________________
૨૮૪
પ્રયુત
વન
ગ્રામજનોને વ્યાવસાયિક તાલીમ મળી રહે અને બેકારીનું નિવારણ થાય એવી પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવી. સેન્ટર દ્વારા વૃક્ષારોપણની પ્રવૃત્તિ પણ ઉપાડવામાં આવી અને ત્યાં જુદા જુદા વિસ્તારોમાં અત્યાર સુધીમાં બે લાખથી વધુ વૃક્ષે ઉગાડવામાં આવ્યાં છે. જમીનવિહેણું આદીવાસીઓને ખેતી માટે જમીન અપાવવાનું તથા તેમને રહેવા માટે સારાં ઘર બાંધી આપવાનું કામ પણ ચાલે છે. રવચ્છતા, આરોગ્ય, સંતતિ નિયમન ઈત્યાદિ વિષયમાં ગ્રામજનોને જાણકારી અપાય છે અને તેઓ સ્વાવલંબી બને, શેષણ પ્રત્યે જાગૃત બને તેવા પ્રયત્ન પણ થાય છે. સેન્ટર તરફથી વખતોવખત નેત્રયા યે જાય છે. અને વર્ષે સરેરાશ ૨૫૦ દરદીઓનાં આંખનાં ઓપરેશન થાય છે. સંતતિ નિયમન માટેનાં પણ આશરે ૨૫૦ ઓપરેશન વર્ષ દરમિયાન થાય છે. ક્ષય, પિલિયે અને રકતપિત્તના દરદીઓને તથા સાપ કે વીંછી કરડે હોય તેવા દરદીઓને પણ અહીં સારવાર આપવાની સગવડ છે.
સેન્ટરના વિસ્તારમાં આવેલા નાળાઓ ઉપર માટીના બંધ બાંધવામાં આવ્યા છે, જેથી સેન્ટરને પાણી મળી રહે છે અને વાઓમાં પણ પાણીની સપાટી સારી રહે છે. ગોબર ગેસની યેજના પણ સેન્ટરમાં થઈ ગઈ છે. આસપાસનાં ગામે માટે વીજળી, રસ્તાઓ, બસ સેવા બેંક વગેરેની સગવડો પણ કરાવવામાં આવી રહી છે.
Lયુસુફ મહેરઅલી સેન્ટરને ઈંગ્લેન્ડની રોયલ કોમનવેલ્થ સેસાયટી તરફથી, જર્મનીના એક ફાઉન્ડેશન તરફથી, ભારતના કેટલાક ઉદ્યોગપતિઓ તરફથી, કેટલાંક ટ્રસ્ટ તરફથી અને અન્ય કેટલીક વ્યકિતઓ તરફથી સમયે સમયે સારી આર્થિક સહાય મળતી રહી છે, જેના પરિણામે છેલ્લા બે દાયકામાં સેન્ટર તરફથી ગ્રામવિકાસ અને માનવસેવાની પ્રવૃત્તિઓ સારા પ્રમાણમાં વિકસી રહી છે.
એક નાના સરખા વિચારબીજમથી શુભ ભાવનાવાળા સાથી કાર્યકરો દ્વારા માનવસેવાની પ્રવૃત્તિ કેટલી બધી પાંગરી શકે છે તેનું યુસુફ મહેરઅલી સેન્ટર એક જવલંત ઉદાહરણ છે. છે. જી. જી. પરીખ અને એમનાં પત્ની મંગળાબહેન, શ્રીમતી
તિબહેન શાહ, શ્રી દત્ત, શ્રી સાકઅલી, શ્રી પ્રભુ દેસાઇ, શ્રી અમર જરીવાલા, શ્રી ચંદ્રકાન્ત ગાંધી વગેરે સંનિષ્ઠ કાર્યકર્તાઓ સ્વ. યુસુફ મહેરઅલીના ગ્રામ વિકાસના સ્વપ્નને અહીં સાકાર કરવાને રસ્તુત્ય પ્રયાસ કરી રહ્યા છે. આર્થિક સહાય મળે તે સેન્ટરમાં હજુ ઘણું વિકાસકાર્યો માટે પુષ્કળ અવકાશ છે. - વિશ્વ જ્યારે વિજ્ઞાન અને ટેકનોલોજીની સહાયથી અવકાશી સંશોધન માટે એકવીસમી સદી તરફ ધસી રહ્યું હોય ત્યારે ભારતમાં અનેક સ્થળે કેટલાયે આદિવાસીઓ હજુ પ્રાગઐતિહાસિક સમયનું પ્રાકૃત જીવન જીવી રહ્યા છે, એ કેટલું બધું શોચનીય છે! જેમની શકિતના લાભ ઉપર પિતે વિકસી રહ્યાં છે એવાં ધનાઢય શહેરે પિતાને દાનને પ્રવાહ ગ્રામવિકાસ તરફ પણ વાળે એ એમનું પરમ કર્તવ્ય છે.
-રમણલાલ ચી. શાહ
(પૃષ્ઠ ૧૯૨ થી ચાલુ) મેઢે સજા સ્વીકારે છે. અને આવા તે દર વર્ષે હજારે યુવાને નીકળી આવે છે. કેટલાક દેશમાં લશ્કરી સેવાને બદલે વિકલ્પી કાર્યની છૂટ છે, ઘણુય તે કરે છે. પરંતુ એક વર્ગ તે એ
છે કે જે માને છે કે આ વિકલ્પ સ્વીકારવો એ પણ રાજ્યને આ વિષયમાં હકક સ્વીકારવા જેવું થયું ગણાય. તેથી તેઓ માત્ર સજા જ માગી લે છે. આમ રાજ્યની સત્તાને પણ પડકારતા હોવાથી એ લેકે ગાંધીધેલા તે ઠીક, વિનોબલા પણું ગણાય !
આ લખાય છે ત્યારે, ૧૦ ડિસેમ્બર થી ૨૨ જાન્યુઆરી સુધી મધ્ય અમેરિકામાં એક લાંબી ૨૦૦ કિ. મીની પદયાત્રા પણ ચાલી રહી છે. પનામા, કસ્ટારિકા, નિકારાગુઆ, હેડુરાસ, અલ સાલ્વાડોર અને વાટેમાલા થઈ મેકિસકે જનાર આ પદયાત્રામાં ૨૫ દેશના ૩૦૦ લેકે માનવીય હકકે તથા ઉપરોકત દેશના સ્વનિર્ણયના હકકની વાત કરશે. અમુક સંદેશ ગામેગામ પહોંચાડવાનું અને બેંકને સંઘર્ષમાં સાથે લેવાને આ પણ ગાંધીને જ નુસખોને ? દાંડીયાત્રા પૂર્વે દક્ષિણ આફ્રિકામાં પણ તેમણે એ અપનાવેલ.
આ બધુ ૫રથી ગાંધી પદ્ધતિએની સામ્પ્રત વ્યાવહારિકતા વિશે તે શંકા રહેતી જ નથી. પ્રશ્ન થાય છે પ્રેરણાને. આપણી નવી પેઢીમાં ત્યાગ અને સરકારેશીની ભાવના હવે કેમ ઘટતી. જાય છે તેની ચર્ચા થાય ત્યારે એક કારણ સ્વાભાવિક મનાય છે કે સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે એક નિશ્ચિત ધ્યેય હતું તેથી ઊચ્ચ ભાવનાઓ જાગૃત કરી શકાઈ પરંતુ આજને પશ્ચિમી યુવાન પણ બીજા વિશ્વયુદ્ધ પછી જ જન્મે છે અને યુદ્ધ તેને કઈ તાત્કાલિક પડકાર નથી. છતાં તે આવી સરફરોશી કેમ બતાવે છે? તેથી ઊલટું આપણું યુવાનની સામે તે બિનલેકશાહી મૂલ્ય, નિરક્ષરતા, આર્થિક શેષણ, ભ્રષ્ટાચાર વગેરે દેખાય તેવા દુષણે ઊભાં છે. તેને કેમ જીવન એળળ કરી નાંખવાની પ્રેરણા નથી મળતી?” - બીજે ઉત્તર અપાય છે. ગાંધીજી જેવા નેતાની જરૂરતને. એ કંઈક ખરે લાગે છે; પરંતુ ઉપર વણવેલાં ઉદાહરણના સંદભ'માં તે ય જચતું નથી, કોઈ એકછત્ર નેતા વિના, અંદરના અવાજથી ઊભાં થયેલાં જ એ બધાં અદલને છે. તે શું આપણી સંસ્કૃતિ જ કઈક નબળી છે તેવું માનવું? પશ્ચિમવાળાઓને ભેગવિલાસી કહેનારા આપણે પિતાની પિટલી દબાવીને સાચવી બેસનારા જણાઈએ છીએ ! થેડે ઘણે દેષ વચ્ચેની પેઢીને આપી શકાય, જેણે ૧૯૪૭ અને ૧૯૮૬ વચ્ચે કડી બનવાનું હતું. પરંતુ એ જુદા લેખને વિષય છે.
અને હા, આ બધાં છતાં આપણે ગાંધીના નામનું સામ્પ્રત . મૂલ્ય છે જ : એટલે તે તે નામ લેવા બધા લલચાતા લાગે છે!
નોંધ: ઉપરની ચર્ચામાં ભારતની સાપેક્ષમાં એક અપવાદ ઉલ્લેખ જોઈએ. તે છે આસામનાં આંદોલનનેઃ તેને નજરે. નિહાળવા આવેલા ગાંધીવાદીઓએ પણ કબૂલ કર્યું છે કે તે ગાંધીજીના રસ્તે થયેલ ચળવળ હતી.
* સ્નેહ સંમેલન
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પેટ્ર, આજીવન અને વાર્ષિક સભ્યોનું એક રનેહ સંમેલન રવિવાર તા. ૨-૩-૧૮૮૬ના રોજ સવારના ૧૦=૦૦ કલાકે ઓગસ્ટ ક્રાંતિ માર્ગ પરના તેજપાલ ઓડિટોરિયમમાં યોજવામાં આવ્યું છે. આ અંગેની વધુ વિગતે હવે પછી જણાવવામાં આવશે .