________________
પ્રયુદ્ધ જીવન
શ્રી સી. એન.. સંધવીના પ્રમુખપદે મળેલી ત્રીજી ખેઠકમાં ડો. કુમારપાળ દેસાઇએ ‘Jain Institutions' વિષે સવિસ્તર માહિતીપૂણ' નિબંધ રજૂ કર્યાં હતા. ત્યાર પછી શ્રી ચિત્રભાનુએ ‘Chaturvidh Sangh' વિષે પોતાનુ મૌખિક વકતવ્ય અંગ્રેજીમાં રજૂ ક્ય” હતું. અને તે પછી લંડનના નવયુવાન શ્રી અતુલ કેશવજી શાહે ‘Young Jains' વિષે નિબંધ વાંચ્યા હતા અને તેમાં યુરોપ-અમેરિકાના જૈન નવયુવાનામાં સાચી ધાર્મિ`ક જાગૃતિ લાવવા માંટે કેટલાંક સરસ ઉપયાગી સૂચનો કર્યાં હતાં.
એ દિવસે શ્રી અશેક જૈનના પ્રમુખપણા હેઠળ યોજાયેલી ચેાથી ખેઠકમાં ડે. સરયૂબહેન દોશીએ ‘Jain Art, Culture & Literature' વિષે “ પૂર્વભૂમિકા બાંધીને તેને લગતી કેટલીક મહત્ત્વની સ્લાઈડ ભુતાવી હતી. એ દિવસે રાત્રે શ્રી જીન્દુમતી ધાનકને ભક્તિસગીના કાયક્રમ રાખવામાં આવ્યા હતા.
શનિવાર, તા. ૨૩ મી જુલાઇના રાજ સવારે શ્રી પ્રતાપભાઇ ગાંધીના પ્રમુખપણા હેઠળ ચેાજાયેલી પાંચમી ખેડૂકમાં શ્રી પ્રતાપ ભોગીલાલે 'Contribution of Jainas in Business, Industries and Professions' વિષે અને શ્રી વીરેન્દ્ર હેગડેએ 'Contribution of Jainas in Social and Political Life' ના વિષે અભ્યાસપૂર્ણ નિબંધ રજૂ કર્યાં હતા.
શ્રી દીપચંદભાઇ ગાડી'ના પ્રમુખપદે મળેલી છઠ્ઠી ખેઠકમાં 'Jain Community in India' એ વિષય પર મે' લખેલા મારા નિશ્ન ધ રજૂ કર્યાં હતા. ત્યારપછી ‘Jain Community outside India and their needs' એ વિષય પર પૂ. શ્રી સુશીલકુમારજીનું વકતવ્ય રાખવામાં આવ્યું હતુ. પરંતુ તે પધાર્યા નહોતા. એટલે એ વિષય પર શ્રી વિનાદ કપાસીએ સારી તૈયારીપૂર્વક માહિતી એકત્ર કરીને પેાતાના અભ્યાસપૂર્ણ નિબંધ રજૂ કર્યાં હતા.
સાતમી ખેઠકના પ્રમુખ તરીકે શ્રી શશિકાન્ત મહેતાનુ નામ છપાયું હતું, પરંતુ તેઓ આવ્યા ન હતા. એટલે ઉત્તર ભારતના દિગમ્બર સમાજના અગ્રણી શ્રી નિ'લકુમાર શેઠીને તે સ્થાન આપવામાં આવ્યુ હતુ.. એ ખેઠકના મુખ્ય વકતા ડો. સને∞ પણ આવ્યા ન હતા અને શ્રી રાજકુમાર જૈન પણ પોતાની નિબંધ લખીને લાવ્યા ન હતા. એટલે આ ખેઠકમાં શ્રી રાજકુમાર જૈન, ડે.. પોલ મેરેટ, ડે. હુકમચંદ ભારિલ, શ્રી સી.એન. સંધવી વગેરેનાં મૌખિક વકતવ્યો રજૂ
થયાં હતાં.
સૂચા અને ઠરાવે માટેની ઝુમી ખેઠક શ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઇના પ્રમુખસ્થાને રાખવામાં આવી હતી, પરંતુ તેમની નાદુરસ્ત તબિયતના કારણે એ ખેઠક સવારે પાંચમી ખેઠક પછી યેાજી લેવામાં આવી હતી. એમાં કેટલાક ઠરાવા પસાર થયા હતા અને કાયમી આંતરરાષ્ટ્રીય સસ્થા સ્થાપવા માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી.
આંતરરાષ્ટ્રીય કે રાષ્ટ્રીય સ્તરનાં સ ંમેલન । અધિવેશને ચેજવાનુ કામ સરળ નથી. આંતરરાષ્ટ્રીય વિમાનભાડાં ઘણાં માંધાં થતાં જાય છે અને ભેજન અને ઉતારાની તથા વાહનની વ્યવસ્થા પણ એટલી માંઘી બનતી જાય છે કે બધાંને પહોંચી વળવાનું કામ સદ્ધર સંસ્થા સિવાય સહેલુ નથી. જો આવાં સ ંમેલનામાં સાહિત્યકારો, વિદ્વાને, અભ્યાસીએ, તત્ત્વચિતા, સંગીતકારા, સેવાભાવી સામાજિક કાયકરા વગેરેને ટિકિટ આપીને નિમ ત્રવામાં ન આવે તે તે સમેલના બહુધા શ્રેષ્ઠીસંમેલને જેવાં ખની જવા સંભવ છે. ભારતમાં પણ કેટલાંક સમેલનામાં જો પ્રવાસ અને ભેજન-ઉતારની નિ:શુલ્ક
ardly a
2
તા. - ૮૮
વ્યવસ્થા નથી હોતી તેા કેટલીયે સનિષ્ઠ તેજસ્વી વ્યક્તિએ તેમાં ભાગ લઈ શકતી નથી. જો આમ હાય તે આંતરરાષ્ટ્રીય સ ંમેલનાની વાત જ શી ? શ્રેષ્ઠી વગ તા આવા પ્રસંગે જો ઇચ્છે તે સ ંમેલન માટેના પેાતાના પ્રવાસની સાથે સાથે વેપાર - પ્રવાસને જોડી દઈ શકે છે. પેાતપોતાની કંપનીઓના ખર્ચે અને હિંસાખે પણ કેટલાક શ્રેષ્ઠીઓ પ્રવાસ કરી શકે છે અને ધારે તો સ ંમેલન માટેના પ્રવાસખર્ચ' કરતાં પણ વધુ આર્થિ ક વેપારી લાભ મેળવીને પાછા આવી શકે છે. પરંતુ એકલા શ્રેષ્ઠીઓની હાજરીથી આવા સ ંમેલનને જે પરિમાણુ – Dimension મળવુ જોઈએ તે મળી શકે નહિ. વિવિધ ક્ષેત્રની પ્રતિનિધિરૂપ નિષ્ણાત વ્યકિતઓની ઉપસ્થિતિ વિના આવાં અધિવેશનેને ગૌરવ સાંપડે નહિ અને તેની કાવાહીમાં તેજ આવે નહિ ખાનપાનના મેળાની જેમ તેનુ મૂલ્ય નહિવત્ જ રહે. એટલે આંતરરાષ્ટ્રીય સમેલન ચેાજવાની જવાબદારી મોટા આર્થિક પીઠબળની અપેક્ષા રાખે છે. લેસ્ટરમાં એ રીતે શ્રી ભટ્ટારક ચાજ્જીતિ, શ્રી ચિત્રભાનુ, શ્રી લક્ષ્મીમલ સિંધવી, પ્રેસર ગામ્બ્રિજ, પ્રેસર પેલ મેરેટ, ડે. સરયૂબહેન દોશી વગેરે વિદ્વાન મહાનુભાવાની ઉપસ્થિતિથી આ વર્લ્ડ' જૈન ક્રાંગ્રેસને ધણુ ગૌરવ સાંપડયું હતું. જૈનેાના ચારે ફિરકાની વ્યકિતઓ ઉપરાંત અજૈન વિદ્વાનેાની પણ હાજરીને કારણે તેમાં એકતા, સુસંવાદિતા અને ઉદારતાની હવા પ્રસરી હતી.
આમ એકદરે વર્લ્ડ જૈન કૉંગ્રેસના કાર્યક્રમ સારી રીતે ચેટજાયા હતા એમ કહી શકાય. એમ છતાં આ કાર્યક્રમ સથા સંપૂર્ણ પણે સ ંતોષકારક હતા એમ તો કેમ કહી શકાય? દરેક સભા, સમાર્ં ભા, સમેલન, અધિવેશન વગેરેમાં કેટલીક નાનીમેટી ટિ રહી જતી હોય છે. ભવિષ્યનાં કાર્ય આંતરરાષ્ટ્રીય સ મેલના માટે ઉપયોગી થાય એ દૃષ્ટિથી લેસ્ટરમાં યોજાયેલી આ કૉંગ્રેસ વિશે અવલોકનને આધારે કેટલાક નિખાલસ વિચાર। અહીં રજૂ કર્યાં છેઃ
(૧) ૉંગ્રેસની પ્રથમ ખુલ્લી ખેઠકમાં રજૂ થયેલાં વકતવ્યામાં અસ તેખ અને વિસંવાદને સૂર સ્પષ્ટપણે દેખાઈ આવ્ય હતેા. પ્રતિષ્ઠા મહોત્સવના ભાગરૂપે યેાજાયેલા આ કાર્યક્રમમાં પ્રતિષ્ઠા મહેાત્સવમાં સ્વયં સેવક તરીકે ખડે પગે પરિશ્રમ ક માનદસેવા આપનારા સવસેથી વધુ કાર્યકર્તાઓને પણ ડેલિગેટ તરીકેની પચીસ પાઉન્ડની ફી ન ભરી હોય તે હાજર રહેવાના હકક આપવામાં આવ્યા ન હતા. તેથી અસહકાર અને વિરાધના પ્રબળ સૂર ઊડયેા હતેા. એને પરિણામે ખુલ્લી ખેઠક પછી કાંગ્રેસ બધાને માટે ખુલ્લી મૂકવાનું જાહેર કરવું પડ્યું હતું. પરંતુ ત્યારે ઘણુ મેહુ થઈ ગયું હતું, કારણ કે લંડન અને બીજા શહેરાના ધા માણસો પાછા ચાલ્યા ગયા હતા. એટલે આવી જાહેરાત થયા પછી પણ કૉંગ્રેસના લાભ લેવા જોઇએ તેટલે લેવાયે ન હતા.
(૨) કૉંગ્રેસ માટે પચીસ પાઉન્ડની ફી વધુ પડતી હતી અને સમિતિના સભ્યો કે ટૂરના યાત્રીઓ વગેરે કે જેમની પાસેથી ફરજિયાતરૂપે સીધી કે આડકતરી રીતે એ ફી લેવાઇ હતી તે સિવાય પોતાની સ્વેચ્છાએ કૉંગ્રેસમાં હાજર રહેવા માટે સામેથી ઉત્સાહપૂર્ણાંક, હાંશથી ફી ભરી હોય એવી વ્યક્તિઓની સંખ્યા, ફી ઉધરાવનાર એક વ્યક્તિ પાસેથી અધિકૃત રીતે જાણવા મળ્યું છે તે પ્રમાણે આખી દુનિયામાંથી મળીને ૧૫-૨૫ની પણ ન હતી. વળી, ડેલિગેટની વ્યાખ્યા અને જુદ જુદા દેશ અનુસાર વ્યવસ્થા પણ યાગ્ય રીતે વિચારાઈ નહોતી. ( પૃષ્ઠ ૯ ઉપર )