________________
, પ્રબુદ્ધ જીવન
*
તા. ૧-૭-૮૮
સંશોધનની દષ્ટિને અને ભાવનાને લક્ષમાં રાખી તે વેચતા નથી; પરંતુ માત્ર કમાણી કરવાના આશયથી જ વેચે છે. સંશોધન માટે માનવનું મૃત શરીર પણ પ્રયોગશાળામાં ઉપચોગમાં લેવાય છે. જે પશુઓ વેચવામાં કમાણીને બદલે પિતાનામાં રહેલી સંશોધનની જ ભાવના વિશેષ પ્રબળ હોય તે તેવા લોકોએ પિતાના રવજનના મૃતદેહની નિકાસ પરદેશમાં કરવી જોઇએ. સ ધનની ભાવનાથી પ્રેરાઈને જેઓ જીવતાં પશુપંખીઓને વાઢકાપ માટે વેચી દેવાની ભલામણ કરે છે તેઓને તેવા ઉમદા કાર્ય માટે પિતાનાં જીવતાં વજનને કે પિતાની જાતને સેંપી દેવાનું મન થશે ખરું? ધમ, સામાજિક ક્તવ્ય અને જીવન-વ્યવહાર વચ્ચે જે વિસંવાદ રહેતું હોય તે પ્રમાણિક માણસે ધમને ઉચ્ચતર પેય તરીકે સ્વીકારવું જોઈએ.
ભારતમાં પશુપંખીઓની નિકાસને વ્યવસાય દિવસે દિવસે વધતે ચાલે છે. એની સામે વખતેવખત ઊહાપોહ થયું છે અને તે બાબતમાં સ્થાન અપવા માટે કેન્દ્ર સરકારે ભૂતકાળમાં ખાતરી પણ આપી છે, તે પણ સમયે સમયે બદલાતા સરકારી તંત્રમાં રહેલા ભ્રષ્ટાચારના કારણે અને લાગતાવળગતા. પ્રધાનની બેદરકારી અથવા ગુપ્ત સંમતિને કારણે આ વ્યવસાયમાં અનેક પ્રકારની ગેરરીતિએ ચાલતી રહી છે. સરકાર પણ વાર - વાર પિતાની નીતિ બદલતી રહી છે અને લાગતાવળગતા મેટા વેપારીઓની આર્થિક કે રાજકીય જોરદાર લાગવગને વશ થઈ તેમની ઈચ્છાનુસાર હુકમ બહાર પાડે છે અને એક અથવા બીજી કલમ હેઠળ છૂટછાટ આપી દેવાય છે. એવી કાયદેસર છૂટ મેળવીને તે વેપારીઓ પશુપંખીઓની નિકાસ કરીને ધૂમ કમાણી કરી લે છે. સરકારનું એ તરફ ધ્યાન ખેંચવામાં આવે અને ઘણે બધે ઊહાપોહ થાય ત્યાં સુધીમાં તે વર્ષ પૂરું થઈ જાય છે " અને નવા વર્ષમાં સરકાર કદાચ કંઇક પગલાં લે અને નિકાસ . અટકાવે તે થોડા વખતમાં પાછલે બારણેથી પરવાના અપાઈ
જાય છે. ઇન્દિરા ગાંધીના વખતમાં શાંતિદૂત સમા પારેવાંની નિકાસ સામે ભારે ઊહાપોહ મચાવીને તેની નિકાસ બધ કરાવી દેવાઈ હતી તે ફરી પાછી ચાલુ થઈ ગઈ છે. આ તે કાયદેસર મેળવેલા અધિકૃત પરવાનાઓની વાત છે; પરંતુ આપણા દેશમાં તે ચેરીછૂપીથી અનધિકૃત નિકાસ પણ કેટલી બધી થાય છે ! એમાં પણ સરકારી તંત્રના લાગતાવળગતા. કર્મચારીઓનાં આખ–મિચામણાં કેટલાં હશે તે કોણ જાણે છે? આ વર્ષે પારેવડાં, કાગડા, મેના, ચકલાં, પેરાકીટ, ઘેડા, ગધેડાં, ખચ્ચર વગેરે જીવતાં પશુપંખીઓની નિકાસની કાયદેસર છૂટ આપવામાં આવી છે. આવી છૂટછાટવાળી નિકાસનીતિ ભારત જેવા દેશને માટે પ્રત્યક્ષ તેમ જ પરોક્ષ રીતે કેટલી બધી નુકસાનકારક નીવડે એવી છે તેને વિચાર કોણ કરે છે? ભારતમાં તે વતમાન સમયમાં વેપારના દરેક ક્ષેત્રે જે ગેરરીતિઓ પ્રવર્તે છે અને નાનામેટાં કૌભાંડ બહાર આવે છે તે જોતાં જીવતાં પશુપંખીઓના આ નિકાસવ્યવસાયને પણ કેટલે ખોટો ગેરલાભ ઉઠાવાશે તે કોણ કહી શકે? અને કાયદેસર થયેલી નિકાસ પણ ભારતના આધ્યાત્મિક, સાંસ્કૃતિક જીવનને કેટલે બધે આઘાત પહોંચાડે છે તે પ્રત્યે પણ કેણુ લક્ષ આપે છે? . ન્યૂઝીલેન્ડ કે ઓસ્ટ્રેલિયામાં ઘેટાંનું પ્રમાણ અને જાપાનમાં માછલીઓનું પ્રમાણ એટલું બધું હોય છે કે ડાકની નિકાસ કરવાથી તે દેશને કશો ફરક પડતો નથી, બલકે સારે ન થાય
છે. વળી જીવદયાના સંસ્કાર તેઓના લેહીમાં ન હોવાથી આવી નિકાસથી ત્યાં તે કેળના પેટનું પાણી હાલતું નથી. ભારતમાં પશુ- પંખીઓની સંખ્યા એટલી બધી ત્રાસદાયક વધી ગઈ નથી કે - જેથી એની નિકાસ કરવાથી દેશને રાહત અને શાંતિ અનુભવવા " મળે. વસ્તુતઃ ખેતીપ્રધાન ભારતને પર્યાવરણની જાળવણી માટે પણ પશુપંખીઓની એટલી જ આવશ્યકતા હમેશાં રહી છે. ચીન, જાપાન, રશિયા વગેરે દેશોએ અનાજ બચાવવા માટે જ્યારે ચકલાંઓ માર્યા ત્યારે અન્ય જીવાતનો ઉપદ્રવ ઘણો વધી ગયે અને પર્યાવરણની જાળવણી માટે ચકલાં મારવાનું બંધ કરવું પડયુ બીજા દેશના અનુભવોમાંથી પણ ભારત સરકારે કઈક શીખીને પિતાની આયાત-નિકાસની નીતિ ઘડવી જોઇએ.
વૈજ્ઞાનિક શોધખોળે દિવસે દિવસે વધતી જાય છે. તેમાંની કેટલીક તે માણસના વિવિધ વિચિત્ર શેખને પિષવા માટે જ થતી હોય છે એ માટે કેટલાંય નિર્દોષ પ્રાણીઓને સંહાર થાય છે. કેટલાક દેશની શ્રીમતિ મહિલાઓને કેટલાય વખતથી મગરની ચામડીમાંથી કે સાપની કાંચળીમાંથી બનાવેલી પસ પિતાની પાસે રાખવાને નાદ લાગે છે. એને લીધે ભારતમાં અને એશિયાના બીજા કેટલાક દેશમાં સાપ અને મગરની ગેરકાયદે હત્યા અને એની ચામડીની ગેરકાયદે નિકાસ ઘણી વધી ગઈ છે. પાળેલાં પશુઓ અને પંખીઓની નિકાસ પણ વધવા માંડી છે. જુદાંજુદાં પશુપંખીના માંસની નવી નવી વાનગીઓ દુનિયામાં વધવા લાગી છે. એક દેશમાંથી બીજા દેશમાં મેકલવામાં આવતાં બધાં જ પશુપંખએ જીવતાં રહે છે એવું બનતું નથી. કેટલાંય પશુપંખીઓ નવા વાતાવરણમાં ગૂંગળામણ અનુભવે છે. નવી આબોહવા તેમને માફક નથી આવતી. વળી પિતાની જાતિની વસતિથી વિખૂટા થવાને કારણે ભયથી અને અન્ય કારણે તેઓ જલદી મૃત્યુ પામે છે. કેટલીકવાર તે વિમાનમાં લઇ જવાતાં ભયને કારણે અથવા. ગૂગળામણને કારણે આવાં પશુપંખીએા વિમાનમાં જ મૃત્યુ પાખ્યાના દાખલા અવારનવાર બન્યા કરે છે. વેપારીઓ . આ બધા નુકસાનની ગણતરી. ગણીને જ પિતાને વેપાર એવી રીતે કરે છે કે જેથી પોતે સારું ધન કમાઈ શકે, તે પણ આવે. વેપાર સમગ્ર દેશ ઉપર માઠી અસર પહોંચાડે છે માનવજાતની ધનલાલસાને કારણે નિર્દોષ પશુપંખીઓને કેટલું બધું ભેગવવું પડે છે !
મોર ભારતનું રાષ્ટ્રીય પંખી છે. ભારતના ઘણા પ્રદેશમાં છે તે જોવા મળે છે. મોર રૂપાળું ૫ ખી છે. એનાં પીછાં આકપંક અને મનહર છે. દુનિયાના ઘણા દેશોમાં મેર નથી. એવા દેશના લોકોને પોતાના પ્રાણીસંગ્રહાલયમાં મેર હોય તેવી દાછા રહે અને મેરનાં પીછાં અને એમાંથી બતાવેલી સુશોભિત વરતુઓ વાપરવી ગમે તે સ્વાભાવિક છે. એટલે મેરનાં પીછાંની નિકાસને વેપાર દિવસે દિવસે વધતો ચાલ્યો છે. મેરનાં ખરી પડેલાં પીછાં વપરાય એની સામે વાંધો ન હોઈ શકે, પરંતુ આ વધતા જતા વેપારને કારણે પીછાં મેળવવા માટે મેરની ખાનગીમાં ગેરકાયદે હત્યાના પ્રસંગે ગુજરાત, રાજસ્થાન અને અન્ય પ્રદેશનાં ગામડાંઓમાં દિવસે દિવસે વધતા ચાલ્યા છે. કમાણું કરવા આંધળી દોટ મૂકનાર વેપારીઓને કઈ લાજશરમ કે દેશની ચિંતા જેવું હોતું નથી. ગામડાંઓના ગરીબ અશિક્ષિત લેકે પૈસાની લાલચે તેમની સાથે ભળે છે અને મોરને શિકાર
' (પૃષ્ઠ પાના ૮ ઉપર) *