________________
', ૨૧૭ :
.
કરેલી ચક્ષુબેંક તરફથી ૪૫૦ જેડ આંખ સમગ્ર ભારતમાં - મેલવામાં આવી હતી. ધોળકાની કામગીરીમાં તે શાખાના
મંત્રી શ્રી ગૌતમ મજમુદારે મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. તેઓની - કામગીરીનું એક ખાસ આવકારદાયક અંગ એ છે કે મોટા ભાગના ચક્ષુ ગ્રામ્ય વિસ્તારમાંથી મેળવવામાં આવે છે.'
ચક્ષુ કાઢવાની તથા મોકલવાની પ્રક્રિયા
'
હું
નિયાનું સ્થાન
આંખ કાઢતાં પહેલાં તેને જંતુરહિત કરવા એન્ટિબાયોટિક દવા મૂકવામાં આવે છે. આંખના ડોળાને કાઢતી વખતે હાથથી
સ્પર્શ ન થવું જોઈએ. અખ લેવાનાં સાધનને પણ જંતુરહિત (Sterilize) કરવા જરૂરી રહે છે. અને લેવામાં ૧૫-૨૦ મિનિટ લાગે છે. આંખને ડોળે લીધા પછી તે જગ્યાએ રૂ મૂકી પિપચી બંધ કરી કાળા દોરાથી ટાંકા લેવામાં આવે છે જેથી ચક્ષુદાતા ભરનિદ્રામાં હોય તેમ દેખાય છે.
આખે શીશીમાં રાખી બરફની અંદર એન્ટિબાયોટિક દવા નાંખી થર્મોકોલ બેકસમાં રાખવામાં આવે છે. મળેલી અખો ૪ અંશ સેન્ટિગ્રેડે સાચવવી જરૂરી છે. વિકસિત દેશોમાં કીકીને સાચવી રાખવા માટે ખાસ પ્રકારનું પ્રવાહીને (Media) ઉપયોગ કરવામાં આવે છે. આમ કરવાથી કાનિયા વધારે વખત (૫ થી ૩૧ દિવસ સુધી) સાચવી શકાય છેઆપણે ત્યાં હજ આ પ્રકારનું પ્રવાહી મળતું નથી. આ મીડિયાના અભાવે કેનિંયા વધારેમાં વધારે ૪૮ કલાક સુધી જ સાચવી શકાય છે. આ ૪૮ કલાકમાં મૃત પામેલ વ્યકિતમાંથી આંખ કાઢી તેને અન્ય જે સ્થળે જોઈતી હોય ત્યાં મેક્સવી ઘણી વખત અશક્ય બની જાય છે. જે સ્થળે કેનિયા , કાઢવામાં આવે તે જ સ્થળે જે તેનું આરોપણ કરવાનું હોય તે ઘણી સરળતા રહે છે. એક અંદાજ પ્રમાણે આપણે ત્યાં ઓછામાં ઓછા પચીસેક ટકા કોર્નિયા બહારગામ મોકલતી વખતે બગડતા હોવાની શકયતા છે. આવા સંજોગોમાં ટ્રાન્સપ્લાન્ટ કાં તે નિષ્ફળ જાય છે અથવા દહીંને ઘણી ઓછી દીષ્ટ પ્રાપ્ત થાય છે.
વિકસિત દેશોમાં આપણા કરતાં વાહનવ્યવહાર અને સંદેશાની સગવડ વધારે સારી ઉપલબ્ધ હોવાથી મૃત વ્યકિતના શરીરમાંથી કેનિયા કાઢયા પછી મેકલવા અને બેસાડવાનું કામ વધારે ઝડપી થાય છે. કેપ્યુટર દ્વારા સંદેશાની આપ-લે ત્વરિત ગતિએ થાય છે.
એક બાજુ જેવા ચક્ષુ પ્રાપ્ત થાય કે તરત જ બીજી તરk દદને ટ્રાન્સપ્લાંટ માટે તૈયાર થવાની સૂચના મળી રહે છે. પ્રતિક્ષા યાદી (Wait List) માં કોને નંબર છે તે પણ ઘણું જ પદ્ધતિસરનું બની રહે છે. મીડિયાનું સાધન
ઉપરનું વાંચ્યા બાદ વાચક મીડીયા (આંખ સાચવવા માટેનું પ્રવાહી) ની અગત્યતા સમજી શકશે. ભારતમાં સર્વપ્રથમ આ મીડિયા ધોળકા રેડક્રોસ વતી ગયે વર્ષે લાવવામાં શ્રી ગૌતમ
મજમુદારને સફળતા પ્રાપ્ત થઈ છે. આ મીડીયા પરદેશથી મંગાવવાને ખર્ચ એક જે ચક્ષુ દીઠ રૂ. ૩૦જેટલે થાય છે (આમાં કસ્ટમ ડયુટી અને અન્ય ખર્ચને સમાવેશ નથી થત) શ્રી ગૌતમભાઈના પ્રયાસ બાદ આ મીડિયાને સરકારે જકાતમાંથી માફી આપી છે. હાલ મળેલ ખબર મુજબ દિલહીની છે. રાજેન્દ્રપ્રસાદ સેંટર શેર એથલેમિક સાયન્સ સંસ્થાએ (ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સ) પ્રાયોગિક ધોરણે મીડિયા બનાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. આપણે આશા રાખીએ કે ટૂંક સમયમાં આ મીડિયા આપણે ત્યાં પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થશે.
, નેત્રદાન માટે પૂરતી સમજણ આપવાની જરૂર છે. દર્દી જ્યારે ગંભીર હાલતમાં હોય ત્યારે તેને અથવા તેના સગાવહાલાને નેત્રદાન માટે સમજાવવા એ ઘણું જ નાજુક કાર્ય છે. સમાજના મોટા ભાગના લોકોને આ પ્રશ્નની ગંભીરતાને ખ્યાલ નથી. એ દેખીતું છે કે આ પ્રશ્નની ગંભીરતા સમજાવ્યા પછી નેત્રદાન મેળવવું આસાન બની રહે છે પણ આમ થવા માટે દેશના દરેક મેટાં શહેરોની પ્રત્યેક મેટી હોસ્પિટલમાં ચક્ષુબેંકની સ્થાપના કરવી જરૂરી છે. અને આવી દરેક હોસ્પિટલમાં સંચાલકો દ્વારા અથવા તે સામાજિક સંસ્થાઓ દ્વારા દહીં અને તેનાં સગાંવહાલાને સમજાવવું જરૂરી છે. ઘણી વાર તે સગાંવહાલાં જ્યારે દર્દીને બચાવવા માટે ડાદેડી કરતાં હોય અથવા તે જ્યારે દદીંના બચવાની કોઈ શક્યતા ન હોય ત્યારે અતિશય શોકમાં ડૂબેલા હોય ત્યારે ચક્ષુદાનની વાત છેડવી એ કપરું કાર્ય થઈ પડે છે. ઘણીવાર સતત સમજાવટની પણ જરૂર પડે છે. આ બધા પાછળ સતત પરિશ્રમ લેવાય તે જ કાર્ય પાર પડે છે. કેનિયલ ટ્રાન્સપ્લાંટની સગવડ:
કાનિયલ ટ્રાન્સપ્લાંટની સફળતા વધારવા માટે જે સ્થળે આંખે કાઢવામાં આવે તે જ હોસ્પિટલમાં જે ટ્રાન્સપ્લાંટનું ઓપરેશન થઈ શકે તે ઘણું ઉત્તમ થાય આમ થવાથી કાનિયા મેકલવામાં વેડફાતે. સમય બચી શકે. કમ સે કમ આ પ્રક્રિયા બને ત્યાં સુધી એક જ શહેરમાં થઈ શકે તે ઈચછનીય છે. કમનસીબે આપણે ત્યાં ઘણું શહેર જયાં કેનિયલ ટ્રાન્સપ્લાંટની સગવડ ઉપલબ્ધ છે, ત્યાં ચક્ષુબેંકની સગવડ નહિવત છે. અને મેટાભાગની અને બહારગામથી મંગાવવામાં આવે છે. મુંબઈની જે. જે. હોસ્પિટલમાં આવેલી ડુંગન આઈ બેંકની સાથે સાથે કેનિયલ ટ્રાન્સપ્લાંટની સગવડ પણ ઉપલબ્ધ છે. દર વર્ષે સરેરાશ ૨૫૦ થી ૩૮૦ ટ્રાન્સપ્લાંટ ત્યાં થાય છે. હરકિસનદાસ હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાંટની સગવડ નહીં હવાથી કેનિયા બહાર મોકલવામાં આવે છે.
કાનિયલ ટ્રાન્સપ્લાંટના ક્ષેત્રમાં ભારતમાં સૌથી વધારે ઉલ્લેખનીય કામગીરી ઈદેરના ડો. ધડાએ બજાવી છે. છેલ્લાં ૨૪ વર્ષમાં તેઓએ ૨૦૦૦ થી વધારે ટ્રાન્સપ્લાંટ કર્યા છે. જે ભારત જ નહીં બલ્ક એશિયાભરમાં એક વિક્રમ સમાન છે
એક ટ્રાન્સપ્લાંટનું ઓપરેશન આશરે એક કલાક જેટલો સમય લે છે અને એક વખતે એક જ આંખ ઉપર ઓપરેશન થાય છે. ઓપરેશન પછી દર્દીને હોસ્પિટલમાં લગભગ એક મહિને રહેવું પડે છે.
આ એક મહિનાના ગાળામાં એ દદીના શરીરને નવા કેનિયા સાનુકૂળ થઈ જાય તે પછી પાછળથી તેને અસ્વીકાર થવાનો સંભવ ઘણો ઓછો રહે છે. ટ્રાન્સપ્લાંટને ખચ રૂ. ૧૫૦૦-૫૦૦ ને અંદાજવામાં આવે છે.