SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ તા ૧૬-૨-૮૬ પ્રબુદ્ધ જીવન અમેરિકામાં આદિમ વસાહતીઓના પ્રવેશ " ( ગતાંકથી પૂણ) કે. કા. શાસ્રી ધાર્મિક માન્યતાઓ : લગભગ ચાલીશ હજાર વર્ષથી લઇ ઇ. પૂ. સાતમા–આમા સૌકા સુધીમાં એક ખાજી દક્ષિણ અમેરિકાની હાન'ની ભૂશિર સુધી, બીજી બાજુ પશ્ચિમના વેસ્ટ ઇન્ડિઝના ટાપુઓમાં અને કનેય સહિત ઉત્તર અમેરિકાના આટલાન્ટિક મહાસાગરના કાંઠા સુધીમાં વિસ્તરેલા આ કહેવાતા ઇન્ડિયનોની ધાર્મિક માન્યતાઓ પણ ધણી ખેંધી વિકસી હતી, જે સ્પેનિશ લેકાએ "અને પછી બીજા યુરેપીય દેશાના સાહસિકાએ પેાતાની સત્તામાં એમના પ્રદેશ કબજે કર્યાને મેટી સખ્યામાં ખ્રિસ્તી ધર્મના પણ અનુયાયી બતાવ્યા છતાં પણ આ દેશી ઇન્ડિયનોની અમુક ધાર્મિક માન્યતાઓ અવિચ્છિન્ન જળવાઇ રહી છે. યુરોપીય વિદ્વાનાએ એમની ધામિ'ક માન્યતાઓને પણ અભ્યાસ કર્યાં છે. મુખ્યત્વે મધ્ય અમેરિકાના મેકિસકાના માયા અને એમના અનુગામી આઝતેાની તેમ ઉત્તર અમેરિકાનાવાસીઓમાંનાં નાહુઆ ઇન્ડિયનેાની ધાર્મિક માન્યતાઓને અભ્યાસ થયા છે. જ્યાં ન હતુ. આકાશ અને ન હતી પૃથ્વી ત્યારે ઇશ્વરના પ્રથમ શબ્દના ધ્વનિ ઊઠયા અને એણે પોતાના પથ્થરમાંથી પોતાની જાતને છૂટી કરી તથા પોતાની દિવ્યતા જાહેર કરી. જોતજોતામાં શાશ્વતતાની વિશાળતા મેટી ભયાનકતાની સાથે ધ્રુજી ઊઠી. ઇશ્વરના એ સમયને શબ્દ કૃપાનું માપ હતા, ઇશ્વરે પહાડાની કરોડરજ્જુને તોડી નાખી અને ફાડી નાખી ત્યાં કાને જન્મ થયા ? કાણુ ? હે પિતા ! એને તને ખ્યાલ છે: આકાશમાં જે સક્ષ્મ તત્ત્વ હતુ. તે અસ્તિત્વમાં આવ્યુ.' આ પ્રકારની માન્યતા માયાએ અને નાહુની છે. નિ:શક રીતે એએ એકેશ્વરવામાં માનનારા હતા. અને સૃષ્ટિને *ઉત્પન્ન કરનારા મહાન દેવના ત્રિકાલાષ્ય સ્વરૂપ સ્વીકારતા હતા, એમની નાશ કે પ્રલયના વિષયમાં પણ એવી માન્યતા હતી કે પ્રલય થતાં સૃષ્ટિ ક્રી અસ્તિત્વમાં આવશે. ધાતા થયા પૂર્વમ્ જીવયંત્ સજ કે જેવી પહેલાં હતી તેવી સૃષ્ટિની રચના કરી. બધા ચંદ્ર, બધા વર્ષ, બધા દિવસ, બધા વાયુ પૂર્ણ થઇ જશે અને ચાલ્યા જશે. બધું જ લાહી અને શાંતસ્થાને પહેોંચી જશે કે જે પ્રમાણે એની સત્તા અને ગાદી પર પાંચ છે. જેમાં સૂર્યની કૃપાને માયાળુતાને અનુભવ થતા હતા તે સમય માપમાં રહેલા હતા. દૈવત્રયીની ભવ્યતાના વખાણુ કરી શકાય, જેમાં તે સમય માપમાં રહેલા "હતા. તારાનુ મુખ્ય સચાલક સ્થાન પેલાએની ઉપર દૃષ્ટિપાત કરી શકે, જેમાં તેવા સમય માપમાં રહેલા હતા. અને એના દ્વારા પોતાની સહીસલામતી ઉપર સંભાળ રાખી શકાય એ રીતે તારાઓમાં વીટળાઇને રહેલા દેવા તારાઓને વિશે વિચારી શકે.’ આ માન્યતા પ્રમાણે સમય માપમાં રહેલા છે. અને એમાં બધા સમાઈ રહ્યા છે એ ખતાવે છે. પ્રધાન એક ધ્રુવ હોવા છતાં ત્રણ દેવ (Trinity)ની માન્યતા પણ હતી. આ ત્રણ દવા કાણુ છે એની સ્પષ્ટતા નથી. એક માન્યતા એ પણ કહી જાય છે કે ‘સમગ્ર વિશ્વ કાચણાની – કદાચ ચાર કાચબાની પીઠ ઉપર રહેલ છે, જે કાચબા કમ્પાસનાં બિન્દુઓના ખ્યાલ આપે છે. અને એ તળાવ 3 ૧૯૫ ઉપર તરી રહ્યા છે. ભારતીય માન્યતામાં મત્સ્યાવતારની સાથે આને સરખાવી શકાય, કે જે મત્સ્ય સમુદ્રમાંથી ઊભા થયેલ મનાયેા હતા. માનવની ઉત્પત્તિના વિષયમાં એવી એક માન્યતા પ્રવ`તે છે કે એક દિવસે સૂર્ય' ખાણ ફેંકયુ કે જે ખડક પર ફાટયું. એમાંથી એક પુરુષ અને એક સ્ત્રી પ્રગટ થયાં. એમ અપૂર્ણ હતાં. માથું અને કેડથી ઉપરનું ધડ હતું, કેડની નીચેના અવયવ નહેતા. ચકલીની જેમ એ જમીન ઉપર કૂવાં. એ ખેઉ જ્યારે જા ગાં ત્યારે માનવ જાતિના પહેલા પૂર્ણ માનવને જન્મ આપવા શકિતમાન થયાં. રસિક વાત તે અહીં એ છે કે પ્રાણની દૃષ્ટિએ– આત્માની દષ્ટિએ કેડની ઉપરની ભાગમાં રહે છે એને જ્યારે પ્રેમપૂવ ક ગાડવામાં આવે છે ત્યારે ભૌતિક સ્વરૂપમાં રહધારી બની રહે છે. ઉપનિષતી, પુરુષ અને સ્ત્રીના યુગ્મને આરંભમાં સવાની વાત સાથે આને થોડા મેળ મળે છે. જીવાત્માના વિષયમાં ક્રેટલીક માન્યતા જાણવા જેવી છે. એકસાકાના એન્તલ ઇન્ડિયન કહે છે કે માસના આત્મા એના હૃદયમાં અથવા તે શ્વાસમાં રહે છે. અને એને માનવતા આકાર છે. જ્યારે માણુસને મૃતાત્માએ વિશે સ્વપ્ન આવે છે ત્યારે એ પેલાઓના આત્માને જુએ છે. સ્વપ્ન દરમ્યાન આત્મા પોતાના દેહનો ત્યાગ કરીને પછી બીજા આત્માઓને મળવા જાય છે. આત્માથી અલગ અને ભૌતિક દેડને ઓછામાં ઓછા અંધાઈને માણસને સમજ અને નિષ્ણુ છે કે જે માથામાં રહે છે પણ જે પોતાની ઇચ્છા મુજબ આવે છે અને જાય છે. ઉદાહરણ તરીકે વ્યકિત માનસિક રીતે કાઇ એક સ્થળને વિચાર કરે અને થાડા સમય માટે કલ્પનામાં વિહાર કરે મધ્ય મેકિસકાના મેદાનમાં રહેતા એતાની ઇન્ડિયન માને છે કે આત્મા દેહની સાથેાસાથ મરણ પામે છે, પરંતુ મેકિસકને અને આનાહુઆકમા ખીજા લોકોના મત છે કે આત્મા અમર છે. યુદ્ધમાં અવસાન પામેલા સૈનિકા અને બાળકને જન્મ આપતાં મરણ પામેલી સ્ત્રી સૂર્યના નિવાસસ્થાનમાં પહોંચે છે કે જ્યાં એએ સુખપ્રુવક સદાને માટે રહે છે. એ સૈનિક દરરાજ સૂર્ય જન્મ ઊજવે છે. જયાં એમને પેલી સ્ત્રીઓની મુલાકાત થાય છે. જેઓ સૂર્યને પશ્ચિમમાં અસ્તતા તરફ લઈ જાય છે. ચાર વર્ષો સુધી આ ફરજ બજાવ્યા પછી સૈનિકા અને એ સ્ત્રીઓના આત્મા વાદળાંઓની સપાટી ઉપર નિવાસ કરે છે. એમનુ' સુંદર પીછાં અને મધુરાં ગાતવાળાં પક્ષીઓમાં રૂપાંતર થાય છે. અને એ ફૂલા ઉપર મુકતતાથી ઊડે છે. અને એમાંથી મધુ ચૂસે છે. જન્મ ધારણ કર્યાં પછી પુણ્યશાળી આત્માએ પક્ષીમાં અથવા ઉચ્ચતર પશુઓમાં નિવાસ કરે છે, પરંતુ સામાન્ય લેાકાના આત્મા જીવજંતુઓમાં આવી રહે છે. ': ' - M મેકકત ઇન્ડિયન માને છે કે પહાડોના ઊંચા અમારા વિસ્તારમાંની ગુફા સ્વગના દરવાજો છે. એમાં એ લોકો પોતાના 'સબ'ધીઓ મૃતાત્માઓના મડદાં દાટે કે જેથી કરી સુખી ભૂમિ
SR No.525971
Book TitlePrabuddha Jivan 1986 Year 47 Ank 17 to 24 and Year 48 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1986
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy