________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૭-૮૮,
ગુજરાતમાં રંગભૂમિના ઉદ્ધારની જે લગન શ્રી ચન્દ્રવદન મહેતાને હતી તેવી જ કંઈક નાટ ભજવવાની લગન ગુજરાત બહાર શિવકુમારને હતી. શ્રી ચન્દ્રવદન મહેતાએ નાટક અને રંગભૂમિ વિશે ઘણું અભ્યાસપૂણું લખ્યું છે. શ્રી શિવકુમારના બે વિવેચનસંગ્રહ “નવઠાનું યુદ્ધ” ને “રંગભીના ચહેરામાં વધારે લેખે નયસાહિત્ય અને રંગભૂમિ વિશેના છે. તેમનાં સંસ્મરણે “મારંગ આ છે પણ શૂરાનો શીર્ષકથી પ્રસિદ્ધ થયાં છે. તેમાં મુખ્યત્વે રંગભૂમિ અને નાટકનાં જ સંસ્મરણે છે. સંસ્મરણોનું આવું રસાળ પુસ્તક તેમના નાટયપ્રેમને આભારી છે. કેટલાંક સારાં નાટકનું તેઓ સર્જન કરી શકયા છે છતાં તેમની જે પ્રતિભા હતી અને તદ્દવિષયક તેમનું જે જ્ઞાન હતું તેની અભિવ્યકિતની પરાકાષ્ટાથી ગુજરાત વંચિત રહી ગયું છે. જેમ શ્રી ચંદ્રવદન મહેતા દેશવિદેશમાં નાટકે અને રંગભૂમિના પરામર્શ માટે પ્રસિદ્ધ છે છતાં તેનું ઉત્તમ ફળ સજન રૂપે ગુજરાતને મળ્યું નથી તેવું જ રેવ. શિવકુમાર માટે બન્યું છે. “સુમંગલા” કે “સુવણરેખા” જેવાં તેમનાં સફળ નાટકે ગુજરાતી નાટકને ઉચ્ચ પરિમાણ આપી શકતાં નથી. કદાચ સમગ્ર ગુજરાતી નાટયસાહિત્યની આ ગર્ભિત કરુણતા છે “રાઇને પર્વતને વિઠાને ને વિવેચકે વખાણતા થાકયા નથી પણ વિવેચકેની બેહદ પ્રશંસાને સાર્થક કરે તેવું ઉચ્ચ કલાત્મક સજન એ નથી જ “શર્વિલક ઉચ્ચ સિદ્ધિઓથી મડિત થયેલું હોવા છતાં તે સંપૂર્ણ કલાકૃતિ નથી. આધુનિક નાટક ટેકનિકની દ્રષ્ટિએ પુષ્કળ વૈવિધ્ય દર્શાવે છે પણ એમાંથી કઇ કલાત્મક સર્જનની કક્ષાએ પહોંચે એવું માતબર નથી. રાઇને પર્વત' ને ‘શર્વિલક'થી આધુનિક નાટક વચ્ચે શિવકુમારનાં નાટકનું સ્થાન છે પણ તિહાસિક દ્રષ્ટિએ તેમનું જેટલું મૂલ્ય છે તેટલું કલાદ્રષ્ટિએ નથી. તેમનાં એકાંકીઓ નગરસંસ્કૃતિને એક સ-રસ દ્રષ્ટિકોણ લઈને આવે છે પણું રચનાકલાની દ્રષ્ટિએ તેને બહુ વિકાસ જોવા મળત. નથી. એમ લાગે છે કે ફક્ત ગુજરાતના લેખકે નહિ, સમગ્ર ભાર તના લેખકે આ ક્ષેત્રે પછાત રહી ગયા છે. ઇમ્સનના સમર શામીની કલા કે બર્નાડે શેના સેન્ટ જેન’ની ભવ્યતા, બેકેટના
ઈટિગ ફેર ગેદાની કલ્પનાજના કે આયનાના ‘એમીડી’ની ફિલસૂફીથી ભારતનું નાટયસાહિત્ય વંચિત જ રહી ગયું છે. આથેલેંડના શેકસપિયર ગણુતા સીજે ઉત્તમ નાટક માટે Poetry and Beauty-કવિતા અને સૌન્દર્યની ભરપૂર અપેક્ષા રાખેલી. ઇમ્સન અને શાનાં કેટલાંક નાટકમાં છલકાતાં સરોવરની જેમ કવિતા અને સૌદય ઉભરાય છે, જે ભારતીય નાટકમાં નથી. અને શિવકુમાર તેમાં અપવાદ નથી. જે ભારતીય કે ગુજરાતી નાટય-સાહિત્યની મર્યાદા એ જ શિવકુમારની મર્યાદા.
ટૂંકી વાર્તાના વિકાસમાં એક સજક તરીકે તેમની ગણના થતી નથી એથી શિવકુમાર સભાન હતા. અને એ સલ્લીનતાથી તેમને ખૂબ દુઃખ થતું હતું. આ સ્વરૂપ વિશય તેમને આત્મવિશ્વાસ છલકાતું હતું અને ગુજરાતી વિદ્વાનોની ઉપેક્ષા તેમનાથી સહન થતી નહોતી તેમ તેમના પત્રમાં વારંવાર વાંચવા મળ્યું છે. નગરસંસ્કૃતિનાં ભદ્ર- અભદ્ર પાસાંઓનું નિરૂપણ તેમની નવલિકાઓમાં થયું છે અને વિશેષ છે. કલકત્તાને જે સમાજ છે અને એ સમાજમાં ગરીબીથી પીડાતી
જે નિરધાર યુવતીઓ છે તેમનાં જીવનની વેધક કરુણતાનું અનન્ય દર્શન તેઓ કરાવી શકે છે સભાન કલાકારની અદાથી પ્રત્યેક વાત તેઓ આકારવા મથે છે પણ તેમાં તેમને બહુ સફળતા મળતી નથી. ઇ. સ. ૧૯૫૭ પછી ટૂંકી વાર્તામાં રચનાકલાને જે વિકાસ થયે એ વિકાસમાં પિતાની સર્જકતાને ગોઠવવાનું તેમને બહુ ફાવતું નહોતું અને છતાંય પતે પ્રગતિશીલ મટી જવા માગતા નહોતા! પરિણામ બહુ તૃપ્તિપદ આવતુ નહોતુ: આવા પ્રયાસોમાંથી કેટલીક નકશીપૂર્ણ વાર્તાઓ તેઓ આપી શકયા છે એ તેમની કલાને વિજય છે
, પણ ગુજરાતની પ્રજા જે શિવકુમારને ઓળખે છે એ તે એક નવલકથાકાર તરીકે ઓળખે છે. એ સમજવા જેવું છે કે જેમની સર્જકતાને મુખ્ય ઝોક નાટકે પ્રત્યે હતું અને જેમની મુખ્ય અભિરુચિ નાટકે પ્રત્યે હતી એ સર્જક નવલકથાઓ વિશેષ ઉમેશથી સજે છે લાગે છે કે તેમના અન્તરમાં પ્રેરણાને ધોધ વહેતે હતો અને સર્જકતાનું પૂર આવ્યું હતું તેને નાટકનું મર્યાદિત ફલક ઝીલી શકે તેમ નહોતું. અને એટલેં જ તેઓ નવલકથાઓ પ્રત્યે વળ્યા હતા. કેટલાક લેકે એમ પણ કહે છે કે વર્તમાનપત્રના તંત્રીઓની માગને પહોંચી વળવા એક ફરમાસુ લેખક તરીકે જ તેમને આ આયાસપૂર્ણ વ્યાયામ હતું. મેં પણ એવી ટકેર કરેલી ત્યારે તેમણે ખૂબ દુઃખપૂર્વક એક પત્રમાં લખેલું કે તેમણે ભાગ્યે જ એવી કોઈ નવલકથા લખી હશે જેની રચના પૂવવેજિત ન હોય અથવા તે. લખાયેલી નવલકથાઓ તેઓ ધારાવાહી રૂપે પત્રના તંત્રીઓને છાપવા આપતા હતા. અગર તે અમુક નવલકથાની લેજના પિતાના વર્કશોપમાં લગભગ તૈયાર હોય અને તેનાં અમુક પ્રકરણે તેઓ લખી ચૂકયા હોય એવીજ વાર્તાઓ તેમણે વર્તન માનપત્રના તંત્રીઓને આપેલી છે. પણ નદીનું મૂળ ભુલાઈ. જાય છે અને તેને વહેતે ધસમસતા પ્રવાહ જ, આપણને પુલકિત કરે છે. તેમની નવલકથાઓના સર્જનનું નિમિત્ત ગમે તે હોય, તેમણે જીવાતા જીવનની અનેક નવલકથાઓ ગુજરાતને આપી છે અને જે યુગમાં ઘટનાપ્રધાન નવલકથાઓનું જીવનના દર્શનનું કે જીવનનાં મૂલ્યોનું ગૌરવ સાહિત્યસજન માટે ઝપાટાભેર હણાતું જતું હતું એવા જમાનામાં તેમણે સાહિત્યના વહેતા પ્રવાહની બહુ પરવા કર્યા વિના પણ ગુજરાતી નવલકથાને જીવંત રાખી હતી. ગુજરાતના અને ભારતની જીવાતા જીવનને શિવકુમારે લગભગ ત્રણ દાયકા સુધી પિતાની વિવિધ નવલકથાઓ દ્વારા ધબકતું કર્યું હતું.
કંચુકીબધ’ કે ‘અન ગરાગ’ સ્ત્રીપુરુષના સબંધ ઉપર લખાયેલી નવલકથાઓ છે અને તેમાં શૃંગારની કક્ષાએ સેકસને સ્થાપવાનો તેમણે રસિક પ્રયાસ કર્યો છે. “દિયો અભયનાં દાન', ધન મધરાતે', “આ અવધપુરી, આ રામ વગેરે નવલકથાઓ વિશાળ ફલક ઉપર આપણા રાષ્ટ્રીય જીવનને તેની સામાજિક ભૂમિકા સાથે નિરૂપવાને તેમને પ્રચંડ પ્રયાસ છે. મહાકાય નવલકથાઓ. બદલાયેલી નવલકથાની વિભાવનાના સંદર્ભમાં જ્યારે અપમાનિત થતી હતી ત્યારે તેમણે એવી રચનાઓને ગૌરવભરી પ્રતિષ્ઠા આપવાની કોશિશ કરેલી છે. પરંતુ શિવકુમાર સાંપ્રત પ્રવાહનીય ઉપેક્ષા કરે એવા સજક નહોતા. તેમણે લઘુ નવલકથાઓ પણ લખવા માંડી. વ. સુરેશ જોશીની ટેકનિક વિશેની જે વિશિષ્ટ વિભાવના હતી તેના ચેકડામાં બેસી શકે તેવી તેની રચનાકલા, અલબત્ત નહોતી. પરંતુ આકૃતિનિર્માણના તેમણે