SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ Regd. No. MA. By / Sonth 54 Licence No. 1 373 * * * પ્રબુદ્ધ જીવન વર્ષ:૨૦ અંક-૮-૯ મુંબઈ, તા. ૧-૯-૧૯૮૮ વાર્ષિક લવાજમ રૂા. ૩૦/- છૂટક નકલ રૂ. ૩-૦૦ મુંબઈ જેન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર પરશમાં વાર્ષિક રૂ. ૩૦૦. 1 . તત્રી : રમણલાલ ચી. શાહ ' ' . ' ક્વાડ્યાય, . . . . મનુષ્યની પાસે વાણીભાષા અને સાહિત્ય ન હોત તો મનુષ્યનું જીવન પશુઇવન જેવું જ રહ્યું હોત. મનુષ્ય પાસે વિકસિત મન અને વાચા છે અને તેથી તે પોતાના વિચારોને અને અનુભવેને સારી રીતે વ્યક્ત કરી શકે છે. અલબત્ત, કેટલાક અનુભવે ઇન્દ્રિયાતીત હોવાથી ભાષામાં તે યથાતથ રજૂ કરી શકાતા નથી. ભાષાનું માધ્યમ તે માટે અપૂર્ણ છે. એવી ત્યારે પ્રતીતિ થાય છે. વિકસિત વાણી અને ભાષા દ્વારા માનવજાત પિતાનાં વિચારે, અનુભ, સંવેદને, કલ્પનાઓ, એષણાઓ વ્યકત કરી શકે છે અને બીજામાં સંક્રાન્ત કરી શકે છે, એટલે કે બીજાના ચિત્ત સુધી પહોંચાડી શકે છે. જીવનને સારું બનાવવા માટે શું ઉપયોગી છે અને શું નિરુપયોગી છે તેની સમજણ એટલે કે સારાસાર વિવેક ભાષા વડે મનુષ્ય દર્શાવી શકે છે. લિપિની શેધ પછી ભાષાના માધ્યમ દ્વારા સાહિત્યનું સવિશેષ નિર્માણ થતું રહ્યું છે, અને એક વ્યકિતએ રચેલું સાહિત્ય સ્થળ અને કાળની મર્યાદા ઓળંગીને અન્ય વ્યકિત પાસે પહોંચી જઈ શકે છે. જ્યારે લિપિ નહોતી ત્યારે ભલે મર્યાદિત પ્રમાણમાં, આવું સાહિત્ય શ્રવણુ પરંપરાથી, એક વ્યક્તિ પાસેથી સાંભળીને બીજી વ્યકિત પાસે. અને એક પેઢી પાસેથી બીજી પેઢી પાસે પહોંચી શકતું હતું. એટલા માટે એ સાહિત્યને મૃત સાહિત્ય આપણે કહીએ છીએ. આજે “કૃત સાહિત્ય અથવા “શ્રુતજ્ઞાન” જેવા શબ્દો શબ્દના માક્યમ દ્વારા પ્રાપ્ત એવા તમામ સાહિત્ય માટે વપરાવા લાગ્યા છે. - જે કઈ વ્યકિતમાં ભાષાની અભિવ્યકિતની જરા સરખી પણ શક્તિ હોય છે તે કંઈક વિશિષ્ટ બેલવા કે લખવા પ્રેરાય છે, પરંતુ જેટલું બોલાયું અને લખાયું તેટલું બધું જ કાયમને માટે સંગ્રહી રાખવાની પાત્રતાવાળું હોતું નથી. સમય અને સંદભ બદલાતાં કેટલું યે સાહિત્ય જૂનવાણી થઈ જાય છે અને પિતાનું આયુષ્ય પૂર્ણ કરી કાળના - ગર્તમાં વિલીન થઈ જાય છે. માનવજાતને સજાતા સારાનરસા. - તમામ સાહિત્યને ભારવહન કરવાનું પરવડે એવું નથી. જે સાહિત્ય પિતાના જીવનમાં કામ લાગ્યું છે અને ભવિષ્યમાં અનેક , લેકેને કામ લાગશે એવી પ્રતીતિ થાય તે જ માનવજાત તે સાહિત્યને બીજી ત્રીજી પેઢી સુધી આગળ પહોંચાડવાને પુરુષાર્થ કરતી રહે છે. કેટલુંક સાહિત્ય એકાદ યુગ જેટલું જીવંત રહે છે, તે કેટલુંક સાહિત્ય હજાર વર્ષ સુધી જીવંત રહે છે. માનવજાત પિતાના સ્વાર્થ ખાતર આવા ચિરંતન સાહિત્યને જીવની જેમ સાચવે છે. વેદ-ઉપનિષદે, આગમ- ત્રિપિટકે, કે રામાયણ-મહાભારત જેવાં મહાકાવ્યનું સાહિત્ય આજ દિવસ સુધી સચવાઈ રહ્યું છે. તે નષ્ટ થઈ જાય તે કંઇ વાંધો નથી એ પ્રમાદ આજ દિવસ સુધી માનવજાત સેવ્ય નથી, અને સેવાશે કે કેમ તે પ્રશ્ન છે. , ' ' ' અર્થશાસ્ત્ર. રાજ્યશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, ભૌતિક વિજ્ઞાન વગેરેના કેટલાયે ગ્રંથે પચીસ-પચાસ વર્ષ, નવી નવી શોધ થતાં અને નવી નવી થિયરી પ્રચલિત થતાં કાળગ્રસ્ત બની જાય છે. કેટલુંયે સાહિત્ય વર્તમાન ભૌતિક જીવનને સુખસગવડભર્યું સૌંદર્ય મંડિત અને ઉલ્લાસમય કેમ બનાવી શકાય તેના ઉપાયોને લગતું - હોય છે. કેટલું સાહિત્ય તત્કાલીન બનતા બનાવ કે પ્રશ્નોની સવિગત માહિતી આપનારું હોય છે. પરંતુ થોડા દિવસમાં જ તે વાસી થઈ જાય છે. ગ્રથસ્થ થવાને તેની પાત્રતા રહેતી નથી, અને 2 થસ્થ થાય તે પણ તે ઝાઝુ સચવાતું નથી. છાપાંએ; સાપ્તાહિક અને અન્ય પ્રકારના પાનિયાઓનું ઘણું ખરું સાહિત્ય આ પ્રકારનું હોય છે. તેમાંના કેટલાકનું એતિહાસિક દસ્તાવેજી મૂલ્ય કદાચ રહે તે રહે, પરંતુ એકંદરે તો સમય વીતતાં તે નિર્માલ્ય બની જાય છે. એક ચીની લિસૂફને કેઈકે પૂછ્યું, કે “તમે છાપાં કેમ વાંચતા નથી ?” તેણે કહ્યું, ‘છાપાં વાંચવાની મારે કંઈ જરૂર નથી, કારણ કે દુનિયામાં જે કઈ મહત્ત્વની જાણવા જેવી. ઘટનાએ બને છે તેની માહિતી કેવકને કઈક મારફત મેડી કે વહેલી મને મળી રહે છે. અને ન જાણવા જેવી જે કંઈ ઘટનાઓ વિશેની માહિતી છાપાંઓમાં આવે છે તેની મારે કંઈ જરૂર રહેતી નથી. એટલે છાપાંઓ વાંચવામાં મારે કિંમતી સમય હું બગાડવા ઇચ્છતા નથી.' જગતમાં કેટલાયે મહાત્માઓ આ પ્રમાણે છાપાં – ચેપનિયાં વાંચવામાં પિતાને સમય નિરર્થક વ્યતિત કરવા ઇચ્છતા નથી હોતા. જે રાજકારણમાં પડેલા હોય છે, જેમાં અમુક પ્રકારના વ્યવસાયમાં પડેલા હોય છે, જેઓ માત્ર વર્તમાનમાં જ જીવવા ઇચ્છતા હોય છે અથવા ગમે તેમ કરીને પિતાને નિવૃત્ત સમય ભરવા કે પસાર કરવા ઇચ્છતા હોય છે. તેઓને છાપાં ચોપાનિ વગર ન ચાલે તે દેખીતું છે, પરંતુ જેઓ
SR No.525973
Book TitlePrabuddha Jivan 1988 Year 49 Ank 17 to 23 - Ank 24 is not available and Year 50 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1988
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy