SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૬-૮૮ કહેવાય છે लवलेशमुहूर्तादिक्रमाद्यः संगवर्त्यपि । निःगतार्य यतते विद्वरतं विद्धि साधकम् ॥ લેશમાત્ર મુદ્દતદિકના ક્રમથી જે સંગમાં વર્તે છતાં સંગરહિતપણાને માટે પ્રયત્ન કરે છે તેને હે વિદ્વાન તમે સાધક જાણે. જ્ઞાતવરવતા વેરિ ઢોવૃત્ત વિહા હુઇ ! • तथापि कुरुते नैव स्वात्मोकर्षान्यगईणे ॥ આ દુનિયાના લોકોનાં ચારિત્રે – આચરણ વિસંડુલ એટલે કે અસ્થિર વિપરીત છે એમ તત્ત્વવેત્તા હોવાથી તે સમજે છે, તે પણ બીજાની નિંદા કરીને પિતાને ઉત્કર્ષ સાધક કેઈ વખત કરતા નથી. योगी शैलाणुवजानन्नप्याध्यात्मिक बाह्ययोः। धर्मयोरतरं भित्ते व्यवहार गिरापि न । આધ્યાત્મિક ધમ અને બાહ્ય ધર્મને વિશે પર્વત અને પરમાણુ જેટલું અંતર જાણવા છતાં ગી વચનથી પણ વ્યવહારને છેદતી નથી.' शृण्वन्नप्येऽवयोगी पश्यलप्यंधवद् ध्रुवं । . वक्तापि मूकवद्विद्वानपि बालसमो भवेत ।। ગીએ-સાધકે સાંભળવા છતાં પણ બહેરા જેવા, દેખતા છતાં પણ આંધળા જેવા, બેલતા છતાં ૫ મુંગા જેવા અને વિદ્વાન છતાં પણ બાળક જેવા થવું જોઇએ. " આ લક્ષણેમાંથી નમૂનારૂપ ત્રણેક લક્ષણોને વિચાર કરીએ. જયશેખરસૂરિ કહે છે કે સાધક “વાદસાદર’ ન હોવું જોઇએ. એટલે કે વાદવિવાદ કરવામાં આદરવાળા ન હોવા જોઇએ. સંસારમાં પ્રત્યેક પ્રસંગ, પરિસ્થિતિ કે પ્રત્યેક વિચારસરણીનું પૃથકકરણ વિભિન્ન દ્રષ્ટિકોણથી થઈ શકે. એટલા માટે અપેક્ષાભેદને લક્ષમાં રાખી માણસ જે પોતાના વિચારો વ્યક્ત કરે તે વાદવિવાદ કે સંધર્ષ ઊભે થાય નહિ. સાધકે પિતાને કકકે ખરો કરવા માટેના રસિયા હતા નથી. જ્યાં સાચી રુચિ અને સાચી જિજ્ઞાસા હોય ત્યાં જ તેઓ વાત કરવા, ચર્ચા-વિચારણા કરવા કે અપેક્ષાભેદથી જુદા જુદા મત સમજવવા રાજી હોય છે. પરંતુ પિતાને મત સામી વ્યકિત રવીકારે જે એવો આગ્રહ સાધકો રાખતા નથી. વળી તત્વચર્ચા કરનાર સામી વ્યકિત પિતાના મતની જ આગ્રહી છે, ખુલ્લું મન રાખીને અન્ય અપેક્ષાથી કશું જ વિચારવાની તેની તત્પરતા નથી, પૂર્વગ્રહ કે ગ્રંથિઓથી તે ભરેલી છે એવું જ્યારે સાધકને જણાય છે ત્યારે તે તેની સાથે તત્ત્વચર્ચા કરવાનું છોડી દે છે અને મૌન ધારણ કરે છે. આમ સાધક ચર્ચા કે વાદ જરૂર કરે, પરંતુ વાદ કે ચર્ચા કરવા ખાતર કરવામાં તેને રસ કે આદર ન હોવાં જોઈએ. એટલે જયશેખરસૂરિએ કહ્યું છે તેમ સાધક વાદસાદર ન હોવો જોઈએ તે સર્વથા યોગ્ય જ છે. * બીજુ એક લક્ષણ જણાવતાં જ્યશેખરસૂરિએ કહ્યું છે કે સાધક ખ્યાતિકામુક ન હોવો જોઇએ. કવિએ પ્રસિદ્ધિની લાલસાવાળા માણસ માટે ‘ખ્યાતિકામુક’ જે સરસ શબ્દ પ્રય છે. યશ અને કીતિ ભલભલા સાધુ-સંન્યાસીઓને પણ લલચાવનાર અને કેટલીક વખત તે નીચે પડનાર એક મોટું પ્રલેભન છે. પિતાનું નામ અનેક લોકોમાં જાણીતું થાય એ માટે ઘણા માણસે બહુ વલખા મારતા હોય છે.' વર્તમાન સમયમાં પ્રચારમાધ્યમે વધી ગયાં છે. એટલે છાપાં-પાનિયાંમાં પિતાનું નામ કે ફેટે આવે તે ઘડીકમાં લો માણસ સુધી તે પહોંચી જાય. પરંતુ લેકસ્મૃતિ બહુ અલ્પજીવી હોય છે એટલે “ખ્યાતિકામુક માણસને તે વખતોવખત પિતાનું નામ છાપાપાનિયામાં આવ્યા કરે તેવા. પ્રયત્ન કર્યો કરવા પડે છે. તે જ લેકેની સ્મૃતિમાં પિતે જીવંત છે એવી પ્રતીતિ પિતાને રહે વસ્તુતઃ અતિ ખ્યાતિ સાધકની સમાધિને ભગ્ન કરનારી નીવડે છે. જેમને સાધના કરવી છે તેઓને લેકવિમુખ થયા વિના ચાલશે નહિ. લે કાનાં ટોળાં વેવલાં હોય છે. એમાં જે ભળે તે સાધનાથી ચળે. એકાંત અને નિઃસંગપણું એ સાધના માટેની પૂર્વતૈયારી છે. જ્યાં ખ્યાતિ માટેની અભિલાષા છે, ત્યાં એકાંત અને નિ:સંગાપણું પ્રાપ્ત થશે નહિ. ખ્યાતિ કે લોકપ્રિયતા કેટલાકને માટે મદિરા સમાન નીવડે છે, એને નશે ઉતરતાં. બહુ વાર લાગે છે. એટલા માટે સાચા સાધકે ખ્યાતિથી વિમુખ થવાનું છે. વળી જયશેખરસૂરિ કહે છે કે સાધક પિતાનાથી જાણતાંઅજાણતાં ગમે તેમ બેલાઈ ગયેલાં વચનનું સમર્થન કરનાર ન હોવો જોઈએ. માણસ જ્યારે જ્યારે બેલે છે ત્યારે તે બરાબર વિચારીને જ ખેલે છે એવું હંમેશાં બધા માણસની બાબતમાં બનતું નથી. ક્યારેક ઉતાવળે બોલવામાં એકને બદલે બીજો શબ્દ વપરાઈ જાય છે, કયારેક પિતાની પાસેની માહિતી અધૂરી હોય છે, કયારેક આવેશમાં અગ્ય વચને બેલી જવાય છે. આવા કેટલાક પ્રસંગે પાછળથી માણસને મનથી ખાતરી થાય છે કે પોતે જે કહ્યું છે તે બરાબર નથી, પરંતુ અહંકાર અને પ્રતિષ્ઠા તેને પિતાની ભૂલને સ્વીકાર કરવા દેતાં નથી. જે સાચા સાધકે હોય છે તે ભાષાના ઉપગમાં ચિત્તને ઉપગને પૂરેપૂરા રાખનારા હોય છે. વાણી ઉપર તેઓ સંયમ ધરાવનાર હોય છે. તેઓ પુખ્ત વચન ઉચ્ચારનારા. હોય છે. ભાષાસમિતિનું તેઓ ચુસ્તપાલન કરનારા હોય છે.. એમ છતાંય કયારેક ઉતાવળે, કયારેક પ્રમાદથી, ક્યારેક આવેગમાં, કયારેક પ્રતિકારરૂપે, કયારેક અપૂર્ણ કે અર્ધમાહિતીને કારણે ખેટું વચન ભૂલથી ઉચ્ચારાઈ ગયું હોય તે તેઓ તેને વળગી રહેતા નથી કે તેને આગ્રહ રાખતા નથી કે તેનું સમર્થન કર્યા કરતા નથી. પિતાની ભૂલને તેઓ તરત સ્વીકાર કરી લે છે અને ક્ષમા માગી લે છે. સાધકમાં દંભ નહિ, નિખાલસતા. હોય છે, અહંકર નહિ, પણ સચ્ચાઈ હોય છે. માટે જ તેઓ પિતાના અયોગ્ય વચનનું સમર્થન કરતા કે કરાવતા નથી હોતા.. જ્યશેખરસૂરિએ આ ઉપરાંત દર્શાવેલાં સાધકનાં લક્ષણે ઉપર પણ મનન કરી શકાય. અહીં તે બધાંને વિચાર કરવાને, વિસ્તાર ભયે અવકાશ નથી. જ્યશેખરસૂરિએ સાધકનાં દર્શાવેલા આ બધાં લક્ષણે સાધકે પુસ્નાથ કરી મેળવવાં જોઈએ કે તેમનામાં સહજ રીતે તે પ્રગટ થતાં હોય છે? આ પ્રશ્ન થ સ્વાભાવિક છે. જેનું લક્ષ્ય સાચી સાધના તરફ છે અને જેમને અંદર પ્રકાશ સાંપ હોય છે તેમનામાં તે આવાં લક્ષણે સહજ રીતે જ પ્રગટ થતાં હોય છે, પરંતુ સાધનાથના દરેક પ્રવાસીમાં એ બધાં લક્ષણે પહેલેથી જ પ્રગટ થયાં હોવાં જોઈએ એમ માની શકાય પણ નહિ કે કહી શકાય નહિ. બધા પ્રવાસીઓએ પિતાના લક્ષ્યસ્થાન તરફ હંમેશા એક સરખું અંતર કાપ્યું હતું નથી. એટલે પણ એમાં ફરક રહેવાનાં વળી દરેક લક્ષણમાં સ્થલ અને સૂમ, બાહ્ય અને આંતર ભેદ પણ રહેવાના અને તે દરેકમાં તરતમતાની કટિ પણ રહેવાની સ' સાધકે તે સતત જાગૃત અને પિતાના મનભાવનું, અયવસાયનું સતત અવલેહન કરનાર રહેવાને. એટલે જ્યાં એને જરૂર લાગે ત્યાં તે પુરુષાર્થ કર્યા વગર રહે નહિ. મું : ', '''; , ' , " ' રમણલાલ ચીન-શાહ
SR No.525973
Book TitlePrabuddha Jivan 1988 Year 49 Ank 17 to 23 - Ank 24 is not available and Year 50 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1988
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy