________________
પ્રહ જીવન '
,
તા ૧૬-૨-૮૯
બંદૂકના જોરે ધર્માન્તર કરાવવાના દિવસે અદશ્ય થઈ ગયા. કુટિલ ખટપટ કરી ધર્માન્તર કરાવવાની પ્રવૃત્તિ પણ ઘણી ઓછી થઈ ગઈ છે. વ્યકિત ધર્મ પરિવર્તન સ્વેચકોએ સમજણપૂર્વક કરે એને વિરોધ બહુ ન હોય. ધર્માંતરની પ્રવૃત્તિઓને રાજકીય રૂ૫ અપાય અને મલિન બંડખેર વૃત્તિને પિષાય તે તે ભયસ્થાન સામે પ્રત્યેક રાષ્ટ્ર જાગૃત રહેવું ઘટે. '
નામદાર પિપની ભારતની મુલાકાત રેમન કેથલિક ચર્ચા પૂરતી જ ઘણુંખરું મર્યાદિત રહી. એ એક દષ્ટિએ ઇષ્ટ ગણાય તે અન્ય દષ્ટિએ તે બહુ આવકાર્ય ન લેખાય. ભારતના રેમન કેથેલિક દેવળે વચ્ચે મતભેદો ઓછા થાય અને એકતા સ્થપાય એ એક આશય પણ આ મુલાકાતને હતું એમ કહેવાય છે. તે પણ. અગાઉથી આયેાજન કરીને, સરકારે પોતે જ સંમતિ મેળવીને એવાં અન્ય ધર્મસ્થળોની પિપની મુલાકાત ગોઠવી હતી તે. પરસ્પર ધાર્મિક સમભાવ પોષવામાં તે સારું નિમિત્ત બની શકત. નામદાર પિપે જાહેરમાં ખ્રિસ્તી ધર્મના ગુણગાન કે ખ્રિસ્તી ધર્મના પ્રચારનાં વાકયો ન ઉચ્ચારતાં, શાંતિ, માનવતા, સંસ્કારિતા અને લોકકલ્યાણની સર્વસ્વીકૃત એવી વાત ઉચ્ચારી એ ખરેખર ખૂબ આવકારદાયક છે અને એમની પ્રતિષ્ઠાને બઢાવે એવી છે.
વ્યકિતઓ તરફથી આવા ઝંઝાવતે ઊભા નથી થયા એમ નહિ, પરંતુ કાળબળે એ ધર્મસત્તા આજ દિવસ સુધી ટકી રહી છે. એને અર્થ એ નથી કે એના વ્યવસ્થાતંત્રમાં જે કંઈ બધું થાય છે તે સંપૂર્ણ અને આદર્શરૂપ છે. વસ્તુત: ઈટલીમાં વેટિકન શહેરમાં આ તંત્ર આવેલું છે. અને સૈકાઓ થયા, ઈટાલિયન વ્યકિત સિવાય બીજી કોઈ વ્યકિત પાપ ન થઈ શકે એવી રીતે વધુમાં વધુ કાર્ડિનલે ઈટલીમાંથી નીમી પોતાની બહુમતી સાચવી રાખવાની કુનેહ આજ દિવસ સુધી ચાલી આવી છે. આ વખતે પહેલી વાર કઈ ઈટાલિયન કાર્ડિનલને પિપ બનાવવા માટે જરૂરી બહુમતી સધાઈ નહીં, અને પિલેન્ડની એક વ્યકિત પેપ બની ઘણુને આશ્ચર્ય પમાડનારી પરંતુ બાહ્ય જગતને માટે અત્યંત આવકાર્ય એવી આ ઘટના બની છે. ઇટલી બહારની વ્યકિત પિપ બની. એને અર્થ એ થયો કે પિલેન્ડના આ પેપના ચારિત્ર્યને પ્રભાવ ઘણું બધાં કાર્ડિનલ ઉપર બહુ મોટો હવે જોઈએ.
પિની ચૂંટણી કાર્ડિનલે કરે અને પિપ એક ગોરી વ્યક્તિ હેવી જોઈએ એવા સ્વાભિમાનપૂર્વકના આગ્રહને કારણે લગભગ બીજા વિશ્વયુદ્ધના સમય સુધી કાળી ચામડીવાળા પાદરીને કાર્ડિનલ બનાવવામાં આવતા ન હતા. હવે બિનગરા કાર્ડિનલોની સંખ્યા વધવા લાગી છે. તે પણ ગોરા કાર્ડિનલોનું બહુમતીપૂર્વકનું વર્ચસ્વ એટલું બધું છે કે નજીકના ભવિષ્યમાં કોઈ હબસી કાર્ડિનલ, ભલે ગમે તેટલી પવિત્ર અને સૌથી સમર્થ વ્યક્તિ હોય તે પણ તે પિપ બને એવું રૂઢિચુસ્ત યુરોપીય માનસ હજ સ્વીકારી શકે તેમ નથી.
રોમન કેથલિક પાદરીઓએ ખ્રિસ્તી મને પ્રચાર કરવાને માટે સૈકાઓથી આખી દુનિયામાં પિતાના મિશનરીઓને મેકલ્યા કર્યા છે. આફ્રિકા અને એશિયાના દેશમાં નિર્ધન આદિવાસી વિસ્તાર એ એમનું સવિશેષ લક્ષ્ય રહ્યું છે. ગરીબ લેકેને અન્ન, વસ્ત્ર અને રોજીનાં પ્રભને આપીને ધમાંતર કરાવી લેવાનું કામ જેમ સહેલું નથી તેમ અઘરું પણ નથી. વ્યવસ્થિત સંગઠિત પ્રયાસ અને કયારેક રાજ્યસત્તાને સહારે એ બધા ઉપરાંત પિતાના અંગત સુખને બેગ આપી અનેક હાડમારીઓ વેઠી ધર્માતર કરનારાઓ માટે મરી ખૂટવાની મિશનરી પાદરીઓની તમન્નાને કારણે કારણે એ ધમને પ્રચાર દુનિયામાં બહુ મેટા પાયા ઉપર થયું છે. ઈસ્લામ, હિન્દુ, કે બૌદ્ધ જેવા મેટા ધર્મો પાસે વ્યવસ્થિત એકચક્રી પ્રચારતંત્રને અભાવ, અંદર અંદરના ઝઘડા અને આધર્મિક બંધુઓ પ્રત્યેની ઉપેક્ષાને કારણે બીજા કોઈક કાવી જાય છે તેમાં તેમને વાક જોવા કરતાં પિતાને વાંક જે એ વધુ વાજબી ગણુય. હિન્દુ ધર્મે વર્ણાશ્રમની વ્યવસ્થા કરી શુદ્રોને ઉપેક્ષાપૂર્વક જે ઘર અન્યાય અનેક સૈકાઓથી ક્ય કર્યો છે તેનું પરિણામ તેને ભોગવવા માટે તૈયાર રહેવું જોઇએ.
વર્તમાન સમયમાં દુનિયાભરમાં તમામ વર્ગોમાં ધાર્મિક જાગૃતિ આવી છે. એ જોતાં ધમરની પ્રચારાત્મક પ્રવૃત્તિ હવે પહેલાં જેટલી જોરદાર તે ન જ ચાલે એ દેખીતું છે. કોઈ વ્યક્તિ રવેચછાએ ધમતત્ત્વને અભ્યાસ કરી સમજણપૂર્વક ધમપરિવર્તન કરે એ જુદી વાત છે. અને નિર્ધન લાચાર લેકની લાચારીને ધર્માન્તર માટે લાભ ઉઠાવાય એ જુદી વાત છે.' તલવાર કે
- દુનિયામાં ધર્મો ઘણા છે અને લગભગ બધા જ ધર્મોમાં એકથી વધુ ફટ છે. જીવનને ઉન્નત બનાવનારું તત્ત્વ તે ધર્મ છે. એટલે ધમ પિતે વિસંવાદ, કલહ, સંઘર્ષ, અશાંતિ કે યુદ્ધનું નિમિત્ત ન બનતાં પ્રેમ, ભાતૃભાવ, દયા, માનવતા, સેવા ઇત્યાદિનું નિમિત્ત બની રહે એ વિશ્વની નંતિક સ્તરની પ્રાથમિક આવશ્યકતા છે. ધર્મ મનુષ્યને આધ્યાત્મિક સ્તરે લઈ જાય એ એથીય વધુ ઈષ્ટ વાત છે. જેમણે પોતાના જીવનમાં ધમને સાચી રીતે ઉતાર્યો છે એવા પ્રત્યેક ધર્મના સર્વોચ્ચ ધર્મગુરુઓનું એ પરમ કર્તવ્ય છે.
વર્તમાન સમયમાં રાજ્યસત્તા આગળ ધર્મસત્તા કચડાતી જાય છે. રાજ્યસત્તાઓ પણ બિનસામ્પ્રદાયિકતાને નામે અધામિર કતા ધર્મવિહીનતાનું વલણ અપનાવે છે. ધર્મસત્તાને રાજ્યસત્તા. ઉપર સરખે પ્રભાવ પડે. રાજ્યસત્તાને યોગ્ય માર્ગદર્શન આપી શકે અને સમય જતાં ધર્મસત્તા અને રાજ્યસત્તા વચ્ચે આશરૂપ એકતા સધાય તે જગતના તમામ લેકે માટે ભૌતિક, નૈતિક અને આધ્યાત્મિક કલ્યાણનું કાર્ય સરળતાથી થઈ શકે.
-રમણલાલ ચી. શાહ
સાભાર-સ્વીકાર ४ पदण्णयसुत्ताई
સંપાદક : રવર્ગસ્થ પૂ. મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજ તથા પતિ અમૃતલાલ બેજક
પૃષ્ઠ : ૫૩૦ * પાકું બાઈડિંગ * મૂલ્ય : ૮૦-૦૦
પ્રકાશક : શ્રી મહાવીર જૈન વિદ્યાલય ઓગસ્ટ કાંતિ માગ, મુંબઈ-૪૦૦૦૩૬