________________
- પ્રબુદ્ધ જીવન
તા. ૧-૮-૮૮
એક મેટા દરવાજે હોય છે અને દરવાજાના તૂતક સુધી ચડાણુ આવે છે. મરી ગયેલી રહેલને પૂછડેથી બાંધીને આ દરવાજા- માંથી યંત્ર વડે તૂતક ઉપર લાવવામાં આવે છે. અહીં વહેલનાં માંસ, ચરબી, હાડકાં વહેલબેન નામને પદાર્થો વગેરે છૂટાં પાડી પેક કરી લેવામાં આવે છે. ય વડે આ બધું કામ ઝડપથી કરવામાં આવે છે. સ્પર્મ વહેલ નામની વહેલ હાથ તે તેનાં આંતરડાંમાં અંબર નામના સુગંધી અને કિંમતી પદાર્થોની શેધ કરવામાં આવે છે. આપણે ઔષધમાં અને સુગધી મસાલા તરીકે તેમજ સુગંધી પદાથ બનાવવા માટે જે અબર વાપરીએ છીએ તે ૨૫મે વહેલનાં આંતરડાંમાં ઉત્પન્ન થાય છે. વહેલા તે કાઢી નાખે ત્યારે મળરૂપે કાઢેલે આ પદાર્થ સમુદ્ર ઉપર તરતે હોય છે. અહીં તડકા અને એકિસજનની રાસાયણિક અસરથી થતી દુર્ગધ ઊડી જાય છે અને તે સુગંધી અને કિંમતી અંબર બને છે.
વહેલના શરીરના વિસજનનું કામ ઝડપથી ચાલે છે. કલાકમાં એક હેલના શરીરને નિકાલ થઈ જાય તે પછી એક પછી એક બધી વહેલને આ રીતે નિકાલ થાય છે.
વહેલના શરીરમાંથી ચરબી, તેલ, હેલન, માંય વગેરે જે મળે છે તે બધું કિંમતી અને ઉપયોગી હોય છે. દેસે. વર્ષ પહેલાં જ્યારે પેટ્રોલિયમનો ઉદ્યોગ શરૂ નહોતે થયે ત્યારે ઘાસલેટના ઠેકાણે બળતણ તરીકે વહેલનું તેલ અથવા ચરબી વપરાતાં હતાં. દીવા, મીણબત્તી વગેરેમાં પણ એ જ વપરાતું હતું. પેટ્રોલિયમ ઉદ્યોગ ખીલ્યા પછી પણ હેલને શિકાર એ છો થો નહીં, કારણ કે તેના ઘણા ઉપગે હતા. ઈ. સ. ૧૯૫૦ પછીના દાયકામાં દર વર્ષે સરેરાશ ૬૫ હજાર વહેલ મારવામાં આવતી હતી. તેમણે ૩૦ લાખ પીપ ભરાય એટલું તેલ આપ્યું હતું. વહેલ–મારક દેશો વચ્ચે હરીફાઈ ચાલતી હશે, પરિણામે જુદી જુદી જાતની હેલેની વરતી, એટલી બધી ઘટી જવા લાગી કે તેમને લાગ્યું કે જગતમાંથી બધી વહેલ ખતમ થઈ જશે તેથી તેમણે સંખ્યાનાં કેટલાંક નિયંત્રણ રવીકાર્યા. દ. ધ્રુવ મહાસાગર (એન્ટાર્કટિક) ઉપરાંત ઉત્તર પેિસિફિક મહાસાગરમાં પણ વહેલ મારવાની પ્રવૃત્તિ શરૂ થઈ હતી. સરેરાશ ૬૫ હજારને બદલે ૪૨ હજાર વહેલ મારવી એમ નકકી થયું. નિયંત્રણ માટે સંમત થનાર કેટલાક દેશોએ નિયંત્રણને એ અર્થ કર્યો કે મેટી વહેલ મારવા ઉપર જ નિયંત્રણ છે, નાની વહેલ નહી તેથી તેઓ મોટી વહેલના બચ્ચાને અને નાની જાતની હેલને મારવા માંડયા. આખરે ૧૯૮૦ માં અમેરિકાએ જાહેર કર્યું કે બધી જાતની હેલેને રક્ષણ આપવાની જરૂર છે તેથી અમે બધી જાતની હેલેને રક્ષણ આપીશું. વધુ શિકાર કરવામાં રશિયા અને જાપાન વચ્ચે હરીફાઇ હતી. અમેરિકા તે વખતે દુનિયામાં કરાતી હેલેનું ૨ થી ૩૦ ટકા ઉત્પાદન આયાત કરતું હતું.
વહેલના શિકારી મુખ્ય જહાજ ૩૦ હજાર ટન જેટલા મેટા હોય છે અને એક ફેકટરી જહાજમાં અશરે ૪૦૦ માણસે કામ કરતા હોય છે. એક ફેકટરી જહાજને ૧૨ જેટલી ડીઝલ
એન્જિનવાળી નૌકાઓ હોય છે. કેટલીક જાતિની વહેલ મરી ગયા પછી ડૂબી જાય છે તેથી તેમને મર્યા પછી તરત જ તેમના શરીરમાં હવા ભરી દેવામાં આવે તે માટે એક અણીદાર નળી તેમની છાતીમાં ભેંકવામાં આવે છે.
વહેલબેન ઘનપદાર્થ હોય છે અને કેળાની છાલ ઉતારે એવી રીતે તેનાં પડ ઊખડે છે. તેને અનુકુળ કદના કટકામાં કાપીને ધણી ચીજો બનાવવાના કામમાં વાપરવામાં આવે છે. માંસ થીજાવીને માંસાકારી પ્રાણીઓને ખવડાવવા માટે વેચવામાં આવે છે. જે અંબર મળે તે સ્પર્મ વહેલ બહુ કિંમતી નીવડે છે.”
ઋતુ પ્રમાણે કેટલીક જાતની હેલ આપણા સમુદ્રમાં આવ-જાવ કરે છે. કોઇવાર મરી ગયેલી વહેલ આપણા સાગરકાંઠે તણાઈ આવ્યાના બનાવ બન્યા છે. ચારેક દાયકા પહેલાં એક મોટી વહેલ પૂનમઅમાસની મેટી ભરતીના સમયે મહીસાગરમાં આવી ચઢી હતી. પુનમ-અમાસના દિવસે એટ પણ મટી થાય છે તેથી પાણી એટાઈ જતાં આ વહેલ ફસાઇ પડી. તે પિતાના વજન વડે જ દબાઈ મરી, કારણ કે એક ટન જેટલા શરીરને ભાગ તેની છાતી પર આવવાથી, તે ગૂંગળાઈ ગઈ. શ્વાસ લેવા માટે તે કંફાડા મારતી હતી. તેના અવાજ નજીકનાં ગામમાં સંભળાતા હતા. પ્રકૃતિવિજ્ઞાની
. હરિનારાયણ આચાય તે જોઇ આવ્યા હતા, પણ વહેલને બચાવવા કાંઈ થઈ શકે તેમ ન હતું. સામાન્ય રીતે વહેલ કાંડાથી દુર રહે છે તેથી આપણુ માટે વહેલના દર્શન દુલભ, છે, પરંતુ અંગ્રેજીમાં જેને ડેલ્ફિન કહે છે અને આપણે મલાબિા અને સંસૂ (બંગાળી) હિન્દીમાં તે રહેલની નાની આવૃત્તિ જ હોય છે અને આપણી શાંત સમુદ્ર પર તે ' ગુલાંટ મારતી જતી હોય ત્યારે કાંડા પરથી તેને ઘણી વાર જોઈ શકાય છે.
વહેલમાં નર અને માદા બને હોય છે. તેમનું સંવનન, પ્રજનન, બાળઉછેર વગેરે બધું સમુદ્રમાં જ થાય છે. આવા ઉમદા પ્રાણીની હજારોની સંખ્યામાં દર વર્ષે કુર રીતે કતલ કરી નાખવી એમાં પાશવતા નહિ તે બીજું શું છે?
આવી કુરતને એક બીજો દાખલ પણ જોઇએ, ઉત્તર પેસિફિક અને ઉત્તર મહાસાગરના ઠંડા ટાપુઓમાં કેટલાક ઉજજડ અને નિજન છે. સીલ નામનાં આંચળવાળાં દરિયાઈ. પશુઓનાં ટોળાં ત્યાં દર વર્ષે પ્રજ્જન માટે જાય છે. તેમાં મુલાયમ રૂવાંટીવાળાં નર અને માદા સીલ હોય છે.. તેએ એક માસ આ નિર્જન ટાપુઓ પર ગાળે છે અને અગિયાર માસ સમુદ્રમાં ગાળે છે. જયારે ટાપુઓ આ પ્રાણીઓથી ભરપુર થઈ જાય અને ભારે કોલાહલ કરતા હોય ત્યારે શિકારીઓ વજનદાર ધોકા લઇને પહોંચે છે અને દરેક સિલનાં, માથાં ધેકા મારીને ફાડી નાખે છે. જે ગોળીબાર કરે તે ગળીથી ચામડુ વીધાઇ જાય તેથી તેની કિંમત ઘટી જાય.. આ પ્રાણીના પૂર્વજો પણું વહેલની જેમ ધરતી પરથી સમુદ્રમાં આવ્યા હતા અને નવા પર્યાવરણમાં ઉત્ક્રાંતિથી આ પ્રાણીઓએ પગ ગુમાવ્યા આગલા પગ તરવાની પાંખમાં ફેરવાઈ ગયા. તેથી તેઓ સપાટ કાંઠા ઉપર મુશ્કેલીથી ચડી આવી શકે છે, પણ ઝડપથી ભાગી શકતા નથી. હજાશે નિરાધાર અને ભયભીત પ્રાણીઓ ગભરાટ અને વેદનાથી ચીસ પાડતાં હેય અને એ અવાજથી હવા કાંપતી હોય, તેમ છતાં શિકારીઓ બેકા મારીને તેમની હત્યા કરતા હોય એ દશ્ય કેવું હદયદ્રાવક હશે? આવું દર વર્ષે બને છે.