SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા ૧૬-૮-૮૮ અને તા. ૧-૯-૮૮ દ્રવ્ય, ભાવાત્મક છે. એટલે કે આત્મા પોતે ભાવપ્રધાન છે. માટે આત્મા પોતાપણું અથાત ભાવ આત્માની ક્રિયામાંઅધ્યાત્મ ક્રિયામાં ભેળવે તે પિતાપણાને પામે અર્થાત્ પરમાત્મતત્વ જે પિતામાં જ સત્તાગત પડેલ છે તેનું પ્રાગટીકરણ– આવિષ્કાર કરી શકે છે. જગતમાં જે સોંદય છે તે આત્માનું છે.-આત્માની દ્રષ્ટિ (ભાવ)નું છે, દ્રશ્યનું નથી માટે જ તે કહ્યું છે કે “પિંડે સે. બ્રહ્માંડ !” સ્થાપના-દ્રવ્ય-નિક્ષેપો પણ ભાવનિક્ષેપાને અર્થાત્ ભાવને પામવાને માટે જ કરવાના છે. ઘમની સ્થાપના અને સંચાલન, ક્રિયા તેમ જ અનુષ્ઠાન વિના થાય નહિ એ હકીકત છે, પરંતુ ધમની પ્રાપ્તિ ભાવ વિના થતી નથી એ પણ સત્ય છે, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ નામ-સ્થાપના-દ્રવ્ય–ભાવ દાન–શીલ-તપ-ભાવ ધર્મ-અર્થ-કામ-મેક્ષ (ભાવ) જાગ્રત-વ-નિદ્રા-તુર્ભાવસ્થા (ભાવ).. આ પાંચે ચતુષ્કોમાં ભાવ આવે છે. સર્વ કાંઈ સાધના ભાવપૂર્વક કરી અને તે સ્વરૂપમાં અર્થાત્ સ્વભાવમાં સ્થિર થવાનું છે. નામ ભગવાનનું લઈએ તે ભાવપૂર્વક લઈએ. રથાપનાપ્રાણપ્રતિષ્ઠા અંજનશલાકા ભગવંતની કરીએ તે ભાવપૂર્વક કરીએ અગર આરાધના ભગવંતના સ્થાપના નિક્ષેપાની કરીએ - તે તેમાં ભાવવિભોર થઈ જઈએ, દ્રવ્ય તીર્થકરને ભજીએ તેય ભાવભીના થઈ ભજીએ અને જે સદભાગી હોઈએ ને ભાવતીર્થકર અર્થાત સાક્ષાત તીર્થકર અરિહન્ત પરમાત્મા ભગવંતનો રોગ થાય છે તે પ્રત્યક્ષ ભાવ ભગવંતમાં જે આપણું ભાવ ભેળવી દઇએ, પૂર્ણ સમર્પણ કરી દઈએ તે. સ્વરૂપનું–વભાવનું પ્રાગટીકરણ સહજ થઇ જાય દાન દઈએ તે લેનારે આપનાર થઇ જાય એવા ભાવ સહિત દાન દઈએ, શીલ-સયમ પાળીએ, તપ તપીએ તે ભાવપૂર્વક યથાખ્યાત ચારિક-સહજાનંદી પૂર્ણ કામ અવસ્થાને લક્ષમાં રાખી કરીએ અને ભાવ ભાવીએ એમાં ભાવ ભેળવીએ તે ભાવની શુદ્ધિ ને વૃદ્ધિ કરી પરાકાષ્ઠા ભાવેથી સ્વભાવનું પ્રાગટીકરણ કરી શકીએ. ધર્મભાવથી, અથના (ધનના) અનર્થથી દૂર રહી, કામમાં અનાસકત રહી ધમપુરુષાર્થથી નિષ્કામ બની રહી પૂર્ણ કામ થઈ મેક્ષને અર્થાત સ્વભાવને હાંસલ કરી શકાય છે. જાગ્રતાવસ્થામાં નિદ્રાવત (નિલેપ) રહી, રવન અને નિદ્રાવસ્થાની પેલે પારની તુયવસ્થા (કેવલજ્ઞાની અવસ્થા)સ્વભાવદશાને પ્રાપ્ત કરી શકાય છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની ચેકડી તેડી નાખી, ચક્રાવાને ભેદી, દ્રવ્યમાં ક્ષેત્ર ભેળવીને, કાળને ભાવથી કળિયે કરી જઈ કેવળ દ્રવ્ય (આત્મપ્રદેશ) અને સ્વરૂપભાવ-સ્વભાવ (જ્ઞાન અને આનંદ) રૂપ અર્થાત સચ્ચિદાનંદ બની શકાય છે અને યથાર્થ– પણે કાળ અને ક્ષેત્ર વિજેતા થઈ શકાય છે. આમ સ્વરૂપ-સ્વભાવના પ્રાગટીકરણ માટે સર્વમાં ભાવ ભેળવવાને હોય છે. ભાવ ભેળવ્યા વિનાનું સર્વ કાંઈ મેળુંફિકકું રહેવાનું. જેમકે મીઠા (સબરસ-નમક) વિનાની રઈ. આમ ભાવ એ સબરસ છે. સબરસ એકલુંય મમળાવવું (ગમે) ભાવે અને અન્ય પદાર્થમાં ભળતાં તે પદાર્થને મીઠાશ બક્ષે છે અથવા તે કહે કે ભાવ સાકર જેવો મિષ્ટ છે જે અન્ય પદાર્થ સાથે ભળીને તેનેય મીઠે બનાવે છે. . જે કઈ ભણે એ જાણે. પરંતુ ભણે એટલે જીવ આગળ વો એમ ન મનાય. જીવની જેટલી ભાવશુદ્ધિ વધે તેટલે. જીવ સુધરે અને જીવ સુધર્યો એટલે આગળ વ-વિકસિત થયે લેખાય. બુદ્ધિને વધારે શક્તિ છે. બુદ્ધિમાં સુધારે. એ સદ્દબુદ્ધિ છે. આધ્યાત્મિક ક્ષેત્રે સદ્દબુદ્ધિની કિંમત છે. ધર્મ છવની ભાવશુદ્ધિ વધારી આપે છે પુષ્યવૃદ્ધિ કરી આપનાર ધર્મ કરતાં ભાવશુદ્ધિ કરી આપનાર ધમ ચઢિયાત છે. ભ પણ ગણ્યો નહિ' એ કહેણી આ સંદર્ભમાં જ છે.' માત્ર કાગની ક્રિયાથી મેહને નાશ કદી થતું નથી. કિયા મેહને દબાવી દઈ શકે છે એટલું જ. મોહને સર્વથા નાશ તે આત્માના જ્ઞાન-દર્શન ઉપયોગથી સના–પરમાત્માના બળથી અને ભાવથી થઈ શકે છે. કાયા સ્થૂલ છે અને તેનું ક્ષેત્ર મર્યાદિત છે. મન સૂક્ષ્મ છે અને તેનું ક્ષેત્ર વિશાળ અને વ્યાપક - અમર્યાદિત છે. ક્રિયાની મર્યાદા છે જ્યારે ભાવ વ્યાપક છે. ભાવ આશ્રિતભાવ આવે તે શ્રેષ્ઠ સાધના છે. દ્રવ્ય આશ્રિત, ક્ષેત્ર આશ્રિત, કાળ આશ્રિત ભાવ તે જ સફળ બને જે ભાવ આશ્રિત ભાવ આવે. તેમ ન થાય તે તે માત્ર વેગ (કાયિક) ક્રિયા બની રહેશે. ઉપગક્રિયા (આંતરક્રિયા) નહિ બને. ક્રિયાભાવ લાવી આપે પણ મિાભાવનું કામ નહિ કરી આપે. ભાવ જ ભાવનું કામ કરી આપે. જાગવાનું શેમાં છે? ચેતને ચેતનમાં જાગવાનું છે. ચેતને કાંઇ જડમાં જાગવાનું નથી. પુદ્ગલ (ભૌતિક પદાર્થ)માં રમણભમણ કરવાનું નથી ચેતને તે ચેતનને જોવાનો અને જાણવાને છે. એટલું જ નહિ પણ ચેતને તે ચેતનમાં ભળી જવાનું વિલીન થઈ જવાનું છે. દ્રવ્ય ક્ષેત્ર-કાળ એ પરિછિન્ન વસ્તુ છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અશ્રિત ભાવમાં હોય ત્યાં સુધી આત્મા દ્રશ્યાત્મ કહેવાય. જે કાં તે અંતરાત્મા હોય કે કો તે 'બહિરભે હોય. જ્યારે આત્મા એના શુદ્ધ ભાવસ્વરૂપે અપરિછિન છે. આત્મા. પૂર્ણ ભાવમાં આવે તે ભાવાત્મા એટલે કે પરમાત્મા કહેવાય. આત્માના શુદ્ધ ભાવમાં સાપેક્ષપણે પણ દ્રવ્યક્ષેત્ર-કાળ નથી તેથી અત્મા એના શુદ્ધ સ્વરૂપે નિરપેક્ષ કહેવાય છે. ભાવ આશ્રિત ભાવમાં આવીએ અને રહીએ તે તે સમયે દેહભાન ભુલાઈ જાય અને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ પણ ભુલાઈ જાય, ભાવ આશ્રિત ભાવ જી સ્વતંત્ર એટલે કે પૂર્વ સાધન અને સાધનાનાં ફળરૂપે કરવાનું છે જેનાથી ઘતિકમને સવથા ક્ષય થઈ શકે છે. અમાં રૌતન્ય સ્વરૂપ હોઈ ભાવરવરૂપપ્રધાન છે. બાકીના દ્રવ્યો અજીવ-જડ-હેવાથી તે સર્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળપ્રધાન છે
SR No.525973
Book TitlePrabuddha Jivan 1988 Year 49 Ank 17 to 23 - Ank 24 is not available and Year 50 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1988
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy