________________
તા૧૬૩-૮૬
:
પ્રબુદ્ધ જીવન
રાજધાની , લગભગ એક પુત્ર અને મારે તો
ગિરિપ્રવચન
પ્રા. અરૂણ જોષી ' “પાપુરાણુ” ના એક શ્લેકમાં કહેવામાં આવ્યું છે કે :
मुक्तिकारणधर्माय पपिनिकृन्तनाय च ।
अवतारः कृतः अमीषां महादेव युगे युगे । અર્થત હે મહાદેવ, મુકિતના કારણરૂપ ધમને માટે, તથા . પાપના નાશને માટે યુગે યુગે મહાપુરુષોને અવતાર થાય છે.
. આજથી લગભગ બે હજાર વર્ષ પૂર્વે પેલેસ્ટાઈનની રાજધાની યેરુસલેમ પાસેના બેથલેહેમ નામના એક નાનકડા ગામમાં એક મહામાનવને આવિર્ભાવ થયે એનું નામ ઈશુ ખ્રિસ્ત. આપણે જેમ રામ તથા કૃષ્ણને અવતાર માનીએ છીએ તેમ તેને પણ અવતાર માનવામાં આવે છે એમની સ્પષ્ટ વાણી એટલે પયગંબરી વાણી. અસામાન્ય દીર્ધદષ્ટિ ધરાવતી એ વાણી સામાન્ય માનવે સમજી શક્યા નહીં એટલે ઈશુને ભયંકર યાતના આપી નામશેષ કરવામાં આવ્યા પણ પછી કરડે માણુ એમના ભકત બન્યા.
સંસારની જતિરૂપ આ મહાન વિભૂતિએ દુન્યવી જીવનનાં લગભગ ત્રીશ વર્ષ પસાર કરી, ઈશ્વર તથા પિતાને બાંધની સેવા કરવા માટે અડગ નિર્ધાર કર્યો. માનવજાતિને મુકિત આપવા માટે તેમને આવિર્ભાવ થયેલું તેથી તેઓ મુકિતદાતા ગણાયા. એમની દષ્ટિએ મેક્ષ એટલે ઈશ્વરની પ્રાપ્તિ અને ઈશ્વર એટલે યથાર્થ જયોતિ, શાશ્વત પ્રેમ અથવા સંપૂર્ણ આનંદ
કેપનાહમ નામના એક ગામની પાસે એક રમ્ય પહાડ ઉપર બેસી એમણે એમને પ્રથમ ઉપદેશ આપે જે ગિરિપ્રવચન' નામે પ્રખ્યાતિ પામેલ છે. આ ઉપદેશ માથીની સુવાર્તાના ૫ થી ૭ અધ્યાયમાં જોવા મળે છે.
આ ઉપદેશ આપતી વખતે ભગવાન ઈસુએ જણાવ્યું છે કે આત્માથી રક નિરહંકારી, આત્મ સમર્પણ કરી પ્રભુને મેળે બેસી જીવનારાઓને ધન્ય છે. આવું અંત્મસમર્પણ કરનારાઓ માને છે કે:
મેરા મુજમેં કુછ નહીં, જે કુછ હૈ સે તેરા, તેરા તુજકે એપિત, કયા લાગત હૈ મોર પ્રભુ ઇસુએ જણાવ્યું છે કે ઈશ્વરને પ્રાપ્ત કરવા જેઓ ઇચ્છે છે તેમનામાં તીવ્ર ઝંખના હોવી જરૂરી છે. જેમ પાણી વગર માછલી તરફડે એમ ઈશ્વર વગર બેચેની અનુભવનાર જ સાચે મુમુક્ષુ ગણુય. આવા મુમુક્ષુઓને ઉદ્દેશ્ય તથા ભાવને સંપૂર્ણ રીતે વિશુદ્ધ હોય છે. ' અને તેઓ જે કંઈ પ્રાર્થના વગેરે કરે તેને હેતુ પ્રદર્શન કરવાને હેત નથી. ઘરમાં, પરિવારમાં અને સમાજમાં શાંતિ, સુલેહ, મેળાપ કરવામાં જે પ્રયત્નશીલ રહે છે તે જ સાચે મુમુક્ષ છે. ઈશ્વરને માર્ગ તે શુરાને છે તેથી ભગવાન ઈસુ જણાવે છે કે મુકિતના માર્ગે જનારને માણસે સતાવશે નિંદશે છતાં તેણે પ્રસન્ન જે રહેવું.
'ભગવાન ઇસુએ આ પ્રવચનમાં પિતાના શિષ્યોને ખાસ માર્ગદર્શન આપતાં જણાવ્યું છે કે તમે પૃથ્વીની જ્યોતિ બનજો, સ્વગીય પિતાને મહિમા સમજી શકાય તે માટે તમે સાત્વિક અને પારદર્શી જીવન જીવીને દૃષ્ટાંત રૂ૫ બનજે. વળી તમારે પૃથ્વી ઉપર નમકરૂપ થવું અર્થાત સમાજને વિકારથી સડતે અટકાવો અને માનોને આનંદ આનંદ આપવો. પિતાના શિષ્યને આ પ્રવચનમાં તેમણે જણાવ્યું છે કે તમારી જાતને છોડીને સંસારને દરેક માનવ તમારે પહેલી છે. તે મિત્ર હોય કે શત્રુ જેમ તમે તમારું હિત સાચવે છે તેમ તેમનું પણ સાચવજે પ્રેમને સેનેરી નિયમ વ્યકત કરતાં તેમણે જણાવ્યું છે કે જે
કંઇ મનુષ્ય તમારે માટે કરે એમ તમે ઇચછતા છે તે તમે પણ એમને માટે કરજે.
એક ગાલ ઉપર તમાચે મારે તેની આગળ બીજે ગાર પણ ધરે એમ કહીને પ્રભુ ઇસુએ જણાવ્યું છે કે દુજનતાને પ્રતિકાર સજજતાથી કરે શિષ્યને તેમણે જણાવ્યું છે કે તમારાં ધાર્મિક કાર્યોને દેખાડે ન કરશે, દાન આપે તે પ્રસિદ્ધિ પામવાના હેતુથી ન આપશે. અર્થાત દંભ અને આડંબરથી દૂર રહેજો.
અંતમાં ભગવાન ઈશુએ ચેતવણી પણ આપી છે કે જે આ ઉપદેશે તે સમજદાર કહેવાશે અને જે અન્યથા વર્તાશે તે તે મુખ કહેવાશે.
ભગવદ્ ગીતાના ઉપદેશ જેવોજ ભવ્ય અને કાણકારી આ ઉપદેશ એરિક ફ્રોમની દષ્ટિએ પયગંબરી છે.
પ્રબુદ્ધ જીવન - (રજિસ્ટ્રેશન એક ન્યુઝ પેપર્સ રુલેસ ૧૯૫૬ ના અન્વયે)
(ફર્મ નં. ૪) પ્રબુદ્ધ જીવન સંબંધમાં નીચેની વિગતે પ્રગટ કરવામાં આવે છે. ૧. પ્રસિદ્ધિનું રથળ : રસધારા કે. એ હા. સોસાયટી,
: ૩૮૫ સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪ ૨. પ્રસિદ્ધિનો કમ : દર મહિનાની પહેલી અને
સોળમી તારીખ. ૩. મુદ્રકનું નામ
: ચીમનલાલ જે. શાહ - કયા દેશના : ભારતીય ૪. દેકાણું
: રસધારા કે. એ. હા, સેસાયટી,
: ૩૮૫, સરકાર વી. પી રોડ, મુંબઈ૪. પ્રકાશકનું નામ : ચીમનલાલ જે. શાહ
કયા દેશના : ભારતીય ઠેકાણું
: રસધારા કે. ઓ. હા. સોસાયટી,
: ૩૮૫, સરદાર વી પી રેડ, મુંબઈ–છે ૫. તંત્રીનું નામ : ડો. રમણલાલ સી. શાહ
કયા દેશના : ભારતીય દેકાણું
: રસધારા કે. એ. હા. સોસાયટી,
- ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ૬. માલિકનું નામ અને : શ્રી મુંબઈ જૈન યુવક સંધ,
: ૩૮૫, સરદાર વી. પી રેડ, મુંબઈ-૪ હું રમણલાલ વી. શાહ આથી જાહેર કરું છું કે ઉપર આપેલી વિગતે મારી જાણ અને માન્યતા મુજબ બરાબર છે. તા. ૧૬-૩-૮૬
રમણલાલ ચી. શાહુ
સરનામું
શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
- વસંત વ્યાખ્યાનમાળા. – ‘સંઘ'ના ઉપક્રમે સોમવાર, તા. ૧૪-૪-૮૬થી બુધવાર, તા. ૧૬-૪-'૮૬ સુધી ત્રણ દિવસની વસંત વ્યાખ્યાનમાળાનું આયોજન વાલચંદ હીરાચંદ સભાગૃહ, ઇન્ડિયન મરચન્ટસ ચેમ્બર, ચર્ચગેટ ખાતે કરવામાં આવ્યું છે. ત્રણેય દિવસે વ્યાખ્યાનને સમય સાંજના ૬-૦૦ વાગ્યા છે. આ વ્યાખ્યાનમાળનું ઉદ્ધાટન શ્રી નાની પાલખીવાળા કરશે અને પ્રમુખસ્થાને શ્રી અમર જરીવાલા બિરાજેશે. આ અંગેની વધુ | વિગત આગામી અંકમાં જાહેર કરવામાં આવશે.. .. |
' લિ. મંત્રીએ આ