SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Regd. No. MH, By / South 54 Licence No. : 37 ‘પ્રશુદ્ધ જૈન’નું નવસંસ્કરણ વર્ષ:૪૭ અંક : ૧૯ પબુ જીવન મુંબઇ તા. ૧-૨-૮૬ છુટક નકલ રૂા. ૧-૫૦ વાર્ષિક લવાજમ રૂા. ૩૦,– તંત્રી : રમણલાલ ચી. શાહુ મહેરઅલી સેન્ટર યુસુ અમારા શ્રી મુંબઇ જૈન યુવક સંધના ભૂતપૂર્વ પ્રમુખ સ્વ. શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહની સ્મૃતિ નિમિત્તે ‘સંધ’ તરફથી જે ફંડ એકત્રિત કરવામાં આવ્યું હતું તેમાંથી રૂા ૫૧૦૦૦/= યુસુફ્ મહેરઅલી સેન્ટરને સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહના નામથી તાલીમ કેન્દ્ર શરૂ કરવા માટે આપવામાં આવ્યા હતા. આ તાલીમ કેન્દ્રના ઉદ્ઘાટનના કાર્યક્રમ રવિવાર, તા. ૧૯. જાન્યુઆરીએ સવારે યુસુ* મહેરઅલી સેન્ટરમાં યોજાયો હતે., જે પ્રસંગે અને સરથાના પ્રમુખ સહિત શ્રી એસ. એમ. જોશી, શ્રી દીપચăભાઇ ગાડી', તા. જી. જી. પરીખ, શ્રી વીરેન શાહ, શ્રીમતી જ્યોતિખેન શાહ, શ્રી કે. પી શાહ, શ્રી ચીમનલાલ જે. શાહ, શ્રી અમર જરીવાલા, શ્રી મહીપતભાઇ શાહ વગેરેએ પ્રાસગિક વકતવ્યા રજૂ કર્યાં હતાં આ પ્રસંગે જુદા જુદા દાતાઓ તરફથી સેન્ટર માટે બધુ* મળીને લગભગ એ લાખ રૂપિયાના દાનની જાહેરાત થઇ હતી. એક સનિષ્ઠ સેવા–સસ્થા માટે આ રીતે પાણુ–સવધનની અનુમોદનીય પ્રવૃત્તિ થઇ. યુસુફ્ મહેરઅલી સેન્ટર મુખથી થોડે દૂર, પનવેલ પાસે તારા' નામના ગામની બાજુમાં આવેલુ છે. છેલ્લા લગભગ ખે દાયકામાં આ સેન્ટરની પ્રવૃત્તિઓને ઠીક ઠીક વિકાસ થયો છે. યુસુફ્ મહેરઅલી એટલે આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના એક યુવાન નેતા. મુંબઈના ભૂતપૂર્વ નગરપતિ, બિનસાંપ્રદાયિક ઉદારમતવાદી, વિદ્યાવ્યાસંગી, માત્ર રાજદ્વારી રવાત`ત્ર્ય નહિ, મનુષ્યને સર્વાંગી વિકાસ થઇ શકે એવા સ્વતંત્ર સમાજવાદી રાષ્ટ્રનુ સ્વપ્ન સેવનાર સ ંવેદનશીલ એવા યુસુફ મહેરઅલીનું ૧૯૫૦માં જ્યારે અવસાન થયું. ત્યારે એમના કેટલાક મિત્ર અને સાથીએએ એમની સ્મૃતિ નિમિ-તે એમની ભાવના અનુસાર ગ્રામસેવાની કઈંક સીંગીન પ્રવૃત્તિઓ કરવાના સંકલ્પ કર્યાં. એ માટે ક્ડ એકત્ર થયું અને ઇ. સ. ૧૯૬૧ના પહેલી મેના દિવસે યુસુફ્ મહેરઅલી સેન્ટરની સ્થાપના થઇ. ઈ. સ. ૧૯૬૫ના એકટાબરની ખીજી તારીખે ભારતના તે સમયના રાષ્ટ્રપતિ ડી. ઝાકિરહુસેનના હસ્તે સેન્ટરનું વિધિષ્ઠરનુ ઉદ્ધાટન કરવામાં આવ્યું. મુંબઇ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર પરદેશમાં એર મેલ $ ૨૦ £ ૧૨ સી મેઇલ ૭ ૧૫ દ ૯ વ્યાખ્યાન, પરિસંવાદ વગેરે દ્વારા સેન્ટરની પ્રવૃત્તિઓને સ્મારભ થયે. અને પનવેલ પાસે આદિવાસી વિસ્તારના ગામડાં આના લાકા માટે મુંબઇના સેવાભાવી ડાકરોએ દર રવિવારે તારા નામના ગામે જઇ માત તખીખી સેવા આપવાનું કામ ચાલુ કયુ". જે સંખ્યામાં આસપાસનાં ગામડાના લોકો એને લાભ લેવા લાગ્યા એ જોતાં લાકકલ્યાણની આ પ્રવૃત્તિની ઉપયોગિતા અને મહત્તા સહુને સમજાવા લાગી અને સમય જતાં ત્યાં એક નાનું સરખું દવાખાનું ચાલુ કરવામાં આવ્યું કે જેથી દરદીઓ ઊરોજ તખીાં સારવારના લાભ મેળવી શકે. ટાટરાને, દાતાઓના, સાથી કાયકર્તાઓના અને ગ્રામજનના સહકાર જેમ જેમ વધુ મળતા ગયા તેમ તેમ ત્યાં તખીખી સારવારની પ્રવૃત્તિઓ વધવા લાગી અને એમ કરતાં કરતાં ત્યાં ત્રીસ પથારીવાળી અને એપરેશન થીએટર સહિત નાની ઇસ્પિતાલ ચાલુ કરવામાં આવી. વિસે દિવસે ઈસ્પિતાલની પ્રવૃત્તિની જેમ વિકાસ થતો ગયો તેમ તેમાં આંખ, નાક, કાન, દાંત વગેરે માટે વિભાગા શરૂ થતા ગયા. પેથેાલાજી વિભાગ પણ દાખલ કરાયા. સેન્ટરની પ્રવૃત્તિ શરૂ થઇ ત્યારે તારા ગામના એક સગૃહસ્થ અને સેન્ટરના સ્થાપક સભ્ય શ્રી ગણપત પાટીલે ઘ્વાખાના માટે પોતાની જગ્યા સેન્ટરને ભેટ આપી, પાસેની જગ્યામાં એક ધર્મશાળા ખ`ડિયર હાલતમાં હતી. સરકારી માલિકીની એ જગ્યા. પંચાયતે સેન્ટરની પ્રવૃત્તિથી પ્રભાવિત થઈને ભેટ આપી. શ્રી પુથલી નામના એક સગૃહસ્થે પણ પોતાની બે એકર જેટલી જગ્યા સેન્ટરને ભેટ આપી. આમ સેન્ટરની પ્રવૃત્તિને જેમ જેમ વિસ્તાર થતા ગયા તેમ તેમ તેને વધુને વધુ જગ્યા પણ મૂળતી ગઇ. ૧૯૭૯ માં સેન્ટર તરફ્થી પાસે આવેલી પંદર એકર જેટલી જગ્યા વેચાતી ખરીદી લેવામાં આવી. સમય જતાં, સેન્ટર માટેની આ વિશાળ જગ્યામાં ખીજી કેટલીક પ્રવૃત્તિઓ પણ ચાલુ કરવામાં આવી પેન-પનવેલ અને પાતાળગંગા એ ત્રણે ગામની આસપાસનાં ખીજા પક ગામેાની પસંદગી સમાજ કલ્યાણની પ્રવૃત્તિ માટે કરવામાં આવી. બાળકાના વિદ્યાભ્યાસ માટે બાલવાડી સ્થાપવામાં આવી. કૂવાઓ ખાદવામાં આવ્યા. જુદી જુદી તાલીમ માટેના વગે શરૂ થયા. શિષ્યવૃત્તિ અપાવા લાગી. પશુપાલન અને દૂધની ડેરીની પ્રવૃત્તિ શરૂ થઇ. ખેતી વિષયક તાલીમ પણ અપાવા લાગી. તેલની ધાણી, સુથારીકામ માટે વર્કશોપ, પાંઉ-બિસ્કિટ માટે ખેકરી, સામુ અનાવવા માટેનું કારખાનું, આમ
SR No.525971
Book TitlePrabuddha Jivan 1986 Year 47 Ank 17 to 24 and Year 48 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1986
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy