SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ 12 પ્રાદ્ધ જીવન તા. ૧૬-૪-૮૬ (પૃષ્ઠ ૨૩૬ થી ચાલુ)... તીર્થને એક અર્થ શ્રુતજ્ઞાન પણ છે. અશ્રુતજ્ઞાનની આસઉપર સવ ઋતુઓનાં સર્વોત્તમ પુષ્પ હોય છે. વળી તેના ધનાથી જ અરિહંતપણુ પ્રાપ્ત થાય છે. એટલે જ્ઞાન પ્રત્યેની ઉપર ત્રણ છત્ર, ધજાઓ, ઘંટાઓ, પતાકાઓ વગેરેની રચના પિતાની કૃતજ્ઞતા દર્શાવવા માટે પણ ભગવાન સાયને નમસ્કાર retra _ { "en"ા ના નtrain = ! છે. આ અહંવૃક્ષની ઉંચાઈ દરેક તીર્થંકરની ઉંચાઈ કરતાં નખાર ગણી હોય છે. ૧. ' ' . ' , : અશોકવૃક્ષની ઉપર ચૈત્યવૃક્ષની રચના દેવે કરે છે. દરેક નંતી કરને કેવળજ્ઞાન કોઈક એક વૃક્ષ નીચે થાય છે. એટલા માટે એ વૃક્ષને ચેત્યક્ષ કહેવામાં આવે છે. ઉપગવાન ઋષભદેવથી શરૂ કરીને ભગવાન મહાવીર સ્વામી સુધીના ૨૪ *તીર્થકરોને જે વૃક્ષ નીચે કેવળજ્ઞાન થયું હતું તે ચૈત્યવૃક્ષનાં ખાસ અનુક્રમે આ પ્રમાણે છે. (૧) ન્યધ (૨) સપ્તપણું (8) સાલ (૪) પ્રિયક (૫) પ્રિયંગુ (૬) છત્રાધ (૭) સરસિ નાગવૃક્ષ (૯) માલીક (૧૦) પીલલ્સ (૧૧) તિંદુગ (૧૨) પાડલ (૧૩) જબુ, (૧૪) અશ્વત્ય (૧૫) દધિપણું (૧૬) નંદી (૧૭) તિલક (૧૮) અંબા (૧૯) અશોક (ર૦) ચંપક (૨૧) બકુલ (૨૨) વેડસ (૨૩) ધવ અને (૨૪) સાલ. . પ્રવેશ કર્યા પછી અશોક વૃક્ષને તે દ્વારા ચૈત્ય વૃક્ષને ત્રણ પ્રદક્ષિણા કરે છે. પછી ભગવાન પૂર્વ દિશાના સિંહાસન ઉપર એક અથવા ચરણુ ટેકવે છે. ' ભગવાન પોતે પુર્વ દિશામાં સિંહાસન ઉપર બેસે છે અને બાકીની ત્રણે દિશામાં અંતર દેવતાઓ ભગવાનની ત્રણ પ્રતિકૃતિ (સિંહાસન અને પાદપીઠ સહિત કરે છે. આ પ્રતિકૃતિ ભગવાનના પ્રભાવથી જ થાય છે અને તે સાક્ષાત્ ભગવાન જેવી જ લાગે છે. એમ થાય છે તે ભગવાનને જ અતિશય છે. સમવસરણમાં ભગવાન દેવતાઓની દિવ્ય રચનાને કારણે ચતુર્મુખ હોય છે, છતાં દરેક જીવને ભગવાનનું એક જ મુખ દેખાય છે. કોઈપણ જીવને એક કરતાં વધારે, બે કે ત્રણ કે ચાર સુખ દેખાતાં નથી આ પણુ ભગવાનને જ અતિશય છે. પૂર્વ સ્સિામાં ભગવાન સાક્ષાત્ બેઠા હોય છે અને બાકીની ત્રણે દિશામાં ભગવાનની પ્રતિકૃતિ હોય છે, તેમ છતાં બાકીની ત્રણે દિશાના કેઈપણુ જીવને તેવો આભાસ થતું નથી કે આ લાગવાનની પ્રતિકૃતિ છે. દરેક જીવને ભગવાન એક સરખા જ દેખાય છે, વળી પૂર્વ દિશામાં રહેલા ભગવાનના મુખમાંથી જે વાણી પ્રગટે છે અને એમના મુખ ઉપર જેવા ભાવો હોય છે તેજ વાણી અને તેવા જ ભાવે, તેજ સમયે અન્ય દિશાની પ્રતિકૃતિઓમાં પણ જોવાય છે. દરેક જીવને પક્ષગવાન પિતાની સન્મુખ છે, એવું લાગે છે, ભગવાન કયારેય "કોઈપણુ જીવતે માટે પાંગ મુખ હોતા નથી. વીતરાગ સ્તવની અવસૃષ્ટિમાં કહ્યું છે કે “તીર્થના દિ સર્વત: સલા ઇવ, ન ૫૫ ગુણાઃ વવાષિક ' : -' સમવસરણમાં બિરાજમાન થયાં પછી, દેશના આપતાં તીર્થંકર ભગવાન સર્વ પ્રથમ “ન તીથg' એમ કહી તીર્થને નમસ્કાર કરે છે. તીર્થ એટલે ચતુર્વિધ સં. ભગવાન સવ" પ્રથમ સંધ : “મસ્કાર કરે છે. પોતે તીર્થંકરપણું પ્રાપ્ત કર્યું હોવા છતાં સર્વ જીવોએ પૂજનીય વસ્તુની પૂજા કરવી જોઈએ એવો આદેશ બતાવવા ભગવાન સંધને નમસ્કાર ફરે છે. એમાં એમને વિનય રહેલું છેઅને સંધનું મહમ્ય - ભગવાને જ્યારે દેશના આપે છે ત્યારે ૩૫ ગુણથી યુકત પુષ્કર મેઘ સમાન ગંભીર એવી ભગવાનની વાણી સર્વે જીવેને પિતપતાની ભાષામાં સમજાય છે, કારણ કે તે દિવ્યધ્વનિમય હોય છે. ભગવાન જે દેશના આપે છે તે માલકૌશાદિ રાગમાં હોય છે, એથી સવંછને તે કર્ણમધુર, અમૃતતુલ્ય પ્રિય લાગે છે. વળી દિવ્ય વનિ યુકત ભગવાનની આ દેશનાને દેવે પિતાના વાજિ વડે વધારે પ્રિય બનાવે છે. ભગવાનની વાણી ચારેબાજુ એક જન સુધીના વિસ્તારમાં સાંભળી શકાય છે. એ સાંભળીને સર્વ છે અપાર હર્ષ અને શાંતિ અનુભવે છે. ભવભ્રમણને તાપ ટાળનારી ભગવાનની વાણી કેટલાયે જીને તે તે જ જન્મમાં મુકિત અપાવનારી નીવડે છે. પ્રથમ તીર્થંકર ભગવાન અષભદેવથી ૨૪મા તીર્થંકર ભગવાન મહાવીરસવામી સુધીના સર્વ તીર્થકોએ જ્યારે જ્યારે દેશના આપી છે ત્યારે દેવોએ ત્યાં સમવસરણ્યની રચના કરી છે, પરંતુ બધા તીર્થંકરોના સમવસરણની રચના એક જ માપની નથી હોતી. તીર્થંકરોના દેહમાન અનુસાર સમવસરણની રચના કરાયું છે. ચરમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના જીવનની સૌથી વધુ વિગતે આપણને મળે છે અને એમના સમવસરણની રચના અનુસાર ઘણી વિગતે અને માપ દર્શાવાય છે. સમવસરણની રચના જુદા જુદા દે મળીને કરે છે, પરંતુ કોઈ એક જ દેવ સમગ્ર સમવસરણની રચના કરવા પણ શકિતમાન હોય છે - સમવસરણની રચના સામાન્ય રીતે વર્તુળાકાર હોય છે, પરંતુ કયારેક ચોરસ રચના પણ કરાય છે. સમવસરણની રચનાની જુદી જુદી ભૂમિકા અથવા કેડામાં કરવામાં આવે છે, જે મિથ્યા દષ્ટિ અભવ્ય જી હોય છે તેઓ સમવસરણની બાહ્ય કેટલીક રચનાઓ જોઈ શકે છે, તેનાથી અંજાઈ જાય છે, પરંતુ તેમાં સાક્ષાત ભર્ગવાનને જોઈ શકતા નથી જે છો સંદેહ કે સંશયવાળા હોય, ધર્મવિમુખ હોય કે વિપરીત અધ્યવસાયવાળા હોય, ભગવાનના દર્શન કરવાને અપાત્ર હોય તેવા જીવે પણ સમવસરણમાં ભગવાનના દર્શન કરી શકતા નથી, કરવા જાય તે ભગવાનના અને સમવસરણના દેદિપ્યમાન સ્વરૂપના પ્રકાશથી એમના નેત્ર એવા અંજાઈ જાય છે કે એમને કશું દેખાતું નથી. તેઓ અંધ જેવા થઈ જાય છે. જિજ્ઞાસારૂપી સંશય જેમના મનમાં હોય છે અથવા જેમના મનમાં જ યુવાની ઈતેજારીથી પ્રશ્નો ઊઠે છે એવા છના મનનું સમાધાન સમવસરણમાં ભગવાનના દર્શનથી કે દેશના શ્રવણથી થઈ જાય છે. . સમવસરણુમાં તીર્થંકર ભગવાનનાં ચાર દિશામાં ચાર સરખાં રૂપ હોય છે, પરંતુ દરેક જીવને પિતાની સન્મુખ એક જ રૂપ દેખાય છે. પરંતુ સમવસરણને આપણે વિચાર કરીએ છીએ ત્યારે ચારે દિશામાં રહેલા ભગવાનના ચારે ૨૫ને તરત વિચાર આવે છે. પદસ્થ, પિંડથ રૂપસ્થ, અને રૂપાતીત એવા ચાર પ્રકારના સ્થાનમાંથી તીર્થંકર ભગવાનનું રૂપરથ | (અનુસંધાન પૃષ્ઠ ૨૪૫ પર), " , નાની કાકા વિક : 46 છે. પરંપરા , જdir 11 MALપાકિnકી જ માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી રેડ સાઈ ૪૦૦ ૦૬૪. નં. ૩પ૦ર૬: મુદ્રણુસ્થાન: ટ્રેન્ડ પ્રિન્ટર્સ, જગન્નાથ શંકર શેઠ રોડ, ગિરગામ, મુંબઈ - ૪૦૦૦.૦૦
SR No.525971
Book TitlePrabuddha Jivan 1986 Year 47 Ank 17 to 24 and Year 48 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1986
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy