SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ' પ્રબુદ્ધ જીવન તા. ૧૬--૮૮ ૧૯મી સદી પૂર્વાઈના કવિ ઉત્તમવિજ્ય ૭ રમણ સોની મધ્યકાલીન ગુજરાતી જૈન કવિઓ માટે સાહિત્યની સાધના અનિવાર્યપણે ધર્મસાધનાને જ એક સક્રિય અંશ રહી છે. એટલે ધર્મલાભ અને ધર્મપ્રસાર અર્થે પ્રજાયેલું જૈનસાહિત્ય સાતત્યપૂર્ણ વિપુલ લેખનની, ધમકથાઓના વિસ્તારપૂર્વકના આલેખનની અને પ્રચલિત-લોકપ્રિય સાહિત્ય સ્વરૂપે તેમજ ગેય ઢાળને પ્રયોજતા રહેવાની લાક્ષણિકતા બતાવે છે. એકાદ સુગેય સઝાયથી માંડીને સુદી રાસાએ સુધીના જૈન સાહિત્યની આવી મુદ્રા ઉપસે છે. મધ્યકાળના લાંબા સમયપટ પર મહદંશે સામ્પ્રદાવિકતાની અને પ્રરૂઢ સાહિત્યપરંપરાની પ્રણાલિકાને જ અનુસરતું ને વિસ્તારતું હોવા છતાં આ સાહિત્યમાં પણ સેંધપાત્ર સજકશકિતને આવિષ્કાર થોડાક ઉત્તમ લેખકોમાં તેમજ કેટલાક ગૌણ લેખકની કઈ કૃતિઓમાં થતું રહ્યું છે. આવા સજને ને મહત્ત્વની સાહિત્યકૃતિઓને તારવી લેવામાં આવે તે આલેખનકૌશલ, સ્વરૂપસિદ્ધિ તેમજ પદ્યરચનાની પ્રયુક્તિએ આદિમાં જણાતી આગવી સાહિત્યસૂઝને તથા સર્ગશકિતનાં સૈવિધ્ય અને સમૃદ્ધિને પણ સાચે અંદાજ આવી શકે - આવી તારવણીમાં ૧૯ મી સદી પૂર્વાર્ધના કવિ ઉત્તમવિજયને સમાવેશ પણ થઈ શકે. આ સદીના પદ્મવિજય ને વીરવિજય જેવા વિવિધ પ્રકારની વિપુલસંખ્ય કૃતિઓ સર્જ. નાર મેટા કવિઓ ઉપરાંત કેટલાક ગૌણ કવિઓમાં પગચ્છના વિમલવિજયની પરંપરામાં ખુશલવિજ્યના શિષ્ય આ ઉત્તમવિજય વિશેષ ધપાત્ર છે. એમની આરંભની એક કૃતિમાં કવિનું ઉત્તમચંદ નામ પણ મળે છે. ઉત્તમવિજયે છંદ સઝાય જેવી લધુ કૃતિઓ, વેલ’ કે ‘વેલી’ નામે ઓળખવાયેલી ઊમિકેન્દ્રી કથાકૃતિઓ અને લાંબા રાસએમ વિવિધ પ્રકારની દસેક કૃતિઓ રચી છે. એમની સર્વ લઘુ કૃતિઓ, મુદ્રિત થયેલી છે. એમાં રહનેમિ-રાજિમતી ચેકસઝાય” (રચનાવર્ષ ઇ. ૧૮૧૯/સં. ૧૮૭૫, કારતક સુદ બારસ, રવિવાર ) ૪-૪ કડીઓનાં ૪ ગુચ્છ એટલે કે ચેકમાં રચાયેલી છે : “પાર્શ્વનાથ સ્વામીને છંદ' ૮ રચનવર્ષ ઇ. ૧૮૨૪ સં. ૧૮૮૦, મહા દશર્મા તેટક છંદની ૧૩ કડીઓની રચના છે‘એકસે આઠ નામ ગર્ભિતશંખેશ્વર પાશ્વ જિન-છંદ' (રચના વર્ષ ઈ. ૧૮૨૫ સં. ૧૮૮૧, ફાગણ વદ બીજ, કડખાની દેશી પ્રજતું, ર૧ કડીઓનું કાવ્ય છે અને ‘પદેશી રાજાની સઝાય ૧૮ કડીઓની રચના છે. આ કવિએ રચેલી બંને રાસકૃતિઓ બહુધા પરંપરાનુસારી છે–જ ખંડ અને ૭૧ ઢાળમાં વિસ્તરેલો ધનપાળશીલવતીને રાસ (રચનાવર્ષ ઈ. ૧૮૨૨ સં. ૧૮૭૮ માગશર પાંચમ, સેમવાર) તથા ૭ ઢાળને “ઢેઢક રાસ લુમ્પક-લેપક તપગચ્છ જયત્તિ રાસ’ (રચના વર્ષ ઇ. ૧૮૨૨/ સ. ૧૮૭૮, પોષ સુદ તેરસ.) શ૩ જય આદિ પાંચ તીર્થોના તીર્થંકરની પૂજા વિશેની એમની એક કૃતિ “પંચતીર્થ પૂજા” (રચનાવર્ષ છે. ૧૮૩૪/ સં. ૧૮૯૦, ફાગણ સુદ પાંચમ) આમ તે પરંપરાગત રચના છે પરંતુ સળંગ દુહાના ૭ ઢાળમાં