SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૮-૮૮ અને તા. ૧-૯-૮૮ પ્રબુદ્ધ જીવન આવરણ (અજ્ઞાન-વિકારના પડળ)ને ભંગ કરી નિરાવરણ (શુદ્ધ) બનીએ-રવયં ભગવાન થઇએ તે નિશ્ચયથી ભગવાનનાં દર્શન કર્યા કહેવાય-દર્શન થયાં કહેવાય કેમકે તે કેવલજ્ઞાનની પ્રાપ્તિ છે કે જે કેવલજ્ઞાનમાં સર્વ અરિહંત પરમાત્મા, સવં સિદ્ધ પરમાત્મા સહિત સકલ વિશ્વના સવકાળના, સર્વ ક્ષેત્રના, સર્વપદાર્થોનું તેમના સર્વપર્યાય સહિત સહજ દર્શન થાય છે. * મૂર્તિમાં ભગવાનના અર્થાત અમૂર્તનાં દર્શન કરી લક્ષ્ય આપણે જરાપણામાં અંદર રહેલાં અમૂર્ત-અરૂપી–અવિકારીઅજરામર-અવિનાશી-અખ ડ એવા આત્માના પરમ આત્મતત્ત્વનું દર્શન કરવાનું છે. અનામી-અમૂર્ત-અરૂપી-અકલ-અજરામર-- અશરીરી-અવિકારીઅખંડ-અવિનાશી એ મારો આત્મા આ દેહમિંદિરમાં રહેલ છે તે દેહથી ભિન્ન છે એ ભેદજ્ઞાન કરી પ્રભુમંદિરમાં રહેલ પરમાત્મપ્રતિમાનું દર્શન કરતાં કરતાં તે પરમાત્માનું આલંબન લઇ પરમાત્માના સાનિધ્યમાં પરમાત્માને સન્મુખ રાખી આપણું અમાના પરમાત્મ સ્વરૂપની ચિ તવના કરતાં કરતાં આપણું આત્માને એવા જ પરમાત્મ સ્વરૂપે પ્રગટાવવાને પુરુષાર્થ કરવાનું છે. એમ કરીશું તે તેવી ચૈતન્ય મૂર્તિપૂજા ફળવંતી બનશે. આવા ઊંચા ભાવ ઊંચી ક્રિયાથી આવે છે. ક્રિયા જેટલી ઊંચી તેટલા ભાવ ઊંચા. અને ભાવ જેટલા ઊંચા તેટલી ક્રિયા પણ ઊંચી. ભાવને ક્રિયામાં આવિષ્કાર કરવાને છે અને ક્રિયામાં ભાવ ભેળવવાને છે, ક્રિયા કરતાં ક્રિયામાં ન રહેતાં ભાવમાં ચઢવાનું છે. ભાવરૂદ્ધ થઇ, ભાવવિભોર બની ધ્યાનમાં - લીન થવાનું છે અને આત્મામાં લય પામવાનું છે. કિયા કદી પૂર્ણ કરી શકાશે નહિ પરંતુ ભાવ પરિપૂર્ણ ભાવી શકાશે. માટે જ ક્રિયા ઉપર ભાવનું આધિપત્ય છે છતાં ઉભય અન્યોન્યના પૂરક છે. ક્રિયા દેશતત્ત્વ છે. ભાવ સવંતત્ત્વ છે કિયા ત્રિકાલ એકસરખી હોતી નથી. ભાવ ત્રિકાલ એક-સરખા હોઈ શકે છે. આત્માને ભંડાર ખેલવા માટે ધર્મ કરવાનું છે. ક્રિયા, ગણવા માટે ધર્મ નથી કરવાને હેતે આંખથી-ચમચક્ષુથી દશ્ય પ્રભુપ્રતિમાના દર્શનની સાધનાત્રાટક કરીને આંખ બંધ કરીને દ્રષ્ટાએ સ્વયં પોતાના ભાવમાં અભેદ થવાનું હોય છે. મૂર્તિની પૂજા કરી પિતાના અમૂર્ત સ્વરૂપથી પિતે અભેદ થવાનું છે. અરૂપીના રૂપને સ્મૃતિમાં નિહાળી-પૂજી સ્વયં અમૂત-અરૂપી થવાનું છે. . , જેનું જ્ઞાન તેને આત્મા ! અને જેવું ધ્યાન તે આત્મા ! માટે જ પ્રભુદર્શન–પ્રભુપૂજા અને પ્રભુભકિતનું મહાત્મ્ય છે. - ' તે જ પ્રમાણે વાયુ-જાણ્ય-ભાષ્ય એવા પરમાત્માનાં નામ -જાપથી સ્વયં સ્વરૂપના ભાવમાં લીન થવાનું છે. અનામી - બનવાનું છે. દ્રવ્ય નિક્ષેપથી પરમાત્માના ચરિત્રકથન સાંભળીને પિતાના દ્રવ્યને વિશુદ્ધ કરવા રૂ૫ પિતાના ભાવેને નિર્મળ કરવાની છે. ' નામ–સ્થાપના–દ્રવ્ય અને ભાવ એ ચારેય નિક્ષેપ અંતે જમા તે થાય છે ભાવમાં જ. કેમકે ભાવનિક્ષેપ એ કાર્ય છે “અને નામ - સ્થાપના – દ્રવ્ય નિક્ષેપો કારણ છે. ભાવ નિરપેક્ષ બાકીનાં નામ - થાપના -- દ્રવ્ય નિક્ષેપા. આદરીશું તો સંધર્ષ રહેશે. અને તે ત્રણ સાધન હોતે જીતે સાય બની રહેશે જેથી સાધનમાં જ અટવાતાં રહીશું. નામસ્થાપના-દ્રવ્ય નિક્ષેપ દ્વારા ભાવને સાધીશું તે તે ત્રણેય નિપા પ્રમાણુ ઠરશે વીતરાગતા આવે છે અને આવે ત્યારે જ પરમાત્મા બનાય. માટે જ જે સાધન સાધનામાં અપનાવીએ તે દ્વારા વીતરાગતા આવવી જોઈએ. તે જ તે અપનાવેલ સાધન સાચાં અને સાધના સાચી. પુણ્ય પાપકર્મને બંધ કે ઉભય પુણ્ય-પાપકર્મ નિર્જર જીવના પિતાના આશય-લક્ષ્ય-ઉદ્દેશ અને ભાવ ઉપર અવલંબે છે. એ બંધ યા નિજાને સાચી પ્રતિપક્ષી વ્યકિતના ભાવ સાથે કે સંબંધ કે લેવા-દેવા નથી. સાધનાના બે પ્રકાર છે. (અ) પરમાત્મ ભક્તિ અને (બ) ત્યાગ. પરમાત્માની સાધના-ભકિત-ઉપાસના જેની આપણે ચર્ચા કરી રહ્યાં છીએ તે ચાર નિક્ષેપથી બતાડેલ છે. જ્યારે સાધનાને બીજો પ્રકાર આપણા પોતાના જીવનમાં ઉતારવા માટે છે. જે ત્યાગથી થતી સાધના છે એ ત્યાગધર્મના ચાર પ્રકાર દાન–શીલ–તપ અને ભાવ છે જે ત્યાગધર્મથી સ્વરૂપ અર્થાત સ્વભાવને પ્રાપ્ત કરી શકાય છે. સાધકે દાન-શીલ-તપ-ભાવની ત્યાગરૂપ સાધના કરવાની છે અને પવિત્ર સંયમી જીવન જીવવાનું છે. એમાં ભાવ એટલે મન-ઈચ્છાને ત્યાગ અને પરમભાવરૂપ પરમાતત્ત્વની પ્રાપ્તિની સાધના નામ – સ્થાપના – દ્રવ્ય – ભાવ એ ચાર નિક્ષેપથી કરવાની છે અને સ્વયંના પૂર્ણભાવને – પરમભાવ અર્થાત સ્વભાવને પ્રાપ્ત કરવાનું છે. વાસ્તવિક તે. તે પ્રાપ્તની પ્રાપ્તિ છે. માટે તેને રવભાવનું પ્રાગટીકરણ કહેવું . યથાર્થ ઠરશે. સાધકે પતે પિતાના નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવ નિક્ષેપને છેડી દઈ એના બદલામાં પરમાત્માના નામ-થાપના. -દ્રવ્ય અને ભાવનિક્ષેપમાં રત (નિમગ્ન) રહેવાથી સંસારભાવ - મેહભાવ ઘટી જાય છે. એના પરિણામે શુભભાવમાં વૃદ્ધિ થાય છે, નિર્મળતા આવે છે અને તે સ્વભાવમાં સ્થિરતા લાવે છે. કમના ગમે એવાં કપરાં વિપાકેદયમાં પરમાત્માના નામ ' સ્થાપના-દ્રવ્ય-ભાવનિક્ષેપ ભાવવાથી દુઃખ, દુ:ખરૂપ લાગતું નથી અને પરમભાવમાં -આન દમાં -સમાધિમાં રહેવાય છે. એનાથી દુર્ભાવ, દુર્થાત, મેહભાવ દુર થાય છે અને સમતાસમાધિ તથા શાંતિ અનુભવાય છે. ભાવતત્ત્વ દ્રવ્ય ક્ષેત્ર-કાળથી સંકળાયેલ-લેપાયેલ અને ઘેરાયેલ જરૂર છે. પરંતુ તે કાંઈ દ્રવ્ય-ક્ષેત્ર-કાળથી બંધાયેલ કે જકડાયેલ તે નથી જ. પરિષહ. અને ઉપસર્ગ જેવા દુઃખદ કાળમાં ય ભાવથી પૂર્ણતા પ્રાપ્ત કરી શકાય છે જેનાં દંતે-તીથકર ભગવંતેના ચરિત્રકથનમાં તથા અન્ય દ્રઢપ્રહારી, ૮૮ણમુનિ બંધક મુનિ અને તેમના પાંચસે શિષ્ય, અર્ણિકમુનિ, મેતારજમુનિ, ગજસુકુમાર ઈત્યાદિ મહાત્માઓના જીવનકથનમાં જોવા મળે છે. વિશ્વના ભાવમાં જે પરિવર્તન થાય છે તેવું પિતાના ભાવમાં જીવે–સાધકે પરિવર્તન નથી કરવાનું. આમા સ્વરૂપથી અપરિવર્તનશીલ છે. પરિવર્તન ભાવની સામે સાક્ષી બની રહેવાનું છે પણ એમાં ભળવાનું નથી. ભાવનિક્ષેપાથી સમજવું તે ધર્મને મર્મ છે. નામ
SR No.525973
Book TitlePrabuddha Jivan 1988 Year 49 Ank 17 to 23 - Ank 24 is not available and Year 50 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1988
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy