SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૨ ૮૬ પ્રશહ. જીવન ૧ . સંઘના ઉપક્રમે વિદ્યાસત્ર સંકલન : ડે, સવેશ પ્ર. વોરા શ્રી મુંબઈ જૈન યુવક સંધની સુસંસ્કૃત પ્રણાલીને અનુરૂપ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પદ્મશ્રી કે. કા. શાસ્ત્રીને રવ. મંગળજી ઝવેરચંદ મહેતા પ્રેરિત વિદ્યાસત્રમાં “પ્રાચીન અમેરિકન સંસ્કૃતિ પર ભારતીય સંસ્કૃતિને પ્રભાવ” એ વિષય પર ત્રિદિવસીય જ્ઞાનસત્ર યોજીને આપણી વિદ્યા સમૃદ્ધિમાં વિશિષ્ટ પ્રદાન કર્યું. પ્રારંભમાં શ્રીમતી કોકિલાબેન વકાણીએ પ્રાર્થના રજૂ કર્યા બાદ પ્રા. શ્રીમતી તારાબેન શાહે શ્રી કે. કા. શાસ્ત્રીને પરિચય કરાવતા કહ્યું કે શ્રી શાસ્ત્રી વિશ્વ કક્ષાએ ભારતનું પ્રતિનિધિ વ કરી શકે એવા વિદ્વાન છે. સંઘના ઉપપ્રમુખ શ્રી ચીમનલાલ જે. શાહે શ્રી કે. કા. શાસ્ત્રીને આવકારતાં તેમને એકયાશી વર્ષના યુવાન તરીકે બિરદાવ્યા હતા અને વિદ્યાસત્રના દાતા શ્રી જોરમલભાઈની સંસ્કારપ્રિયતાનું અભિવાદન કર્યું હતું. વિદ્યાસત્રમાં હાજર રહેલ વિદ્વાને અને જિજ્ઞાસુઓને પણ તેઓએ આવકાર આ હતે. વિદ્યાસત્ર જેવા પ્રસંગે સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહના વિવિધ વિષય પરના ચિંતનલેખોને સંગ્રહ “તત્ત્વવિચાર અને અભિવંદનાનું મંગલ પ્રકાશન શ્રી કેકા. શાસ્ત્રીના વરદ્દ હસ્તે કરવામાં આવ્યું. આ પુસ્તકનું સંપાદન છે. રમણલાલ ચી. શાહ, પન્નાલાલ ર. શાહ અને પ્રા. ગુલાબ દેઢિયાએ કયુ છે. આ પુસ્તક અંગે ડે. રમણભાઈએ લાક્ષણિક પ્રાસાદિકતાથી વ. ચીમનલાલ ચકુભાઈને સ્મરણાંજલિ અર્પતા કહ્યું કે : એમણે લખવા ખાતર કે કેવળ પ્રસિદ્ધ ખાતર કદી લખ્યું ન હતું. પ્રબુદ્ધ જીવન’ના તેઓ તંત્રી થયા એટલે એમને નિયમિત લખવાનું થયું. આ રીતે ઈ. સ. ૧૯૭૫ થી એમના દેહત્સર્ગ સુધીના સમયમાં પ્રબુદ્ધ જીવનમાં લખાયેલા લેખેને અવગાહન અને “સમયચિંતન એમ બે પુસ્તકમાં સંચય થયેલ છે. “પ્રબુદ્ધ જીવનના પ્રારંભથી એટલે કે ઈ. સ. ૧૯૩૯ થી ઈ. સ. ૧૯૭૧ સુધીમાં એમણે પયુંષણ વ્યાખ્યાનમાળામાં આપેલાં વ્યાખ્યાને કે સામાજિક કે અન્ય સમસ્યાઓ પર એમણે લખેલી નોંધ “પ્રબુદ્ધ જીવનમાં લેખ રૂપે પ્રગટ થઈ હતી તે લેખે હજુ સુધી ગ્રન્થસ્થ થયા ન હતા. ઉપરોક્ત બે પુસ્તક ઉપરાંત આ લેખને ગ્રન્થસ્થ કરવાને અમારા જૈન યુવક સંઘની કારોબારી સમિતિએ સર્વાનુમતે નિર્ણય કર્યો અને આજે એ પુસ્તક “તત્ત્વવિચાર અને અભિવંદનાનું પ્રકાશન થયું છે એથી આનંદ થાય છે. રવ. ચીમનભાઇની લેખન શૈલી સરળ અને ગાંધીજીની શૈલીને પ્રતિભાવ જાણે એમાં ઝીલા હોય એવું લાગે. એમનાં લખાણેમાં વિશદ ચિંતન અને સ્વસ્થ સરળતા હતી. શ્રી કે. કા. શાસ્ત્રીએ પુસ્તકનું પ્રકાશન કરતાં વર્ષો પહેલાં લાઠીમાં શ્રી ચીમનલાલ ચકુભાઈ સાથેની પ્રથમ યાદગાર મુલાકાત, ત્યાર બાદ સ્થપાયેલા અવિચ્છિન્ન સંબંધે, ડે. રમણભાઈ સાથેની ગાઢ વિદ્યામંત્રી અને શ્રી કે. પી. શાહ સાથેના વિદ્યાથી વાત્સલૂના સંબંધને ઉલેખ કર્યો હતે. સ્વ ચીમનભાઈના પુસ્તકના પ્રકાશનની એમને મળેલી તકને એમણે લહાવો જે અનુભવ ગણુવ્યો હતે. શ્રી કે. કા. શાસ્ત્રીએ ત્રણ દિવસે આપેલા વ્યાખ્યાન પ્રબુદ્ધ જીવનમાં ક્રમશઃ પ્રગટ થતાં રહ્યાં છે એટલે એમનાં વ્યાખ્યાનને અહેવાલ અહીં આપે નથી. આ ત્રણ દિવસનાં વિદ્યાસત્રનાં વ્યાખ્યાને આવરી લેતા છે. રમણલાલ ચી. શાહને ઉપસંહાર-રવયં એક કૃતિ બની શકે એ સંયમિત છતાં આમૂલ-રપશ હતો. પ્રસ્તુત વિષય માટે શ્રી કે. કા. શાસ્ત્રી જેવા આંતરરાષ્ટ્રીય સ્તરના અધિકારી વિદ્વાન જ ગ્ય ન્યાય આપી શકે એમ ડો. રમણભાઈ જણાવ્યું. કેવળ પૂર્વનાં પુરાતત્તવનું જ્ઞાન હોય કે કેવળ પશ્ચિમના સંશોધનમાં પ્રભુત્વ હોય તે “પ્રાચીન અમેરિકન સંસ્કૃતિ પર ભારતીય સંસ્કૃતિની અસર જેવા વિષયની સમતલ રજુઆત અધિકાર અને પ્રમાણથી ને થઈ શકે છે. રમણભાઇએ પણ જાતે વારંવાર વિશ્વની જ્ઞાન -યાત્રાઓ કરી છે. તેમણે પિતાની અમેરિકાની મુલાકાત આ નિમિત્તે યાદ કરતાં જણાવ્યું કે પેરની પ્રજામાં અત્યારે પણ આપણુંસૌરાષ્ટ્રની બોલી જેવા લહેકા અને રણકાર અનુભવી શકાય છે. મચ્છુ-પિછુ લીમા વગેરે પ્રજા સૂર્યઘટિકા વાપરતી. તેમણે આજેન્ટિનાનાં લા લાટાનાં પુરાતત્ત્વ ઝિમની રસપ્રદ વાત. કરતાં જણુવ્યું કે મૃતદેહ સાચવવાની વિદ્યા ઇજિપ્તમાં હતી તે પહેલાં લેટિન અમેરિકામાં હતી. કેફીનની પ્રચલિત આકૃતિને બદલે ઘડા જેવી આકૃતિ રહેતી. જેને ખમાસણ કરે. પંચાગ નમસ્કાર કરે એવી મુદ્રામાં શબને રાખવામાં આવે અને એવ. શખો અત્યારે પણ લા હાટા મ્યુઝિયમમાં આવ્યા છે. જૈન યુવક સંઘના મંત્રી શ્રી કે. પી. શાહનાં નર્મ–મમ યુકત મીઠાં આભાર – દર્શન સાથે આ અવિસ્મરણીય જ્ઞાન-સ પૂરું થયું. GS રાજકોટમાં અસ્થિ સારવાર કેમ્પ ઈનર વહીલ કલબ, રાજકેટના સહયોગથી શ્રી મુંબઈ જૈન યુવક સંધના ઉપક્રમે છે. જે. પી. પીઠાવાલા દ્વારા હાડકાની દરની સારવાર માટે તા. ૨૦-૧-'૮૬ થી તા. ૨૩-૧-૮૬ સુધી એમ ચાર દિવસ માટે જૈન ભવન, ૨૧, જાગનાથ લોટ - રાજકેટ ખાતે એક કેમ્પ યોજવામાં આવ્યો હતે. સેમવારકા તા. ૨૦-૧-૮૬ ના રોજ બપોરના ૪-૦૦ કલાકે શ્રીમતી લક્ષ્મીદેવી શિવરાજસિંહ જાડેજાએ આ કેમ્પનું ઉદ્દઘાટન કર્યું હતું ઉદ્દઘાટન સમારંભના પ્રમુખ સ્થાને છે. રમણલાલ ચી., શાહ બિરાજ્યા હતા. જયારે અતિથિવિશેષ તરીકે શ્રી શશીકાન્ત--- ભાઈ કે. મહેતા અને શ્રી રમણિકલાલ નાગરદાસ શાહપધાર્યા હતા આ કેમ્પમાં આશરે ૬૦૦ દદીઓએ લાભ લીધે હતે.દરરોજ સવારના ૯ થી રાતના ૧૧ વાગ્યા સુધી ડો. જે. પીપીઠાવાલા દરદીઓને તપાસી માર્ગદર્શન આપતા રહ્યા હતા આ કેમ્પ માટે મુંબઈથી ડે. રમણલાલ ચી. શાહ. સંજક શ્રી પ્રવીણભાઈ મંગળદાસ શાહ, સહમંત્રી શ્રીમતી નિરુબેન શાહ, અથિ સારવાર કેન્દ્ર, પાલના સંયોજક શ્રીમતી પણુલેખાબેન દેશી અને શ્રી ઉષાબેન મહેતાએ આ કેમ્પનો સફળતા માટે જહેમત ઉઠાવી હતી. એ જ રીતે ઈનર વહીલ : કલબની બહેને શ્રીમતી ભારતીબેન તળી, શ્રી તિબેન દેશી અને શ્રી નયનાબેન કોઠારી આ કેમ્પ માટે સતત કાર્યશ: રહ્યાં હતાં. * અસ્થિ સારવાર કેન્દ્ર, વિલે પાલડી “સંઘ'ના ઉપક્રમે છે. જે. પી. પીવાલા દ્વારા હાડકાના દરની સારવારનું વિલે પાર્લામાં કેન્દ્ર શરૂ થયાને એક વર્ષ પૂરું થયું છે. દર મહિનાના છેલ્લા શનિવારે બપોરના ૩ ૩૦ થી ૦૦ * સુધી છે. જે. પી. પીઠાવાલા-નિયમિત સેવા આપે છે અને દર શનિવારે સરેરાશ ૪ દરદીઓ લાર્ભ લે છે. આ કેન્દ્રના સં ત તરીકે શ્રી પ્રવીણભાઈ મંગળદાસ શાહ અને શ્રીમતી પણું લખાબેન દેશી કાર્યરત રહે છે. વિલે પાર્લા ઉપરાંત દર રવિવારે સવારના ૯-૦૦ થી ૧-૦૦ સુધી છે. જે. પી. પીઠાવાલા “સના . કાર્યાલયમાં પણ સેવા આપે છે. "
SR No.525971
Book TitlePrabuddha Jivan 1986 Year 47 Ank 17 to 24 and Year 48 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1986
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy