________________
Regd. No. MH. By / South 54 Licence No. : 37
બુદ્ધ જીવન
પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વર્ષ:૪૮ અંક: ૨
T
મુંબઇ તા, ૧૬-૫-૮૬ છુટક નકલ રૂા. ૧-૫૦
મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર વાર્ષિક લવાજમ રૂા. ૩૦/
પરદેશમાં એર મેઈલ $ ૨૦ ૧૨ સી મેઈલ : ૧૫ ૮ ૯ તંત્રી : રમણલાલ ચી. શાહ
સ્વ. મેડમ ઑફિયા વાડિયા
સુપ્રસિદ્ધ થિએસેટિ મેડમ સેફિયા વાડિયાનું ૮૪ વર્ષની વયે મુંબઈમાં અવસાન થયું. એમના અવસાનથી ભારતે જ નહિ કે સમગ્ર જગતે એક તેજસ્વી નારીરત્ન ગુમાવ્યું છે.
મેડમ સેક્રિયા વડિયાના અંગત પરિચયમાં આવવાનું મારે લેખકની આંતરરાષ્ટ્રીય સંસ્થા પી. ઈ. એન.ના નિમિત્ત બન્યું હતું. એ પહેલાં મેડમ વાડિયાને કે કોઈ પ્રસંગે સાંભળેલાં. એમના ઉમદા વકતવ્યથી અને વ્યકિતત્વથી હું પ્રભાવિત થયો હતે.
મેડમ વાડિયા ન્યૂ મરિન લાઇન્સ ખાતે આવેલા થિએસકી હોલના મકાનમાં ઉપરના માળે રહેતાં. બીજે માળે એમની ઓફિસ. આખું મકાન એમની સુવાસનું પરિણામ. એમના કાર્ય અને કાર્યક્ષેત્ર માટે દેશ-પરદેશના થિઓફિસ્ટ મિત્રોએ મેટી રકમ આપીને આ મકાન તૈયાર કરાવેલું.
પી. ઈ. એન. ની ભારતની શાખાની સ્થાપના મેડમ વાડિયાએ કરેલી. એની વાર્ષિક સામાન્ય સભા થિયેસફી હેલના મકાનમાં દર વર્ષે મળે. સભા પૂરી થયા બાદ મેડમ વાડિયાના ઘરે ચા-પાણી માટે જવાનું નિમંત્રણ પણ દર વર્ષે મળતું. એક નાની મંડળી જામે. ચા-પાણીની સાથે કોઈકની કવિતા કે વાર્તાના વાંચનનો કાર્યક્રમ પણ યોજાયે હેય. વાર્ષિક સામાન્ય સભા ઉપરાંત વખતોવખત વિદેશથી આવતા કવિ-લેખક કે મુંબઈ તથા મુંબઈ બહપ્તા ભરતીય કવિ-લેખકે સાથે ઔપચારિક કે અનૌપચારિક મિલનના કાર્યક્રમે જ્યારે ગોઠવાયા હોય ત્યારે પણ મેડમ વાડિયાને ત્યાં ચા-પણી પણ રાખવામાં આવ્યાં હોય. એ વખતે મેડમને વિશેષ પરિચય થાય. તેઓ ઉદાર અને અતિથિવલ હતાં. કાર્યક્રમમાં જેટલું ધ્યાન રાખે તેટલું જ વ્યવસ્થામાં પણ તેઓ ધ્યાન રાખે.
એક વિદેશી નારી ભારતીય જીવન અને સંસ્કારને કેટલા બધાં આત્મસાત કરી શકે તેનું જવલંત ઉદાહરણ એટલે મેડમ વાડિયા. વિદેશમાં જન્મેલાં, વિદેશમાં ઊછરેલાં, ચહેરા પણ વિદેશી, છતાં ભારતીય જેવા લાગે એવાં ગૌરવણુનાં તેજસ્વી મેડમ વાડિયા પાશ્ચાત્ય અને પરિત્ય સંસ્કૃતિના સમન્વયના ઉત્તમ -ઉદાહરણરૂપ દેખાય. કપાળમાં મોટો લાલ ચાંલ્લો, સેંથે પાડીને ઓળેલા વાળ, ઘણું ખરું પીળા કે કેસરી રંગની સાડી, ભારતીય ભાવનાભર્યા હાવભાવ, શાંત પ્રસન્ન મુખમુદ્ર, સ્મિત-
ભરી મધુરી વાણી વગેરેની છાપ પ્રથમ દર્શને અત્યંત સચોટ પડે.
મેડમ હંમેશાં સતત કાર્યરત જણાય. પિતાને માટે સમયપાલનને ચુસ્ત આગ્રહી. ખેતી વાતેયાં સમય ન બગાડે. દેશ પરદેશના અનેક મહાનુભાવો સાથે ઘનિષ્ઠ મૈત્રી. તેઓની સાથે સતત સંપર્કમાં રહે. તે બધાની સાથે નિયમિત પત્રવ્યવહાર ચાલતું હોય છતાં એમની વાતચીતમાં કયાંય અભિમાનને રણકે નહિ. એમના વનનમાં કર્યાય આડંબર જણાય નહિ.
એમની ઓફિસનું વાતાવરણ પણ શાંત અને પ્રેરક. સહુ કઈ મૃદુ સ્વરે વાત કરે. મેડમની ચેમ્બરમાં સંદેશા પહોંચે એટલે બીજા કાને પડતાં મૂકીને મળવા આવનારને તરત જ તેઓ બોલાવે. એમને મળવું એ પણ એક આનંદને વિશિષ્ટ અનુભવ
૧૯૭૭માં યોજાયેલી પી. ઈ. એન. ની સીડનીની આંતરરાષ્ટ્રીય કોંગ્રેસને નિમિતે અને ૧૯૭૯માં રીઓ ડી જાનેરાની આંતરરાષ્ટ્રીય કેસને નિમિતે મારે મેડમ વાડિયાને અનેક વાર મળવાનું થયું હતું. ત્યારે એમને અંગતપરિચય સવિશેષ થ. એમની પાસે જતાં એક માતાતુલ્ય અપાર વાત્સલ્યને અનુભવ થશે. જ્યારે એમને મળું ત્યારે તેઓ અત્યંત સ્વસ્થ અને પ્રસન્ન હોય. બીજાની કોઈ પણ વાત કે મુશ્કેલી તત સમજે કંઈ પણ કામ હોય તે સ્ટાફને તાબડતોબ સૂચનાઓ અપાઈ ગઈ હોય અને નિર્ધારિત સમયે એ કામ અવશ્ય પાર પણું જ હોય.
એક વખત મેડમ વાડિયાને એમની ઓફિસે હું મળવા ગયે હતે. તરત પાણી લાવવા માટે નેકરને સૂચના અપાઈ કર પાણી લઈને આવ્યું. પરંતુ ડોર કલેઝરને કારણે બારણું કંઈક ઝડપથી વસાયું. નેકરના હાથને ધકકો લાગે. પાણીને ગ્લાસ નીચે પડી ગયા અને કાચના ટુકડા ચારે બાજુ ઊડયા. ટેબલ પરની ચોપડીઓ અને કાગળ પર પાણી ઊયું. પરંતુ એ વખતે મેડમે નોકરને કંઇ ઠપકે આ નહિ. એમના ચહેરા ઉપર જરા પણ અગ્રતા દેખાઈ નહિ. એવા જ રવસ્થ અને શત. દસેક મિનિટ હું એમની પાસે બે હોઈશ. દરમિયાન નેકરે આવી બધું સાફ કરી નાખ્યું. તે તરત વારંવાર મારું ધ્યાન જતું હતું, પરંતુ મેં જોયું કે જાણે કશું બન્યું જ નથી એવી રીતે મેડમ મારી સાથે વાત કરતાં રહ્યાં. વિપરીત