SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૦૪. અને ઘરમાં ધર્મના સતત વાતાવરણની એમનામાં થયેલી પ્રતિ૧ક્રિયાથી એમનું આવું મોવલણ બંધાયેલું. પરંતુ એ એકાંગી કહી શકાય. સર્વાગી દષ્ટિએ જોઈએ તે ધમ' અને સમાજમાં જે દુષણે અને મર્યાદા હતી તેને ઓળંગી જઈ સર્વાગ સુંદર સમાજ સજ એવી એમને મહેચછા રહેલી. એ રીતે એમના પિતાના કાર્યમાં તેઓ પૂરક બનેલા. પરમાનંદભાઈ શિસ્તના દઢ આગ્રહી. ઈ. સ. ૧૯૬૯ ના અરસામાં ભારતીય રાજકારણ ખળભળી ઉઠેલું. એ વખતે ‘પક્ષાંતર જાણે રોજિંદી ઘટના બની ગયેલી. દેશના વિરોધ પક્ષના એક અગ્રણી રાજપુરુષે એ વખતે પક્ષાંતર કરેલું. એ વિષે -પ્રબુદ્ધ જીવનમાં એમણે સૂચક રીતે કેર કરેલી કે જે પક્ષના કાર્યક્રમ હેઠળ તેઓ ચૂંટાયા એથી વિરુદ્ધ નીતિ ધરાવતા પક્ષમાં જોડવું એ મતદારોને દ્રોહ ગણુય. એટલે સૌ પ્રથમ એમણે - સંસદસભ્ય તરીકે રાજીનામું આપવું જોઈએ અને નવા પક્ષની --નીતિ માટે લેકસભાની બેઠકની પુનઃ ચૂંટણી લડી મતદારોને વિશ્વાસ સંપાદન કરવો જોઈએ. એમની આ વિચારસરણીના મૂળ એમના જીવનમાં જોવા મળે છે. ચાલીશીના દાયકામાં એમની દીકરીની સગાઈ એમની જ્ઞાતિના વર્તુળ બહાર કરવાને એમને પ્રસંગ પડે. એ વખતે જ્ઞાતિ બંધન–ચુત. એટલે પિતાની દીકરીની સગાઈ જ્ઞાતિ બહાર કરતાં પહેલાં એમણે જ્ઞાતિના સામાન્ય સભ્યપદેથી રાજીનામું આપેલું. એ કારણથી _જ્ઞાતિના જે નિયમે હોય એને પોતે સમર્થન આપતા ન હોય સિઝતિમાં રહીને એને ભંગ કરે એમાં એમને નૈતિક :ઉણપ જણાયેલી. જ્ઞાતિ સંસ્થા એટલે વ્યકિતના સર્વાગી 'વિકાસને રૂંધનારું પરિબળ એવી એમને પ્રતીતિ થયેલી. એ જમાનામાં જ્ઞાતિ સંસ્થા સામે માથું ઉચકનાર પરમાનંદભાઈ જેવા હિંમતબાજ જવલ્લે જ જોવા મળે. એ યુગમાં "રિયાપાર જવું એ પણ જ્ઞાતિના નિયમથી વિરુદ્ધ ગણાતું. એટલે પરમાનંદભાઈની જેમ સ્વ. વીરચંદ પાનાચંદ શાહે ક્ષણ એમની જ્ઞાતિના સામાન્ય સભ્યપદેથી રાજીનામું આપેલું. સ્તાવેજી મૂલ્ય ધરાવતા બન્નેના રાજીનામાના પુત્ર જૈન યુવક સંધના એ વખતના મુખપત્ર “તરુણ જૈન'માં છપાયેલાં. એમણે જોઈ લીધેલું કે રૂઢિચુસ્ત સમાજના વિશાળ વર્ગમાં નૌતિક હિંમતને અભાવ છે. એથી વિશેષ એમને પરંપરાગત જીવનમાંથી બહાર લાવવા અને ન્યાયસંગત જીવન જીવવા માટે વૈચારિક ભૂમિકાને સમાજમાં અભાવ જણાયેલે. એટલે, માનવીને વિચારવંત કરીએ, સમાજમાં વિચાર જાગૃતિ લાવીએ -અને વ્યકિતને વિચાર કરવાની પ્રેરણા આપીએ તે વ્યકિતમાં • અને અંતે સમાજમાં આપેઆપ પરિવર્તન થાય. આ માટે વૈચારિક સંસ્થા સ્થાપવી, એ દ્વારા વિચાર જાગૃતિ અને વિચારપ્પરવતન લાવનારી પ્રવૃત્તિઓ કરવી એ એમનું જીવનકાર્ય બની ગયેલું. ઇ. સ. ૧૯૨૮માં અને ૧૯રહ્માં અનુક્રમે શ્રી મુંબઈ જૈન યુવક સંધ અને શ્રી જૈન યુથ લીગ, મુંબઈની સ્થાપના થયેલી. બન્નેમાં તેઓ સ્થાપક-સભ્ય. બન્નેને ઉદ્દેશ સમાન. એટલે બને સંસ્થાનું એકીકરણ કરવામાં તેઓ નિમિત બનેલાં. ''- શ્રી મુંબઈ જૈન યુવક સંધના સ્થાપના કાળથી એનું મુખપત્ર હોવું જોઈએ એવી એમણે દૃષ્ટિ રાખેલી. કારણ લોહિયાળે કાંતિ અને ગાડરિયા-વૃત્તિ એ બને આત્યંતિક માર્ગે છે. એથી પ્રજા અને આગેવાને નીચા પડે છે. એટલે એમણે ચંસ્થાનાં મુખપત્ર દ્વારા વિચાર વિનિમયના મધ્યમ માર્ગને પુરસ્કૃત કર્યો. આ મધ્યમ માર્ગને પ્રજા જેટલી નિર્ભયતાથી ગ્રહણ કરે તેટલી તેની શકિત વધે. પાયાની આ વાતને લક્ષમાં રાખી જૈન યુવક સંધે પ્રારંભમાં મુંબઈ જૈન યુવક સંધ પત્રિકા' ત્યાર બાદ “તણું જૈન', પ્રબુદ્ધ જૈન” અને છેલ્લે પ્રબુદ્ધ જીવન” જેવાં સાપ્તાહિક-પાક્ષિક મુખપત્ર શરૂ કર્યા. છેક ઈ. સ. ૧૯૨૯ થી વચ્ચેના થેડીક વર્ષો બાદ કરતાં એમણે આ મુખપત્રનું તંત્રીપદ આજીવન સંભાળેલું. વિચાર જાગૃતિ અને વિચાર પરિવર્તન માટે જૈન યુવક સંઘ દ્વારા પયુંષણ વ્યાખ્યાનમાળા, સાર્વજનિક વાચનાલય અને પુસ્તાકાલય તેમ જ વસંત વ્યાખ્યાનમાળાની પ્રવૃત્તિ શરૂ થઈ તેમાં અન્ય કાર્યકરોની સાથે એમનું પ્રદાન મહત્ત્વનું રહેલું. અનુભવથી ધડાતાં એમની દષ્ટિ ઉત્તરોત્તર વિશાળ બનેલી. જૈન યુવક સંઘની સ્થાપનાના એક દાયકા જેટલી સમય બાદ એટલે કે ઈ. સ. ૧૯૩૯માં જૈન યુવક સંઘે એના દ્વાર જૈનાના બધાં કિરાના સભ્યો માટે ખેલી નાખેલા. પરિણામે ચીમનલાલ ચકુભાઈ શાહ પણ આ સંસ્થામાં જોડાયા. ઇ. સ. ૧૯૭૬ થી તેઓ પયુંષણ વ્યાખ્યાનમાળાના વ્યાખ્યાતા. એટલે પરમાનંદભાઈ એમના સંપર્કમાં ખરા. પરંતુ સંસ્થામાં એમના જોડાવાથી પરમાનદભાઈ અને એમને સંબંધ વિશેષ ગાઢ થયેલ. ત્યાર બાદ દષ્ટિની નવી ક્ષિતિજ ઊઘડી ઈ. સ. ૧૯૫૩ માં, જ્યારે સંસ્થાનું સભ્યપદ સૌ કોઈને માટે ખુલ્લું મૂકવામાં આવ્યું અને પ્રબુદ્ધ જૈન'નું “પ્રબુદ્ધ જીવન' તરીકે નવસંસ્કરણ કરવામાં આવ્યું. અહિંસક આંદોલન અને સત્યાગ્રહની ચળવળથી ભારતમાં પરિવર્તનની આબોહવા બંધાયેલી સ્વ. પરમાનંદભાઈએ જૈન સમાજમાં કાતિની મશાલ સળગાવેલી એટલે જૈન સમાજમાં પણ પરિવર્તનનું કાઠું બંધાતું જતું હતું એ સ્વ. ચીમનભાઈએ જોઈ લીધેલુ. એ આહવાનું સમાજહિતમાં રીઅરીંગ કરવામાં આવે તે સમાજને સાથે રાખીને બે ડગલાં આગળ લઈ જઈ શકાય એવી . ચીમનભાઈએ ગણતરી કરેલી. રવ. પરમાનંદભાઈ મૂર્તિપૂજક જૈન અને સ્વ. ચીમનભાઈ સ્થાનકવાસી. મૂર્તિપૂજક સમાજમાં જે પ્રશ્નો હતા એવા પ્રશ્નો સ્થાનકવાસી સમાજમાં ન હતા. સ્વ. ચીમનભાઈએ સમાજને સાથે રાખીને સ્થાનકવાસી જૈન ઉપાશ્રયના પટાંગણમાં જૈન કલીનીકની શરૂઆત કરાવી, જે આજે હોસ્પિટલમાં રૂપાંતરિત થયું છે. મુંબઈના સ્થાનકવાસી સમાજને સાથે રાખીને એમણે માનવસેવાના અનેક કાર્યો કરાવ્યાં. બંનેની તુલના અહીં અપેક્ષિત નથી, છતાં એમ કહી શકાય કે સ્વ. પરમાનંદભાઈ ક્રાંતિના પ્રખર પુરરકર્તા હતા અને સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહ સમાજને સાથે લઈને બે ડગલાં આગળ જવાના, સુધારાના હિમાયતી હતા. જૈન યુવક સંધના ઇતિહાસમાં પ્રબુદ્ધ જીવનના તંત્રી તરીકે પરમાનંદભાઈએ યુગકાર્ય કર્યું. એના સંચાલનમાં એટલે સમય તેઓ આપતા તેટલે સમય તેઓ પિતાના વ્યવસાયમાં આપતા નહિ. એક રીતે એમણે વ્રત લીધા વિના પરિગ્રહનું પરિમાણ બાંધેલું. એમણે કેટલાય નવોદિત લેખકેને પ્રત્સાહન આપેલું. આજના અગ્રણી સાહિત્યકારોને એમણે પ્રબુદ્ધ જીવન’ના પારણે ઝુલાવેલા. એમના વિકાસની પ્રથમ લિપિને અણુસાર અહીં ઉકેલી શકાય છે. મારે પણ “પ્રબુદ્ધ જીવન” નિમિત્તે એમના અંગત સંપર્કમાં આવવાનું થયેલું. - ઇ. સ. ૧૯૬૪નું વર્ષ સ્વ. વીરચંદ ગાંધીની જન્મ નારી પત્તિ જરા વિચાર થાય છે. અતિ જૈન ન લાગે સર છે અને બીજા વિ
SR No.525971
Book TitlePrabuddha Jivan 1986 Year 47 Ank 17 to 24 and Year 48 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1986
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy