________________
તા. ૧૬-૬૮૮
સમાજમાં નહિ, રાજ્યમાં પણ ધણું માન હતુ. રાજાએ ઋષિઓને મળવા વનમાં જતા અને ઋષિમુનિએ પણ વારવાર રાજ્યોમાં આવતા હતા તેમ આપણાં મહાકાવ્ય દર્શાવે છે. ત્યારે નગરસંસ્કૃતિ અને અરણ્યસ ંસ્કૃતિ તદ્દન જુદાં હોવા છતાં બન્ને સંસ્કૃતિઓના લેાકાને એકમેક પ્રત્યે ધણા આદર હતા. સારે સામ્રાજ્યસમ્રાટો તામસકન્યાઓને ક મત્સ્યકન્યાને પરણતા હતા તે દુષ્યંત અને શાન્તનુના પ્રસગામાં જો શકાય છે. આવા યુગમાં કાપશુ ઋષિકુમાર ગમાર કે ઊંચા હાય, નગરસંસ્કૃતિથી અજ્ઞાન હોય એમ શા માટે માનવું જોઈએ ? રાજમહેલમાં પણ ઋષિકુમારેશ છૂટથી આવતા-જતા હશે એમ ક્રમ ન માની શકાય ?
પ્રબુદ્ધ જીવન
‘સરસ્વતીચંદ્ર' નવલકથામાં બુદ્ધિધન મુત્સદ્દી હતા. નાગર મંત્રી હતા, કુશળ વહીવટકાર હતા, એટલે એ પોતાની જ્ઞાતિના આશાસ્પદ માસાને અને એ રીતે સરસ્વતીચન્દ્રને એળખતા જ હોય એમ મ માની શકાય? મુત્સદ્દીએ તે રવાથી', ખધા, બીટ અને લુચ્ચા માણસા હોય છે. પોતાના સ્વાર્થ સિવાય તેમની દૃષ્ટિ આગળ વધતી નથી. શ્રી તનસુખભાઇએ એમ પણ નાંધ્યું છેઃ ‘જ્ઞાતિજા આખી જ્ઞાતિના દરેક કુટુંબના વડીલાને ઓળખતા હોય છે.' આ ક્રમ માની શકાય? આજે ખુદ મુંબઇમાં જ જ્ઞાતિજા એકખજાને કૈટલા પ્રમાણમાં એળખે છે? અમારા શહેરમાં ચાલીસ હજાર જૈને વસે છે તેવી એક ગણતરી છે. હું ભાગ્યે જ ચારસે જૈનેતે ઓળખતા હોઇશ અને ભાગ્યે ખસે જૈતે મને ઓળખતા હશે. મારા પિતા વર્ષોં સુધી અમારા શહેરના મુખ્ય દેરાસરના પ્રતિષ્ઠિત પ્રમુખ હોવા છતાં મારા જીવનની આ એક વાસ્તવિકતા છે.
છે
‘ભદ્રં ભદ્ર' ઇ.સ ૧૯૦૦માં પુસ્તકાકારે પ્રસિદ્ધ થઈ હતી. એ જમાનામાં રેલવે સ્ટેશન ઉપર ટિકિટબારીએ વડી હતી એ આજે કાણુ જાણે છે ? ભદ્રંભદ્ર કે સર રમણભાઈના સમય પછી ભારતીય રેલવેમાં અને તેની ટિકિટબારીઓમાં કાઇ પરિવર્તન આવ્યું જ નહિ હોય ? આજે ટિકિટબારી સાંકડી હોય છે એથી એમ ન માની લેવું જોઈએ કે એ સમયમાં પણ ટિકિટબારીએ એવી જ હશે. ‘સરસ્વતીચન્દ્ર’માં સરસ્વતીચન્દ્રગૃહત્યાગ કરે ત્યારની ચોપાટીનુ અને ચની રાડ સ્ટેશનનું જે વર્ણન આવે છે. તે શુ આજનું જ હશે ? થાડાંક વર્ષો પહેલાં ‘સરસ્વતીચન્દ્ર’તુ ચિત્રપટ ઊતયુ” હતું એ જોઇને એમ લાગ્યુ હતુ કે તેના દિગ્દર્શક ગૃહત્યાગ વેળાના ચોપાટી અને ચનીરોડનાં વાસ્તવિક દશ્યો જરૂર લેવાં જોઈતાં હતાં. પણ એ સમયના ચની રાડ કે ચેપાટી આજના સમય જેવા નહિ જ હોય. દિગ્દર્શક બહુ કુનેહપૂર્વક દૃશ્યો ટાળીને પોતાની રીતે સરસ્વતીચન્દ્રના ગૃહત્યાગનું દશ્ય લીધુ હતુ તેમાં તેમની સૂઝ હતી અને જોવા જઈએ તો આ બન્ને નવલક્થામાં કેટલુ વાસ્તવિક છે ? !
ધૂમકંતુની ‘જીવનનું પ્રભાત' એક સર્વા ંગસુંદર ટૂંકી વાર્તા છે. તેમાં સુકુમારતા અને ભવ્યતાના, સુંદરતા અને મનેારિતાને એવા સમુચિત સમન્વય થયેલ છે કે ભાગ્યે જ એવું નિરૂપણુ અન્યત્ર ટૂંકી વાર્તામાં આ રીતે મળી શકે. એથીય વિશેષ તેમાં રહેલી લેખકની દૃષ્ટિ સમજવા જેવી છે. એ જમાને
૫
સભાન પ્રતીક યાનાઓના નહોતા, ટૂંકી વાર્તા ગદ્યના સીમાડા છેડીને પદ્યની કક્ષાએ પહોંચવી જોઇએ એવા દુરાગ્રહનો નહાતા અને ઘટનાહાસના પણ નહોતો. અને છતાં સહજ રવાભાવિક કલાદષ્ટિએ ધૂમતુએ અહીં આ બધુ જ સિદ્ધ કર્યુ છે. એ અનણ્યાં સ્ત્રી-પુરુષ મળે, જે પરસ્પરની ભાષા ન જાણતા હોય એટલે કાઇ વ્યવહાર ન કરી શકે, પ્રેમ ન કરી શકે એમ કેમ કહી શકાય ? પ્રેમ કરવા માટે ભાષાની જરૂર પડે છે ? આ દેશની ધતી ઉપર ચીની મુસાફા, મુસલમાન, મેગલા, ક્રૂ ન્યૂ અને પાટુ'ગીઝ રાજકારણીઓ અને પછી અંગ્રેજો આવ્યા હતા. તેએ અહીંના લાકા સાથે કેવી રીતે વ્યવહાર કરતા હશે? ત્યારે આજના જેવી દુભાષિયાએની સુવિધાઓ પણ નહાતી અને છતાં બધા વ્યવહાર ચાલતા જ હતા. એ ઇતિહાસ પણ કહે છે. ત્યારે પણ આન્તરરાષ્ટ્રીય સ્ત્રી-પુરુષ વચ્ચે પ્રેમ થતા જ હતા એ સેલ્યુકસની કા અને સમ્રાટ ચન્દ્રગુપ્ત વચ્ચે પ્રણયકિરસે કહી જાય છે. ભાષાનું માધ્યમ તે લેખક કે સ માટે છે. લેખક પેાતાની માતૃભાષા દ્વારા જ બધું સિદ્ધ કરવાનુ` હા છે; પણ લાકાના વ્યવહાર ભાષા વિના ચાલ્યેા છે અને હજી પણ ચાલે છે. કેટલીક વાર ગુજરાતી નવલકથાઓમાં અંગ્રેજી કે વિદેશી પાત્રે આવે છે પણ એ બધાં લેખકની ગુજરાતી ભાષા જ ખેલે છે કેમકે લેખક પોતાની ભાષામાં લખે છે અને પોતાની ભાષા દ્વારા જ તેણે પોતાના વાચકા સુધી પહોંચવાનું હોય છે. રમણલાલ દેસાઈની પહેલી નવલકથા ‘ઠગ' કલ રલીમાનના શબ્દોમાં કહેવાયેલી છે. સ્લીમાન અંગ્રેજ છે, પણ તેની અભિવ્યકિત ગુજરાતી ભાષામાં થઈ છે કેમકે એ લેખકની અને તેના વાચકાની ભાષા છે. શ્રી દર્શોકની નવલકથા ‘સેક્રેટિસ’ તે સમગ્ર રીતે ગ્રીક પ્રજાની નવલકથા છે અને તે ગુજરાતી ભાષામાં લખાયેલી છે.
સૌથી મેાટા ગોટાળા તે પ્રા. શ્રી તનસુખભાઇએ રમણલાલ દેસાઇ અને કવિ ન્હાનાલાલની બાબતમાં કર્યાં છે. તેમણે સ્પષ્ટ રીતે રમણુલાલ દેસાની નવલકથાનું નામ આપ્યું નથી, તેમણે લખ્યું છે કે ‘રમણલાલ દેસાઈની એક નવલક્થાના નાયક આગ લાગી ત્યારે એક તરુણીને તેમાંથી બચાવે છે. તે વ્યાયામવીર હતા એટલે પદ્માસન વાળીને તરુણીને પલાંઠી પર ખેસાડે છે તથા ખે હાથે દોરડુ પકડીને ઊંચે ચડી જાય છે.'
રમણલાલ દેસાની બે નવલકથાઓમાં આ પ્રકારનાં દશ્ય આવે છે: ‘દિવ્યચક્ષુ' ‘હ્રદયનાથ' : અને ‘દિપચક્ષુ’ના નાયક અરુણુ ક્રાન્તિકારી છે અને ‘હ્રદયનાથ'ના હ્રદયનાથ વ્યાષામવીર છે, અરુણ એક અંગ્રેજ ખાલિકાને (તરુણી નહિ) આગમાંથી બચાવવા માટે ઉપરની ખારીએથી આગની વચ્ચે કૂદકા મારે છે તે પોતાની આંખો ગુમાવે છે. આમાં પદ્માસનની પ તારાહણુ જેવી ઘટનાના લેખકે કાંષ નિર્દેશ નથી કર્યાં. ‘હૃદયના’ સમગ્ર રીતે એક યામવીરની નવલકથા છે. તેમાં હદ્યનાથ એ યુવતીએ–વૃંદા અને મિસ કાલિન્સને ખે હાથ પર રાખી માત્ર પગ પર તરીતે ખચાવવાનુ સાહસ કરે છે. સ્વ. નવલરામ ત્રિવેદી જેવા ગુણુદશી વિવેચકે આ સાહસની મજાક ઉડાવી પશુ છે. પરન્તુ જે રીતે હૃત્યનાથનું પાત્રાલેખન લેખકે કર્યુ· છે તેમાં આ સાહસ ભાગ્યે કૃત્રિમ લાગે તેવું છે.
કવિ ન્હાનાલાલની ટીકામાં આવે જ વિગતષ જોવા