________________
Regd. No. MR. By / South 54 Licence No. : 37,
બુ
կ
વર્ષ : ૧૦ અ’કઃ-૭
મુંબઇ તા. ૧-૮-૧૯૮૯ વાર્ષિક લવાજમ રૂા. ૩૦/- છૂટક નકલ રૂા. ૧-૫૦
તંત્રી : રમણલાલ ચી. શાહુ
વર્લ્ડ જૈન
ઈંગ્લેન્ડમાં લેસ્ટર શહેરમાં ત્યાંના જૈન સેન્ટરમાં યોજાયેલા પ્રતિષ્ઠા મહોત્સવના એક ભાગ રૂપે ત્યાંની સસ્થા ‘જૈન સમાજ યુરાપ’ તથા ભારતના ‘જૈન સેશ્યલ ગ્રુપ ફેડરેશન'ના સયુકત ઉપક્રમે વર્લ્ડ જૈન ક્રાંગ્રેસનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ તા. ૨૧, ૨૨ અને ૨૩ જુલાઇ, ૧૯૮૮ના રાજ લેસ્ટરમાં ગ્રાન્બી હાલ્સમાં યેજવામાં આવ્યો હતા.
ત્રણ દિવસના આ કાર્યક્રમમાં ઉદ્ઘાટન સમારોહ તથા આઠે બેઠા રાખવામાં આવી હતી. ખેડકામાં કેટલાક અભ્યાસપૂણ' નિબંધે વહેંચાયા હતા. અને તેથી એકદરે કાર્યક્રમ સતાધારક રીતે ઉલ્લાસપૂર્ણાંક પાર પડયેય હતા એમ કહી શકાય.
આ સમગ્ર કાર્યક્રમનું પ્રમુખસ્થાન શ્રી શ્રેણિકભાઇ કસ્તુરભાઇએ સ્વીકાર્યુ હતું.
પ્રથમ દિવસે બપોરે લેસ્ટરના લૉડ મેયરની ઉપસ્થિતિમાં એમના હાથે દીપ પ્રગટાવીને વર્લ્ડ જૈન કાંગ્રેસની ઉદ્ઘાટનવિધિ થઇ હતી. એ માટે લેડ મેયરે પોતાના ઉત્સાહ અને આનંદ વ્યકત કર્યાં હતા. આ જૈન કૉંગ્રેસના પ્રમુખ શ્રી શ્રેણિકભાઇ, તથા જૈન સમાજ યુરોપ અને જૈન સેક્ષ્યલ ગ્રુપ ફેડરેશનના પદાધિકારીઓએ પ્રાસગિક વકતવ્યો રજૂ કર્યાં હતાં. વર્લ્ડ જૈન ક્રાંગ્રેસ નામની બીજી એક સંસ્થા પણ ચાલે છે એટલે આ કૉંગ્રેસના એકસરખા નામ માટે સ્પષ્ટતા પણુ કરાઇ હતી.
જીવન
મુંબઇ જૈન ચુવક સંઘનું પાક્ષિક મુખપત્ર પ્રદેશમાં વાર્ષિક રૂા. ૩૦૦
ત્યાર પછી ખુલ્લી ખેઠક રાખવામાં આવી હતી. આર ભમાં પચ્ચીસ પાઉન્ડની ફી ભરનાર લિગેટના વકતવ્ય પૂરતી મર્યાદિત રખાયેલી આ ખુલ્લી ખેઠક પછીથી તેા ઉપસ્થિત રહેલા સવ શ્રેતાઓને માટે ખુલ્લી મૂકવી પડી હતી અને વિવિધ વકતાએએ પેાતાના મતવ્યા અને સૂચને અગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષામાં રજૂ કર્યાં હતાં.
બીજે દિવસે, તા. ૨૨ મી જુલાઈ ૧૯૮૮ ના રોજ સવારે લાડ' મેયરની ઉપસ્થિતિમાં ઊંગ્રેસની કાયવાહીના પ્રારંભ થયે હતા. લૉડ મેયર અને ધ્રાંગ્રેસના પ્રમુખ શ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઇએ સ્વાગત પ્રવચન કર્યુ હતુ ં. ત્યાર પછી આ પ્રથમ બેઠકમાં શ્રી લક્ષ્મીમલ સિધવીએ ૪૫ મિનિટનું પોતાનુ વિદ્વત્તાપૂણ લેખિત ઉદ્ઘાટન પ્રવચન રજૂ કર્યુ હતુ. એથી કૉંગ્રેસની કાર્યવાહીની ગૌરવભરી છાપ ઊંપસી હતી. મે.જ હાલમાં અગાઉના દિવસોના પ્રતિષ્ઠા મહાત્સવના ઘાંઘાટિયા વાતવરણની તુલનામાં કૉંગ્રેસના રસિક શ્રોતાજનોની શિસ્ત અને શાંતિથી વાતાવરણને ચિંતનાત્મક ચર્ચાવિચારણા
કૉંગ્રેસ
માટે પ્રશસ્ય ગાંભીય સાંપડયુ હતું. પ્રમાણમાં શ્રોતાઓની હાજરી પણ સારી હતી. જૈન સમાજ યુરેાપ અને જૈન સોશ્યલ ગ્રુપ ફેડરેશનના પદાધિકારી શ્રી નટુભાઈ શાહ, શ્રી સી. એન. સંધવી, શ્રી હરસુખભાઈ તબાલી વગેરેએ સૌનું સ્વાગત કરવા સાથે પ્રાસંગિક વકતવ્યો રજૂ કર્યાં હતાં.
પ્રથમ દિવસે ખુલ્લી બેઠક પછી Fringe Meeting રાખવામાં આવી હતી અને તેના પ્રમુખ તરીકે શ્રી પ્રતાપ ભોગીલાલ હતા. આ Fringe Meeting એટલે શું તેને ખ્યાલ કાઇને નહાતા. ખુદ પ્રતાપભાઇ સાથે વાત થતાં તેમણે પણ જણાવ્યું હતું કે તેમાં પેતાને શું કરવાનુ છે તેની તેમને ખબર નથી. Fringe એટલે કિનાર, લટકતા છેડે, ઝુલ, ઝાલર વગેરે અથ થાય છે. કિનારનું કામ વસ્ત્રને શભા આપવાનું છે એટલે આવી ખેડૂકનો આશય સમગ્ર કાયક્રમને એપ આપવાના હોઇ શકે અથવા બાકી રહેલી કાર્યવાહીની પૂર્તિરૂપ તે હાઇ શકે, પરંતુ સાંજે ચાર વાગે યોજવા ધારેલા આ કા ક્રમમાં અકારણ વિલબ થતાં અને વચ્ચે અન્ય કાયક્રમે ગોઠવાઇ જતાં એને વારે। Fringe–લટકતા છેડાની જેમ રાત્રે સાડા નવ વાગે આવ્યા હતા કે જ્યારે આંગળીના વેઢે ગણાય એટલી વ્યક્તિઓની ઉપસ્થિતિમાં શ્રી પ્રતાપભાઈને દસેક મિનિટ જેટલુ પ્રાસંગિક વકતવ્ય રજૂ કરવાની તક સાંપડી હતી.
બીજી બેઠક પ. પૂ. ભટ્ટારક શ્રી ચારૂકીતિના અધ્યક્ષપદે યેાજવામાં આવી હતી. આ બેઠકમાં ‘Jainism and its Philosophy' એ વિષય ઉપર એકસફર્ડ યુનિવર્સિટીના પ્રો. ગામ્બ્રિજે પેાતાને અભ્યાસપુર્ણ નિબ ંધ વાંચ્યા હતા. એક વિદેશી અધ્યાપક જૈન ધર્મના કેટલા ઊંડા અભ્યાસ કરે છે તેની પ્રતીતિ ગામ્બ્રિજના આ અભ્યાસપૂણ' લેખથી થતી હતી Jain Principles and its relevance to mordern world', એ વિષય પર ફ્રાંસના મેડમ કલેટનુ વકતવ્ય રાખવામાં આવ્યું હતું. તેઓ પોતે સ જોગવશાત આવી શક્યાં ન હતાં, પરંતુ તેમણે પોતાના લેખ મેકલી આપ્યા હતા. એ લેખ વાંચવાનુ બીજા એક ભાઈને સોંપવામાં આવ્યુ હતુ, પરંતુ તેમણે લેખની સાથે સાથે પેાતાની પણ કેટલીક અપ્રસ્તુત વાતા ઉમેરી હતી. એથી લેખની સ્પષ્ટ છાપ જોઇએ તેવી પડી નહિ. ... ભટ્ટારક શ્રી ચારુકીતિ છએ. અ ંગ્રેજી ભાષામાં બને વકતવ્યોના ઉપસ હારરૂપે . જૈનધર્મના સિદ્ધાંત ઉપર સારો પ્રકાશ પાડયા હતા.
421646