી હોઇ તેમણે હંમેશા દાન આપવું જોઈએ અને દ્રવ્યપૂજા વિય-ઉપચારરૂપ કરવાની હોય છે. ' અને પછી એનાથી આગળ વધીને ભાવ પૂજા કરવાની છે. અમૂત પરમાત્મતત્ત્વની સ્થાપના મત એવી મૂર્તિમાં કરીને આપણું ચક્ષુ જે પણ મત છે તેના ત્રાટક દ્વારા પરમાત્માની મૂતિમાં તેને સ્થિર કરીને તે સ્થાન ઉપર મનથી આપણું તે ઉપગને જોવા માંડયું. જેથી મૂત (ચક્ષુ), મૂર્ત પરમાત્મામૂત) દ્વારા ખતમ થશે અને અમૂર્ત આપણે ઉપગે અમૂત આત્મામાં મળી જશે ભળી જશે-લીન થઈ જશે-થિત સ્થિર થઈ જશે. ઇન્દ્રિ દ્વારા મનમાં જવું અને મનથી મનને અમન કરવું તે ધ્યાનની સાધના છે. . - જિન પડિમા જિન સારીખીની સાધનાની મૂર્તિ દ્વારા આત્મા જે અમૂર્ત છે તેને મૂર્તિના માધ્યમ દ્વારા આપણે અનુભવ કરવાને છે. શબ્દ દ્વારા અશબ્દ (આત્મા)નો સ્વાદ લેવાને છે. મતિ દ્વારા અમૂર્ત (આત્મા)ને સ્વાદ લેવાને છે. મૂતિ એ અમૂર્ત તત્ત્વની ખ્યાતિ માટે છે. શબ્દ એ અશબ્દ તત્ત્વ-પ્રશાંત તત્વની ખ્યાતિ માટે છે. આત્મા એ અશબ્દ દેશ છે.--નીરવ દેશ છે. – એ જ્ઞાનીને દેશ છે. અરૂપી - અમૃત – અશબ્દ દેશ છે કે જ્યાં પરમશાંતિ છે. અરૂપી એ જ અશબ્દ, અરૂપી એ જ પરમશાંત તત્ત્વ છે. જયાં અશબ્દ તત્વ (મૌનાવસ્થા) છે, ત્યાં અમૂર્ત તત્ત્વમાં, પ્રશાંતતત્ત્વમાં-પ્રશાંતાવસ્થામાં પ્રવેશ છે. આપણે જાપારે અશબ્દ-અમૂર્ત-અરૂપી દેશમાં પ્રવેશ કરીશું ત્યારે જગતને બાઘુ કેલાહલ આપણને બાધક નહિ રહેશે. નિદ્રામાં, અશબ્દતા હોવાથી શાંતિ છે, જે અનુભવ ગમ્ય છે. * જ્યાં વિનાશ નથી ત્યાં હાનિવૃદ્ધિને અવકાશ નથી. ત્યાં આત્માનું સમત્વ છે જે એકાંત-મૌન -અસંગર્ષ છે. - જિન-આગમ ભગવાનને અક્ષરદેહ છે જે અશબ્દને ખ્યાતિ આપે છે. જયારે જિન-મૂર્તિ એ ભગવાનનો પાર્થિવ દેહ છે જે અમૃતને ખ્યાતિ આપે છે. જિનગમ દ્વારા આત્માએ અશબ્દ બનવાનું છે. અને જિનેમૂતિ દ્વારા આત્માએ અમૂર્તતા પ્રાપ્ત કરવાની છે. આ છે મેક્ષમાગની સાધના ! તીર્થકર ભગવંતના શબ્દદેહ દ્વારા તીર્થંકર પરમાત્મા જે વર્ષ નિર્વિકલ્પ-નિર્વિચાર–અશબ્દ છે તેમને સંભારવાના છે. અને તીર્થકર ભગવંતની મૂતિ' દ્વારા સિદ્ધ થયેલ, અરૂપી– અમૃત એવાં તીર્થંકર ભગવંતના સિદ્ધ સ્વરૂપને સંભારવાનું છે. ઉભય જિનાગમ-જિનમૂર્તિની સાધના દ્વારા જીવે નિર્વિકલ્પ કેવલજ્ઞાન -- સર્વજ્ઞતા-અશબ્દ – અમૂત - સિદ્ધત્વની પ્રાપ્તિ કરવાની છે. ' જેમ પાષાણમાંથી ભગવાનની મૂર્તિ બનાવી શકાય છે, તેમ, પરમાત્મા-ભગવાન બનવાની સાચી કાચી ધાતુ હોય તે - તે સંસારીછવું છે, જે સ્વયં પરમાત્મા બનવથી અરૂપી– . અમૂત બની જશે જયારે પાષાણુની મૂતિ તે અમૂર્ત જ રહે છે. પરંતુ તેના દર્શકના ભાવાનુસાર તે જ મૂતિ દર્શકને અમૂર્ત બનવામાં સહાયરૂપ આલંબનરૂપ થાય છે. દેહ પણ જડ પુદ્ગલને છે અને મૂત છે. જેમાં રહેલ જીવને અમૂર્ત- અરૂપી- શીવ સ્વરૂપ સિદ્ધરવરૂપ – રવસ્વરૂપી બનાવવાનો છે જેથી કરીને જીવે ન દેહ ધારણ કરે નહિ પડે એટલે કે અજરામર અવિનાશી બની જાય. મૂર્તમાં (મૂર્તિમાં) અમૂર્ત ભાવ સ્થાપીને, મૂર્ત (દેહમાં રહેલ આ માને અભૂત-નિરંજન-નિરાકાર-અરૂપી બનાવે તે પ્રયેાજન છે. મૂર્તિને અગે જેમ મંદિરની રચના છે તેમ આત્માને અંગે શરીર છે. મહત્વ આત્માનું છે. શરીરનું નથી તેમ છતાં અાપણે દેહ મેહભાવે અજ્ઞાની બનીને આત્માને ભૂલીને રાગયુક્ત જીવન જીવીએ છીએ અને દુઃખી થઈએ છીએ. તીર્થકર ભગવંતને તેમના તીર્થંકર નામકર્મના વિપાકેદાના પરિણામે સમવસરણ, અષ્ટપ્રાતિહાર આદિ જે છે તે પુદગલના બનેલા સ્કંધના તેજ છે. તીર્થંકર ભગવંતના કેવલજ્ઞાનનું તેજ આપણે જોઈ શકતા નથી. આપણે પરમાત્મા તીર્થકર ભગવંતના દેહના દર્શન કરીએ છીએ. તેમના કેવલજ્ઞાનનું દર્શન કરી શકતાં નથી. બહારથી આપણને એમ લાગે છે કે કેવલિ ભગવંત તેમના દેહમાં રહેલ છે પરંતુ વાસ્તવિકતા તે એ છે કે તેમને સ્વયંને દેહ પણું સમસ્ત વિશ્વના પદાર્થોની જેમ તેમના કેવલજ્ઞાનમાં પ્રતિબિંબિત થઈ રહેલ હોય છે. પરમા-માની મૂર્તિ તે પરમાત્માની સ્થળ-દારિક આકૃતિ છે. એનાથી સૂક્ષ્મ આકૃતિ પરમાત્માને અક્ષરદેડ અર્થાત જિનવાણી-જિનાગમ છે. અને તેથીય સૂક્ષ્મ અર્થાત સૂક્ષ્માતિ સુક્ષ્મ મૂતિ જે પરમાત્માની હેવ તે તે પરમાત્મા દ્વારા વિસર્જિત કરાયેલા શુકલ લેસ્થાના મવગણના પુદ્ગલ છે જેનું ગ્રહણ કરવું તે અર્થાત શુભભાવમાં અને શુકલ લેસ્થામાં રહેવું એ પરમાત્માની સર્વોત્કૃષ્ટ અર્ચના છે પરમાત્માની પ્રતિમાના દર્શન એ આંખને વિષય છે જે સ્થૂલ છે. પરમાત્માના વચન અર્થાત જિનવાણીનું શ્રવણું એ કાનને વિષય છે જે સૂમ છે. જ્યારે પરમાત્મા ભાવિત ભાવથી મનનુ -અંતઃકરણનું શુદ્ધિકરણ તે મનને -અંતઃકરણને વિષય જે સૂક્ષ્માતિસૂક્ષ્મ છે. આમ દર્શન-પૂજન એ સ્થલ દહિક-કાયિક પૂજા છે. જે થાપના નિક્ષેપાની પૂજા છે. પરમાતમ નામસ્મરણ અર્થાત્ જાપ તથા પરમાત્મ ચરિત્ર કથાશ્રવણ એ વાચિક છે. જે નામનિસેપ ને દ્રવ્યનિપાથી કરાતી પૂજા છે. જ્યારે પરમાત્મભાવથી ભાવિત થવું તે પરમાત્માની માનસ પૂજા (મનથી થતી પૂજા) છે જે ભાવનિક્ષેપથી થતી પૂજા છે. ભગવાનને તેમના નામનિક્ષેપ-સ્થાપના નિક્ષેપા (મૂતિ)ના અલબતથી એમના દ્રવ્યનિક્ષેપ (ચરિત્ર) અને ભાવનિક્ષેપા (ભગવાનના ક્ષયિક ગુણો)ને અજપાજાપરૂપે આ૫ણામાં સ્થિર કરવા જોઇએ, તે ભગવાનની ચાર નિક્ષેપે સાચી પૂજા કરી
SR No.525973
Book TitlePrabuddha Jivan 1988 Year 49 Ank 17 to 23 - Ank 24 is not available and Year 50 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1988
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy