________________
તા. ૧૬-૮-૮૯ અને તા. ૧-૯-૮૮
પ્રબુદ્ધ જીવન
ચાર
મૈં ૫. શ્રી પનાલાલ
આખુંય જગત નામ રૂપાત્મ અને દ્રવ્ય ભાવાત્મક છે. અર્થાત્ જગત આખુંય શબ્દાતુરત અને દૃશ્યાનુરકત છે.
નામના સબંધ શબ્દ સાથે છે અને રૂપ - દ્રશ્યને સંબંધ વણું (રંગ) અને સંસ્થાન (પિંડાકૃતિ - આકાર) સાથે છે. વળી શબ્દના સ ંબંધ શ્રવણેન્દ્રિય સાથે છે જ્યારે રૂપ – દ્રશ્યતા સંબંધ ચક્ષુરેન્દ્રિય સાથે છે આ ખે અન્દ્રિયાની પ્રાપ્તિથી જ સજ્ઞિ પંચેન્દ્રિય મનુષ્યપાની પૂણુતા છે. આ ખે ઇન્દ્રિયાને જ્ઞાનેન્દ્રિય કહેવાય છે અને ન્દ્રિયપ્રાપ્તિના ક્રમમાં શ્રવણેન્દ્રિયની પ્રાપ્તિથી જ પૂણ પંચેન્દ્રિયપણાની પ્રાપ્તિ છે.
દશ્ય-જગત આંખથી દેખાય છે અને એના નામ આદિ સાંભળવા દ્વારા તેની વિશેષે ઓળખ થાય છે અથવા તે પ્રથમ નામથી જાણ્યા બાદ આગળ વસ્તુ અગર વ્યક્તિનો સબંધ સ્થપાય છે. વર્તમાન સમયના યાંત્રિક યુગમાં તે દૃશ્ય-શ્રાવ્ય (Audio-Visio)નું વિશેષ મહત્ત્વ છે.
દૃષ્ટિ દૃશ્ય વિનાની નથી, પછી તે બંધ હોય કે ઉઘાડી; તેમ વસ્તુ કે વ્યકિત નામવિહાણી નથી. જગત આખાના પ્રત્યેક જીવનવ્યવહાર જ એ પ્રમાણે છે. જે જીવનને વ્યવહાર છે તેમાંથી જ સાધ્યની પ્રાપ્તિ માટેના સાધનનું નિર્માણ થાય છે. સાયની પ્રાપ્તિ માટે સિદ્ધિ પ્રાપ્ત કરી ચૂકેલ વ્યક્તિની ભક્તિ થતી હાય છે. ભક્તિયોગ અર્થાત્ ઉપાસનાયાગ માટેનાં સાધનાની વહેંચણી ચાર વિભાગમાં કરવામાં આવેલ છે : સંસ્કૃત ભાષામાં ક્ષીપ ધાતુ વહે ંચણી માટે છે. જેને ‘ની’ ઉપસગ લાગતાં નિક્ષેપ શબ્દની વ્યુતપત્તિ થાય છે. ઉપાસનાનાં એ ચાર સાધનાને જૈન શુને નિક્ષેપા તરીકે ખ્યાતિ આપેલ છે જે સર્વને જીવનવ્યવહાર હાઇ સહુ કાને સરખા લાગુ પડે છે. એ ચાર નિક્ષેપા (૧) નામ નિક્ષેપો (ર) સ્થાપના નિક્ષેપો (૩) દ્રવ્ય નિક્ષેપો અને (૪) ભાવ નિક્ષેપો તરીકે ઓળખાય છે.
નિક્ષેપા
જેનુ નામ છે. એનુ રૂપ છે અને રૂપ છે તેનુ' નામ છે. અને તેના આગલા-પાછો ઇતિહાસ છે, જે તેની કથા છે. અર્થાત્ દ્રવ્ય નિક્ષેપો છે. વળી દ્રવ્ય, ભાવાત્મક છે. એટલે ક દ્રવ્યના પોતાના ગુણધમ છે અને તે ગુણુ પ્રમાણે કાય છે. જેને ભાવનક્ષેાપ કહેવાય છે અથવા તે જેનું નામ છે, જેનુ રૂપ છે, જેના ઇતિહાસ-કથા છે તેનુ અસ્તિત્વ કાર્ય કાળે કાય ક્ષેત્રે છે અને તેનો પ્રત્યક્ષ સંયોગ થવા તે ભાવ નિક્ષેપે છે.
નામ નિક્ષેપો એ નામ-સ્મરણ છે.
રૂપ (સ્થાપના) નિક્ષેપે એ દર્શન -સ્મરણુ છે. દ્રવ્ય નિક્ષેપો એ કથાશ્રવણુ સ્મરણ છે.
ભાવ નિક્ષેપા એ સ્વરૂપ મરણ છે યા તે પ્રત્યક્ષ યોગ છે. ‘પદ્મ પચપરમેષ્ટિમાં પરમેશ્વર ભગવાન. ચાર નિક્ષેપે યાઈએ નમાનમા શ્રી જિનભ ણ.' વળી કહ્યુ` છે કે... (નામ) નામજિણા જિષ્ણુનામા (જિનેશ્વર ભગવતનું નામ).
3
જગજીવનદ્દાસ ગાંધી
(સ્થાપના) વિષ્ણુજિા જિણિ દંપડિમા (જિનેશ્વર ભગવંતની પ્રતિમાએ).
(દ્રવ્ય) દૃશ્વજિણા જિજીવા (તીર્થંકર નામ ક્રમ' ઉપાર્જિત કરેલ છે એવા જિનેશ્વર થનારા જીવે).
(ભાવ) ભાવજિા સમવસરણુઠ્ઠા (સમાવસરણમાં બિરાજમાન સાક્ષાત પ્રત્યક્ષ જિનેશ્વર ભગવ ત).
આવા ચાર નિક્ષેપાની વિશિષ્ટતા અને વૈજ્ઞાકિતાના તાર્કિક અભ્યાસ કરીશું.
જ્ઞાનનુ વાહન ભાષા છે. અમૃત જ્ઞાન ભાષામાં ઊંતરી મૂર્તરૂપ બની વ્યવહાય અને છે. ભાષા શબ્દાત્મક છે, અને શબ્દને સામાન્ય અથ` પ્રયોગ ઉપર જણાવ્યા મુજબ ચાર પ્રકારના છે.
એ ચાર નિક્ષેપાને પ્રથમ આપણે ‘રાજા'ના ઉદાહરણથી સમજીશું.
‘રાજા’ કાઇનું નામ હોય ત્યારે તે નામથી વ્યવહત થાય છે. એ નામ માત્રથી ‘રાજા' હોઈ, નામ રાજા છે. રાજા શબ્દને આ અથ નામ નિક્ષેપ કહેવાય.
રાજાની મૂર્તિ, છબી કે ચિત્રને પણ ‘રા' કહેવામાં આવે છે. જેમ ભગવાનની મૂર્તિ ને ભગવાન કહેવામાં આવે છે તેમ. એ સ્થાપના અર્થાત્ ચિત્ર-છક્ખી-મૂતિના રૂપે રાજા હાઈ રથાપના રાજા છે. ‘રાજા' શબ્દના અર્થે સ્થાપના નિક્ષેપ કહેવાય.
રાજાની પ્રતિકૃતિ એવી પ્રતિમાની જેમ રાજપ્રતીક રાજમુદ્રા અને રાજદૂત એટલે કે રાજાના પ્રતિનિધિને પણ રાજાતુલ્ય માનવામાં આવે છે જે પણ સવ' સ્થાપના નિક્ષેપના જ ભેદ છે. : મૂળ વસ્તુ યા વ્યક્તિના એની મૂતિ', 'છખી, ચિત્ર કે પ્રતિકૃતિમાં આરાપ કરવા યા ઉપચાર કરવા તેને સ્થાપના નિક્ષે કહેવાય છે.
જે ભૂતકાળમાં રાજા હતા અથવા ભવિષ્યમાં રાજા બનનાર છે તેને પણ ‘રાજા કહેવામાં આવે છે. એ દ્રવ્યા એટલે કે પાત્રપણાની અપેક્ષાએ ‘રાજા' હાઈ દ્રવ્ય રાજા છે. રાજા શબ્દને આ અથ દ્રવ્યનિક્ષેપો કહેવાય.
જે ગાય, બ્રાહ્મણાના પાલનહાર, રક્ષણહાર છે, દ્રષ્ટાને દડ દેનાર અને સજ્જનેનું રક્ષણ કરનાર પ્રજાનુ પાલન તથા રક્ષણ કરનાર છે તેને ગૌબ્રાહ્મણ પ્રતિપાલક, નૃપ, પ્રજારક્ષકના અમાં અને જે રાજપણાથી રાજમાન (શાલિત) હોય તેને રાજા' કહેવામાં આવે છે તે જાણીતુ છે. માત્ર પુણ્યના ઉષથી ભૂપતિ, નૃપતિ બનીને ભોગસામગ્રીના ભગવા કરતા ભોગવિલાસમાં રાણીવાસમાં પડી રહેનાશ, સુરા અને સુંદરીમાં ચકચૂર રહેનારા વારતવિક, ગુણથી તેમજ કાયથી રાજા નથી. આમ જે ભાવથી એટલે કે યથાર્થ પણે ગુણુકાથી રાજા હોઇ ભાવ રાજા છે. રાજા' શબ્દને આ અથ ભાવનિક્ષેપ કહેવાય.