ચાલતી આ કૃતિમાં કવિએ વચ્ચે વચ્ચે જે વૈવિધ્યપૂર્ણ ગીતે પ્રયોજ્યાં છે એની દેશી તે સમયે પ્રચલિત મહત્ત્વનાં જૈનેતર પદ-ગરબીઓને આધારે રચેલી છે. જેમકે, કેટલીક દેશાઓ મા પાવા તે ગઢથી ઊતર્યા...', “ગોકુલની ગેવાલણી મહી વેચવા ચાલી', ‘જાદવા રે તમે શાને રોકે છે રાનમાં આદિ પરથી રચી હોવાને નિર્દેશ કવિએ કરેલું છે. કે આ રીતે થતું લોકપ્રિય ઢાળેનું અનુસરણ એ પણ તે સમયની કાવ્યપ્રવૃત્તિનું એક પરંપરાગત લક્ષણ જ છે, પરંતુ કેટલાંક ગીતને ઉત્તમવિજય સાચે જ ઊર્મિવાહી ને કાવ્યાત્મક પણ બનાવી શક્યા છે એ એમનું વૈશિષ્ઠય છે. એકમાત્રિક વર્ણોની બહુલતાવાળી અનુપ્રાસાત્મક રચના પણ આ કૃતિમાં ઠીકઠીક જોવા મળે છે ઉં. તે. ‘સજલ જલદ તેને સત ફન, ઉરગ લખન પગ જાસ; કમઠ દલન જન જય કરત, નમત અમર નિત તાસ. આવી પ્રયુકિતઓ પદ્યરચનાની વિલક્ષણતામાં કવિને રસ હોવાનું ને એમાં એમની હથેટી પણ હોવાનું બતાવે છે. આ કૃતિ પણ મુદ્રિત થયેલી છે. વેલ’ કે ‘વેલી' નામે ઓળખાવાયેલી એમની કૃતિઓમાં મિરાજિમતી સ્નેહલ” (રચના વર્ષ છે. ૧૮૨૦, સં. ૧૮૭૬, આસો વદ પાંચમ, મંગળવાર) પંદર તિથિ અને બાર માસના વર્ણનને સમાવતી ૧૫ ઢાળની બારમાસી રચના છે અને સિદ્ધચલ સિદ્ધવેલી રચનાવર્ષ ઈ. ૧૮૨૯) સં. ૧૮૮૫, કારતક સુદ પૂનમ) નામની ૧૩ ઢાળની મુદ્રિત રચના સિદ્ધાચલને ઇતિહાસ ને એને મહિમા વર્ણવે છે પરંતુ ૧૫ ઢાળ ને ૨૧૦ કડીઓની એક અન્ય મુદ્રિત કૃતિ નેમિનાથની રસવેલી” (રચનાવર્ષ ઈ. ૧૮૩૩ સં. ૧૮૮૯, ફાગણ સુદ સાતમા ઉત્તમવિજની સર્વ કૃતિઓમાં સૌથી વધુ નોંધપાત્ર ને એમના સજ'કતાને ઉત્તમ રીતે ઉપસાવી આપતી રચના છે. - નેમિનાથના જાણીતા કથાનકમાં મિલને સુક્તાને શુગાર, વિલાપને કરુણ અને અંતે ઉપસમને શાન્તરસ એમ વિવિધ રસોને આલેખવા-ઉપસાવવાની રહેલી તક અનેક કવિઓએ લીધેલી છે. જ્યારે અહીં કવિએ કૃષ્ણની રાણીઓ નેમિનાથને સમજાવે--મનાવે છે. એ પ્રસંગને જ કેન્દ્રમાં રાખે છે ને એથી એકભાવકેન્દ્રી કથાનકની દ્રષ્ટિએ કૃતિ નોંધપાત્ર બની છે. ઉપરાંત, સ્ત્રીઓના મરમાળા ઉદ્ગારામાં ઊપસતું શૃંગારનું સૌમ્ય-પ્રસન્ન રૂપ કૃતિને એકરસકેન્દ્રી રચનાનું વિશિષ્ટ પરિમાણુ અપે છે. રુક્મિણી, સત્યભામા, પદ્માવતી આદિએ કરેલ નેમિનાથને અનુનય એક-એક ઢાળમાં આલેખતે જાય એવી યોજનાને કારણે એ પ્રત્યેકનાં વ્યકિતત્વને વાણીતુય પણનિરાળી રીતે પ્રગટયાં છે. પુરુષના નારીશુન્ય જીવનની શુષ્કતા ને એમ નારીસ્નેહનો મહિમા સ્ત્રીઓની જ ઉપાલંભભરી નકિતઓમાં કવિએ. આલેખ્યો હોવાથી પ્રેમનું એક લાક્ષણિકને આ વાદ્ય
SR No.525973
Book TitlePrabuddha Jivan 1988 Year 49 Ank 17 to 23 - Ank 24 is not available and Year 50 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1988
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy