SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૮-૮૮ અને તા. ૧-૯-૮૮ હવે આ ચારે નિક્ષેપના એક એક વિભાગનું વિશ્લેષણ કરી તેને અવકીશું. નામ નિક્ષેપે :- જીવ જે શીવ સ્વરૂપ છે તે જેમ અરૂપી છે. એમ અનામી છે. નામ અને રૂપ પુગલના-પંચભૂતના છે. ઉપર જણાવ્યા મુજબ આખુંય જગત નામરૂપાત્મક છે અથવા તે શબ્દાનુરકત ને દ્રસ્થાનુરકત છે. વર્ણ અને સંરથાન દ્રશ્ય જગતમાં આંખથી દેખાય છે. તેનાં નામ આદિ સાંભળવા દ્વારા વિશેષ ઓળખ થાય છે અથવા એથી વિપરીત પહેલાં નામ, શબ્દવર્ણન સાંભળ્યા બાદ તે વસ્તુ યા વ્યકિતને દર્શનથી એને વિશેષે પરિચય થાય છે. જેવું સતી રાણકદેવીના કિસ્સામાં બન્યું, કે ચારણે આવી સિદ્ધરાજ જયસિંહ આગળ નીચેના શબ્દોમાં વર્ણન કરતાં રાજા સિદ્ધરાજ માત્ર શબ્દવર્ણનથી રાણકદેવીના રૂપને પાગલ તેને વગર જે બની ગયો મૃગનયની, કટિ કેશરી, નાગણ જેવા વાળ, - બ્રહ્માએ એક જ ઘડી, સાચું કહું ભૂપાળ.” - નામ-શબ્દ શું કામ કરે છે તે આ દુહો બતાડે છે. ટુંકમાં ભગવાનને નામેચ્ચાર, સ્વરૂપની ઓળખ કરાવવા જબરદસ્ત સમર્થ છે. ઉપશમ - સંવર - વિવેક. માત્ર એ ત્રણ શબ્દોએ જ સાધક ચિલાતીપુત્રને કેવલજ્ઞાનની પ્રાપ્તિના શિખરે પહોંચાડી તે વાત પ્રસિદ્ધ છે. નામનું નામાંતરપણું અને રૂપનું રૂપાંતરપણું એ અનિત્યતા છે. નામરૂપ નાશવંત છે. તે પણ વાસ્તવિકતા છે. 'પરંતુ અવિનાશી પરમાત્મા જે અનામી ને અરૂપી છે તેના નામનું રટણ નામસ્મરણ અને એનું દર્શન સાધકને અનામી, અરૂપી બનાવવા સમર્થ છે; કારણકે પરમાત્માનાં જેટલાં નામ છે તે સર્વ સ્વરૂપથી અવિદ્ધ છે અને પરસ્પર પૂરક છે. અરૂપી-પૂણું કહીએ એટલે અવિનાશી-અવિકારી હોય અને અવિનાશી અવિકારી કહીએ એટલે પૂર્ણ-શુદ્ધ-અને અરૂપી હેય જ. : . . જ્યારે પુદગલદ્રવ્યનાં નામે એકબીજા પર્યાયથી વિરુદ્ધ છે. ઘઉં રોટલી નથી, તેમ રોટલી ઘઉં નથી. ચેખા બાજરી નથી તેમ જુવાર, માઈ નથી. પુદ્ગલદ્રવ્યનું નામ ફરે એટલે રૂપ ફરે અને તેમ તેનું કાર્ય પણ ફરે. ઘઉં, લેટ, કણક, રોટલી, પૂરી, શીરે, લાપશી આદિ એક જ પુગલેદ્રવ્ય (ઘઉં)ના રૂપ ફરતાં નામ અને કાર્ય કરી જાય છે. આત્મસ્વરૂપ અર્થાત શીવ સ્વરૂપ એવું નથી. પરમાત્માનાં જે અનેક સ્વરૂપ વિશેષ રૂપ નામે છે, તે સર્વના પારમાર્થિક અથ" એકસરખા થાય છે, અખંડ, અપી, અવિનાશી, અનંત, અક્ષય, અવ્યાબાધ, અકલ, અનઘ તેમ નિરંજન, નિરાકાર, નિષ્કમ, નિષ્કલંક, આદિ સંધળાંય રવરૂપવિશેષણે ભાવતત્ત્વથી પરમાથરૂપ એકસરખાં અને અને સ્વરૂપને કહેનારા તેમજ ઓળખાવનારા છે. માટે જ પરમાત્માને અનામી, અરૂપી કહેલ છે. આમ નામને નાશ છે પણ અનામીને નાશ નથી. રૂપને નાશ છે પણ અરૂપીને નાશ નથી. સંસારી જીવનાં જે નામે છે તેમજ પુદગલ સ્કે ધનાં જે નામે છે એના અર્થ પરમાત્મ તત્વમાં ઘટતાં નથી. એ જ રીતે રૂપમાં રૂપાંતરતા નહિ, પરિવર્તનતા નહિ અને સાદિ અનંત જે એકરૂપ છે અર્થાત એક જ સ્વરૂપ છે તે અરૂપી છે જ્યારે પુદ્ગલ અર્થાત્ કર્માજનિત ઘાતિ–અધાતિના- કર્મોદય સ્વરૂપ અવસ્થાવાળા એવા સંસારી છનાં નામ-રૂપ કે સ્વભાવ, કાય તથા વેદન-અનુભવન એકસરખા અર્થથી, ભાવથી કે પરમાર્થથી હોતા નથી તેમ તે સહુનું વેદન પણ એકસરખું હેતું નથી. તે સર્વ ભિન્ન ભિન્ન હોય છે. - કાઈપણ ભાવ-અર્થ માટે શબ્દ પકડ પડે. પહેલા નામશબ્દ પછી તેને અર્થ અને ભાવ આવે જે ભાવ અરૂપી છે. કોઈપણુ ગુણ પકડવો હોય તે પહેલાં તે ગુણ જેમાં છે તે દ્રવ્યને પકડવું પડે. ગળપણુ જોઈતું હોય તે ગળપણયુકત ગળ્યાં દ્રવ્ય ગેળ, સાકર આદિ લેવાં પડે , જગત નામમય છે. સ્થાપના, દ્રવ્ય અને ભાવના પણ નામ હોય છે, પ્રવેશ – એળખ ' નામથી થાય છે ભેદ નામ વડે કરીને પાડી શકાય છે. ભાવ પકડવા પહેલાં દ્રવ્ય લેવું પડશે. દ્રવ્ય તરીકે, વ્યકિત તરીકે કષભદેવ, શાંતિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ, મહાવીરસ્વામી આદિ તીર્થકર અરિહન્ત ભગવંતનાં નામ આવશે. ભદેવ ભગવંત કેવાં ? તે કે વીતરાગ ક્ષાવિકભાવવાળા, આમ ભાવનું પણ નામકરણ કરવું પડે છે. આ જિનમંદિરમાં મૂળનાયક ભગવંતની પ્રતિમા કયા ભગવાનની ? તે તેના પ્રત્યુત્તરમાં પણ નામ દેવું પડશે કે સુપાર્શ્વનાથ પ્રભુની છે, આમ નામ એ બાકીના બધાંય ત્રણ નિક્ષેપ, સ્થાપના, દ્રવ્ય અને ભાવને આધાર છે. માટે જ નિક્ષેપાના ક્રમમાં નામ નિક્ષેપાને પ્રથમ ક્રમાંકે મૂકેલ છે. આખું જગત નામપ્રધાન છે. નામ લીધા પછી તેના અર્થ અને ભાવમાં જવાનું હોય છે પાંચ અસ્તિકામાં જીવાસ્તિકાય (જીવ) પ્રધાનપણે સ્વ-પર પ્રકાશક હોવાથી જાણવા માટે નામ નિદેવની જરૂર રહે છે. નામનિક્ષાપાથી જ જગત આખાને વ્યવહાર ચાલે છે. પછી જ સ્થાપનાથી-મૂતિરૂપથી જેનું નામ લીધું છે તેના સંબંધમાં કર્તા-ભકત બની સક્રિય બનીએ છીએ. જગત નામ રૂપાત્મક છે. રૂપ પણ નામથી જાહેર થાય છે. આંખમાં રૂપ ગોઠવાયું છે જ્યારે કાન અને જીવવા નામ ગોઠવાયેલ છે. ' મનુષ્યોનિમાં જન્મેલે જીવ ચાહે તે જાતિ, જ્ઞાતિ, ધમ, દેશ કે ક્ષેત્રને હોય પરંતુ તે વિશ્વના કોઈપણ પદાર્થના અર્થ કે ભાવને-જન્મતાંની સાથે જાણુત કે સમજતા નથી. પરંતુ બીજાના શબ્દોચ્ચાર વડે સાંભળીને પહેલાં તે તે ઉચારયેલ શબ્દને જ પકડે છે અને શબ્દને જ અનુસરે છે ને ગ્રહણ કરે છે. ત્યારબાદ અવસ્થાની પરિપકવતાએ ધારણમાં (ચિત્ત-રસ્મૃતિમાં રાખેલ શબ્દના અર્થ અને ભાવને પામે છે. વળી જે સાંભળી શકે છે તે જ બેલી શકે છે જે નામ-શબ્દનું મહાત્મ્ય દર્શાવે છે. માટે જ મહાપથાય યશોવિજયજી મહારાજાએ ગાયું છે કે... . ‘નક મંત્ર, નવિ યંત્ર, નવિ તંત્ર મેટો, દિ નામ તાહરે, સમાવ્રિત લે; પ્રભુ ! નામ, મુજ તુજ, અક્ષય નિધાન, ધરું ચિત્ત સંસાર તારક પ્રધાન.' - રામ નામે પથ્થર પણ તર્યા છે, તરે છે અને તરશે એમ જે કહેવાય છે તે નામસ્મરણ, નામ નિક્ષેપાનું મહાત્મ્ય જણાવે છે.
SR No.525973
Book TitlePrabuddha Jivan 1988 Year 49 Ank 17 to 23 - Ank 24 is not available and Year 50 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1988
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy