SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથદ્ધ નાટક લેખકનાં નાટકની છાપેલી પ્રતિ વાંચવા મળતી. આ દિશામાં નાટક મંડળીને ચાલક કવિઓને ભાડે યા વેચાતા રાખી એની પ્રત પર પિતાને હકક જમાવી, બીજાને વાંચવા મળે એવી સ્થિતિ કદી થવા દે નહિ. અને એ પ્રતે. સેલિસિટરના પટારામાં ઉધઇએ ખાધી ! ૧૯૪૮ પછી પણ મેટા ભાગની નાટયકૃતિઓ વાંચવા મળતી નથી. રચાઈ છે હજારેકની સંખ્યામાં. આમ નાટયકૃતિઓની નકલે નહિ મળવાને કારણે અહીંની અભિનયકલાને અનહદ વેઠવું પડે છે, એના એકબે દાખલા ટૂંકમાં રજૂ કરું તે દરગુજર કરશે. પ્રત્યેક કલામાં સર્જનાત્મક ખૂબીઓ ન હોય તે એ કેવળ નકલ ન બની રહે. અભિનયકલા પણ એક સર્જનાત્મક કલા હોવાને કારણે, સમજદારીમાં પણ ફરક પડે, એટલે અભિનયના ભવ પ્રદર્શન કરવામાં ફેરફાર જોવા મળે. આટલું યાદ રાખી આપણે ચાલીએ, તે શેકસપિયરનું મેકબેથ' નાટક લ્યો અને બે પ્રખ્યાત નટ ઘુરંધરની ક્રિયા જુઓ. એક સર લેરેન્સ એલિવિયર બીજા સર જોન ગિલગુડ, બંને સાથે સારા સંબંધ, બંને વળી એકબીજાના દસ્ત. બંને મેકબેથના પાકા અભ્યાસી. હવે એમના હાથમાં “મેકબેથ'ની છુપાયેલી પ્રત–લખાણ. છાનું છપનું પટારે બંધાયેલું નહીં. મેકબેથના પાત્રમાં એની એટલે કે એ પાત્રની કલ્પનાશકિત ગિલગુડને પ્રશંસાપાત્ર લાગી. ઉપરાંત શરૂઆતમાં વૈરવૃત્તિને એના રવભાવમાં અભાવ. બે દ બાદ લેડી મેકબેથ એનામાં વૈરભાવ ઉશ્કેરી એને આગમાં ચમકાવે છે. લોરેન્સ એલિવિયર એ નાટકમાં જેવા તખતા પર પ્રવેશે છે કે એ વૈરાગ્નિની મૂતિરવરૂપે જ શરૂઆતથી દેખાય છે. અભિનય પ્રદર્શનમાં આ બહુ મેટ તફાવત-જેણે પાઠ પૂરે વાંચ્યું હોય અને પચાવ્યો હોય તે આ સકમ ભાવે પ્રદર્શન કરી શકે. ભાવભેદ સમજી શકે. મરચન્ટ ઓફ વેનિસમાં શાઇકને બીજો દાખલ. ગિલગુડ મહાશયે બે દિવસ મને એના બે વિદ્યાથીઓના શાઇકના તખ્તા પર અર્થઘટન બતાવ્યા. પહેલે દિવસે પ્રેક્ષકાએ યહુદીઓને માંડયા, દુષ્ટ કહી વગેવ્યા. બીજા દિવસે યહુદીઓ બિચારા આવ્યા એને આપણે કટ શોટ ડેગ્સ’ કહ્યા. કટ થ્રોટ ડેબ્સ એ એના અર્થધટનમાં વાકવ્યાપાર વાચિક અભિનયની મૂળચી! અભિનયકલામાં આટલું ઝીણું કંતામણ શિશિર ભાદુરી અને જયશંકર કરી શકતા. ગઈ કાલ સુધી શંભુ મિત્ર ડોલ્સ હાઉસ-પુતુલ ખેલામાં કરી બતાવતા. આ ઘટના ૪૮ પછી’૮૮ સુધી હજી બની શકી હોય તે મારા જોવામાં નથી આવી. હાથમાં પ્રતિ જ નહીં, ત્યાં નવો મમ ધે જ કોણ? - વળી ચાર દાયકામાં હોલ્સ બંધાતા ચાલ્યા છે. મોટે ભાગે સરકારી ઈજનેરે અા તબેલા બાંધે પણ એમાં અસલની માફક કાઈ નાટય સંસ્થાએ પિતાની નાટકશાળા બાંધી ત્યાં દેશીની માફક નાટકે ભજવ્યાં નથી. પોતાની નાટકશાળા હોય ત્યાં જ આવા ઉપર કહ્યા એવા અખતરાઓ શકય બને, નાટક પિતાનું સાચું પિત પ્રકાશમાન કરી શકે, નટ પિતાના અભ્યાસમાં રપ રહી સર્જનશકિત પ્રગટ કરી શકે. તે આપણે ઠીક ઠીક પ્રગતિ કરી છે એમ કહી શકીએ. સ્ત્રીઓને સ્ત્રીપાઠ કરવા વિના સંકોચે ઊતરવા દઇએ છીએ. સંપૂર્ણ સગવડવાળું નાટયધર તે નથી પણ ઠીક પ્રમાણમાં હેલ્સ બાંધતા ચાલ્યા આવ્યા છીએ પ્રજાને નાટક જોવામાં રસ ઠીક આવ્યું છે. પૈસે ઉછળે છે. એટલે ટિકિટ ખપતી ન તા. ૧૬-૮૮ રહે છે. પ્રકાશ જનામાં સારી પ્રગતિ કરી છે. પિતીકી. નાટકશાળા નથી, એ ખેટ ઘણુ સાલે છે. પણું અઢીસે. વર્ષ પહેલાં બ્રિટિશ સરકારે કલકત્તામાં નાટકશાળામાં પહેલીવાર સેન્સરશિપ નાખી ત્યારે એની સામે બંગાળી લેખકે અને નટમંડળીઓએ વાંધો ઉઠાવ્ય, જેલબંધન પણ સ્વીકાર્યા, તે સેન્સરશિપ આજે ગ્રેટ બ્રિટનમાંથી તે એની પ્રજાએ તગેડી મૂકી. ત્યાં નથી પણ અહીં હજી એ હિન્દ રવતંત્ર થયા પછી પણ આપણે એ શૃંખલા તેડી શક્યા નથી એ હકીકત છે. એને અર્થ એ કે પ્રજાએ નાટકની શકિતનું પૂરું ભાન પ્રમાણ્યું નથી. સરકારે નાટકને પિતાના પ્રચાર અર્થે જ વાપર્યા કર્યું છે. નવી સદીમાં એ જશે કે રહેશે એ કહેવાની મારામાં, શક્તિ નથી. ગુજરાતી નાટક માટે ભાગે ભરપ૮ મુંબઇમાં થાય છે. અમદાવાદ-સુરતમાં પણ એ પ્રવૃત્તિ છે. મુંબઇની નટટોળી નવસારી, સુરત, વડેદરા, અમદાવાદ એકાદ બે નાટયકૃતિઓ ભજવવા અવારનવાર જાય છે. ઉપરાંત મુંબઈના પરાંઓમાં પણ ખેલ ખેલી આવે છે. એ સૌ જૂથને પિતાની માલિકીની નાટકશાળા નહીં હોવાથી સેટસ, પરદા, સીન – સીનરી લઈને જવા–લાવવામાં ભારે અગવડે પડતી જ હશે. એથી એના દિગ્દર્શક સમય-સ્થાન અનુસાર ઓછામાં ઓછી તકલીફ પડે, એવું વિચારતા જ હશે. એવાં ઘણાં કારણથી નાટકની વસ્તુમાં વિવિધ પ્રકારનાં ચટાકેદાર સંવાદ તેમજ ક્રિયાઓ ઉમેરતા હશે. એમાં જયારે જયારે આજના સંસારના આટાપાટા-એમાં પ્રેમ, મહોબ્બતના વાસ્તવવાદ–એમાં ગલગલિયાં આવે એવાં પાસાં - પડખાં રજુ કરી પ્રેક્ષકોનું મનરંજન કરતા હશે એ સમજી શકાય એવી વાત છે. આપણે આપણી કાર્યશકિતને એક તે હજારેક નાટકની રજૂઆત, બીજુ પ્રેક્ષકે અને શ્રેતાઓને મેંઘી ટિકિટ ખરીદી નાટક જોતા કરવા, ત્રીજ નેટ-નટીને ટલે, એટલે અને ઘણા દાખલાઆમાં ગાડી-વાહનની સગવડ મળવા માટે સંતોષજનક વાત કરી ઠીક ઠીક ફૂલાયા પણ છીએ. અને એ ફૂલણજી બહુ ફૂલી એ અવસ્થામાં ગુજરાતી નાટક, મરાઠી કે બંગાલી કરતાં ઊતરતું નથી. કયાંક વધારે સારું છે, એવાં વિધાન પણ કર્યો છે. બધું કબૂલ, એને અર્થ એટલે જ કે પ્રજાને હવે ઠીક મને રંજન ગમ્યું છે. કોઠે પડી ગયું છે. પ્રજા પાસે પૈસે વધવા માંડે છે. એટલે એને ગર્વ યા છાક હવે સારા પ્રમાણમાં પ્રગટ થવા માંડે છે. નાટક જોઈ ટિકિટના અરધિયા બહારના રોગાનમાં હંગેરી, ઘરે પહોંચતાં નાટક્ની સફળ અસર પણ ટિકિટના અરધિયા, જેમ ખંખેરી આપણે આપણું રેજિંદા વ્યવસાયમાં મથી, પડીએ છીએ. એથી સંતોષ અને ખુશી મહાણીએ છીએ. પણ અંતરને મનવો હાલ્યો હોય, ઉદાત્ત રસોલ્લાસે થનગને, હોય, જીવન છે, જીવતર છે તે જેવું છે તે જોઈ તે ઉપરાંત, ઉચ્ચસ્તર સ્તરના આહલાદક રસેન્સત દેશોમાંથી બ્રહ્માનંદ, સહોદર આનંદની પ્રાપ્તિ કરી હોય એવો અનુભવ સાંપડે. નથી. એમ બની શકે છે, એ જાણ્યું પણ નથી. સમાજમાં લોકજીવન યા સંસારી જીવનમાં કંઈક નવતર, ઉચ્ચતર, આદર્શ, મનેલ્લાસની નવલી ભૂમિકા-નાટયકલા મારફત સંગીત,. ચિત્ર, નૃત્યના પરાકાટિના શિબિરે હજી મહાવાના બાકી છે,
SR No.525973
Book TitlePrabuddha Jivan 1988 Year 49 Ank 17 to 23 - Ank 24 is not available and Year 50 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1988
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy