SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૫-૮૬ પ્રથા જીવન વીતેલાં વર્ષો . ચી. ના. પટેલ આ, દાદી તે બહેનની જેમ પિતાએ પણ મને ખૂબ પ્રેમ આપ્યા, પણ એમના પ્રેમનુ કળ જુદું હતું. તેમાંથી મને સમુદ્ધિના સંસ્કાર મળ્યા. સામાન્ય રીતે માતા બાળકને પ્રેમ આપે છે અને પિતા તેનામાં સંયમને શિસ્ત કેળવવાને પ્રયત્ન કરે છે. પણ બાળકના મન ઉપર ઉપદેશ કે શિખામણુની અહુ અસર થતી નથી. શિસ્ત દ્વારા તેનામાં કેટલાક ઉપયોગી વા કેળવી શકાય, પણ તેથી તેનુ હૃદય નથી કેળવાતું. હૃદય શિસ્ત સાથે પ્રેમ ભળે તો જ કુળવાય. પિતાએ મને એ, મારામાં સમુી પ્રેરે એવા, પ્રેમ આપ્યા. તે કયારેક મને હળવી શિખામણ આપતા, પણ મને લાભ કર્યાં તેમના પ્રેમે તે લાડ કરતા નહિ, મને ખેાળામાં ખેસાડતા કે રમાતા નહી' (એક વાર હું એમ ખેસવા ગયા. ત્યારે તેમણે જા ઋણુકા કરીને મને દૂર કરેલા) મને રમકડાં લાવી આપતા નહિ, સારાં વસ્ત્રે સિવડાવતા નહિં કે મારે માટે બજારમાંથી કંઇ સારું... ખાવાનુ નાવતા નહિ. અને છતાં મારું હૃદય એમને પ્રેમ સમજતુ અને એમને માટે ઉમળકા અનુભવતું. એ પ્રેમના આનદે મે એમના વતનમાંથી અને તે મતે કયારેક કંઈક સમજાવતા તેમાંથી અને તેઓ મને કયારેક કઈક સમજાવતા તેમાંથી મારી બુદ્ધિ પ્રમાણે ગ્રહેણુ કર્યુ. પિતાના સ્વભાવમાં ને દેખાઇ આવે એવા ગુણ હતા, નિર્વ્યા જ સત્યશીલતા અને નિ'થી હૃદય. એમનુ` સત્ય પ્રયત્નપૂર્વક કળવેલી સિદ્ધાન્તત્ત્તનિષ્ઠાનું નહિ પણ સ્વભાવની સહજવૃત્તિનું (દલપત રામના જેવુ) હતું અને તેથી નમ્ર હતું. પેાતાને સત્યવાદી ક્ર સિદ્ધાન્તનિષ્ઠ માની તે બીજા પ્રત્યે તુચ્છકાર અનુભવતા નિહ, કારેક તેઓ કાષ્ઠ વ્યક્તિ પ્રત્યે દ્વષ કે કાઇની ઇર્ષ્યા કરતા નહિ, તેમને નુકસાન યુ` હોય એવી વ્યક્તિ પ્રત્યે પણ નહિ. સ્વભાવની નિમ*ળનાએ તેમને એક પ્રકાની સ્વસ્થતા આપી હતી. અવારનવાર ખા અને દાદીનાં વાસણુ ખખડતાં તેથી તેમને કલેશ થતે પણ તેને કારણે તે દુઃખી નહાતા રહેતા. તેમને શરીરની ઉપાધિ પણ હતી. નાની મી કબજિયાત રહેતી (કહેવાતું કે બાળપણમાં તેમને વધતા તે શાંત રાખવા દાદી અફીણના પાસવાળી ગાળી આપતાં તેમાંથી આ થયું હતુ) અને મણ્ વયથી દૂઝતા હરસ શરૂ થયા હતા પણુ તેએ એ અકળાયા વિના સહન કરતા અને સામાન્ય રીતે આન ંદમાં રહેતા. કાઇ વાર એમના મોં ઉપર અને એમની આંખામાં બાળકના જેવા નિર્દોષ આનંદને ભાવ પણ જોઇ શકું છું. હું માનું છું કે અતે નિદ્વંદ્વેષતાના પ્રસાદ હતા. તે દેખાતો તે હું આજે એમની સત્યશીલતા મને એ પ્રસાદનું ફળ મળ્યું. મારા બાળકહૃદયે એમના એ ચારિત્ર્ય ગુણાની સુંદરતા અનુભવી અને એ સંસ્કારનાં ફળ રૂપે યુવાન વયે હું ગાંધીજીનાં સત્ય અને અહિંસા પ્રત્યે આકાઁયા. મારા જીવનનું આ સૌથી મેટુ સદ્ભાગ્ય નીવડયું. તેથી મને બૌદ્ધિક અને નૈતિક અને દ્રષ્ટિએ લાભ થયે. બૌદ્ધિક લાભ એ કે હું બીજા અધ્યાપકોને રસ પડે એવી અ ંગ્રેજી સાહિત્યના શિક્ષણની કામગીરી છેાડી ભારત સરકારના લેકટેડ વકસ' એક મહાત્મા ગાંધી'માં ગાંધીજીનાં લખાણાનાં અનુવાદ–સ...પાદન કાય'માં જોડાવા લલચાયે, અને મારું ૫૯ શરીર ભાગ્યાં પછી પણ તે કામમાં ચાલુ રહી શકે. તથા વયમર્યાદાના નિયમ પ્રમાણે નિવૃત્ત થયા પછી લગભગ આઠ વર્ષ મુખ્ય સોંપાદકશ્રીના માનાર્હ સલાહકાર તરીકે એ કામ સાથે જોડાયેલો રહ્યો. તે કામ માટે ભારત સરકાર તરફથી મળતુ માનદ વેતન ગુજરાત સરકાર તરફથી મળતા પેન્શનની ઉપરાંત હતુ. એટલે સરવાળે મારી નાકરી મારી "મરનાં છાસ વર્ષી ને ત્રણુ માસ ચાલુ રહી, (સરકારી નાકરીમાં બહુ ઓછા લોકાને રાજકીય લાગવગ ન હોય તે આવુ. સદ્ભાગ્ય મળે છે.) કલેકટેડ વર્કસ આવ મહાત્મા ગાંધી'માં ન જોડાયે હોત અને શિક્ષણકા'માં ચાલુ રહ્યો હાત ! મારે શરીરની સ્થિતિની કારણે પચાસ વર્ષની ઉંમર પહેલાં નિવૃત્ત થવું પડયું હેત અને હું ભારે આર્થિક મૂંઝવણુમાં મુકાઇ ગયા હોત. ગાંધીજી પ્રત્યેના આકષ ણમાંથી મને નૈતિક લાભ થયે તે એ કૅ ગાંધીજીનાં લખાણા વાંચતાં હુ” મનુષ્ય જીવનમાં સત્ય અહિંસાનાં મૂલ્યો વિશે વિચારતા થા, હું ગાંધીજીની સૌય'દૃષ્ટિ પશુ સમજતા થયું. એ સમજ મારા અંગ્રેજી-સંસ્કૃતિ – ગુજરાતી સંહિત્યના અભ્યાસવાંચનના સ ંસ્કાર સાથે ભળતાં મને સત્ય, પ્રેમ તે સૌદય'ના વનઅમૃતની મારી કલ્પનાને ઊંડી તૃપ્તિ કરાવતી ઝંખી થમ્ર અને એમાંથી મને મે' જેતે સૌંદય યોગ કહ્યો છે તેને વિચાર સ્ફુર્યાં. પિતાના સાત્ત્વિક પ્રેમ મને આમ અણુકલ્પી રીતે ફળ્યો. એ પ્રેમનાં સ્મરણા, પિતાને મૃત્યુ પામ્બાને પંદર વર્ષ' વતી ગાં છતાં, હજુ મને તેમની સાથે બાંધી રહ્યાં છે હળના એટલા ઊંડા સ્તરે કે પંદર વર્ષ'માં મેં તેમને અનેકવાર સ્વપ્નમાં જેયા છે, અને થાડા માસ ઉપર છેલ્લા એમ જોયા ત્યારે હું સ્વપ્નમાં એક મિત્રની સાથે વાત કરી રહ્યો હતા તેમની મે આળખાણ આપી ત્યારે તેમના મોં ઉપર એવા પ્રસન્ન આનંદને ભાવ ઝળકયા હતા કે એ જોઇ મારાં શરીર ને મન, જાણે મને કંઇ કષ્ટ, દુઃખ કે ક્લેશ હોય જ નહિ, એમ સંપૂર્ણ આરોગ્યના સુખભાવથી પુલકિત થઇ ગયાં હતાં). મારી પચીસેક વર્ષની ઉમરે અમારી ખેની વચ્ચે મનદુઃખ થયું અને તે દશેક વર્ષ રહ્યું, પણ એ ગાળામાંય એમની સાથેનું મારું પ્રેમબંધન તૂટયું” નહતુ અલકે તે એટલું જીવતું રહ્યુ' હતું કે પિતાને મનદુઃખ થાય ત્યારે સામાન્ય રીતે પુત્રને થાય તે કરતાં મને ઘણે વધુ કલેશ થયેા હાટું માનું છું કે પિતાને પશુ એટલે જ થયે હતા. પણ આજે હવે મને એ કલેશની લેશમાત્ર દુ:ખદ સ્મૃતિ રહી નથી અને એ વર્ષાનાં સ્મરણે મારું મન, ઊંચા સાહિત્યગુણની ટ્રેજેડીમાં અને છે તેમ, કવિ મિલ્ટનના શબ્દોમાં alm of mind all passion spent એવી શાંતિને અનુભવ કરે છે. એ માત્ર દુ:ખ કે રાષ થમી ગયાની અભાવાત્મક શાંતિ નથી હતી. તેમાં અમારા સબંધનાં સુખી વર્ષોં દરમિયન પિતાએ અને આપેલા પ્રેમ માટે 'ડી કૃતજ્ઞતાના ભાવ પશુ ભળે છે. કૃતજ્ઞતા એટલા માટે કે તેમણે મને પ્રેમ આપી મારા હૃદયને તૃપ્ત કર્યુ”, પણ એ પ્રેમના બળે તેમણે મારા મનને અધિવાના પ્રયત્ન ન કર્યાં એમના પ્રેમે મને પાંગળા જ બનાવ્યા. અને મારા સ્વતંત્ર તરવિકાસને ન રુંધ્યા. શાસ્ત્રમાં (મનુસ્મૃતિમાં?) કહ્યું છે કે પાંચ વર્ષ' સુધી પુત્રને 1
SR No.525971
Book TitlePrabuddha Jivan 1986 Year 47 Ank 17 to 24 and Year 48 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1986
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy