________________
તા. ૧૬-૮-૮૮ અને તા. ૧-૯-૮૮
પ્રબુદ્ધ જીવન..
શબ્દ એ તે મતિજ્ઞાનને દ્રવ્યપર્યાય છે અને શ્રુતજ્ઞાન એ મતિજ્ઞાનની અક્ષરમૂર્તિ છે. સ્થાપના નિક્ષેપ :
પરક્ષેત્રે અને પરકાળે રહેલ કોઇપણ દ્રવ્ય વિષે વર્તમાનવત ભાવવાહી, તે દ્રવ્યની પ્રતિકૃતિ ઊભી કરીને બની શકાય છે. જેને પ્રતિમા મૂતિ અર્થાત્ સ્થાપના નિક્ષેપે કહેવાય છે.
અથવા તે પરસેવે પરકાળે રહેલ પદાર્થને સ્મરણ માટે બનાવેલ પ્રતીક તે જ સ્થાપના !
જગત આખાને વ્યવહાર પ્રતીક પ્રતિકૃતિ અને પ્રતિનિધિથી - ચાલે છે કારણ કે કોઈપણ પદાર્થની સ્થાપનાના તે ત્રણ પ્રકાર છે.
અ) જાદિ પ્રતીક, સ્થાપનાચાર્ય વિગેરે અસદ્દભૂત અને પુદ્ગલના હોય છે. (બ) ચિત્ર, ફોટોગ્રાફ, પ્રતિમા, પ્રતિકૃતિ આદિ પણ પુગલના હોય છે પરંતુ સદ્દભુત હોય છે એટલે અસલ – મૂળ દ્રવ્ય જે આપણા લક્ષમાં છે તેની હુબહુ પ્રતિકૃતિ હોય છે. (ક) જ્યારે સંદેશવાહક, દુત, પ્રતિનિધિ આદિ જીવંત - ચેતન હોય છે. - રાજાના સિપાઈનું અપમાન રાજાના અપમાન બબર હોય છે કેમકે એમાં રાજાના પ્રતિનિધિની સ્થાપના છે કેઈ એક શેઠને કર ઉઘરાણીના પૈસા લેવા ગયો હોય અને તે તેનું અપમાન થાય તે શેઠના અપમાન બરાબર છે.
સવંય પદાર્થની હુબહુ પ્રતિકૃતિ-પ્રતિબિંબકેવલિભગવંતના કેવલજ્ઞાનમાં સ્થાપના નિક્ષેપે રહેલ છે એ કેવલિભગવંતે, જ્ઞાની ગુરુ ભગવતે, તીર્થકર ભગવતિની પ્રતિકૃતિ સમ પ્રતિમા બનાવી તેની પૂજા-અર્ચના-સેવા-ભકિત દ્વારા, આપણે તેમની પ્રતિમાના આલંબને તેમના જેવા કેવલિભગવંત બનવાની સાધના કરવાની હોય છે. ગુરુ દ્રોણાચાર્ય પાસેથી જે વિદ્યા મળવાનાં દ્વાર બંધ થયાં તે દ્વાર ગુરુ-દ્રોણાચાર્યની પ્રતિમાથી ઊઘડી ગયાં. અને પ્રત્યક્ષ જે આપી શકે તે પક્ષથી પ્રતિમા દ્વારા એકલ સાધ્ય કરી આપણી સામે પ્રતિમાના મહામ અને અગત્યતાને એક બેનમૂન આદર્શ મૂકયે છે.
ગુરુ અને ગ્રંથ શું છે ? ગ્રંથ, શાસ્ત્ર, આગમ આદિ કૃતજ્ઞાન એ તે મતિજ્ઞાનની મૂતિ' છે. કારણ કે શ્રત એ મતિજ્ઞાનનું મૃત અર્થાત્ કશ્ય–શ્રાવ્ય સ્વરૂપ છે. જ્યારે ગુરુ, જ્ઞાની પુ, સંતે એ પ્રભુના ચાહક એવા સંદેશવાહક, પ્રભુના પ્રતિનિધિ છે. ગુરુ અને ગ્રંથ ઉંભય પરમાત્મતત્વના વાહક છે. ગુરુ ચાહક અને વાહક ઉભય છે. ગ્રંથ એ ગુરુના–ભગવંતના ઉપયોગની મૂર્તિ છે જે દેવગુરુ નિમિત છે જયારે દેવ-ગુખી પાષાણુમતિ એ દેવગુરુના યોગ (દેહ)ની મૂતિ છે જે ભકત નિમિત છે.
અને જ્ઞાન દ્વારા પ્રતિકૃતિ, પ્રતીક કે પ્રતિનિધિના સ્થાપના નિક્ષેપથી જાણી શકાય છે. દ્રશ્ય અને દ્રષ્ટિનો સંબંધ છે અને તે સંબંધ પ્રમાણે કમબંધ થાય છે જે સર્વ કેને સ્વીકાર્યા વિના ચાલે તેમ નથી. એ વૈજ્ઞાનિક હકીકત છે જે સર્વન રોજ-બ-રોજના અનુભવમાં આવતી નકકર હકીકત છે. એને કોઈ કાળેય જગતના કઈ પણ ક્ષેત્ર અને કોઇ પણ ધમની વ્યકિત નકારી શકે એમ છે જ નહિ.
કામેરોજક સાહિત્યના વાચનની, કામોદ્દીપક સંગીતના
શ્રવણની અને બીભત્સ તથા નગ્ન ચિની તેમ જ ભયંકર હિંસા, મારફાડ ને બળત્કાર આદિના બોલપટ (ફિલ્મ)ની અવળી ખરાબ અસર જે વાંચનારા, સાંભળનારા અને જેનારા ઉપર થાય છે અને તેવા સંબંધથી તથા પ્રકારના કર્મબંધ પણ પડે છે. વર્તમાનમાં જીવ તેવા પ્રકારના સંબંધથી ભ્રષ્ટ થાય છે, તે એ જ પ્રમાણે સારા તારિવકને સાત્વિક ગ્રંથાદિના વાચનની, સંગીતની, ભજન-કીર્તન-પ્રભુ નામ સ્મરણાદિના ઉચ્ચારણ, શ્રવણની તથા સારા ચિત્ર, પ્રતિમા અદિના દર્શનની પણ જોનાર ઉપર અસર વતે જ એ માનવું રહે. જે નકારાત્મક અસરને સ્વીકારીએ તે પછી હકારાત્મક અર્થાત વિધેયાત્મક અસરને પણ સ્વીકારવી જ પડે. કેમકે એ પ્રત્યક્ષ અનુભૂત અને જીવન છે. એ કાંઈ માત્ર શાસ્ત્રવિધાન નથી. “રાજા ભરથરી’ ચિત્રનું ઉદાહરણ આપણી પાસે મેજૂદ છે. આ સત્યને આધારે એ સ્વીકારવું જ પડશે કે પરમાત્માની મૂતિ સાથે સંબંધમાં આવવાથી દ્રષ્ટામાં જે પ્રશાંતભાવભગવદ્ ભાવ-લઘુતા-નમ્રતાભાવ ઉત્પન્ન થાય છે. તે પ્રમાણે કર્મનિર્જરા પણ થતી હોય છે. તેથી જ ઉપાસકના ઉપાસ્ય પ્રતિના ઉપાસના ભાવનું ફળ પ્રાપ્ત થાય છે.
ચેક, હુ ઠી, કરન્સી નેટ, નાણાં ઇત્યાદિ દ્વારા થતો. આપણે લેણદેણને વ્યવહાર એ સ્થાપના નિક્ષેપો જ છે.
શબ્દ અવાજ સાંભળીને આપણે મનથી માનસપટ ઉપર પિતાની રીતે કલ્પના-ચિત્રણ કરીને ચિત્ર ઉપસાવવા મથીએ છીએ પરંતુ ફરી ફરી એકસરખું એવું જ ચિત્ર ઊપસતું નથી અને તેથી એકાગ્રતા–સ્થિરતા આવતી નથી. જ્યારે ત્રાટક કરવા પૂર્વક મૂર્તિના દર્શન વડે માનસપટ ઉપર જે ચિત્ર ઊપસે છે તે માનસપટ-મનમાં-ચિત્તમાં–રમૃતિમાં કંડારાઈ જાય છે. એ રિથરતા અને એકાગ્રતા લાવવામાં અદ્ભુત સહાયક છે.
મૂતિ એ સાધન-આલંબન-ઉપચાર છે એ સ્થાપના નિક્ષેપે છે. નિરાલંબન-અનુપચરિત-અમૃત તત્ત્વ તે પરમાત્મતત્ત્વ છે જેનું ધન પરમાત્માની પ્રતિમા દ્વારા થવું જોઈએ મૂર્તિનું મૂલ્ય એટલા માટે છે કે જીવને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ આશ્રિતભાવ આવે છે. ભગવાનની-પરમાત્માની મૂતિ દ્વારા જે પુણ્યબંધ થાય છે તેનાથી પરમાત્મા બિરાજમાન હોય તેવા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ જીવને પ્રાપ્ત થાય છે. .
અરૂપીમાં વાસ કરી શકાય છે. આકાશમાં અવગાહના લેવા રૂપ, અરૂપી એવાં આકાશમાં વાસ કરીએ છીએ. અરૂપી એવા પરમાત્મતત્ત્વનું જ્ઞાન કરી શકાય છે પરંતુ અરૂપી એવાં પરમતમતત્ત્વનું છેદન સ્વયં પરમાત્મા બન્યા સિવાય થઈ શકતું નથી. ઇન્દ્રિયો દ્વારા ભાગ પુદ્ગલદ્રવ્ય જે રૂપી છે તેને જ થાય છે. કારણ ઇન્દ્રિ રૂપી એવાં પુદગલની બનેલી છે. રૂપીનું બધું જ રૂપી હોય.
ભગવંતની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા કરીને એમાં પ્રદેશોની સ્થિરતાના ભાવ સમજવાના છે અને તે પ્રતિમાને આકાર તેવો ને તે જ રહે છે, તેમાં અવિનાશી પર્યાયના ભાવ સમજવાના છે. આમ સિદ્ધ પરમાત્માના અરૂપીપણાની જે વ્યાખ્યા છે કે પ્રદેશ સ્થિરતા અને પર્યાય અવિનાશી”-એની સ્થાપના પ્રભુ પ્રતિમામાં ભાવવાની છે. જિન પ્રતિમા જિન સારીખીની ભાવના આ સંદર્ભમાં ભાવવાની છે.