SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન - તા. ૧૬ –૮૮ રીતે આંતરિક જીવનવિકાસનું એક પ્રાથમિક અને જરૂરી અંગ છે. કદાચ સઘળી બહિતૃત્તિઓનું શમન પછી પણ એક લકવણાની વૃત્તિ બાકી રહે છે એની એટલી પ્રબળતા જોઈને જ એ જીવનમાં મૌનને મહાન ગુણ માનવામાં આવે છે. ભગવાન બુદ્ધ તે “અg પિ જે તે માસમાનો ઘમસ હોતિ અનુધાવા tr' એમ કહીને અપેકિતને, અલ્પ ભાષણને મહિમા કર્યો છે. આચારાંગસૂત્રમાં પણ કહ્યું છે કે કેટલાક સાધકે શેડો કે ઘણે, નાને કે મેટ, સચિત્ત કે અચિત્ત પરિગ્રહ રાખે છે એમ - કહીને સઘળા ત્યાગ પછી પણ એક રાગ રહે છે અને તે પોતે મહત્તા પ્રાપ્ત કરવાની આસકિત, કીતિને મેહ, યશને લેભ-એ છેડવાની તૈયારી કરવી હોય તે પ્રાથમિક ભૂમિકા તરીકે જાત વિલેપન ધર્મ સેવ રહ્યો. મૌનના મહાસાગરમાં નિમજજન કરી, એવી ૦૧કિત એક એવી અદ્વિતીય વસ્તુ સિદ્ધ કરે છે કે જે વડે, એના પિતાના આંતરિક વિકાસથી, સાધુ અને અ-સાધુ સઘળાને સરખું આકર્ષણ કરવાની શક્તિ મેળવે છે પેન્સર કહે છે તેમ “The Inner relation corresponds with its own efficient cause.’ શરીર, મન, પ્રાણું અને ધર્મ વચ્ચે ક્યાંય વિસંગતિ ન જાગે એવી સિદ્ધિ આપણા મહાપુરુષેએ મૌનના મહાસાગરમાં નિમજજન કરી મેળવી લીધી હોય છે. બીજી રીતે કહીએ તે સાધવ, એ સંસાર ભીરુવના દેષને ઢાંકનાર તરીકે નહીં, પણુ એ પિતે ગુણ તરીકે હવે જોઈએ. મેકડુગલ સરસ રીતે બતાવે છે કે “All the true" negative qualities’ને સુધારવી મુશ્કેલ છે પરંતુ ‘Positive undesirable qualities’ને સુધારીને વાળી શકાય છે, આવા વિકાસને અંતે The quility of his outward behaviour becomes a quality of his character” એટલે આ સંયમધમ, એ પ્રકારને જીવન પ્રત્યેની રસવૃત્તિમાંથી જન્મતે અથવા પોષાત અથવા કેળવાતે હો જોઇએ. સંસાર ભીરુતામાંથી સંયમને જન્મ સંભવે જ નહિ. ૫. સુખલાલજીએ દર્શાવ્યું છે તેમ, ' પરથી આત્માની પ્રવૃત્તિ બદલાઈ, સ્વરૂપનુખ થાય છે ત્યારથી જ તેની ક્રિયામાં શુભાશનું તત્ત્વ દાખલ થાય છે અને તે જ એ ધમકેયા ખરા અર્થમાં છે.' ' આપણે ત્યાં આત્મકથા લખવાનો રિવાજ નથી એની પાછળ એક સંસ્કાર છે. કેઈ એક કામમાં કોઈ એક વ્યકિતમાં દેવ જણાય તે ઢાંકવા, એની એબ ખુલી ન પડવી; તેનામાં ગાપિત રહેલા સદ્દગુણો કેમ વિકસે એવા પ્રયત્નો કરવા; એ પ્રકારે કામ થતું હોય છે ત્યારે કે ત્યારબાદ આ કામગીરી તેના ખરા સ્વરૂપમાં જે કઈ જાણે અને વાત ફેલાય તે પ્રયત્નને મૂળ હેતુ માર્યો જાય. એટલે સામી વ્યકિત ગમે તેટલી “અ-સામાજિક પ્રકૃત્તિ કરતી હોય તે પણ તેનું સ્વમાન જળવાય, તેના અહંભાવને આંચ ન આવે એ રીતે તે આપમેળે સમાગે વળવા પ્રેરાય એવું આપણું વર્તન હોવું જોઈએ, એવું આપણું સામાજિક વાતાવરણ. એવી સમાજની આબેહવા હોવી જોઇએ એવા સંસ્કાર આપણને ગળથુથીમાં મળ્યા છે. માનવી પિતે માનવી પેઠે જીવે અને બીજાને તે રીતે જીવવા પ્રેરે અને એ વાત છાની રહે એની , ઓર મજા છે વર્તમાન સમયમાં કે ભૂતકાળમાં પૂરતા પ્રયત્ન છતાં માનવીના હદયનું પરિવર્તન થયું નથી કે થતું નથી તેનું કારણ અહીં પડેલું છે. જાહેરમાં કે સમાજમાં ઉતરી પડવાને ભાવ આપણુ પ્રગટ-અપ્રગટ વર્તનથી સામી વ્યકિતમાં સ ક્રાન્ત થાય તે લાખ ઉપાય છતાં બધું ઠપ થઈ જાય. આપણે એનો રે વડારી લઈએ છીએ એટલું જ નહિ પરંતુ ધ્યેય સિદ્ધિ પણ થતી નથી માનવીને સુધારવાની, એને સાચી દિશામાં વાળવાની અને વિકાસના પથે મૂકવાની વાત એના લાભમાં હોવા છતાંય એ વાત બહાર પડવાથી કે પડવાથી થતી સ્વમાનહાનિના કારણે આમ બને છે, જેની આત્મકથા લખાય તેવી વ્યકિત તે પિતાના વિકાસ દરમિયાન આવા કેટલાય સંઘર્ષમાંથી પસાર થઈ હોય અને એવા સંઘર્ષમાં સામે પક્ષે રહેનાર વ્યકિત જીવંત હોય છે એ સંઘર્ષના વિગતપૂર્ણ આલેખનથી તે વ્યકિત પ્રત્યે વ્યાપક અભાવ થાય અને બન્ને પક્ષની તેવી વ્યકિતઓ હયાત ન વય તે એમના વંશ-વારસદારોમાં પરસ્પર વેરભાવ પ્રગટ થાય એવી સંભાવના લેખાય અને પરિણામે આત્મકથા લખનારના મનમાં પણ કલેશ ઉત્પન થાય. આત્મકથાનું અલેખન નહીં કરવાની પાછળ આવી ફિલસૂફી કદાચ કામ કરતી હોય. '. જુઓઃ પુરાતત્ત્વ વધ ૧ : ૨ સાભાર સ્વીકાર શ્રી જિનવાણી પ્રચારક ટ્રસ્ટ (૫૯, બેન્ક ઓફ ઇન્ડિયા બિલ્ડીંગ, ૧૮૫, શેખ મેમણ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦૦૦૦૨) તરફથી પૂ આ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજનાં લખાયેલાં પુસ્તકે જ સાચા સુખને માગ ૪ ડેમી સાઈઝ # પૃષ્ઠ ૨૮૦ # મૂલ્ય રૂ. ૩૦,'- જે મુકિતને રાજમાર્ગ * ડેમી સાઈઝ ૪ પૃષ્ઠ–૨૮૮ *મૂલ્ય રૂ. ૩૦/- ૬ આત્માને એાળખે + ડેમી સાઇઝ ૪ પૃષ્ઠ ૪ ૨૩૨ જ મૂલ્ય રૂ. ૨૦/જ સાચા સુખની શોધમાં ને ડેમી સાઈઝ ૪ પૃષ્ઠ ૩૯૧ * મૂ૫ રૂ. ૩૨/કેમ ઊતરશે પાર * ડમી સાઇઝ * પૃષ્ઠ ૩૩૯ * મૂલ્ય રૂ. ૩૦/- છેસંઘ સ્વરૂપે દર્શન ભાગ ૧ – ૨ # ડેમ સાઈઝ ૪ પૃષ્ઠ ૩૭૧ + ૪૯ મૂલ્ય બંને ગ્રંથના રૂ. ૪૦/ જ હું આત્મા છું # ભાગ-૧ ૨/૩ લે. પૂ. ડે તરુલત્તાબાઈ મહાસતીજી # ડેમી સાઈઝ # ત્રણેનાં કુલ પૃઢ૯૯૪ ત્રણે ગ્રંથનું મૂલ્પ–રૂ. ૯૯ + પ્રકાશક : શ્રી ગુજરાતી . સ્થા. જેન એસેસીએશન, ૭૮ ૭૯, રીથર્ડન રેડ, પુરુષવાકમ, માસ-૬૦૦૦૦૭. જ આવેતન (કાવ્યસંગ્રેડ) લે. ત્રિભુવન વ્યાસ કાઉન સેળ પેજી પૃષ્ઠ -૧૩૦, મૂલ્ય રૂ. ૧૦-૦૦; પ્રકા રશ્મિબહેન ત્રિ. વ્યાસ, વ્યાસ નિવાસ, ૨, ગુંદાવાડી, રાજ કેટ-૩૬૦૦૦૨. * સરસ્વતીચંદ્ર-વીસરાયેલા વિવેચને સંપાદકે : જયંત કોઠારી અને કાંતિભાઈ બી. શાહ # કાઉન સેળ પેજ & પૃષ્ઠ-૨૩૯ : મૂલ્ય રૂ. ૪૬૫પ્રકા રન્નાદે પ્રકાશન, મહાલક્ષ્મીની પિળ, રાયપુર, અમદાવાદ -૧ : અખાના છપ્પા : કેટલેક અથવિચાર. લે. જયંત કોઠારી * ડેમી સાઇઝ ૪ પૃષ્ઠ-૧૬૩ મૂલ્ય રૂ. ૨૫– પ્રકા. જયંત કોઠારી ૨૪, સત્યકામ સે સાયટી, અમદાવાદ-૧૫ * હોસ્પિટલ પોએમ્સ લે. જા મહેતા # ક્રાઉન સેળ પિજી # પૃષ્ઠ-૪૪ * મૂલ્ય રૂ. ૧૫' - પ્રકા. શ્રીમતી નાથીબાઇ દામેકર ઠાકરશી મહિલા વિદ્યાપીઠ, , નાથીબાદ ઠાકરશી રોડ, ન્યુ મરીન લાઇન્સ, મુંબઈ-૨૦ ..
SR No.525973
Book TitlePrabuddha Jivan 1988 Year 49 Ank 17 to 23 - Ank 24 is not available and Year 50 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1988
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy