________________
2
આ
છગન.
તા. ૧-૫-૮૬
આ અનુમાન કરવાની અસર અને ઝટલા માટે
સ્વતંત્ર ભારતમાં ગાંધીજી અને રાજચંદ્ર એકબીજાના ઘનિષ્ઠ સંબંધમાં આવ્યા હોત તે પરિસ્થિતિ કેવી નિમઈ હોત? ગાંધીજી એક ધમંપુરુષ હતા, અને ભારતના રાજકારણમાં પણ તેમણે એક ધર્મપુરુષ તરીકે જ કાર્ય કર્યું. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ ગ્રતને જીવનમાં ઉતારનાર ગાંધીજી રાજચંદ્રના સપકથી ભારતના એક મહાન ધર્મપુરુષ બન્યા હોત અથવા રાજચંદ્રની જેમ જ તેઓ એક આત્માથી મુમુક્ષુ પુરુષ બન્યા હોત એમ કહી શકાય? એ વિષે ધણાં અનુમાન કરી શકાય. ' ' આ પવિત્ર વ્યકિતઓની પવિત્રતાની અસર આસપાસની વ્યકિતઓ ઉપર પડ્યા વગર રહેતી નથી, સત્સંગને મહિમા એટલા માટે જ દર્શાવાય છે. યુવાન વયે રાજચંદ્રના સંપર્કમાં આવ્યા પછી એમના જેવું પવિત્ર જીવન જીવવાની ભાવના ગાંધીજીને થઈ હતી. ગાંધીજીએ યુવાનવયે બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કર્યું હતું. એમાં પણ રાજચંદ્રની પ્રેરણા હતી એ વાતને સ્વીકાર તેમણે પિતાની આત્મકથામાં કરતાં લખ્યું છે કે:
“સ્વ-સ્ત્રી પ્રત્યે પણ બ્રહ્મચર્યનું પાલન કરવું એ મને દક્ષિણ આફ્રિકામાં સ્પષ્ટ સમજાયું. કયા પ્રસંગથી અથવા અથવા કયા પુસ્તકને પ્રભાવથી એ વિચાર મને ઉભા એ અત્યારે મને ચખું યાદ નથી આવતું. એટલું મરણ છે કે એમાં રાયચંદભાઈની અસરનું પ્રાધાન્ય છે.” - ગાંધીજીએ પિતાના જીવનમાં યુવાન વયે બ્રહ્મચર્યની પ્રતિષ્ઠ કરી અને પિતાના સંપર્કમાં આવનાર અનેક વ્યક્તિઓને બ્રહ્મચર્ય તરફ વાળી. ભારતના તત્કાલીન નેતાઓની નામાવલી જોઈએ છીએ ત્યારે કેટલા બધા મોટા મોટા નેતાઓએ પિતાના જીવનમાં, ગાંધીજીના પ્રભાવથી બ્રહ્મચર્ય વ્રત સ્વીકારી લીધું હતું તેની માહિતી સાંપડે છે. એક રીતે કહીએ તે ભારતને ગાંધીજીએ બ્રહ્મચર્ય વ્રતથી, એક પ્રકારની આકરી તપશ્ચર્યાથી આઝાદી અપાવી એમ માની શકાય.
પિતાના કાળમાં રાજચંદ્ર અને ગાંધીજી જે જીવન જીવ્યા તેમાં બંનેના મેયમાં એક મહત્ત્વને પાયાને ફરક હતિ. સત્યની
જ એ ગાંધીજીનું એક યેય હતું. પરંતુ તેમની મુખ્ય પ્રવૃત્તિ તે ભારતને આઝાદ બનાવવાની રહી હતી, એ માટે ગેખલેની સલાહ અનુસાર લેખસંપકને માટે ગાંધીજી આખા ભારતમાં ઘૂમી વળ્યા હતા. વળી સમગ્ર ભારતના જુદા જુદા પ્રદેશની પ્રતિષ્ઠિત કે નામાંકિત વ્યકિતઓને સંપર્ક, પિતાના કાર્યમાં મદદ લેવા માટે એમણે સાધ્યો હતે. લેકકલ્યાણની પ્રવૃત્તિ અને સતત જોકસંપર્ક એ ગાંધીજીના જીવનનું એક મહત્ત્વનું લક્ષણ હતું. બીજી બાજુ, રાજચંદ્રને વિચાર કરીએ છીએ ત્યારે યુવાન વયે વેપારમાંથી નિવૃત્તિ, ઓછામાં ઓછે પરિગ્રહ, અહિંસાદિ મહાવતે જીવનમાં ઉતારવા માટે પુરુષાર્થ, નિઃસંગ બનવા માટેની ધગશ, એકાંત સેવન માટેની લગની, અન્ય વ્યકિતઓને શક્ય તેટલે ઓછો સંપર્ક, જંગલ કે ગુફાઓમાં જઈ ધ્યાનમાં નિમગ્ન બનવું ઇત્યાદિ પ્રવૃત્તિઓ આત્મ-કષાણુની સાધના માટે આરંભી હતી. રાજચંદ્ર સતત અંતર્મુખ હતા. ગાંધીજી સતત બહિર્મુખ હતા. ગાંધીજી અને રાજચંદ્રની પ્રવૃત્તિઓ પરસ્પર વિભિન્ન પ્રકૃતિની હતી. “આતમ ભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન” એ રાજચંદ્રને જીવનમંત્ર હતું. ભારતની સ્વતંત્રતા અને લોકોનું કલ્યાણ એ ગાંધીજીને જીવનમંત્ર હતા. રાજચંદ્રમાં લોકકલ્યાણની ભાવના નહોતી એમ ન કહી શકાય, પરંતુ તે લોકના આત્મકલ્યાણરૂપી સન્મ સ્વરૂપે
હતી. ગાંધીજીમાં આત્મકલ્યાણની ભાવના નહોતી એમ ન કહી શકાય, પરંતુ તે રાજચંદ્રની જેમ ત્યારે એટલી સ્પષ્ટ અને ઉન્મલિત થઈ નહોતી.
ગાંધીજી રાજચંદ્રથી અત્યંત પ્રભાવિત થયા હોવા છતાં એમના સમયમાં કેટલાક લે છે રાજચંદ્રને માટે અત્યુકિત ભરેલાં જે વિધાન કરતા તેની સાથે ગાંધીજી સંમત ન હતાં. એ સમયે કેટલાક લેકે રાજચંદ્રને સાક્ષાત તીર્થકર તરીકે ઓળખાવવા લલચાયા હતા. પરંતુ ગાંધીજી રાજચંદ્રને તીર્થંકર માનવા તૈયાર નહોતા. એમણે પિતે એ વાતને પિતાના લખાણમાં ખુલાસે પણ કર્યો છે. ગાંધીનાં સંસ્મરણ” નામનું સ્વામી આનંદનું એક પુસ્તક હમણું પ્રગટ થયું છે. એમાં પણ સ્વામી આનંદ નીચે પ્રમાણે લખે છે:
ધીરુભાઈની તબિયત પૂછીને ગાંધીજીએ રેવાશંકરભાઈ જોડે | શ્રીમદ્ રાજચંદ્ર વિષે વાત કરી શ્રીમતા પુસ્તક સારુ ગાંધીજીએ
પ્રસ્તાવના લખી આપેલી. તેમાં લખેલું કે પોતે શ્રીમદને તીર્થંકર નથી માનતા કારણું, દાખલા તરીકે શ્રીમદ્દનું માથું હંમેશ દુખતું. ગાંધીજીની દલીલ એ હતી કે જે તીર્થંકર હોય તેનું માથું ન દુખે’
રેવાશંકરભાઈએ કહ્યું તમે આવું લખ્યું કેઃ છે તેથી હું જરા કડી સ્થિતિમાં મુકાઈ ગયે છું!
પાછળથી મેં સાંભળેલું કે ચેપડી ગાંધીજીની પ્રસ્તાવના વગર જ છપાયેલી ! (પૃષ્ઠ ૧૩).
ધારો કે શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી એકબીજાના સંપકમાં બિલકુલ આવ્યા ન હોત તે પણ રાજચંદ્ર આજે પણ પિતાનાં લખાણ દ્વારા અને પિતાના આત્માથી જીવન દ્વારા એટલા જ મહત્વના માર્ગદર્શક પુરુષ રહ્યા હતા. વસ્તુતઃ ગાંધીજીનાં લખાણોમાં રાજચંદ્ર એટલે ઉલ્લેખ આવે છે એટલો ઉલ્લેખ રાજચંદ્રનાં લખાણમાં ગાંધીજીના વ્યકિતત્વ વિશે આવતું નથી. અલબત્ત, રાજચંદ્રનાં લખાણોમાં એવી કેઈ અપેક્ષા પણ રહેતી નથી. વળી રાજચંદ્ર જ્યારે દેહ છોડયે ત્યારે ગાંધીજી એટલા પ્રસિદ્ધ પણ નહોતા. રાજચંદ્ર પોતે આત્માથી હતા, એટલે પણ આવા લૌકિક સંબંધેનું મૂલ્ય એમને મન ખાસ ન હતું.
આ બે મહાન વિભૂતિઓ વિશે જ્યારે જ્યારે વિચારીએ છીએ ત્યારે અનેક લોકેના ભૌતિક અને આધ્યાત્મિક કલ્યાણ માટે મહાત્માએ પિતાના જીવનને કેટલો બધો ભોગ આપે છે તે જોવા મળે છે. એમનું જીવન એમની હયાતી દરમિયાન અને ત્યાર પછી પણ અનેક વર્ષ સુધી અનેક લોકોને માટે પ્રેરણારૂપ બની રહે છે.
રમણલાલ ચી. શાહ
જ
રહેતી નથી. વળકના લખાણોમાં
ત્યારે ગાંધી
મત ખાસ લતિ વિશે અને આખી
આપે
ન લેવા માટે એક વ્યકિતને. જુદા જ
સ ધ સમાચાર શ્રી ધીરજલાલ ધનજીભાઈ શાહ પારિતોષિક "પ્રબુદ્ધ જીવન’ન ૧૯૮૫ ના વર્ષ દરમિયાન જે લેખકના લેઓનું સમગ્રપણે શ્રેષ્ઠ પ્રદાન હોય તેને રૂા. ૧૦૦૭ નું શ્રી
ધીરજલાલ ધનજીભાઈ શાહ પારિતોષિક જાહેર કરવામાં આવ્યું ' હતું. તે અનુસાર આ પારિતોષિક પ્રા. ચી. ન. પટેલને એમના
લેખે માટે આપવામાં આવ્યું છે. આ માટે અમે લેખકને ધન્યવાદ આપીએ છીએ અને નિર્ણાયક સમિતિના સભ્ય (૧) છે. રમણુલાલ ચી. શાહ (૨) શ્રી હરીન્દ્ર દવે (૩) શ્રી કૃષ્ણવીર દિક્ષિત (૪) શ્રી ઘનશ્યામભાઈ દેસાઈ અને (૫) શ્રી પન્નાલાલ ૨. શાહને અમે આભાર માનીએ છીએ. લી. મંત્રીઓ,